દેવદાસનું ભૂત ભાગ-૨ Mahendra Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેવદાસનું ભૂત ભાગ-૨

દેવદાસનું ભૂત

( ભાગ- ૨)

(ભાગ ૧ થી ક્રમશ)

"પણ બાપા, અહીં આવી તે તમારી દેખતા ગમે તેમ બોલશે તે હું સાંભળી નહિ લઉં"પુષ્પાની વાત કહેવાની રીત એકદમ તેજ જોઈ રેવા બેનથી ન રહેવાયું બોલ્યા,

"બેટા, જે કઈ હોય તે તારા બાપાને આજે કહી દેજે, નહિ તો તારો ભાઈ આવશે તો તોફાન કરી પાડશે."

"માં એવું કઈ નથી, વિશ્વાસ રાખ આ એક પાગલ માણસ છે, કોલેજમાં બધા છોકરાઓ મઝાક મસ્તી તો કરતાજ હોય છે, આની સાથે મારો રોલ હતો અને તે મને કહેવા મંડ્યો છે હું તને ખુબ પ્રેમ કરું છું, પણ હવે કોલેજમાં પણ બધા મઝાક કરે છે, એટલે હું તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું પણ તે હવે અહીં સુધી આવી ગયો છે."પુષ્પાએ પોતાની વાત દિલ ખોલીને કરી દીધી, એટલે હરજીભાઇ તરત બોલ્યા

"પ્રેમજીભાઈ, હું વચ્ચે પડ્યો ન હોત તો બુઢિયો તેની મરામત કરી નાંખતે."

"ના ના એવું કઈ કરવાની જરૂર નથી, એમ કઈ મારવાથી કોઈ મુસીબત ન ટળે, એને અહીં લઇ આવો પુષ્પા, આપણે તેને શાંતિથી સમજાવીશું.પછી ન માને તો કાયદેસર જે કરવાનું હોય તે કરીશું.પણ પહેલા તેનું ગાંડપણ દૂર કરવું જરૂરી છે.મારપીટ કરવાથી મુસીબત થોડીવાર ટળી જાય પણ પછી તારે તેજ કોલેજમાં ભણવાનું હોય તો ફરીથી હેરાનગતિ થાય, તેને માટે પણ ઉપાય છે, પણ હાલ પૂરતું તેની સાથે વાત કરી તેને જાણવાની જરૂર છે.એટલે તેને અહીં લઇ આવો."અને હરજીભાઇ ગયા, શાંત અને એક મોભાવાળા ઘરમાં મુસીબતો ના વાદળો ફરી વળ્યાં, રેવાબેનનો ચહેરો પુષ્પાના સમજાવ્યા છતાં માયૂષ થઇ ગયો અને તે શાંત થવા રસોડામાં જતા રહ્યાં.

પુષ્પા વિચારોની હારમાળામાં અટવાઈ ગઈ, કોલેજના દ્રશ્યોની ઝડી લાગી ગઈ કે જ્યાં રાઘવની આકૃતિ તેની પાછળ પ્રેમનો ઝંડો ફરકાવી ઘસતી દેખાઈ, બચાવ કરતી તે તેને મર્યાદા બતાવતી રહી, પણ કોલેજનું વાતાવરણ તો ફક્ત મસ્તીને જોતું રાઘવને દેવદાસનું તખલ્લુસ દઈ બેઠું, તેની ખાસ સહેલીઓ પણ ધીરે ધીરે તેનાથી છેડો ફાડતી ટોળામાં ભળી ગઈ, તે એકલવાયી ઝઝૂમતી રહી અને રાઘવ તેનો પીછો કરતો હવે તેના ગામ અને ઘરમાં આવી રહ્યો હતો, ડેરીના યુવકોએ તો તેને દેવદાસનું ભૂત બતાવી દીધું, હવે તેનો કેમનો સામનો કરવો તેના વિચારો તેની શ્વાસોની રિધમ વધારી ગયા.હરજીકાકા ગયા અને થોડીવારમાં તેને લઈને આવ્યા. તેને જોતા જ પ્રેમજીભાઈની આંખો ઢળી ગઈ, ચશ્માવાળો યુવાન દેખાવમાં તો કોઈને ગમે તેવો ન હતો તો પુષ્પાએ તેની સાથે કેમનો રોલ કર્યો.પણ તે પ્રેમજીભાઈ સામે હાથ જોડીને ઉભો રહ્યો રસોડામાંથી રેવા બેન ધસી આવ્યા.પુષ્પા કઈ બોલવા જતી હતી તેને પ્રેમજીભાઈએ રોકી,

"જો ભાઈ રાઘવ, હું પુષ્પાનો ફાધર છું, અને તને શાંતિથી એક જ વસ્તુ કહું છું, તું પુષ્પાનો પીછો છોડી દે, તે તને બિલકુલ પસંદ નથી કરતી, તે તારે માટે યોગ્ય નથી, અને તું તેમ નહિ કરે તો તારે ઘણું સહન કરવું પડશે, હવે અહીંથી જેમ આવ્યો તેમ જતો રહે અને મને ખબર પડી કે હજુ તું મારી દીકરીને હેરાન કરે છે તો હું તને જેલભેગો કરીશ. હવે આને તારે ધમકી સમજવી હોય તો ધમકી પણ હવે ચાલતી પકડ, ગામના છોકરાઓ જો હેરાન કરવાનું ચાલુ કરશે તો હું બચાવી નહિ શકું.માટે ચુપચાપ ચાલ્યો જા."અને રાઘવ વિનંતી કરતો બોલ્યો,

"સર, તમે વડીલ છો, હું અહીં લડવા નથી આવ્યો, હું પુષ્પાને દિલથી ચાહું છું, અને તેને પણ મારા માટે લાગણી છે, ભલે તે તમારી સામે ના પડે, પણ હું તેને કેટલીય વખત કોલેજમાં પૂછતો રહ્યો પણ તે વાત જ નથી કરતી, એટલે અહીં આવ્યો છું, જો એકવાર તે મને કહી દે તો હું ચાલ્યો જઈશ, "

અને પુષ્પાનો જોરદાર અવાજ આવ્યો,

"મૂરખ મને ખરાબ શબ્દો બોલતા નથી આવડતા, પણ તારી સામેં કોઈ છોકરી જોશે પણ નહિ, મારા કમનસીબ કે મેં તારી સાથે રોલ કર્યો તારી મૂર્ખાઈની હદ તે વટાવી દીધી, અરીસામાં તે તારો ચહેરો જોયો છે? બધા મારી સામે ટીકી ટીકીને જુએ છે , તારી પાસે આબરૂ જેવી વસ્તુ હોય તો ચાલ્યો જા." અને તેનો હાથ બારણા બાજુ ઊંચો થઇ ગયો."અને પ્રેમજીભાઈ ઉભા થયા.રાઘવ ખચકાયો, પણ બોલ્યો,

"જતો રહું છું, અને તને ક્યારેય હેરાન નહિ કરું ફક્ત તને પૂછવા અહીં સુધી ખેંચાઈ આવ્યો હતો, પણ ચહેરાને જોઈને પ્રેમ ન કરતી, પ્રેમનું સ્થાન દિલમાં છે અને દિલથી તું મને ભલે ભૂલી જાય પણ હું તને નહિ ભૂલું, વચન આપું છું કે તને હવે ક્યારેય હેરાન નહિ કરું." ખબર નહિ પણ તે નિરાશ ચહેરે બીજું કઈ પણ બોલ્યા વગર જતો રહ્યો, વચ્ચે ડેરી ઉપર બેઠેલા, છોકરાઓએ ટકોર કરી,

"રાઘવ, આવજે પાછો ન આવતો, નહિ તો પથરા પડશે., "અને રાઘવ નીચું ઘાલીને ચાલતો રહ્યો.

કોઈ બોલ્યું "દેવદાસનું ભૂત " પણ તેણે સાંભળ્યું ન સાંભર્યું અને બસ આવી એટલે તે જતો રહ્યો,

એક મોભાના ઘરમાં અમાનુષી વાત ઘરના દરેક સભ્યોને અસર કરતી ગઈ પછી તો રોનક પણ આવ્યો અને તેનો ગુસ્સો આસમાને પહોંચે તે પહેલા પ્રેમજીભાઈ તેને આ દીકરીનો કેસ છે અને તેના માટે સમજી વિચારીને પગલાં ભરવા પડે, ગમે ત્યારે ગમે તે કુટુંબમાં કોઈ પણ વસ્તુ બને , ગુસ્સો એ બધાનું સમાધાન નથી, આજ સુધી આ ઘરમાં એવું કઈ બન્યું નથી માટે આપણે અજાણ છીએ, પણ હવે બન્યું તો સજાગ થવાની જરૂર છે.અને બાપાની વાત થી રોનક સંમત હતો, પણ પછી દિવસો વીતતા ગયા, પછી પુષ્પાને કોલેજ બદલાવી પણ પેલા રાઘવ તરફ્થી કોઈ હેરાનગતિ ના થઇ, કોઈ પણ દુઃખનું સમાધાન સમય થી જ થાય તેમ, પ્રેમજીભાઈનું કુટુંબ પણ સહજ થઇ ગયું.

પણ ગામની હવાએ આ બનાવની નોંધ લઇ, પુષ્પાને કોઈ આશંકાના ઘેરામાં ફસાવી દીધી અને તેમાંથી છૂટવા વખત જતા પ્રેમજીભાઈ એ એક આફ્રિકાથી પોતાના પુત્રનું લગ્ન કરાવવા આવેલા એક કુટુંબમાં પુષ્પાને પરણાવી દીધી, પાંચ વર્ષનો સમય પસાર થઇ ગયો, આફ્રિકામાં રહેતી દીકરી માટે શરૂઆતમાં ખુબજ સારું રહ્યું, પ્રેમજીભાઈને પણ શાંતિ થઇ પણ બે વર્ષમાં રેવાબેન ન રહ્યા, એક હાર્ટએટેક તેમને ભરખી ગયો, રોનકે લગ્ન કર્યા એટલે થોડો સમય ફરી પાછો ખુશીનો માહોલ સર્જાયો, વહુ સારી હતી, પણ દીકરીની વાત અને રેવાબેનની વિદાય પછી પ્રેમજીભાઈ જાણે એકલવાયા થઇ ગયા, કુટુંબ પાસે હજુ પૈસા બાબતની ખોટ ન હતી, આટલી જિંદગી ન હારેલા પિતાજીનું એકલવાયું રોનકે પણ નોંધ કર્યું, અને પુત્રના હિસાબે જે કરવું પડે તે તેણે કર્યું, થોડો સમય સારું લાગ્યું, પણ પછી એક દિવસ પુષ્પાના ઘરમાં માથાકૂટ થઇ, પતિની ખોટી આદતો માટે કહ્યું અને એક છોકરીની માને પતિએ છૂટાછેડા આપી દીધા, મજબૂત પુષ્પા એક સારી નોકરી કરતી એક વર્ષ તો રહી પણ પછી બેટીને લઇ પિતાની સંમતિથી ફરીથી પ્રેમજીભાઈને ત્યાં આવી ગઈ, તેને અહીં સેટ કરવામાં તેની ભાભીએ ખૂબ જ સાથ આપ્યો, અને પુષ્પા ઝડપથી સેટ થઇ ગઈ

.અને તેનું એક મોટી ફર્મમાં ઇન્ટરવ્યું નીકળ્યું ઘરના બધા સભ્યોની સંમતિથી તે ઇન્ટરવ્યૂ માટે ગઈ , ભાઈ ભાભી પણ સાથે ગયા.દીકરીની મજબૂતાઈ જોઈ પ્રીતમ ભાઈ પણ મજબૂત થઇ ગયા, તેમનો સમય પસાર કરવા હવે તેમની સાથે નાની ગુડિયા હતી. પુષ્પાને નોકરી મળી ગઈ, હવે ફરીથી આ ઘર ખુશીયોથી ભરાઈ ગયું.એક દિવસ પુષ્પાનો બોસ તેમજ કેટલાક મિત્રો તેના ગામ આવ્યા, જયારે પુષ્પાનો બોસ પ્રેમજીભાઈને મળ્યો ત્યારે તેમની આંખો જીણી થઇ, અને તેને ઓળખી લીધો હોય તેમ બોલ્યા

"તું રાઘવ તો નહિ" અને આખું કુટુંબ ત્યાં આવી ગયું, પુષ્પા પણ તેને ઓળખી ન શકી ન હતી તે ફક્ત તેને બોસ જ સમજતી હતી.આટલા વર્ષો પછી બધું બદલાઈ ગયું તો રાઘવ કેમ ન બદલાય. તે એક મોટી ફર્મનો મેનેજર હતો.રાઘવ માટે અત્યારે કોઈને ફરિયાદ ન હતી કેમકે તેણે પુષ્પાને ક્યારેય ફરી હેરાન કરી ન હતી.પણ પ્રેમજીભાઈએ જે શોધ કરી તે સામે પુષ્પા ખુશ થઇ ગઈ, રાઘવે તેની વાત કરી તેણે હજુ લગ્ન નહોતા કર્યા, જો પુષ્પા હજુ પણ લગ્ન કરવા ઇચ્છતી હોય તો કોઈ પણ દબાણ વગર રાઘવ તેને દીકરી સાથે અપનાવવા તૈયાર હતો, અને જ્યાં બધું સારું જ થતું હોય ત્યાં પુષ્પાએ પણ તેની વાતનો સ્વીકાર કર્યો, શરણાઈએ તેના સુર રેલાવ્યા.અને ઘરની બગડેલી બાજીને દેવદાસના ભૂતે ફરી સંભાળી લીધી.

-મહેન્દ્ર ભટ્ટ.