Andhari raatni ek vaat - 2 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતની એક વાત ભાગ - ૨

દિલીપભાઇ યુવતીને લોહી લુહાણ હાલતમાં નજીકના પોલીસ મથકમાં લઇ ગયા અને બહારથી જ યુવતીને તેની હિંમત માટે અભિનંદન આપી મુસાફરીનો એક પણ રૂપિયો લીધા વિના રવાના થઇ ગયા.

યુવતી લોહી લુહાણ હાલતમાં દબાતા પગે પોલીસ મથક તરફ જઇ રહી હતી. પોલીસ મથકની બહારની લાઇટ બંધ હોય ઘોર અંધકાર છવાઇ ગયો હતો. પોલીસ મથકના નામના બોર્ડની ભૂરી લાઇટના આછા પ્રકાશમાં યુવતી ધીમે ધીમે આગળ વધી રહી હતી. મથક પણ ભેંકાર ભાસતું હતું. યુવતીએ હિંમત કરી મથકમાં પગ મુક્યો. સામે ટેબલ પર કોન્સટેબલ જેવો લાગતો વ્યક્તિ પોતાનું કામ કરી રહ્યો હતો. તે સિવાય એક મહિલા પોલીસકર્મિ નજીકના ટેબલ પર વાયરલેસ સેટ નજીક બેસીને મોબાઇલમાં કંઇક કરી રહી હતી.

યુવતી ધીમે ધીમે ટેબલ પર કામ કરી રહેલા પોલીસકર્મિ પાસે પહોંચી. તેને જોઇને પોલીસકર્મિ પણ હેબતાઇને પોતાની ખુરશી પરથી ઉભો થઇ ગયો. તેની તાત્કાલીક મહિલા પોલીસકર્મિને બોલાવી અને યુવતીને ટેબલ પર પડેલા ગ્લાસમાંથી પાણી પીવડાવ્યું. મહિલા પોલીસકર્મિ નજીક આવતા જ તેને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવા માટે આદેશ કરી કોન્સટેબલે યુવતીને તેની હાલત વિષે પુછપરછ શરૂ કરી. યુવતીએ પાણીના ગ્લાસમાંથી પાણી પીતા પીતા પોતાની વ્યથા કહેવાની શરૂઆત કરી.

મારૂ નામ માયા છે, હું હરણી વિસ્તારમાં જ રહું છું. મારા માતા-પિતા પણ વડોદરામાં જ ગોત્રી વિસ્તારમાં રહે છે. થોડા મહિના પહેલા જ રાકેશ સાથે મારા લગ્ન થયા છે. લગ્ન બાદ રાકેશની પૈસાની લાલચના કારણે આજે મારી આ હાલત થઇ છે. રાકેશને મારા પરિવારની ગરીબી વિષે બધીજ જાણકારી હતી. છતાં તેને મારી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે મને ખબર ન હતી કે રાકેશ મારા ભલા માટે નહીં પરંતુ તેની રૂપિયાની ભૂખને પુરી કરવા માટે મારી સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નના એક અઠવાડીયામાં જ તેને મારા પરિવાર પાસેથી રૂ. ૫૦,૦૦૦ લઇ આવવાની માગણી શરૂ કરી હતી. મારા માતા-પિતા તે માગણી પુરી કરી શકે તેમ ન હતા. તેમની પાસે જેટલી પણ બચત હતી તે મારા લગ્નમાં વાપરી હતી. જેથી હાલ તેમની પાસે કોઇ જ બચત ન હતી. તેટલું જ નહીં તેમની પાસે આવકનું પણ એવું કોઇ સાધન ન હતું કે તેઓ રૂ. ૫૦,૦૦૦ એકઠા કરી આપી શકે.

જેથી રાકેશે મને મારવાની શરૂઆત કરી, તેટલું જ નહીં મારો પતિ હોવા છતાં મારી મરજી વિરૂધ્ધ મારી સાથે બળાત્કાર કરતો હતો. મારા પરિવારની પરિસ્થિતીને ધ્યાને રાખી હું કંઇ બોલતી ન હતી. જેના કારણે રાકેશની હિંમત ખુલી અને તેને તેના મિત્રોને પણ દારૂ પિવા ઘરે બોલાવવાની શરૂઆત કરી. તેના મિત્રો પણ મને ખરાબ નજરથી જ જોતા હતા. આમને આમ દિવસો વિતી રહ્યા હતા. એક રાતે રાકેશ તેના મિત્રો સાથે દારૂ પિધેલી હાલતમાં ઘરે આવ્યો. રાકેશને ચાલવાના પણ હોશ ન હતા. તેના મિત્રોએ તેને ઘરમાં સોફા પર બેસાડયો અને તેઓ જવા લાગ્યા, પણ તેનો એક મિત્ર ત્યાં રોકાઇ ગયો. પછી તે રાતે તેને રાકેશની બેહોશીનો ફાયદો ઉઠાવી મારી પણ બળાત્કાર ગુજાર્યો. આ વાત બીજા દિવસે સવારે મેં રાકેશને કરી તો રાકેશે કહ્યું કે, તને શું વાંધો છે, તેને મને રૂ. ૨૫,૦૦૦ રોકડા આપ્યા છે. તું તારા બાપના ઘરેથી રૂપિયા ન લાવે તો મારે ક્યાંકથી તો લાવવા પડે છે. હવે, તારે આજ રીતે મને રૂપિયા કમાઇ આપવાના છે. રોજ મારા નવા નવા મિત્રો આવશે અને કોઇક વખત તારે બહાર તેમની સાથે પણ જવું પડશે તેની માટે તૈયાર થઇ જા.

યુવતીની વાતો સાંભળી પોલીસકર્મિને ગુસ્સો આવી રહ્યો હતો, જે તેના મોઢા પરથી જ દેખાતો હતો. દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી ગઇ હતી. એમ્બ્યુલન્સમાંથી નર્સએ આવી માયાની સારવાર કરી અને કહ્યું કે તેને આંતરીક મુઢ માર વાગ્યો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. કોન્સટેબલે સહેજ પણ વિચાર કર્યા વિના મહિલા પોલીસકર્મિને આદેશ કર્યો કે, માયાને હોસ્પિટલ લઇ જાવ અને તેની સારવાર શરૂ કરાવો હું પીઆઇ સાહેબને જાણ કરી પાછળ હોસ્પિટલ જ આવું છું. મહિલા પોલીસકર્મિ માયાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઇ સરકારી દવાખાને જવા રવાના થઇ. કોન્સટેબલે પણ તાત્કાલીક પીઆઇ સાહેબને ફોન કરી તમામ હકીકતની જાણ કરી અને તે પણ હોસ્પિટલ પહોંચ્યો.

કોન્સટેબલ હોસ્પિટલ પહોંચે તે પહેલા માયાની સારવાર પૂર્ણ થઇ ગઇ હતી. તે હોસ્પિટલના બેડ પર આરામ કરી રહી હતી. મહિલા પોલીસકર્મિ તેની બાજુમાં બેઠી હતી. પીઆઇ સાહેબના આદેશ પ્રમાણે કોન્સટેબલે આવતાની સાથે જ માયાના ખબર અંતર પુછયાં અને જણાવ્યું કે તમે સ્ટેટમેન્ટ આપી શકો તેમ હોય તો હું.....

કોન્સટેબલની આટલી વાત સાંભળતા જ માયાએ પોતાની કથની કહેવાની શરૂઆત કરી. તે દિવસને આજે ૬ મહિના જેટલો જ સમય થયો છે પરંતુ આ ૬ મહિના મારી માટે ૬૦ વર્ષ જેવા બની ગયા હતા. તે રોજ કોઇને કોઇ વ્યક્તિને ઘરે લાવતો અને તે વ્યક્તિ જે કહે તે મારે કરવું પડતું હતું. જો તેમ ન કરૂ તો રાકેશ મને ખુબ જ મારતો હતો. કેટલીક વખત તો મારા શરિર પર પડેલા ઘામાં તે મીઠું પણ ભભરાવતો હતો. જેથી માર ન પડે તેની બીકે મેં પણ તેની ઇચ્છા પ્રમાણે વર્તવાનું ચાલુ કરી દીધું અને મારા મનેને પણ મારી નાખ્યું. એક જીવતી લાશની જેમ હું રાકેશ સાથે જીવી રહી હતી. એકાદ મહિના પહેલાથી તેને મને કેટલાક લોકો સાથે તેમના ફાર્મ હાઉસ અને હોટલમાં મોકલવાની શરૂઆત કરી હતી.

હું આ જીવનથી કંટાળી ગઇ હતી, છેલ્લા ત્રણ મહિનામાં અનેક વખત આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો પણ તેટલી હિંમત મારામાં ન હતી. પરંતુ મારી સહનશક્તિની પણ પરાકાષ્ઠા આવી ગઇ હતી. છેલ્લા કેટલાક દિવસથી હું રાકેશના ચુંગાલમાંથી ભાગી જવા માંગતી હતી અને તેના પ્રયાસો પણ કરતી હતી. પરંતુ મને કોઇ મોકો મળતો ન હતો. આજે રાતે મને તે મોકો મળી ગયો. રાકેશ આજવા નજીક એક ફાર્મ હાઇસમાં મને મુકીને ગયો પછી મેં ત્યાંથી ભાગવાનો પ્લાન બનાવવાની શરૂઆત કરી હતી. જે વ્યક્તિ ત્યાં હતો તેની તમામ ઇચ્છા પુરી કરી મારે ત્યાંથી ભાગી જવું હતું. પરંતુ તેને ફોન કરી બીજા કેટલાક મિત્રોને બોલાવ્યા એટલે મને મારો પ્લાન ફ્લોપ થતો દેખાયો. તેઓએ મને મારવાની શરૂઆત કરી એટલે મારો પ્લાન ફ્લોપ થવાનો ગુસ્સો અને માર ન ખાવાની હિંમત ભેગા થયા અને હું તે ચારેયને માર મારી ત્યાંથી ભાગી.

ફાર્મ હાઉસના દરવાજાની બહાર જ એક કારમાં બેસી રાકેશ દારૂ પી રહ્યો હતો. તેને મને જોઇ, મારી પણ નજર તેના પર પડી પણ હું સતત ભાગવા લાગી. રાકેશ પણ મારી પાછળ ભાગવા લાગ્યો. એક સુમસાન રસ્તા પર હું આગળ અને રાકેશ મારી પાછળ ભાગી રહ્યો હતો. થોડેક દુર પહોંચી એટલે મારા ખુલ્લા પગમાં વાગેલા કાંટા અને પથ્થરોના કારણે મારાથી દોડાતું ન હતું. રાકેશ મારી નજીક આવ્યો હું પકડાઇ ગઇ. તેને મને લાફો માર્યો એટલે હું જમીન પર પડી ગઇ. તે સમયે કંઇક એવી હિંમત આવી ગઇ કે નજીકમાં પડેલો એક પથ્થર ઉપાડીને મેં રાકેશના માથામાં માર્યો અને તે નીચે પડી ગયો. તેના માથામાંથી લોહીની છોળો ઉઠતી હતી. હું ત્યાંથી ભાગતી ભાગતી બહાર આવી અને વડોદરા તરફ દોડવા લાગી. ત્યાં એક ચ્હાની લારી પર ટેક્સીવાળા ભાઇ મળ્યા અને મને પોલીસ મથક મુકી ગયા હતા.

પોલીસ કોન્સટેબલે માયાની શબ્દસહ વાત તેના નિવેદન તરીકે લખી અને તેના પર તેના હસ્તાકક્ષર લીધા એને તેને જે સ્થળ બતાવ્યું હતું તેની લોકેશન એક પોલીસ વાનને આપવામાં આવી. તેઓ ત્યાં ગયા તો મૃત હાલતમાં રાકેશ મળી આવ્યો હતો. નજીકના ફાર્મ હાઉસમાં પણ તપાસ કરવામાં આવી પણ કોઇ મળ્યું ન હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED