Devdasnu Bhoot - 1 books and stories free download online pdf in Gujarati

દેવદાસનું ભૂત ભાગ-૧

દેવદાસનું ભૂત

( ભાગ-૧)

ગામમાં પાદરે બસ ઉભી રહી,તેમાંથી ચશ્મા પહેરેલ એક યુવાન ઉતર્યો,તેના હાથમાં બે ત્રણ પુસ્તકો હતા એટલે કદાચ કોઈ વિદ્યાર્થી હતો પણ તેની ઉંમર હિસાબે તે કોલેજમાં ભણતો હોય એવું અનુમાન કરી શકાય

ઉતર્યા પછી તેની નજરો અને ચહેરો તેના અજાણ્યા પણાંની ચાડી ખાતા હતા અને તેની અસર હનુમાનની ડેરી બહાર બેઠેલા ચાર પાંચ યુવાનો ઉપર થઇ તેમાંથી એકે ઉભા થઇ પેલા યુવાન તરફ સીધું પ્રયાણ કર્યું નાનું ગામ હતું અને મોટે ભાગે ખેતીનો ધંધો હોવાથી ગામના ઘણા યુવકો નવરાશમાં આમ સમય પસાર કરવા ગપ્પા મારતાં બેઠા હોય,આજુબાજુના ઘણા મોટા ગામો સાથે શહેરનું જોડાણ હોવાથી કલાકે કલાકે બસો આવતી અને તેમાંથી અજાણ્યો યુવાન ગામ તરફ જતો હતો અને એકદમ સામે આવેલા યુવાનથી તે સજાગ થયો,પેલાએ પૂછ્યું,

“ક્યાંથી આવો છો, સાહેબ” અને સજાગ યુવક ચોંક્યો

“જુઓ, હું રાઘવ છું, અને પુષ્પાને ત્યાં આવ્યો છું “

“અચ્છા તો મામલો ઘણો ગંભીર છે, રાઘવભાઈ પણ પુષ્પાને મળતા પહેલા સામે બેઠેલા મારા મિત્ર બુધ્યાભાઈને મળવું જરૂરી છે, પછી હું જાતે પુષ્પાને ત્યાં લઇ જઈશ” સામે ઉભેલી મુસીબત કોઈ તોફાનના એંધાણ બતાવતી હતી પણ અજાણ્યા ગામમાં સામનો કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો, રાઘવ પેલા યુવક સાથે ગયો તો ત્યાં ખરેખર યુવાનોની આંખોમાં તોફાન દેખાયું,

“બુધ્યાભાઇ, આ રાઘવભાઈ છે ને પુષ્પાબેનને ત્યાં આવ્યા છે” અને ત્યાં એક હાસ્યનું મોજું ફરી વળ્યું.

“જુઓભાઈ, પુષ્પા આ ગામની દીકરી છે અને સીધે સીધું કહું તો તે એક મોટા ઘરની દીકરી છે, જો તમારા આવવવાની તેના ઘરને ખબર ન હોય તો તમે મળી ન શકો, તમારે અહીથીજ પાછા જવું પડશે “રાઘવની આંખો પહોળી થઇ ગઈ, પ્રશ્નાર્થ તેની પાંપણે આવી લટકી પડ્યું, તે ડેરીના ઓટલે બેસી પડ્યો યુવકો એકબીજા સામે જોવા લાગ્યા.

"આને દેવદાસનું ભૂત વળગ્યું લાગે છે."પેલી ટોળીમાંથી એક જણ બોલ્યો,રાઘવ સમજી ગયો હવે વાત વધુ બગડવા માંડી હતી,ગામના યુવકો છે,શહેરના છોકરાઓ પોતપોતાના ધંધામાં વ્યસ્ત હોય એટલે કદાચ મજાક મશ્કરી થાય તો વાતચીતમાં જ ક્યાંક અટકી જાય પણ તેને લાગ્યું કે અહીંના આ યુવકો ને શહેર સાથે સરખાવી ન શકાય,જો ગુસ્સો કરવા જાય તો જરૂર તેની મરામત થઇ જાય,શહેરમાં તો સાથી વિદ્યાર્થીની મદદ પણ મળે પણ અહીં કોણ,તે એકલો પુષ્પાને ઓળખે છે,પણ બુધ્યાની અટકાયત સામે શું દલીલ કરવી,તો શું તે પુષ્પાને નહિ મળી શકે,તેને તો તેની વાત કહેવી હતી એટલે તે અહીં સુધી ખેંચાઈ આવ્યો છે, ભવિષ્યની ખબર નથી પણ શરૂઆતમાં જ મુસીબતો નો ઢગલો થઇ જાય તો શું કરવું,

પણ જયારે મન કૈક ચોક્કસ ઉદેશ માટે નક્કી કરી લે પછી કોઈ પણ ભોગે પોતેજ સાચું તેમ માની દુનિયાના નિયમો તરફ બેદરકાર થઇ જાય, અને ખોટું તે ખોટું પછી ખોટાને સાચું કરવા જીદ કરવી તો શરીરનું પોટલું બનાવીને સમાજ બહાર ફેંકતા વાર ન લગાડે,રાઘવ શિથિલ થઈને યુવકોની મશ્કરી સાંભળો રહ્યો,પણ તેને પાછું નહોતું જવું,એટલે મક્કમ નિર્ણય સાથે ઉભો થયો,એટલે એક યુવકે કહ્યું,

"બસ આવવાને અડધો કલાકનો સમય છે,"અને રાઘવે હાથ જોડી કહ્યું,

"જુઓ હું પુષ્પાનો મિત્ર છું, અમે કોલેજમાં સાથે ભણીયે છીએ, અમે ગાઢ મિત્રો છીએ, પણ કેટલીક વસ્તુઓ કે પ્રશ્નના રૂપમાં છે અને ખાનગી છે તે તમને ન કહી શકું માટે પુષ્પાને મળવું જરૂરી છે."

અને યુવકોના ચહેરા ઉપર તેને વધુ ગુસ્સો દેખાયો,વાત વણસી,તેના જોડેલા હાથનું મૂલ્ય ઝીરો થઇ ગયું.

"એટલે તું નહિ માને, ખરુંને?"બુધ્યાએ પૂછ્યું, રાઘવ બોલ્યો,

"અરે, ભાઈ મને સમજવાની કોશિશ કરો, હું અહીં લડવા નથી આવ્યો, મને જવા દો, હું મારી જાતે પુષ્પાનું ઘર શોધી લઈશ, તમે શા માટે રોકો છો?"રાઘવે વિનંતી કરી.

"અમે,ભાઈયો છીએ,આ ગામની દીકરીના એટલે,તારા જેવા મવાલીને જાણ્યા વગર પુષ્પા પાસે મોકલી દઈએ,!!"અને એકે ઉભા થઈ તેનો હાથ ખેંચ્યો,એટલે માથાકૂટ વધે તે પહેલા ગામના એક વડીલ ત્યાંથી પસાર થતા હતા તેમણે આ જોયું અને યુવાનો વચ્ચે પડી સમજાવટ કરી,વડીલને પણ લાગ્યું કે દીકરીની બાબત છે,તેની પાસેથી જાણ્યા વગર ગમે તેને મળવા ન દેવાય એટલે યુવકો પાસે રાઘવને છોડી તે પુષ્પાના ઘરે ગયા.રાઘવને પણ લાગ્યું કે માથાકૂટ કરવામાં મઝા નથી,તેના મનમાં છેવટે કૈક આશા જાગી.પછી તે પાછો ડેરીના ઓટલે બેસી ગયો,યુવકો પણ કોઈ નવી ચહલ પહલના સંચારે રાહ જોવા લાગ્યા.દેવદાસનો શબ્દ હવે ગામે ગામ જાણીતો થઇ ગયો હોય, તેમ તેનો પ્રયોગ વારંવાર સાંભળવા મળતો.કોલેજોમાં યુવકો અને યુવતીના ટોળા હોય,તેમાં ગંભીર રીતે ભણવા વાળા નો સમુદાય બહોળો હોય પણ મઝાક મશ્કરીયાનું નાનું ગ્રુપ પણ તેઓને ભારે પડતું હોય.સિક્યુરિટીની મોટી વ્યવસ્થા હોય પણ ધમાલિયાને સંભાળવાની તેમને પણ તકલીફ પડે.

પેલા વડીલ ગામમાં સીધા પુષ્પાને ત્યાં પહોંચ્યા પુષ્પાના પિતા હીંચકા પર બેઠેલા હતા વડીલને જોતા તરત બોલ્યા, “ આવો આવો હરજીભાઇ, આજે કઈ આ બાજુ ભૂલા પડ્યા,ખેતરે ગયા તા ?”

“હા, થોડું નિંદામણ કરી આવ્યો.” અને વાત અટકાવી પ્રેમજીભાઈએ બૂમ પાડી

“બેટા, પુષ્પા પાણી લાવજે, હરજીકાકા આવ્યા છે “અને અંદરથી કોયલના ટહુકાર જેવો અવાજ આવ્યો

“લાવી બાપુ અને થોડીવારમાં નમણી કોલેજકન્યા પાણી લઈને હાજર થઇ સાથે તેની માં રેવા પણ આવી અને હરજીભાઈને નમસ્કાર કર્યા. અહીં કોઈ મહેમાન આવે તો ઘરના બધા સભ્યો સ્વાગત કરે,પુષ્પાનો ભાઈ રોનક બહાર ગયો હતો એટલે તેની ગેરહાજરી હતી,

“અરે રેવા, બેકપ ચા તો બનાવ, હું ને હરજીભાઇ બંને થોડા ગરમ થૈયે “અને હરજીભાઈની ના છતાં રેવાબેન “હરજીભાઇ ઘણા વખતે આવ્યા છો, બેસોને હમણાં બની જશે “એમ કહેતા રસોડામાં ગયા ને પુષ્પાએ બાપા ને કાકા વચ્ચે બેસી હીંચકાને પગથી ઠેસો માર્યો અને હસી, અને સાથેજ વડીલો ખુશ થયા

“પ્રેમજીભાઈ, પુષ્પા તો ઘરની રોનક છે” અને પેમજીભાઈ તરત બોલ્યા

“રોનક તો છે જ, અહીં ક્યાં ખાવા પીવાની ખોટ, પણ પારકી થાપણ, કાલે તેના ઘેર.” અને હરજીભાઇ બોલ્યા , “દીકરીની શોભા તેના સાસરે “તરત પુષ્પા બોલી

“હું તો લગ્ન જ નથી કરવાની” અને એક ખુશીની લહેર વચ્ચે રેવાબેન ચા લઈને આવ્યા, પણ ચા પીતાંપીતા હરજીભાઈએ જે કહેવાનું હતું તે કહી દીધું

“બેટા, રાઘવ નામનો કોઈ છોકરો તને મળવા આવ્યો છે, કે છે તારી સાથે ભણે છે, તારી સાથે કઈ વાત કરવી છે એવું તે કહેતો હતો “દીકરીની આસપાસ છવાયેલું વહાલનું વાદળ વિખરાઈ ગયું અને ચિંતાઓ હિબકારા મારતી માં-બાપની આંખો પલાળતી ગઈ પણ પુષ્પા બોલી,

“કાકા, રાઘવ પાગલ છે કોલેજના એક ફંક્સન માં તે મારો પાર્ટનર હતો અને કલાકાર ફક્ત કલા પૂરતો સબંધ હોય, પણ પાછળ પડ્યો છે અહીં આવીને હદ કરી છે, હવે કઈ કરવું પડશે, ચાલો હું આવું છૂ”

“કઈ જવાની જરૂર નથી,"

પ્રેમજીભાઈના ઈશારે બધાની નજર ફેરવાઈ,પ્રેમજીભાઈના બોલમાં ધીરાશ હતી એટલે પુષ્પા પ્રત્યે તેમનો વિશ્વાસ હજી કોઈ હેરાન ગતિનો ન હતો કેમકે કદાચ તે જાણતા હતા આજની દુનિયા અને તેના યુવાનો વિષે તેમણે આગળ કહ્યું,

"હરજીભાઇ, જો તમને વાંધો ન હોય તો યુવાનને અહીં લઇ આવો."અને તરત પુષ્પા બોલી

(ક્રમશ: ભાગ-૨ માં)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED