Yes Boss books and stories free download online pdf in Gujarati

યેસ બોસ .....


......યેસ બોસ .....

બોસ નામનું પ્રાણી બહુ વિચિત્ર હોય છે. એનો ભાગ્યેજ ભરોસો કરાય .


ઘણા આ બોસ બાબતે બહુ નસીબદાર હોય છે.

જયારે ઘણl કમનસીબ હોય છે જેમને ભાગ્યેજ આ બોસ નામના માણસ કે બહેન સાથે બને છે.


આજકાલ મહિલા બોસોની સંખ્યા વધી રહી છે.

એ રસપ્રદ છે કે પુરુષો મહિલા બોસને બહુ પસંદ નથીકરતા હોતા.

જો કે ઘણા કરે પણ છે.

જયારે સ્ત્રીઓ તો મોટા ભાગે પુરુષ બોસને જ વિશેષ પસંદ કરે છે.


બોસ હંમેશા કોન્શિયસ રહે છે કે તે બોસ છે. અને તેણે નીચે ના ને કંટ્રૉલ કરવાના છે.


બોસને તે બોસ છે તેમ સતત પ્રતીત થવું જોઈએ.

અને તેને તમારે પણ સતત પ્રતીતિ કરાવવી જ રહી કે તે તમારો બોસ છે

અને તેને તમે બોસ તરીકે જ જુઓ છો.

જો તેને લાગે કે તમે તેને ગણતા નથી કે તેના પ્રભાવ નથી તો તે સહન નથી કરી શકતા

અને તમને તેની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

સરકારી બોસ , ખાનગી કંપનીના બોસ માં બહુ ફેર પડે છે.

નાની પેઢી અને મોટી કંપની કે નાની દુકાનનો ફેર પડે છે.


કામનો પણ ફેર પડે છે.


બોસ કોને કહેશો? નોકરીનો બોસ તો છે જ. તમે પણ કોઈના બોસ થઇ જાઓ છો કે હશો...


કે કોઈ તમારો બોસ થાય છે।


પતિ પણ બોસનું પાત્ર ભજવતો હોય છે। તો ઘણીવાર પત્ની બોસ જેવી હોય છે.

ઘણીવાર માતાપિતા બોસ જેવા બાળકો માટે હોય છે તેવું બાળકોને લાગે છે.

તો સાસુ પણ ઘણીવાર વહુ માટે બોસ જેવી હોય છે.


આમ બોસ નું પાત્ર ઘરમાં પણ કોઈને કોઈ સ્વરૂપે હોય છે.


યુરોપમાં મહિલાઓની ફરિયાદ છે કે બોસ નોકરીમાં શોષણ કરે છે.

બ્રિટન અને ફ્રાન્સમાં ખાસ। અમેરિકામાં પણ બોસ ગમતી મહિલાને કામમl ફાયદો કરી આપે છે।

નોકરી પ્રમોશન કે અન્ય કામની બાબતોમાં ફાયદાઓ મહિલાઓને જાતીય ધોરણે અપાય છે

તેવા આક્ષેપો થયા કરે છે.

નોકરી કરતી મહિલાઓના શોષણની ફરિયાદો ભારતમાં અને એશિયાના દેશોમાં પણ વ્યાપક છે.

નોકરીમાં સ્ત્રીની લાચારીનો ફાયદો ઉઠાવાય છે.


ખાસ કરીને ફિલ્મ,ટીવી કે રાજકારણમાં સ્ત્રીઓ એ અlગળ વધવા પુરુષનો સાથ્ લેવો પડે છે

અને શોષણ સ્વીકારવું પડે છે.

હવે તો સ્ત્રીઓ જડપથી આગળ વધવા કોઈપણ માર્ગ લેવા તૈયાર થઇ જાય છે.


કેટલીકવાર સ્ત્રીઓ ખોટી ફરિયાદ કરતી પણ જોવા મળે છે. તે પણ નવું નથી.

કારણ કાયદા પણ સ્ત્રીઓના સન્માનની સુરક્ષા માટે ઘણા થયા છે,

જેનો ફાયદો પણ ઉઠવાય છે.

આજકાલ me too નામની ચળવળ કહો કે સ્વયભું અભિયાન શરુ થયું છે.

જેમાં દેશની ઘણી આગળ પડતી મહિલાઓ યુવાન વયે પોતાની સાથે કામ અને

કેરિઅરમાં તેમના બોસે શોષણ કર્યું હતું તેની ફરિયાદ કરી રહી છે.

ખાસ કરીને જાણીતા ફિલ્મ અભિનેતાઓ નાના પાટેકર કે અલોક્નાથ જેવl પર પણ ગંભીર આક્ષેપો થયા છે. જાણીતી અભિનેત્રીઓએ આક્ષેપો કર્યા છે.

. કેરિયરમાં પોતાને થયેલા શોષણની ફરિયાદો me too તરીકે કરી છે.

અખબારના તંત્રી અને કેન્દ્રમાં મંત્રી પદ થોડા સંમય પહેલા ગુમાવનાર અકબર નો મામલો ખુબ ગંભીર કહી શકાય તેવો છે.

જવાબદાર હોદાઓ ઉપર રહેલી વ્યક્તિઓ કઈ રીતે તેમના તાબા હેઠળના સ્ટાફ નું અને સ્ત્રીઓનું શોષણ કરે છે તે તો જેણે ભોગવ્યું હોય તેજ સમજી શકે છે.

હાલ તો આ કેસમાં અદાલતમાં બને પક્ષો તેમનું જોર લગાવી રહ્યા છે. અને અકબરને તેમના હોદા પરથી રાજીનામું આપવું પડ્યું છે.


બોસ ની psychology સમજવી પણ જરૂરી છે.

બોસ નો સ્વભાવ એવો હોય છે કે તેને પોતાના હાથ નીચેની વ્યક્તિ વધુ

હોશિયાર હોય કે સ્માટ હોય તે ખુંચે છે.

એટલે જ કહેવાય છે કે યસ સર કહેનારા જ ફાવે છે.

Boss is always right કહેનારા જ ફાવે છે.

બોસ નો અહં રહેવો જોઈએ.

બોસને રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ।


એટલે જ કહેવાય છે કે સતા અગળ શાણપણ નકામું હોય...

ક્યારેક ખાસ એજન્સીઓ માં બોસ સાથે જઘડો પડે તો બહુ મોટા વિવાદમાં વ્યક્તિઓ

અને આખી સંસ્થા મુકાય છે. અને તમાશો પણ એટલોજ મોટો થાય છે.

તાજેતરમાં દેશમાં વકરેલો સીબીઆઈ નો વિવાદ એ બોસ સાથેના ઝઘડા કે બે ઓફિસર સાથેના ઝઘડા છે.

અસ્થાના અને વર્મા ના ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ પકડ્યું કે આખી સિબીઆઈ સુપ્રીમ કોર્ટમાં પહોચી ગઈ

અને એની મૂળ કામગીરી બlજુ પર રહી ગઈ.

એક બીજા ઉપર ભ્રસ્ટાચારના આક્ષેપો મુકાયા અને તપાસ ની માંગ થઇ.


આ રાકેશ અસ્થાના તો જો વર્માને હટાવાયા નહોત તો જેલમાં પહોચી ગયા હોત.

હવે બીજા ઓફિસરો પણ ધીમે ધીમે પોતાની બદલીઓને પડકારવા અને

કેટલાક અન્ય કારણોથી અદાલતમાં જઈ રહ્યા છે.


જેમાં સિંહા એ પણ ગંભીર આક્ષેપો તેમના બોસો સામે કર્યા છે .

અને આ બધી ગુપ્ત વાતો જે ભાગ્યેજ અદાલતમl મેટર હોય ત્યારે

મીડિયામાં ખુલતી હોય છે તે ખુલી રહી છે.

સવાલ મોટો આખી સંસ્થાની

કામગીરી એટલેકે સીબીઆઈ ની સ્વત્રતા નો ઉભો થાય છે.

સુપ્રીમ કોર્ટને દરવાજે પહોચેલી આ આખl વિવાદ ની આગ એટલેકે

બોસના ઝઘડા કહો કે,

અધિકારીઓના ઝઘડા કહો નજદીકના ભવિષ્યમાં ઠંડી પડે તેમ જણાતું નથી .

એની આગ કેટલાને બlળશે કે દઝાડશે અને બીજું શું શું એમાં સ્વાહા થશે તે તો સમય જ કહેશે..

પણ અદાલત વર્માને તેનું સ્થાન પરત સોપે તે હાલ તો મુશ્કેલ લાગે છે.

વર્મા પણ રજા પર બેસી રાહ જોવાના બદલે તરત સુપ્રીમમાં ગયા તેજ

તેમના બોસ પ્રત્યેનો તેમનો અવિશ્વાસ અને નારાજગી દર્શાવે છે .

મેરીટ કે લાયકાત વધુ હોય તે બોસ નો માનીતો હોય તેવું તો ભાગ્યેજ બને છે.

બોસ ના માનીતા થવું એટલે yes બોસ હોવું મહત્વનું છે.

અર્થાત બોસ ને કહ્યાગરા અને હlજી હા કહે તેવા જ સ્ટાફ અને અધિકારીઓ પસંદ આવે છે

અને પ્રિતીપlત્ર બને છે.

બીજી લાયકાત ગુપ્તતા જાળવે અને વફાદારી રાખે તે પણ બોસ માટે વધુ મહત્વનું છે .


આજકાલ તો હવે ઘરના કામ કરતા સ્ટાફ પણ બોસના માનીતા થઇ જાય છે.


કેટલાક લોકોમાં ખાસ આવડત હોય છે બોસ ને કઈ રીતે સાધવો તેની ..


.આવા લોકો કોઈ પણ બોસ સાથે સેટ થઈ જતા જોવા મળે છે.


બોસ ને મોઢું બંધ રાખી પોતાની આગળ પાછળ જયારે બુમ પડે,,જરૂર પડે હાજર થઇ જાય તેવા

અને ફટાફટ સમસ્યા નું સમાધાન કરવામાં સહાયભૂત થાય તેવા જુનિયરો પ્રીતિપાત્ર થઇ જાય છે.

ટુકમાં પડ્યો બોલ ઝીલે તેવી કળા માં પારંગત લોકો પોતાની નજદીક રાખવા ગમે છે.


બધા કર્મચારી સ્ટાફમાં એટલા બધા ગુણો ન હોય તે સ્વાભાવિક છે.


વળી નોકરી કે વ્યવસાય કરનાર તેના પોતાના અને પરિવારના જીવન નિર્વાહ માટે કામ કરે છે.

બોસ માટે નહી . પણ તેની જરૂરિયાતો સંતોષવા બોસ એક અનિવાર્ય આવશ્યક શરત છે.

એક નિયમ છે કે કાનુન છે જેની ઉપેક્ષા થઇ શકે તેમ નથી .


એટલે જેમ પત્ની કે પતી ને સાચવો તો જીવન સુખી થાય અને ન સાચવો તો જીવન નર્ક બને

તેમ બોસ સાથે અણબનાવ થાય તો પણ જીવન નરક બની શકે છે.

અને બોસની મહેરબાની કૃષ્ણ ની કૃપા જેટલી ફળતી હોય છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED