દિવાળી એ ખુશીઓનું પર્વ Mahendra Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાળી એ ખુશીઓનું પર્વ

દિવાળી એ ખુશીયોનું પર્વ

ઘરમાં પ્રવેશતા સૌરભને ખુબજ સ્વાદિષ્ટ વાનગીની સુગંધે ખુશખુશાલ કરી દીધો, હાથ પહોળા કરતો ઓફિસનું પાકીટ સોફા પર નાખતો સીધો રસોડા તરફ શુશી શુશી શુશી કરતો ધસ્યો ત્યાં પાંચ વર્ષની શ્વેતાના ધસારે તે અટક્યો બીજું બધું તો ઠીક પણ પાંચ વર્ષની શ્વેતા ધક્કો મારવા મંડી અને તેને બોલવાની ફરજ પડી

"અરે બેટા તું મને પાડી નાખીશ, " પણ શ્વેતા ના રોકાઇ અને તેને ફરજીયાત સોફા પર બેસી જવું પડ્યું તેને શ્વેતાને ઉંચકી લીધી અને બોલ્યો,

" શું વાત છે, શુશીને બદલે ડેડીને શ્વેતા કહેવું જોઈતું હતું "અને ડેડીના હાથમાંથી સરકતી શ્વેતા બોલી

"નો" અને થોડીક દૂર ઉભી રહી પગ તરફ ઈશારો કરતા હસી, અને સૌરભ સમજ્યો, અને બોલ્યો

"તો એ વાત છે " પણ ચૂપનો ઈશારો કરતા તેની નજર કિચન બાજુ ગઈ અને ડોકિયું કરતા શુશીલા બોલી

"ડેડી સૂઝ કાઢ્યા વગર આવતા હતા ખરુંને, બેટા"અને શ્વેતા ખિખિલાટ હસી અને સૌરભ પણ ડરી ગયો હોય તેવી મુદ્રામાં સૂઝ કાઢવા દોડ્યો અને તેનો પેન્ટ પકડતી શ્વેતા તેની પાછળ દોડી, સૂઝ કાઢી

શ્વેતાને ઉંચકી વ્હાલ કરતો તે રસોડામાં આવ્યો અને શુશીલા એ તરેલી સુંવાળી શુશીલાની નજીક સરકી લીધી ત્યાં શુશીલાએ હલકો ધક્કો આપી ટકોર કરી

"અહીં કઢાઈ માં તેલ ઉકળે છે થોડીવાર બહાર બેસો "અને ચાર પાંચ સુંવાળી હાથમાં લઇ

"ચાલો બેટા, મમ્મીનો ઓર્ડર માનવો જ પડે ખરુંને " અને શ્વેતા ફરી હસી, અને બાપ બેટી હસતી મમ્મીને રસોડામાં છોડી બહાર સોફા ઉપર તાજી સુંવાળીનો સ્વાદ લેતા બેઠા, પણ ડેડીની વ્હાલી શ્વેતાને તેના રૂમની ડોલ યાદ આવી ને સુંવાળી હાથમાં રાખી તે તેના રૂમ તરફ દોડી બસ 'ધીરે ધીરે બેટા '

એમ બોલતા ડેડીનો પ્યાર, ડોલ યાદ આવતા ઘડીકમાં ભુલાઈ ગયો શ્વેતા તેના રૂમમાં રમવામાં બિઝી થઇ ગઈ, અને સુંવાળીના વખાણ કરતો સૌરભ ફરી કિચન બાજુ ઉપડ્યો, અને હવે પ્લેટ ભરી, એટલે શુશીલા બોલી

"સુંવાળીથી પેટ ભરવાનું છે, ડિનર રેડી છે, "અને બે સુંવાળી પાછી મુકતો તે બોલ્યો,

"ઓકે, શુશી હજુ તો અડધો કલાક છે, "પણ શુશીની નજરોના ભાર હેઠળ તેને પ્યાર પડતો મૂકી ફરીથી રસોડાની બહાર નીકળવું પડ્યું. સોફા અને ટેબલ પર પડેલો રિમોટ કાયમની મદદના સહારે સુંવાળીના સ્વાદે ભૂખ સંતોષતો બેઠો. થોડીક વાર માટે જાણે બધું શાંત થઇ ગયું, ફક્ત ટી વી અને કિચનના અવાઝ ચાલુ રહ્યા, અઢી માણસનું કુટુંબ શુશીલાનાં ઉપરીપણે દિવાળીના કામમાં ખુશ હતું,

અગિયારસથી લાભ પાંચમ સુધીની આ ખુશી વર્ષમાં એક વખત આવતી, સંપૂર્ણ ધર્મિષ્ઠ શુશીલા ઘરમાં તુલસી પણ રાખતી હતી, ક્યારેક સાસુ સસરા તેમને ત્યાં આવતા તો ક્યારેક તેઓ શ્વેતાને લઇ તેમને ત્યાં જતા પણ આ વખતે બધું કુટુંબ અહીં ભેગું થવાનું હતું, તેમાં તેના ભાઈ ભાભી પણ એક દિવસ આવવાના હતા એટલે શુશીલા ખુબજ દિવાળીની વાનગી બનાવવામાં બીઝી થઇ ગઈ હતી, બંનેની નોકરી ખુબ સારી હતી એટલે બેજ વર્ષમાં તેમણે પોતાનું મકાન બનાવી દીધું હતું, બે અઠવાડિયાનું વેકેશન તેણે લીધું હતું એટલે શાંતિથી તે બધું પતાવતી હતી, સૌરભ પણ મદદ માટે ક્યારેક હાથ બતાવટો, નોકરીના સમયમાં તે શ્વેતાને સાસુ પાસે મુક્તી ઘર નજીક જ હતું એટલે ત્યાંથી પછી તે નોકરી પર જતી, આમ દિવાળીની ખુશીમાં સહુ વ્યસ્ત હતા.

પાંચ વર્ષની શ્વેતા પછી પણ શુશીલાને સમજવામાં સૌરભને હજી પણ તકલીફ પડતી હતી, ધર્મિષ્ઠ પત્ની જ્યારે નજરોને સ્થિર કરતી ત્યારે તેને પ્યારમાં ક્યાંક ખારાશ દેખાતી પણ સુખી કુટુંબના પાયામાં નરમાશ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો, સમાજની પ્યારની વ્યાખ્યા તો દિલના ઊંડાણમાંથી ઉપજતી હોય છે અને તેની અસર એકદમ સહજ હોય છે, એવીજ અસર તેને ભૂતકાળમાં ટ્રેઈનની મુસાફરીમાં એક વખત નોકરી ઉપર જતા નજરોની આપલે થી ઉપજી હતી અને રોજની સફરમાં સતત રિપીટ થતા લગ્નમાં પરિણમી શ્વેતા સુધી સ્થિર થઇ હતી, પણ હવે જ્યારે શ્વેતા પછી તેની નજરોમાં સખ્તાઈ વધતી જતી હતી, પણ તેનો વિરોધ શ્વેતા માટે જરૂર નુકશાન કરે એટલે તે સખત નજરોથી બચી સોફા ને ટી વી ના સહારે ઇઝ અપ થતા ક્યારેક સુઈ જતો અને જયારે સુઈ જતો તો તેના નસ્કોરાનો અવાજ શ્વેતા ને ને શુશીલા બંનેને ડિસ્ટર્બ કરતો અને તેથી તે અવાઝને એક વખત અપાયેલું નામ મીલના ભૂંગળા હવે શ્વેતા સતત રિપીટ કરતી ત્યારે તેને શ્વેતા માટે પ્યાર પણ ઉપજતો ને મમ્મી સાથે સામેલ થઇ હેરાન કરવાનો મીઠો ગુસ્સો પણ ઉપજતો ત્યારે તે એકજ વસ્તુ કહેતો "થાકી ગયો છું"અને તેની અસરમાં પત્ની અને બેટી બંને તેની બાજુમાં આવી બેસી જતા પણ થોડીકવાર ઉપજેલી તે લાગણીયો ત્યાંથી ખસી જતી કેમકે શ્વેતાને ડોલ સાથે રમવાનો બિઝનેસ હતો અને આખા ઘરની જવાબદારી શુશીલા નિભાવતી એટલે ઘડીકની તીવ્ર થતી શુશીલાની નજરોને સહન કરવાની હવે તેને ટેવ પડી ગઈ હતી.

નામ તો હતું પંકજ વિદ્યાલય , સાંભળતા લાગે કોઈ ખ્યાતનામ સ્કૂલ હશે પણ નાની શાળા હતી તેમાં સૌરભ ભણેલો તે દિવસોની યાદમાં એક ગોવિંદ નામના તેના મિત્ર સાથે ક્યારેક ફાલતુ ગપ્પા મારવાનો સમય પણ આવતો, જે ગપ્પાને જીવનમાં કોઈ સ્થાન ન હોય તેવું પણ ચાલતું, બસ નવરાશના સમયમાં એકબીજાની મશ્કરી કરી ગમે તેમ હસી લેવું, અને જાણે દુનિયાની બધી વાતોનો તેમને અનુભવ હોય તેમ વડીલોની માફક સલાહ સૂચન પણ કરતા ને ક્યારેક કોઈ કાર્ટૂન જેવાની મશ્કરી પણ કરી લેતા, સૌરભને હસવામાં મજા આવતી પણ આ તેનો મિત્ર ગોવિંદ દરેક વાતોમાં ભાગ લેતો પણ ગંભીર રીતે ટોન મારતો ને કહેતો 'હંસ લો બાબા અભી હસનેકા દિન હૈ, જબ એક્સે દો હો જાઓગે, તબ યેહી હસી મુરઝા જાયેગી" ત્યારે તેણે કહેલું " તો વો મુરઝા કે કહા જાયેગી?" અને તેના જવાબમાં કઈ ન મળતા ગોવિંદ બોલ્યો હતો ."એ ભી કોઈ સોચનેવાલી બાત હૈ, તેરી બાતમેં જરૂર દમ હૈ". અને હિન્દીમાં ચાલેલો આ સંવાદ તેના માનસ પટ પર એવો છવાયેલો હતો કે ક્યારેક તે શુશીલા પાસે રજુ પણ કરતો તો તે સાંભળીને તેની તે મજા લેતી, હસતી પણ તેની નજરો જ્યાં ફેરવાતી, કેમ ફેરવાતી ?, ....

ગંભીર ગોવિંદ જ્યારે વાત કરતા રોકાતો ત્યારે સૌરભ ત્યાંથી ચાલવા માંડતો કેમ કે તેને ખબર હતી કે હવે તેની વાતોમાં ફાલતુ કે જેને કચરો વાત કહેવાય તેવું કઈ સાંભળવા મળશે, અને તે સમયે તેને એવી વાતો માટે અરુચિ હતી, કેમકે તથ્ય વગરની વાતો માટે તે રાજી ન હતો, પણ ગ્રુપ હતું, મિત્રો હતા, અને ફાલતુ સમયમાં ફાલતુ ગપ્પા ચાલતા હોય ત્યાં તમારા પ્રિન્સિપાલ ક્યાં સુધી ટકે ?, ક્યાં તો તમે સાંભળો અને ભાગ લો અથવા તો ત્યાંથી ભાગી છૂટો બેજ રસ્તા, અને સૌરભ બીજો રસ્તો પસંદ કરતો કેમકે, ગોવિંદ કૈલાસની વાત કરતો તે તેને નહોતું ગમતું, તેમનાજ ક્લાસ માં ભણતી કૈલાસ ક્યારેક સૌરભના વખાણ કરતી એટલે તે વાત ફરતી ફરતી ગળાતી, અને એમ બધાએ એક સૌરભનું નામ કૈલાસ સાથે જોડી મજાક મસ્તી માટે રસ્તો અપનાવી લીધો હતો, ઘણા વિદ્યાર્થીઓ નારાજ હતા, કોઈની પર્સનલ વાતો ને ગમે તેમ ગોઠવી મજાક કરવી, પણ સૌરભ તેનો ભોગ બન્યો હતો કેટલીય વખત ગોવિંદને સમજાવ્યા છતાં પણ છેલ્લે તે કૈલાસની વાત મૂકીને તેને નારાજ કરી દેતો અને તેને ત્યાંથી ખસી જવું પડતું, શાળામાં એવું બધું તો ઘણું ચાલતું, "બોલે તેના બોર વેચાય " તે કહેવતમાં સૌરભને કઈ બોલવું ન હતું, કોઈ પણ માથાકૂટ કર્યા વગર તે એકલવાયો ફર્યા કરતો, જોકે તેમાં થોડું નુકશાન થવાનો જરૂર સંભવ હતો કેમકે એકલા થવું તે સાધુ સંતો માટે કોઈ નુકશાન ન કરે પણ તે વખતનો સૌરભ એક નાનો શાળાનો વિદ્યાર્થી તેને માટે તો ઘણું અઘરું પડ્યું હતું, આજે પણ તે એટલોજ શાંત હતો એક વખત હસી મજાકમાં આ વાત તેણે પત્ની સાથે શેર કરી ત્યારથી શુશીલાની વર્તણુકમાં થોડો ફેરફાર તેને દેખાયો હતો, કેમકે ગમે તેવા સુધરેલા સમાજમાં પણ પોતાના સાથી સાથે

કોઈ બીજી નારીનું નામ જોડાય એટલે ફેરફાર તો જરૂર થાય. ત્યારે એજ સોફા અને એજ રિમોટ કંટ્રોલનો તેને સહારો લેવો પડ્યો અને આજે થોડુંક તો એવું હતું એટલે જ આજે પણ તે સુઈ ગયો જ્યારે શ્વેતા દોડતી કિચનમાં જઈ મોટેથી હસતી બોલી "મમ્મી, મીલના ભૂંગળા" ત્યારે સફાળો જાગતો સૌરભ બોલ્યો

"ઉભી રે તું મીલના ભૂંગળાંવાળી" અને તે દોડ્યો અને કિચકારી કરતી શ્વેતા મમ્મીની સાડીમાં લપેટાઈ ગઈ ત્યારે તેને સમાલતી શુશીલા બોલી "અહીં નહિ બેટા"પણ જયારે સુંવાળી તરફ સૌરભનો હાથ વધ્યો તો ત્યાંજ અટકી પત્નીની નજર મળતા શ્વેતા તરફ વધ્યો ને તેને ઉંચકી વ્હાલ કરતો તે ફરી બહાર નીકળી ગયો કેમકે દિવાળી. એટલે ફક્ત અને ફક્ત ખુશીઓનું પર્વ.

-મહેન્દ્ર ભટ્ટ.