ane mara lagn thai gaya books and stories free download online pdf in Gujarati

…અને મારા લગ્ન થઈ ગયા !

સ્વયમ 20 વર્ષનો ફાંકડો, દેખાવડો, હોશિયાર, બુદ્ધિમત્તાનો સ્વામી, ખંતીલો, બોડી બિલ્ડર જેવા ખડતલ શરીરનો માલિક હતો.

કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પુરી જ થઈ હતી. પરિણામ આવે તે પહેલાં જ સ્વયમને એક સારી કંપનીમાં એચઆર મેનેજરની નોકરી મળી ગઈ હતી. સારી નોકરી હોવાથી પરિવાર દ્વારા તેના લગ્નની વાત કરવાની શરૂઆત કરાઈ. સ્વયમ ઘરે આવે એટલે તરતજ મમ્મી, પપ્પા અને નાની બહેન તેને લગ્ન માટે મનાવવાનું શરૂ કરે અને છોકરીઓના ફોટો બતાવવા માંડે. કામથી થાકેલો સ્વયમ હંમેશા વાતને હસવામાં કાઢી ફ્રેશ થવા પોતાના રૂમમાં જતો રહે.

આજ વાત ફરી સાંજે વાળું કરવાના સમયે ડાઇનિંગ ટેબલ પર શરૂ થાય. જોકે સ્વયમ માતા પિતાનો લાડલો હતો પરંતુ ગર્ભ શ્રીમંત પરિવારનો અને માતા પિતાનો આદર કરનારો હતો. સ્વયમ તેની નાની બહેન કાજલને પણ ખૂબ પ્રેમ કરતો હતો. જેથી તે ક્યારે પણ તેમને ઉડાવ જવાબ આપતો નહોતો. સતત એક વર્ષ સુધી આજ રીતે ચાલ્યું. જેથી સ્વયમના પરિવારજનોને તે કોઈના પ્રેમમાં હોવાની પ્રતિત થઈ રહી હતી.

એક દિવસ સ્વયમના પિતાએ તેની માતાને કહ્યું કે, આપણો સ્વયમ કોઈના પ્રેમમાં હોય તેમ લાગે છે. તું કંઈક પુછ અને જાણવાનો પ્રયાસ કરી કે ખરેખર વેટ શું છે. સ્વયમની માતા પણ વિચારવા લાગી કે તેની સાથે વાત કેવીરીતે કરું. તેવામાં એક દિવસ સ્વયમે કોઈક કારનથી ઓફિસમાં રજા રાખી હતી. કાજલ કોલેન ગઈ હતી અને સ્વયમના પપ્પા ઓફિસ ગયા હતા. બપોરના સમયે સ્વયમ અને તેની મમ્મી ઘરે એકલા હતા. મમ્મીએ પણ લેગ જોઈને સ્વયમ સાથે વાતચીત ચાલુ કરી.

વાતમાને મમ્મીએ સ્વયમને પૂછ્યું કે, બેટા તું છેલ્લા એક વર્ષથી લગ્ન માટે હા નથી પાડતો શું વાત છે ? તું કોઈ છોકરીના પ્રેમમાં તો નથીને ? જો તને કોઈ છોકરી ગમતી હોય કે તું કોઈના પ્રેમમાં હોય તો મને કહે હું તારા પપ્પા સાથે વાત કરીશ. આપણે તેના ઘરે જઈ તેના પરિવાર સાથે વાત કરીએ. ત્યારે સ્વયમે એક પણ ક્ષણ વિચાર્યા વીના મમ્મીને જવાબ આપતા કહ્યું કે, મમ્મી એવું કશું નથી. હું કોલેજમાં હતો ત્યારે પણ કોઈ છોકરીના પ્રેમમાં પડ્યો નથી. તે સમયે મારી માટે મારુ ભણતર જ બધુ હતું. જ્યારે આજે નોકરી કરું છું ત્યારે પણ મારી માટે મારુ કામ જ પહેલા છે. મારી પાસે કોઈ છોકરી વિશે વિચારવાનો સમય પણ નથી. હું લગ્ન કરીશ તો તમારી બતાવેલી છોકરી સાથે જ કરીશ પણ મને નથી લાગતું કે હમણાં હું લગ્નની જવાબદારી ઉઠાવી શકું તેટલો સક્ષમ છું.

દરમિયાન સ્વયમના અંગત કહેવતા બે મિત્રો હતા પંથેશ અને રાકેશ. ત્રણેય મિત્રો સ્કુલ કાળથી સાથે હતાં અને એક બીજાની આદતો, શોખ, ગમો, અણગમો બધાથી પરિચિત હતા. પંથેશન લગ્ન નક્કી થઈ ગયા હતા જ્યારે રાકેશ માટે પણ છોકરીઓ જોવાનું ચાલુ હતું. બન્ને મિત્રો પણ સતત સ્વયમને લગ્ન કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપતા હતા. તેઓ પણ લગ્ન કરવાના ફાયદા અને નુકશાન વિશે સ્વયમને સમજાવતા હતા. પણ સમજે એ બીજા સ્વયમ તેના માતા પિતાની વાત માનવ તૈયાર ન હતો તો પંથેશ અને રાકેશ ક્યાં ખેતની ભાજી હતા.

આમને આમ સમય વીતતો ગયો. સ્વયમને નોકરીમાં પ્રમોશન પણ મળી ગયું હતું. આ દિવસોમાં સ્વયમના પરિવારજનોએ પણ તેને લગ્ન બાબતે પૂછવાનું છોડી દીધું હતું અને પંથેશ તેમજ રાકેશના લગ્ન પણ થઈ ગયા હતા. એક દિવસ રોજિંદા સમય પ્રમાણે સ્વયમ ઘરે આવ્યો. પોતાના રૂમમાં ફ્રેશ થઈ ડ્રોઈંગ રૂમમાં આવીને બેઠો. તેના પપ્પા ટીવીમાં સમાચાર જોતા હતા અને મમ્મી અને કાજલ રસોડામાં સાજન વાળુંની તૈયારી કરી રહ્યા હતા. એકદમ જ સ્વયમે બોલવાનું શરૂ કર્યું.

સ્વયમ બોલ્યો પપ્પા હવે હું લગ્ન કરવા તૈયાર છું.

આ વાત સાંભળતા જ સ્વયમના પપ્પાની ખુશીનો પાર ન રહ્યો અને તેમના મોંઢામાંથી રાડ પડી ગઈ. સાંભળે છે સ્વયમ લગ્ન કરવા તૈયાર છે. એ વાત સાંભળતા જ કાજલ અને તેની મમ્મી રસોડાની બહાર આવ્યા. કાજલ તો એટલી ખુશ હતી કે તે તો નાચવા લાગી હતી. ફરી એક વખત સ્વયમ માટે છોકરીઓ જોવાની શરૂઆત થઈ. ફરી એજ જૂનો સિલસિલો શરૂ થયો. સ્વયમ નોકરી પરથી ઘરે આવે એટલે છોકરીઓના ફોટા વતાવાય, તેના પરિવાર વિશે માહિતી અપાઈ, છોકરી વિશે માહિતી આપવામાં આવે.

એક દિવસ રવિવારે સવારના સમયે ઘરના બધા બેસીને હસી મઝાક કરતા કરતા સ્વયમના લગ્ન માટે છોકરીઓ જોઈ રહ્યા હતા એટલામાં જ સ્વયમની નજર એક ફોટો પર પડી. ફોટોમાં દેખાતી છોકરી કોઈ અપ્સરાથી ઓછી દેખાતી ન હતી. નમણી કાયા, કાતિલ આંખો, ગુલાબની પાંખડી જેવા હોઠ, શરીરના આરોહ અવરોહ પણ કોઈ અભિનેત્રીથી ઓછા ન હતા. સ્વયમની આંખો ફોટા પર અટકી ગઈ હતી. એટલી વારમાં તો મમ્મીએ તેનો બાયોડેટા કાઢીને વાંચવા માંડ્યો હતો. તેનું નામ હતું દ્રષ્ટિ. ઉંમર હજી નાનની પણ લગ્નને લાયક હતી. તે એમબીએ સુધી ભણેલી હતી. પરિવાર પણ આરો હતો અને મોટામાં મોટી વાત પરિવાર જાણીતો હતો.

દ્રષ્ટિના પરિવારમાં સ્વયમના પપ્પાની કોઈ ઓળખાણ પણ નીકળી. એમને તરત જ પોતાના ઓળખીતાને ફોન કર્યો અને દ્રષ્ટિ વિશે વાત કરી. તેઓએ દ્રષ્ટિના પરિવાર સાથે વાત કરી જવાબ આપવાનું જણાવી ફોન કાપી નાખ્યો. બધા પાછા પોતપોતાનાં કામમાં પરોવાઈ ગયા હતા પણ સ્વયમતો દ્રષ્ટિના સપનામાં ખોવાય ગયો હતો. તેણે તો દ્રષ્ટિ સાથે સંસાર માંડવાના સપના પણ જોવા મંડ્યા હતા. બપોરના ત્રણ વાગ્યા હતા. પપ્પાના ફોનની રિંગ વાગી પેલા ઓળખીતા ભાઈનો જ ફોન હતો. તેમની સાથે વાત કર્યા પછી પપ્પાએ બધાને ડ્રોઈંગ રૂમમાં બોલાવ્યા. પપ્પાએ બોલવાની શરૂઆત કરી. મારા ઓળખીતા ભાઈનો ફોન આવ્યો હતો પેલા દ્રષ્ટિ વિશે વાત કરી હતી ને તે ભાઈ. તેમને દ્રષ્ટિના પરિવાર સાથે આપણા સ્વયમની વાત કરી તો તેઓએ પણ તૈયારી બતાવી છે. (બધાના મોં પર ખુશીની એક લહેર છવાઈ ગઈ, ખાસ કરી સ્વયમને તો કંઈક અલગ જ ખુશી થતી હતી.) પરંતુ તેમની એક શરત છે. આટલું સાંભળતા જ બધાના મોં પરથી ખુશી ગાયબ થઈ ગઈ અને ચિંતન વાદળો ઘેરાય ગયા.

સ્વયમના પપ્પાએ થોડીક ક્ષણનો વિરામ લઈ ફરી બોલવાનું શરૂ કર્યું. દ્રષ્ટિની ભાઈ કાલે કોઈક કામથી અમેરિકા જવાનો છે. તેને આવતા છ મહિના થશે. જેથી તેઓ આપણને આજે જ મળવા માંગે છે. આજે સાંજે જ આપણે તેમના ઘરે જવાનું છે. અને તેઓ હસી પડ્યા. તેમને હસતા જોઈ બધાની આંખમાં ફરી તેજ આવી ગયું. સ્વયમ, કાજલ અને મમ્મી-પપ્પા સાંજની તૈયારું કરવા લાગ્યા. સાંજે 6.30 થવાની રાહ જોતા જોતા તો સ્વયમે હજારો વખત ઘડિયાળ તરફ જોયું હશે. જે જોઈ કાજલને પણ હસું આવતું હતું.

અંતે સમયનો કાટો સ્વયમને જોઈતા સમય પર આવીને ઊભો રહ્યો. તેને બૂમ પાડી મમ્મી, પપ્પા કાજલ ચલો બધા બહાર આવી જાવ હું કાર બબર કાઢું છું. તેમને આવતા થોડી વાર થઈ એટલે સ્વયમેં કારનો હોન મારવાની શરૂઆત કરી. બધા આવી ગયા અને સ્વયમેં કાર દ્રષ્ટિના ઘર તરફ મારી મૂકી. કઈક 30 મિનિટ કાર ચલાવ્યા બાદ તેઓ દ્રષ્ટિના ઘરે પહોંચ્યા. પેલા પપ્પાના ઓળખીતા ભાઈ પણ તેમની ધર્મપત્ની સાથે ત્યાં હાજર હતા. તેઓએ તેમજ દ્રષ્ટિના ભાઈ અને પપ્પાએ બધાને આવકારી ડ્રોઈંગ રૂમમાં બેસાડીયા. સ્વયમની આંખો તો માત્ર દ્રષ્ટિને જ શોધી રહી હતી. પેલા ઓળખીતા ભાઈએ બધાની ઓળખાણ કરાવી. કોણ શુ કરે છે તે પણ જણાવ્યું. એટલામાં જ દ્રષ્ટિને લઈને તેની મમ્મી ડ્રોઈંગ રૂમમાં આવી. સ્વયમની આંખો તો બસ મટકું માર્યા વિના દ્રષ્ટિને જોઈ જ રહી હતી. સ્વયમની આ પરિસ્થિતિ તો તાગ મળતા જ કાજલ તેને પગેથી ઢોહો મારી સપનામાંથી જગાડ્યો. દ્રષ્ટિના ભાઈએ દ્રષ્ટિ અને તેની મમ્મીને સ્વયમ અને તેના પરિવારની ઓળખ આપી. વતાવરણ ગંભીર હતું. ધીમે ધીમે એકબીજા સાથે વાતચીત શરૂ થઈ અને થોડીવારમાં જ વતાવરણ બદલાઈ ગયું. બન્ને પરિવારો વચ્ચે જાણે વર્ષો જૂની મિત્રતા કેમ ન હોય તેમ બધા વાતો કરવા લાગ્યા હતા.

પેલા ઓળખીતા ભાઈએ ઈશારો કર્યો એટલે તરત જ દ્રષ્ટિની મમ્મીએ દ્રષ્ટિને કહ્યું, બેટા જા સ્વયમને આપણું ઘર તો બતાવ. એટલે સ્વયમ તરત જ ઉભો થઇ ગયો કારણ કે તે આજ સમયની રાહ જોઈ રહ્યો હતો. સ્વયમ અને દ્રષ્ટિ બન્ને અગાસીમાં બનાવેલા ગાર્ડનમાં જઈને બેઠા. જ્યાં દ્રષ્ટિએ જ પહેલા વાત શરૂ કરી. થોડીવાતમાં તો બન્ને એક બીજાને દાયકાઓથી જનતા હોય તેમ વાતો કરવા લાગ્યા. બન્નેના શોખ, આદત, ગણો અને અણગમો બધું મોટાભાગે સરખું જ હતું. બન્ને તો પસંદીદા રંગ લાલ, ફેવરિટ એકટર અક્ષયકુમાર. એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે, ગાયક સોનુ નિગમ અને અલકા યાજ્ઞિક હતા. બન્ને વાતોમાં એટલા ખોવાય ગયા કે સમયનું ભાન ભૂલી જ ગયા. એટલામાં જ કાજલ તેમને બોલાવવા માટે આવી. દ્રષ્ટિના પરિવારજનોએ જમવાની વ્યવસ્થા કરી નાખી હતી. બધા સાથે જમવા બેઠા અને જમીને બધા છુટા પડ્યા. હજી તો સ્વયમ કારમાં બેઠો જ અને તેને પપ્પાને લગ્નની હા પાડતાં કહ્યું કે પપ્પા મને દ્રષ્ટિ બહુ જ ગમે છે. તે બધી જ રીતે મારા માટે પરફેક્ટ છે.

થોડીવારમાં જ તેઓ ઘર આવી પહોંચ્યા. બધા પોતપોતાના રૂમમાં ફ્રેશ થઈ રહ્યા હતા એટલામાં જ પેલા ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. તેમને પપ્પા સાથે વાત કરી અને ફોન મૂકતાની સાથે જ પપ્પાએ તાત્કાલિક બધાને ડ્રોઈંગ રૂમમાં ભેગા થવા કહ્યું. બધાને એમ કે શું થયી હશે. પપ્પાએ બોલવાની શરૂઆત કરી. મને હમણાં પેલા ઓળખીતા ભાઈનો ફોન આવ્યો હતો. તેમને કહ્યું કે, દ્રષ્ટિનો ભાઈ આવતી કાલે રાતની ફ્લાઈટથી અમેરિકા જવાની છે. તે પહેલાં જો આપણી હા હોય તો તેઓ સગાઈ કરવા માંગે છે. સ્વયમની આંખોમાં અજબની ખુશી છવાઈ ગઈ અબે કાજલ તો નાચવા જ માંડી. તરત જ સ્વયમ બોલ્યો તો પપ્પા ફોન કરો અને હા પાડી દો. રાહ કોની જુવો છો. પપ્પાએ કહ્યું કે, મેં હ પાડી દીધી છે કાલે સનને 4 વાગે સ્વયમ તારી અને દ્રષ્ટિની સગાઈ છે અને લગ્ન તેનો ભાઈ અમેરિકાથી આવે પછી કરવાના છે.

સ્વયમને આખીરાત ઊંઘ જ ન આવી તે દ્રષ્ટિ સાથે વાત કરવા તલપાપડ તંગી રહ્યો હતો. ઓન તેની પડે દ્રષ્ટિનો ફોન નંબર જ નહતો હવે ઘરના નંબર પર ફોન કરે તો મુશ્કેલી થાય તેમ હતું. જેમ તેમ કરતા કરતા તેને રાત તો વિતાવી પણ સાંજના ચાર વગાડવા તેના માટે અશક્ય બની રહિયા હતા. તેને કાજલને બોલાવી અને દ્રષ્ટિના ઘરે ફોન કરવા માટે મનાવી લીધી. કાજલ દ્રષ્ટિના ઘરે ફોન કર્યો ફોન દ્રષ્ટિએ જ ઉપાડ્યો… કાજલ કહ્યું, ભાભી કેમ છો, લો ભાઈ સાથે વાત કરો. આટલું સાંભળતા જ દ્રષ્ટિ શરમાઈ ગઈ. સ્વયમે હલો કેમ છો કરી વાત શરૂ કરી. અંદાજે અડધો કલાક વાત કરી અને ફોન પત્યો. એટલે કાજલ કહ્યું, ભાઈ આ મદદ ઉધાર રહી કોઈક દિવસ જરૂર પડે મને પણ મદદ કરજો. સ્વયમ સાંજની તૈયારીમાં લાગી ગયો. સાંજના ચાર વાગે દ્રષ્ટિના ઘરે બન્ને પક્ષે ગણતરીના સભ્યો અને પેલા ઓળખીતા ભાઈના પરિવારજનો વચ્ચે સ્વયમ અને દ્રષ્ટિની સગાઇ થઈ. રાતે સ્વયમ અને દ્રષ્ટિ જ તેના ભાઈને એરપોર્ટ મુકવા ગયા હતા. ત્યાંથી પાછા આવતા સમયે કારમાં એસ પી બાલાસુબ્રમણ્યમનું ગીત વાગતું હતું આકે તેરી બાંહોમે હર શામ લાગે સિંદૂરી. બન્ને જણા લજામણીના છોડની જેમ શરમાઈ રહ્યા હતા. એક પણ શબ્દ બોલ્યા વિના સ્વયમ દ્રષ્ટિને લઈ એરપોર્ટથી તેના ઘરે લઈ આવ્યો. છેલ્લે દ્રષ્ટિએ ઘરમાં જતા વખતે કહ્યું, મારો મોબાઈલ નંબર લખી લો નહીતો રાતે પાછા જાજલને હેરાન કરશો. એ સાંભળીને સ્વયમને પણ હસું આવી ગયું. બન્ને જણાએ એક બીજાના નંબર મોબાઈલમાં સેવ કરી લીધા. દ્રષ્ટિ ઘરમાં ગઈ અને બાલ્કનીમાં પાછી ન આવી ત્યાં સુધી સ્વયમ ત્યાં જ ઉભો રહ્યો. દ્રષ્ટિને જોઈ તે ઘરે પહોંચ્યો જ હતો અને દ્રષ્ટિનો સામેથી જ ફોન આવી ગયો. બન્ને જણા આખી રાત ફોન પર વાતો કરી.

આજ રીતે હસતા રમતા મળતા મળતા છ મહિનાનો સમય નીકળી ગઈ સ્વયમ અને દ્રષ્ટિ બન્ને એક બીજા સાથે હળીમળી ગયા જાણે કે જન્મો જન્મના સાથી કેમ ન હોય. દ્રષ્ટિનો ભાઈ અમેરિકાથી આવ્યો અને થોડાક જ દિવસમાં સ્વયમ અને દ્રષ્ટિના લગ્નની તારીખ નક્કી થઈ. ધૂમ ધામથી સ્વયમ અને દ્રષ્ટિના લગ્ન થયા. દ્રષ્ટિના પરિવારજનોએ ભારે હૈયે દ્રષ્ટિને વિદાય આપી. સ્વયમના ઘરે ઓન દ્રષ્ટિનું એક દીકરીની જેમ સ્વાગત કરાયું.

…અને શરૂ થયો સ્વયમ અને દ્રષ્ટિનો સંસાર.

સિદ્ધાર્થ મણીયાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED