Mirzapur - review books and stories free download online pdf in Gujarati

મીર્જાપુર- રીવ્યુ

વાત કરીએ હાલ જ રિલીઝ થયેલી વેબ સિરજ, એટલે મિર્ઝાપુર! ઉત્તરપ્રદેશના એક શહેર  મિર્ઝાપુર પર જ આ વેબ સિરીઝનું નામ મુકવામાં આવ્યો છે.  ખૂબ જ ઓછા સમયમાં અને મનોરંજન જગતમાં ખૂબ જ ચર્ચા પામનારી આ વેબ સિરીઝ છે. તેના સંવાદો, મારધાડ, ગાળો, અને સેક્સ સીનોનો ભરમાર છે.  અને તેના દેશી પણાના લીધે જ તે અદભુત લાગે છે. નવ ભાગની આ વેબસીરજી એક જ બેઠેક જોઈ શકાય! તેટડી રસપ્રદ છે. મિર્જાપુર શહેર પર, બેસવા માટે કોણ કોણ શુ શુ તાંડવ કરે છે. તે પણ જોવા જેવું છે. એક તરફ દુશ્મન પેત્રાઓ  કરે છે. બીજી તરફ કાલીન અડીખમ મીર્જાપુરની રાજગાદી પર રાજ કરે છે.



પાત્રો: પંકજ ત્રીપાઠી- કાલીન ભૈયા

દેવેન્દુ શર્મા- મુના ત્રિપાઠી

અલી ફેઝલ-  ગુડુ પંડિત

વિક્રાંત મેસ્સી - બબલુ પંડિત.


રસિકા ડુંગલ- બીના ત્રિપાઠી.

ડાયરેકટર- ગુરમીત સિંગ



કથાવસ્તુ: ઉત્તરપ્રદેશનો શહેર એટલે મિર્ઝાપુર! અને મિર્ઝાપુર પર કાલીન ભૈયા( પંકજ ત્રિપાઠી) ડોન હોય છે. તે મિર્ઝાપુરમાં સફેદ કારોબારની આળમાં કટા( બંદૂક) નો વેપાર કરે છે. તે સિવાય પણ ઘણા બે નંબરના ધંધાઓમાંમાં કાલીન ભૈયાનો હાથ હોય છે. અને આ આટલી મોટી રિયાસ્તના રાજકુમાર કાલીન ભૈયાનો પુત્ર એટલે મુના ત્રિપાઠી( દેવેન્દુ શર્મા) એક ઐહાસ, બગડેલા બાળક જેવો હોય છે. ગાંજો, ડ્રગ્સ, જેવા વ્યસન તેના માટે બહુ સામાન્ય હોય છે. કોલજેમાં મારકુંટ કરવી... એને પિતાના ધંઘામાં બેદરકારીથી કામ કરવો તેના માટે આમ હતો.
વાર્તાની શૂરવાત પણ અહીંથી જ થાય છે. મૂના નશામાં ધૂત અવસ્થામાં, રસ્તા પર પસાર થતી, એક લગ્નની જાનમાં નાચવા લાગે છે. અને બંદૂક વડે! હવામાં ફાયરિંગ કરે છે. તે દરમિયાન ગોળી સીધી, લાડાની આંખમાં લાગે છે. અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે. 

આ કેસ રમાકાંત પંડિત નામના વકીલ લે છે. જેથી મુના ત્રિપાઠી તે કેસ ન લેવા માટે  તેના ઘરે જાય છે. અને અભદ્ર વર્તન કરે છે. આ  વાત રમાકાંત ત્રિપાઠીના બે પુત્ર ગુડુ અને બબલુને પસંદ નથી આવતી! તે મુનાને અને તેના માણસોને મારી પીટીને ઘરથી ભગાડે છે.


કાલીન ભૈયા બને ભાઈઓને બોલાવે  છે. બંનેની ડેરિંગ જોઈ ને બંનેને પોતાના ધંધામાં આવવાનું કહે છે. જે વાત મુનાને મનમાં ને મનમાં ખાય છે.

મિર્ઝાપુર પર રાજ કરવા, મુના અને કાલીનના દુશ્મન દરેક ક્ષણે તત્પર હોય છે. મુનો પોતાના પિતાનો જ નિસફળ હત્યા કરવાનો પ્રયત્ન કરે છે.દિનબ દિન બને ભાઈઓ એક પોતાના મગજ અને બીજો પોતાની ટાકતથી ફક્ત મીરજાપુર નહિ પણ તેના આસપાસના વિસ્તારમાં પણ ફેમશ થઈ જાય છે. અને રાતો રાત કાલીનના વેપારમાં જબરદસ્ત મુનાફો કરાવે છે. બબલુ ખૂબ જ તેજસ્વી અને હોશિયાર વિધાર્થી અને કોલેજમાં ટોપર હોય છે. જ્યારે અલી ફેજલ ને મિસ્ટર. પૂર્વાચલ બનવાનું સપનું હોય છે. 
કાલીન ભાઈના બને વફાદાર માણસો! ગુડુ, અને બબલુને દરેક વખતે પછાડવા માટે મુન્નો તક શોધતો હોય છે. 




                    *****
પંકજ ત્રિપાઠીનો રોલ અને તેના સંવાદો તમને મંત્ર મુગ્ધ કરી દેશ!  તે સિવાય અલી ફેજલ, વિક્રાંત, અને ઘણા બધા નામી ચેહરાઓ આ વેબ સિરીઝમાં કામ કર્યું છે. ફિલ્મમાં બધા પાત્રો જાણે એક અંધકારની આસપાસ હોય! દરેક કિરદારનો ખુબ જ મહત્વ છે. દરેક કિરદાર જબરદસ્ત છે.  સંવાદો ખૂબ ધારદાર છે. પિસ્તાલિસ પિસ્તાલિસ મિનિટના નવ ભાગ તમને બોર નહિ કરે! વાર્તા એક જ  દરેક એપિસોડ સાથે વધુ રોમાંચક થતી જાય છે. ટર્ન અને ટિવિસ્ત ધરવાતી આ વેબ સિરીઝ સારી સારી હિંદી ફિલ્મોને પાણી પીવડાવે તેવી છે. 


હું પાંચ માંથી ૩.૫ પોઈંટ આપી શકું...
તો આજે જ જોવો એમજોન  પ્રાઈમ પર! એક જબરદસ્ત વેબ સિરીઝ  "મિર્ઝાપુર"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED