ક્ષિતીજ ભાગ-7 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

ક્ષિતીજ ભાગ-7

                            ક્ષિતિજ 
                              ભાગ-7
 હર્ષવદન ભાઇ  પણ ત્યા થી જતાં રહ્યા. બાબુભાઇ બહાર ઉભા હતાં. એમણે હર્ષવદન ભાઇ ને બે હાથ જોડ્યા. હર્ષવદન ભાઇ એમની સામે જોઈ ને નીકળી ગયાં. સીધાં પોતાના રુમ પર મોહનભાઈ ને જોવા ગયાં પણ એ ત્યા ન હતાં. હવે ચિંતા  થવા લાગી કેમકે લગભગ એમની હોવાની શક્યતા હોય એ બધી જ જગ્યા એ હર્ષવદન ભાઇ ફરીવળ્યા હતાં લગભગ અઢી કલાક થવા આવ્યા હતાં.  હર્ષવદન ભાઇ હવે મુંજાણા . મનમાં  આડા અવળા વિચારો શરું થઇ ગયાં.  એટલે ફરીથી સીધાં  આશ્રમની  ઓફીસ પર પહોંચ્યા.  એકદમ ગભરાએલા અવાજ મા ઉતાવળ થી થોથવાતા બોલ્યા. એમના હાથ પગ થોડા ધ્રુજતા હતાં.  મોઢા પર પરસેવો હતો. 

“ હ..હહ..હહેએમંત ભા.આ..ઇ. ..”

 એટલું  બોલી શક્યા  અને પછી તરતજ  ત્યા ખુરશી પર બેસી ગયાં. હેમંતભાઈ તરતજ એમની તરફ દોડયા  અને  મોટે થી બુમ પાડી ને હરીશ ને બોલાવ્યો. હરીશ આશ્રમમાં જ કામ કરતો.

“ હરીશ...હરીશ..જલદી આવ અને ખાંડ લીંબુ નુ પાણી લેતો આવજે.. હર્ષવદન ભાઇ માટે .” 

એમણે તરતજ હર્ષવદન ભાઇ પાસે ઉભા રહી ને એમનો હાથ પકડી ને પુછ્યુ .

“ શું  થયું  વડિલ? આ આટલી  ગભરામણ શેની? તમને કંઈ  તકલીફ થાયછે.? હું  ડોકટર ને બોલાવું..છું “

એટલામાં  હરીશ લીંબુ શરબત સાથે હાજર થઈ ગયો એટલે  હેમંતભાઈ એ હર્ષવદન ભાઇને શરબત પીવડાવ્યું. પછી બે ત્રણ  મીનીટ પછી એમનો થોથવાટ એમની ગભરામણ  ઓછી થતાં  ફરી ધીમે થી પુછ્યુ. 

“ શું  થયું  હર્ષવદન ભાઇ..કેમ આટલા ગભરાએલા છો?”
હર્ષવદન ભાઇ એમની સામે જોઈ રહ્યા. એમની આખો માં  ચિંતા સાથે આંસુ  સાફ તગતગી રહ્યા હતાં  એમણે   હેમંતભાઈ નો હાથ જરા દબાવી ને પકડ્યો. 

“ ભાઇ..!છેલ્લા  અઢી કલાક થી મોહન ને શોધું છુ  કયાંય નથી. છેલ્લે એ અહીંથી  ગયાં ત્યારે મેં એમને છેલ્લી વખત જોએલા. હુ પણ અહીંથી નીકળી ને સીધો રૂમે જ ગ્યો પણ એ ત્યા નોતા એટલે મે બધે શોધ્યા પણ હજું એની કંઈ ભાળ નથી. હવે મને ચિંતા થાય છે. એ..એ વિપુલીયો  એમને જે બોલી ને ગ્યો  એમને ખુબ લાગી આવ્યુ છે.  મને બીક છે એ...એ   “ 

હર્ષવદન ભાઇ  બોલતા બોલતાં  અટકી ગયાં  તરતજ હેમંતભાઈ એ હરીશ ને કહ્યુ  ..

“ ભાઇ હરીશ  તું ગેઇટ  સિકયુરીટી હેડ રવજીભાઈ ને જાણ કરી દે અને આશ્રમ ના બીજા સેવકો ને પણ અને મોહનભાઈ કયાં છે એ શોધી કાઢો.  અને હા પહેલાં એ તપાસ કર કે તેઓ  ગેઇટ ની બહાર તો નથી ગયાને? “

“ હા સાહેબ હમણાં જ ઉપડુ..”

હરીશ તરતજ દોડતો બહાર નીકળી ને કામે લાગી ગયો. સૌથી પહેલા તો રવજીભાઈ સાથે વાત કરી તો ખબર પડી કે છેલ્લે વિપુલ અને તેની પત્ની બે જણ અહીંથી બહાર ગયા છે .ત્યાર બાદ કોઈ નહી. એટલે તરતજ ઇન્ટરકોમથી હેમંતભાઈ ને જાણ કરી. હેમંતભાઈ હજીપણ હર્ષવદન ભાઇ ની બાજું માં જ બેઠાં હતાં.  હર્ષવદન ભાઇ હજું પણ ગભરાએલા હતાં.  આશ્રમ ના સેવકો હવે કામે લાગી ગયાં હતાં  સાથે આશ્રમ ના બીજા વૃધ્ધો પણ. પંદરેક મીનીટ પછી હર્ષવદન ભાઇ ઉભા થઈ  બહાર નીકળ્યા. 

“ અરે....! વડિલ તમે ચિંતા ન કરો બધાં છે ને ..હમણાં મળી જશે.આશ્રમમાં જ છે બહાર તો ગયાં નથી. “

“ હા ભાઇ પણ ફરી એકવાર રૂમ પર જોઈ આવું કદાચ આવી ગયા હોય. “ 

મોહનભાઈ વિશે સમાચાર સાંભળી ને બાબુભાઇ પણ એકદમ દુખી થઈ ગયા કેમકે  જે બન્યુ એમનું કારણ એ પોતે અને પોતાનો દિકરો હતા.ધીમે ધીમે સેવકો પણ પાછા આવ્યા  એ કયાંય નથી એના જવાબ સાથે . હર્ષવદન ભાઇ  એકદમ થી જાણે કંઈ યાદ આવ્યુ હોય એમ દોડયા. એમની પાછળ સેવકો અને હેમંતભાઈ પણ.એ સીધા  આશ્રમ ની છત પર પહોંચ્યા ત્યા  પાણી ની ટાંકી ની પાછળ જઇ ને જોયું  તો મોહનભાઈ  ત્યા દિવાલ પર માથું ટેકવી આકાશ તરફ  શુન્ય મનસ્ક તાકી ને બેઠાં હતા. ચહેરો એકદમ  ફિક્કો ને ઉદાસ હતો. આંખ માથી આસું ગાલ પર સરી ને સીધા એમના છાતી પર ઝીલાઇ રહ્યા હતા. મોહનભાઈ ને જોતાં જ પહેલાં તો  દરેક ના જીવ માં જીવ આવ્યો. અને સૌથી વધું હાશકારો  બાબુભાઇ , હર્ષવદન ભાઇ ને અને હેમંતભાઈ ને થયો.  ત્રણેય એમનાં દુખ ની પરાકાષ્ઠા સમજી રહ્યા હતાં.. હર્ષવદન ભાઇ  એકદમ થી આગળ આવી નીચે એમની પાસે ગોઠણભેર બેસી ગયા અને એમના ખભા પર હાથ મુકી ને એકદમ ગુસ્સા મા બોલ્યા. 

“ મોહન તમે તો મુશ્કેલી મા મુકી દીધા.  આ શું? આમ નાના છોકરા ની જેમ સંતાઈ ને બેસવાનું?  અરે ખબર પણ છે છેલ્લા  ત્રણ સાડાત્રણ  કલાક થી આખો આશ્રમ  ગાંડો થ્યો છે તમને શોધવા..અરે ભલા માણહ એકલા બેસવુંતું  તો એકવાર મને તો કહીદેવુ તું..અહીંયા બધાંના શ્ર્વાસ અધ્ધર કરી નાખ્યા તમે તો. “

 હર્ષવદન ભાઇ નું  વાકય પૂરું થાય એ પહેલાં જ મોહનભાઈ  એમને ખુબ જોરથી વળગી ને  ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.. ત્યા ઉભેલાંમાંથી કોઈ એવું ન હતું  જેમની આંખો છલકાઇ ન હોય. થોડીવાર બધાં એકદમ શાંતી થી ઉભા રહ્યા.   હર્ષવદન ભાઇ એ પણ મોહનભાઈ ને એકદમ કસી ને બાથ મા લીધા હતાં.   થોડીવાર એમનું મન હળવું થાય એટલે રડી લેવાં દીધા  અને પછી તરતજ વાતાવરણ ને હળવું કરવાં બોલ્યા..

“ મોહન થેન્ક યુ ..મને લાગે છે રાત્રે  મારે હવે ન્હાવા ની જરુર નહી પડે. “ 

મોહનભાઈ એકદમ ચુપ થઈ ને એમની સામે આશ્ચર્ય થી જોવા લાગ્યાં.એટલે હર્ષવદન ભાઇ  ફરી બોલ્યા. 

“ હા..પણ તમે તમારા  આ કિંમતી આંસુ થી મને નવડાવી દીધો..”

બધા ખડખડાટ હસી પડ્યાં.  મોહનભાઈ  બધાં સામે હાથ જોડીને માફી માંગી અને બોલ્યા 

“  જ્યારે વિપુલ  મને મારા દિકરા વિશે સંભળાવી ને ગયો ને મને હાડોહાડ લાગી આવ્યુ. ધીકકાર થયો મને મારા ઉછેર પર.લાગ્યુ કે મારા જણેલા ને જ મારી કિંમત નથી પછી..એટલેજ સીધો અહીંયા આવીને બેસી ગયો. ભગવાન સાથે આજે ખુબ ઝગડ્યો . કે કેમ મારા જ મારા થી છીનવી લીધા. અરે આજે તો સારું કામ કરવા ગયો તો પણ..  પણ હવે ખબર પડી  હર્ષવદન કે મારાં તો અહીયાં ઉભાં એ છે. ભગવાને એક ને દુર કરીને આખો પરિવાર આપ્યો છે મને.  હવે ખબર પડી કે આપણ ને જેની ચિંતા થાય એ નહી પણ જે આપણી ચિતા કરે એ આપણાં હોય.અને એના માટે લોહીના સંબંધ હોવા જરૂરીનથી..હવે આજથી મારું બધું દુખ હળવું થઈ ગયું. બસ દુનિયામાં આ મિત્રો થી વધું હવે મારું કોઈ નથી.  “

 એમની વાત સાંભળી ને બીજાં વૃધ્ધો ને પણ  થયું કે વાત તો સાચી છે . બધાં એકસાથે  હાશ કરી ને નીચે આવ્યા. અને રાતનાં જમાવાનો સમય થવા આવ્યો હતો એટલે બધાં ફ્રેશ થઈ ને જમવા બેઠા.  મોહનભાઈ ખુશ હતા કે સાચાં મિત્રો  ને  પામવા માટે ની કોઈ ઉંમર નથી હોતી ભગવાન તમને ગમેતે ઉમરે આપે.  બંને જણાં જમીને  રૂમ પર ગયાં.   એટલામાં જ હર્ષવદન ભાઇ ના દિકરા નો ફોન આવ્યો. 

“ હલો.. પપ્પા?”

“ હા ભાઇ  હલું જ છું  બોલ..”

મોહનભાઈ  એમનાં શબ્દોસાંભળી ને હસ્યા. 

 “  શું પપ્પા તમે પણ .. થોડા તો .. “

“ લે પણ આ મોબાઇલ મારો છે..મારા હાથમાં હોય.પછી હું જ હોવ ને? ..ને તું દર વખતે કહે હલો પપ્પા..એ રે હવે હાથપગ જવાબદઈ  ગયાં છે  .”

બંને ખડખડાટ હસી પડ્યાં. 

“ અરે ના એ તો આની પહેલાં ફોન કર્યો ત્યારે તમારાં રુમમેટ કોઈ અંકલે ઉપાડેલો એટલે પુછયું નહીતો કયાં પૂછું છું? “ 
“ અરે હા..મોહન મારા મિત્ર છે..”

“હા   ખુબ સારા માણસ છે એવુ એ દિવસે વાત પરથી લાગ્યુ . અને શાંત પણ . તમારી માફક ઉધામા લે એમાંના નથી લાગતાં.  “

આ સાંભળતાં જ હર્ષવદન ભાઇ એ એકદમ ઉંચા અવાજે કહ્યુ  

“ હેં...? શું કીધું એકવાર હજી બોલ તો ? કાંઇ સંભળાયું નહી..”

એમનો દિકરો હસ્યો. 

“ હા..હાહાહાઆ..કેમ ઇર્ષા  આવી.એમનાં વખાણ સાંભળી ને ? . અમને તો નાનપણમાં બહું ફટકા મારેલા...જો..જો   તારો ભાઇબંધ  કેવો ડાહ્યો છે . મા બાપ કે એમજ કરે છે..  માર્ક પણ સારા લાવે છે.. બઘું જમી પણ લે છે  ..જુઓ કેવું લાગે એ હવે ખબર પડી ને?  તમારી સામે કોઈ બીજાં ના વખાણ થાય એ પણ તમારી સરખામણીએ..”

“ હા...હો ..હા..હવે બોવ બોલ્યો.   તને કયાં ખબર છે એ તો મારાથી પણ વધું મોટાં ગીલીંડર છે..”

“ હે..! પપ્પા   બહુ બગડી ગયા તમે તો. ફરિયાદ કરવી પડશે કે ભાષા બગડતી જાય છે...”

“ હે...હ.ચલ છોડ હવે. બધું  હું તને એના કારનામા જણાવું  આજનાં “

આટલું બોલતા જ મોહનભાઈ એ એમને હાથ જોડ્યા કે ભાઇ રહેવા દ્યો  દિકરા ને નો કહેતા..પણ હર્ષવદન ભાઇ  થોડા જાય એવા હતાં  અક્ષરસ: બધું જ જણાવી દીધું.  અને પછી દિકરા ના કહેવાથી ફોન તરતજ મોહનભાઈ ને આપી ને રૂમની બહાર નીકળી ગયાં. 

“ હા..હલો બેટા કેમ છો? તમે?”

“ અંકલ હું ખુબ મજામાં અને તમે ?”

“ હવે હું  પણ ખુબ મજામાં..વધું કંઈ નહી કહુ  પણ હા આજે મને મારો પુરો પરિવાર મળી ગયો ..બસ..”

“ બસ મનથી તમે ખુશ રહો ભગવાન ને એજ પ્રાર્થના..ચાલો અંકલ હવે ફોન મૂકું હું  ઓફીસમાં છું તો..”

“ ભલે બેટા..આવજો “

મોહનભાઈ ફોન ને હર્ષવદન ભાઇ ને આપવા ગયા ત્યારે એ બધાં સાથે બેસીને ગપ્પા મારી રહયાં હતાં. મોહનભાઈ પણ ત્યા બેસી ગયા. અને ધીમેથી કાન માં કહ્યુ..

“ અહીયાં બેસી ગયાં છો તો હેમંતભાઈ ની પરમિશન નથી લેવી?”

“ શાની?”

હર્ષવદન ભાઇ એ સવાલ કર્યો. 

“ લે.... ભુલી ગયા  કાલે ...બપોરે..... “
મોહનભાઈ એ જરા આંખો ઉલાળી  ને કહયું. 

“ ઓહ...હા.. હાલો હાલો..હેમંતભાઈ જતાં રહે એ પહેલાં  પુછી આવીએ. બંને જણાં તરતજ ઓફીસમાં ગયાં  હેમંતભાઈ ને વાત કરી એટલે એમણે પરમિશન પણ આપી એટલે તરતજ હર્ષવદન ભાઇ એ એમના દિકરા ને ફોન કરી ડ્રાઇવર સાથે ગાડી મોકલવા કહ્યુ.   
સવાર પડતા જે બંને જણા ફટાફટ રોજીંદુ કામ પુરું કરી ને તૈયાર થઈ ગયાં. અને ગાડી આવતા જ બંને એમાં બેસીને નિયતિ ના ઘરે જવાં નિકળી ગયાં.  રસ્તા માં થી નિયતિ ને ફોન કરીને એડ્રેસ પુછ્યુ  અને થોડીજ વાર માં નિયતિ ના ઘરે પહોંચી ગયા.   ભક્તિનગર થી આગળ  શ્રમજીવી સોસાયટી મા નિયતિ નું નાનું એવું રેડીમેઈડ ડુપલેકસ મકાન .  ત્યા  આવીને ગાડી ઉભી રહી. એટલે તરતજ નિયતિ ના પપ્પા  એમને આવકાર આપવાં બહાર ગેઇટ સુધી આવ્યા.. આજુબાજુના આડોશી પાડોશી  આદત મુજબ વારંવાર ડોકિયાં કરી ને ઝીણી ઝીણી વાતો કરી રહ્યા હતાં  એટલામાં જ એક બહેન બોલ્યા..

“ શું  પંકજભાઇ..વિણા બહેનની તબીયત તો બરાબર છે ને..? “

થોડી નજર આડીઅવળી કરતા પંકજભાઇ એ જવાબ આપ્યો.

“ હા...હા..બરાબર છે. “

બહેને તરતજ બીજો સવાલ કર્યો 

“ ઓહ અચ્છા..મહેમાન આવ્યા છે?”

“હા”

પંકજ ભાઇ એ ફરી ટુંકો જવાબ આપ્યો. 

“ નિયતિ ને જોવા ?”

બહેને ત્રીજો સવાલ કર્યો.. હવે હર્ષવદન ભાઇ થી રહેવાયું નહીં..એ મનમાં વિચારવા લાગ્યા કે અમે અહીંયા બહાર ઉભાં છીએ અને આ બહેન ઘરધણી ને સવાલ કર્યે જ જાય છે. આટલી પંચાત..હોય..?..એટલૂ તરતજ એમણે પેલા બહેન ને કહયું  

“ બેન અમે વૃધ્ધ માણસ જાજીવાર ઉભાય નહી. તમે રજા આપો તો અંદર જઇએ...,?

એ બહેન પણ થોડા શરમાઈ ગયા..હસતાં હસતાં બોલ્યા 
“ હા ..હા.જાવ જાવ..હું તો ખાલી એમજ.પૂછતી હતી.”
પંકજભાઇ ને પણ હાશ થયું કે જાન છુટી..ત્રણેય જણ ઘર ના અંદર આવ્યા. નિયતિ આગળ નો શેટી પર પગ લાંબો કરી ને બેઠી હતી એટલે પહેલાં તો હર્ષવદન ભાઇ એ અને જ ચીઢવી..

“ ઓ હો.. મોટા માણસ કાંઇ ઠાઠ થી બેઠાં છે. “ 

 નિયતિ હસવા લાગી .નિયતિ નું ઘર અંદર થી સાવ સામાન્ય અને જુનવાણી લાગતું હતું.  દિવાલ પરના રંગમા ધાબા હતાં.  કયાક દિવાલ ઘસાયેલી  ઘરના સીટીંગ રુમમાં  કોર્નરમાં બે સેટી અને વચ્ચે એક નાનું સેન્ટર ટેબલ હતું.  દિવાલ પર એક જુનું લાકડા કેસ વાળું ઘડિયાળ .અને એક નાનું ટીવી. બસ પછી સીધું  ઉપરના રુમમાં જવાની સીડી અને ત્યારપછી રસોડું. ઘર નાનુ પણ છતાં ખુબ વ્યવસ્થીત અને સ્વચ્છ હતુ.

“ લે.મારીખબર પૂછવા આવ્યા છો કે મારી મજાક કરવા?”
હર્ષવદન ભાઇ તરતજ એનાં માથા પર હાથ રાખીને બોલ્યા  તારી ખબર પુછવા મારી દિકરી. અમે બંને  તારી રાહ જોઈએ છીએ  ગમતુ નથી હવે તો સાજી થા અને..”

 બસ પછી તો ત્રણેય વાતો એ વળગ્યા .પંકજભાઇ એ પહેલેથી જ ચ્હા નાસ્તો બનાવી  રાખ્યા હતા. એજ નિયતિ ના મમ્મી લઇ આવ્યા  એટલે એમના પણ ખબરઅંતર પૂછી લીધાં..પછી ફરી વાતો એ વળગ્યા. અને પછી તો ખુબ વાતો જામી. એટલાં મા જ ઘડિયાળ મા છ ના ડંકા થયાં..

“ અરે.. છ વાગી ગયા..?”

એટલું બોલતાં મોહનભાઈ એ ઘડિયાળ પર નજર કરી.. 
“ ઓ હો.. પંકજભાઇ  આ..આ..તો ખુબ જુનાં મોડલ નું  વોલ કલોક છે. “ 

મોહનભાઈ એ ઘડિયાળ સામે આંગળી ચીંધતા કહ્યું .

“ હા ભાઇ મારા બાપુજી ના વખત ની.. એમની નિશાની છે અને મેં ખુબ સાચવી ને રાખી છે.”

“ હા .. આ બધી તો યાદગીરી કહેવાય..”

મોહનભાઈ  પંકજભાઇ ના ખભે હાથ મુકતાં બોલ્યા 

“ ચાલો ત્યારે મોહન આપણે જઇશું.  છ વાગ્યા છે હજુ પહોચતા વાર લાગશે..”

“ હા..હા...ચાલો હવે રજા લઇએ. “

મોહનભાઈ એ પણ બોલતાં બોલતાં ઉભા થયાં.. એટલે તરતજ નિયતિ પણ એમને આવજો કહેવા ઉભી થઈ. 

“ અરે...તું ક્યા હાલી ? તું બેસ આરામ કર “

હર્ષવદન ભાઇ  બોલ્યા 

“ આરામ જ તો કરું છું  અને આમ પણ કોઈ આવે જાય તો પપ્પા ન હોય ત્યારે દરવાજો ખોલવા તો ઉભું  થવું જ પડે  .અને આમ પણ થોડું ફ્રેશ લાગે. “

 “ સારું  ..પણ પછી બરાબર આરામ કરજે અને જલદી આવજે આશ્રમ. “

હર્ષવદન ભાઇ એ કહ્યુ. 
બધા ઘર ના ગેઇટ પર પહોંચ્યા  દરવાજો ખોલતાં  જ નિયતિ  બોલી ઉઠી 

“ અરે..! આ ?”

ક્રમશ: