Nishabd izhaar books and stories free download online pdf in Gujarati

નિઃશબ્દ ઇજહાર

"કરન આ બધું હું શું સાંભળું છું?"

"શું થયું ઉરવા?" કરને સહજતાથી પૂછ્યું.

"ચાંદનીને તે મારા વિશે કઈ  કહ્યું છે?"

"હા, એ તો વાતોમાંથી વાત નીકળી તો?"

"પણ તારે જે હોય તે સીધું મને કહેવું જોઈએ !"



લો. કોલેજના કેમ્સપ મજાક મસ્તીઓ કરી રહેલ ટોળકીથી આજે  ઉરવા થોડી અલગ પડી રહી હતી. શરીરની ઉપસ્થિત તો અહીં હતી, પણ આત્માં ન  જાણે ક્યાં હતી!

ઉરવા ખૂબ સેનેસ્ટિવ હતી. નાની નાની વાતો તેને ઈફેક્ટ કરતી.દેખાવ ખૂબ સુંદર અને આકર્ષક હતો. લો. કોલેજના છોકરાઓ તેની આસપાસ તે રીતે મંડરાતા જે રીતે મધ પાછળ મધુમાખી... પણ ડંખ રૂપી કરનથી થોડા દૂર જ રહેતા...


ઉરવા  એકલી રહેવા લાગી, આ ઘટના પછી તો જાણે પોતે એટલી ડઘાઈ ગઈ, જે કરનને પોતાનો બેસ્ટી માનતી, એ કરનથી સાત સાત દિવસ સુધી વાત ન કરી... કલાસમાં આવે, લેક્સચર પતાવી નીકળી જાય, કરન વાત કરવાનો પ્રયત્ન કરે તો તેને સીધું ઇગ્નોર કરે!


"ચાંદની તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો, મેં તારી ઉપર કેટલો વિશ્વાસ મુક્યો  જઈને તે સિધુ મોઢા પર કહી દીધુ? શુ વિચારતી હશે મારા વિશે ? કહેવા પહેલા એક વખત મને તો પૂછી લેવું હતું!"

"કરન...કરન.....
તારી આંખોમાં દેખાઈ આવે છે. જે તારે બહુ પહેલા કરવાનો હતો. તે મેં આજે કરી દીધો..."

"આ રાઈટ ટાઈમ નોહતો..."


 "રાઈટ રોંગ હું નથી જાણતી...
એમ પણ તને  ખબર છે.
ઉરવાનો સ્વભાવ તે જ્યારે જ્યારે નારાજ હોય છે. તો આ રીતે જ બે-ચાર દિવસ બધાથી ચૂપ રહે છે."

"ત્યારે હું તેને મનાવી લઉં છું. ત્યારે તે તમારાથી નારાજ હોય છે. મારાથી નહિ!"

"તારાથી હોય કે અમારાથી, શુ ફેર પડે છે?"

"ફેર પડે છે, બહુ બધો ફેર પડે છે...."

"જરા અમને પણ સમજાવ, કે શું ફેર પડે છે?"

"જવા દે, મજાક,મસ્તીઓ સિવાય તમે લોકો....."

"બોલ બોલ કેમ અટકી ગયો. આજકલની તારી આ ફ્રેન્ડ માટે તું અમારી શાળાની ફ્રેન્ડશિપ પર સવાલ કઈ રહ્યો છે." ચાંદની ઉભી થઈને જતી રહી....

કરન ત્યાં સુધી તેની પીઠ ને જોઈ રહ્યો, એક ક્ષણ માટે તેને વિચાર આવ્યો કે તે ચાંદનીના નામ જોરથી બૂમ પાડે,પણ...... તેનો કોઈ અર્થ નોહતો...તે માથા પર હાથ દઈને બેસી રહ્યો.

બે લેક્ચર હજુ બાકી હતા. રિસેસ નો સમય થવાનો જ હતો. તે આજે કોલેજ ગાર્ડન તરફ વધવાને બદલે, કોલેજના ગેટ તરફ જોયું, એક વાર તેની આસપાસ તે રીતે જોયું જાણે કોઈ ચોરી કરતો હોય! કોઈ તેને જોઈ નથી રહ્યું. કન્ફોર્મ થયા પછી, તે ગેડ તરફ વધી કોલેજ બહાર નીકળી ગયો..  તે જ્યુબેલી ગાર્ડન તરફ ચાલી રહ્યો હતો. ક્યારે આર્ટ્સ કોલેજ નીકળી ગઈ, ક્યારે તે અઢી કિલોમીટર નો રસ્તો ખૂટી ગયો ખબર જ ન રહી...

ફોનની ધ્વનિ રણકી ઉઠી, 
પંકજનો ફોન હતો. તેને રિંગ વાગવા દીધી, ફરી પંકજે કોલ કર્યો... 


ભુજીયા કિલ્લાની એક એવી ભાંગેલી દિવાલ પર બેસી રહ્યો, જ્યાં તે હંમેશા બેસતો, પૂરો શહેર જોઈ શકતો હતો.
 મધ્યાહ્નનો આકર તડકો,  માળિયેથી ઉતારી કુદરતે પશ્ચિમને રાતુંબળા રંગે રંગી દીધું હતું. જાણે કોઈ ચિત્રકારની કેનવાસ પેન્ટિંગ જ જોઈ લ્યો... ફોનની રિંગ સતત વાગી વાગી બંધ થઈ જતી હતી.
પંકજ,પ્રશાંત, ચાંદની, રવીના,જય, રાજ.... બધાના કોલ બે-બે ચાર-ચાર વખત આવી ગયા હતા.

કરનની મન પસંદ રિંગટોન મૂકી હતી. તે ગીતના શબ્દો પણ આજે તેને ભારે લાગ્યા! તેને ફોનને સાઇલેન્ટ મોડમાં મૂકી રીંગોને વાગવા દીધી....

ભુજ શહેરનું મનમોહન દ્રશ્ય તે જોઈ રહ્યો હતો. સૂર્ય આથમી રહ્યો હતો. આછા અજવાળામાં પ્રાગમહેલની છાપ અલગ જ ઊપસી આવતી હતી. એવું નોહતું કે આજે તે અહીં પહેલી વખત જ અહીં આવ્યો હોય, ભુજ તેને દરેક વખતે નવું લાગતું...
તે અને ઉરવાની અઠવાડિયામાં એક વખત અહીં આવતા, ઢળતા સૂર્યને જોઈ રહેતા.... સૂર્યાસ્ત જોઈ રહેલા કરનને ઉરવાની તે વાત યાદ આવી જ્યારે, તેને સૂર્યાસ્ત જોવા માટે ધોરડોના રણમાં  જવાની જીદ કરી હતી.

"ઉરવા પાંચ વાગ્યા છે. ધોરડો પોહચતા પોહચતા સૂર્યાસ્ત તો રસ્તામાં જ થઈ જશે"

"શુ આ મારી અંતિમ ઈચ્છા હોત તો પણ તું આ રીતે મને ના કરી દેત?"

કરને કોઈ જવાબ ન આપ્યો, પણ તેને ઉરવાનો હાથ પકડી, બે બે પગઠિયાઓ ઉતરી ગયો... તેની બાઇકનો સેલ માર્યો,ભુજ ખાવડા હાઇવે પર પોતાની બાઇક વાળી... ક્ષણેક માટે તેને પોતાની રાડોની ઘડિયાર પર નજર ફેરવી... બાઇકની સ્પીડ વધારી....

"ટાઈટ પકડ... હું કોઈ એડવાટેજ નહિ લઉં...."
તે મંદમંદ હસી...

બાઇકની હવાથી વાતો કરતી, સફેદ રણની વચ્ચેથી નીકળી રહી હતી. આસપાસ સફેદ રણની વચ્ચે કાળો હાઇવે અલગ તરી આવતો હતો. ઉપર અંતરિક્ષથી જોતા આ દ્રશ્ય કેટલો રમણીય લાગતો હશે? તેની મેં મનો મન કલ્પના કરી, બાઇકને વચ્ચોવચ ઉભી રાખી,  રણના હાઇવે પ્રત્યેના પ્રેમના સફેદ ડાઘા જે રીતે નવયુગલના ચેહરે લવ બાઈટ દેખાઈ આવે તેવા સ્પષ્ટ દેખાતા હતા. મારા ફોન ખીસ્સાથી કાઢી, ઢળતા સૂર્યને કેદ કરવાનો નાજાઈશ પ્રયાસ કર્યો....
પણ જે મારી નરી આંખે કેદ કર્યું, તે મોબાઈલ કેમરમાં લેવાઈ ગયેલ તસ્વીરથી વધુ રમણીય હતી. ઉરવાને સૂર્યને જોઈ રહી હતી. અને હું ઉરવાને, એક તરફ સૂર્ય આથમી રહ્યું હતું. બીજી તરફ મારા મનના કોઈ ખૂણે, ઉરવા તરફના પ્રેમનો સૂરજ ઊગી રહ્યો હતો. ક્ષણેક વારમાં ત્યાં અંધારું ફરી વળ્યું પણ મારા હદયમાં આજે એક અલગ જ જ્યોતિ પ્રગટાવી ગયું!



"હૈ....મને ખબર હતી તું અહીં જ હોઇશ..."  કોયલ જેવા મીઠાં  ટહુકાથી મારી તપશ્ચર્યા ભંગ થઈ, ક્ષણે ક માટે થયું, કે મારું સપનું છે. પણ ના, આ સપનું નોહતું...

"કેમ ચૂપ છે, યાર"
"ચૂપ નહિ, નિશબ્દ છું..."
" નિશબ્દ અને ચૂપ બને એક  જ છે." કરને કહ્યું.
"નથી, જેટલી નીરવ શાંતિ અને શાબ્દિક શાંતિ અંતર છે. તેટલું જ આ બેન શબ્દ વચ્ચે અંતર છે." કરને સ્પષ્ટ કરતા કહ્યું.

"આટલું જ શબ્દ પર ભાર મૂકી રહ્યો છે. તો મને એ પણ સમજાવી દે, કરન અને કરણ વચ્ચે કેટલું અંતર છે?"

કરને જવાબ આપવાની તસ્દી પણ ન લીધી...


"કરન, મને કહેને તે ચાંદનીને શુ કહ્યું હતું?"

કરન શહેરની ટમટમતી લાઈટો તરફ એકીટશે જોતો રહ્યો.... અને ત્યાં જ જોતા જોતા તેને કહ્યું.." હવે તે વાત ખેંચવાનો  કોઈ અર્થ નથી."

"હું તને કઈ કહેવા માંગુ છું..."

તે અટકી....

"શુ તને મારી રજા લેવાની જરૂર છે?" કરનના શબ્દો લાહણીહીન હતા.

"તે જે ચાંદનીને કહ્યું.... હું પણ તને કહેવા માંગુ છુ."


ક્ષણેક વિચારોમાં ખોવાઈ તેને ઉરવા તરફ જોયું, "ખરેખર?"


"હા, હું પણ તને....." 
કરન તેને ભેટી પડ્યો....



સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED