એક કદમ પ્રેમ તરફ – 15
(ફ્રેન્ડ્સ આગળના ભાગમાં આપણે જોયું કે વિવાન મોહિનીને માધવગઢ ની હવેલી પર લઈ જાય છે આજે તેને મેરેજ માટે પ્રપોઝ કરે છે, ત્યારબાદ તે બધી હકીકતથી મોહિનીને વાકેફ કરે છે, વિવાન તેના મોમ ડેડ સાથે મોહિનીR વિશે વાત કરે છે, તેના મોમ ડેડ સહમત થઈ જાય છે આથી વિવાન મોહિનીને પણ તેના ઘરે વાત કરવા જણાવે છે……)
હવે આગળ…..
સાંજના સમયે મોહિનીના મમ્મી ગાર્ડનમાં બેઠા બેઠા કોઈ પુસ્તક વાંચતા હોય છે ત્યારે મોહિની ત્યાં એમની પાસે આવે છે અને તેમની બાજુમાં બેસે છે, તે તેના મમ્મીને ધીરે રહીને કહે છે,”મારે તમારી સાથે વાત કરવી છે.”
મોહિનીના મમ્મી પુસ્તક બંધ કરીને મોહિની તરફ ફરે છે અને કહે છે,” બોલ શુ વાત કરવી છે??”
મોહિની તેના મમ્મીને વિશ્વાસમાં લઈને વિવાન વિશે જણાવે છે કે તે વિવાનને પ્રેમ કરે છે અને તેની સાથે જ મેરેજ કરવા માંગે છે.
મોહિનીની વાત સાંભળી તેના મમ્મી થોડા ગંભીર થઈ જાય છે અને પછી વિવાન વિશે બધી માહિતી પૂછે છે, મોહિની માધવગઢ સિવાય બધી માહિતી આપે છે.
મોહિની તેના મમ્મીને તેના પપ્પા સાથે આ વિષય પર વાત કરવા કહે છે.
" જો મોહિની તારા પપ્પાના સ્વભાવની તો તને ખબર જ છે કે તેઓ થોડા ગુસ્સા વાળા છે, હું મારી રીતે સમજાવવાની કોશિશ કરીશ, પરંતુ તું થોડી ધીરજ રાખજે."
"થેંક્યું મમ્મી..." મોહિની ખુશીથી તેના મમ્મીને ગળે વળગી જાય છે.
"અરે અરે શુ કરે છે, તારું બચપન હજી ગયું નથી.." મોહિનીના મમ્મી હસતા હસતા કહે છે.
મોહિની ખુશ થતી તેના રૂમમાં જતી રહે છે જ્યારે આ બાજુ તેના મમ્મી ચિંતામાં હોય છે કે કઈ રીતે તેમના પતિ સમક્ષ આ વાત રજૂ કરવી.
રાતે જમ્યા પછી મોહિનીના મમ્મી અજિત રાઠોડ સાથે વાત કરવાનું વિચારે છે, તેઓ તેમની પાસે આવે છે અને બેસે છે.
ધીરે રહીને તેઓ વાત કરવાની શરૂઆત કરે છે," આપણી મોહિની ક્યારે મોટી થઈ ગઈ કઈ ખબર જ ના રહી.."
" હા, હજુ કાલ સુધી તો ઢીંગલીઓ સાથે રમતી નાની બાળકી હતી..." તેના પપ્પા પણ વાત માં સુર પુરાવતા કહે છે.
"હવે તો સાસરે જવા જેટલી મોટી થઈ ગઈ છે.."
" મારા ધ્યાનમાં છે જ એક બે છોકરા મોહિની માટે..."
"જ્યાં આપણી મોહિની ખુશ હોય ત્યાં જ આપણે તેને પરણાવીશું.."
"હું એવો છોકરો શોધીશ જે તેને હમેંશા ખુશ રાખે.." મોહિનીના પિતા કઈક વિચારતા કહે છે.
"મારા ધ્યાનમાં છે એક છોકરો જે હંમેશા એને ખુશ જ રાખશે, તેની કોલેજનો જ છે."
"કોણ???"
"વિવાન, આપણા ઘરે પણ આવી ગયો છે, તેનો ફ્રેન્ડ જ છે, મોહિનીને વાગ્યું ત્યારે તેણે ઘણી મદદ કરી હતી, બન્ને એકબીજાને પસંદ પણ કરે છે."
આ સાંભળીને મોહિનીના પપ્પા વિવાન વિશે બધી માહિતી પૂછે છે, અને મોહિનીને બોલાવે છે, મોહિની ડરતા ડરતા ત્યાં આવે છે અને નીચું મ્હોં રાખી તેના પપ્પા પાસે ઉભી રહે છે.
"મોહિની, તારા મમ્મીએ મને વિવાન વિશે વાત કરી, તને એ છોકરો પસંદ છે??"
"હા... પપ્પા..."
"સારું હું એને મળીશ પહેલા, જો મને યોગ્ય લાગશે તો જ વાત આગળ વધશે."
મોહિની આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે, પરંતુ તે ખુશી મનમાં જ રાખીને ઉભી રહે છે.
"બોલાવી લે એને મળવા માટે, ક્યાં છે એ અત્યારે?"
"અત્યારે તો એ લંડન છે પણ થોડા ટાઈમ પછી અહીં આવવાનો જ છે.."
"Ok... એ આવે ત્યારે એને બોલાવી લેજે..."
"જી પપ્પા..." કહીને મોહિની તેના રૂમમાં જતી રહે છે.
રૂમમાં પોહચીને મોહિની સૌથી પહેલા વિવાનને કોલ લગાવે છે પરંતુ તે રિસિવ નથી કરતો, મોહિની ફરીથી ટ્રાય કરે છે ત્યારે વિવાન કોલ રિસિવ કરે છે, વિવાન જેવો કોલ રિસિવ કરીને હલ્લો બોલે છે ત્યાં જ મોહિની ખુશીથી બોલે છે,"વિવાન આઈ એમ વેરી વેરી હેપ્પી ટુડે.."
"એવી તો શું વાત છે કે મારી દિકું આજે આટલી બધી ખુશ છે?"
"તું માનશે નહીં પપ્પા તને મળવા માટે માની ગયા છે."
"શું શું ફરી એકવાર કહે તો... હું સપનું તો નથી જોઈ રહ્યો ને.."
"ના હું સાચું કહું છું, પપ્પા એ કહ્યું કે એ પહેલાં તને મળશે પછી આગળ વિચારશે, તું ક્યારે આવે છે?"
"હું પપ્પા સાથે વાત કરીને તને કહીશ... સારું હું પછી વાત કરું મારે થોડું કામ છે, બાય દિકું, મીસ યુ.."
"મિસ યુ ટુ.."
વિવાન તેના ડેડ સાથે મોહિની સાથે થયેલી વાતની ચર્ચા કરે છે, અને તેઓ પાંચ દિવસ પછી ઇન્ડિયા જવાનું નક્કી કરે છે કારણકે વિવાનના ડેડને પણ ઇન્ડિયામાં કામ હોવાથી તેઓ જવાના જ હોય છે.
પાંચ દિવસ પછી વિવાન તેના મોમ ડેડ સાથે ઇન્ડિયા આવે છે, ઇન્ડિયા આવી તેઓ મુંબઇ રહે છે, ત્યાં તેના ડેડ તેમનું કામ પતાવે છે ત્યારબાદ તેઓ માધવગઢ જાય છે.
વિવાન મોહિનીને જણાવી દે છે કે તેઓ માધવગઢ આવી ગયા છે, વિવાન પહેલા મોહિનીને બહાર મળવા બોલાવે છે, બન્ને એક કેફમાં મળે છે.
મોહિની વિવાનને જોઈને પહેલા તેને ગળે મળે છે, ત્યારબાદ બન્ને ક્યારે મોહિનીના પપ્પાને મળવું અને કય રીતે તેમને મનાવવા તે બધું નક્કી કરીને છુટા પડે છે.
બીજા દિવસે સાંજના સમયે વિવાન વ્યવસ્થિત તૈયાર થઈને મોહિનીના પિતા અજિત રાઠોડને મળવા પોહચી જાય છે, બ્લુ ડેનિમ પર ટોમેટો રેડ કલરના શર્ટ માં તે એકદમ હેન્ડસમ દેખાતો હતો.
વિવાન આવીને દીવાનખંડમાં સોફા પર બેસે છે, મોહિની તેના માટે પાણી લઈને આવે છે, વિવાન પાણી પીવે છે ત્યારે મોહિની તેની સામે જોઇને મંદ મંદ સ્મિત કરતી હોય છે.
સામેથી તેના પિતાને આવતા જોઈ મોહિની ત્યાંથી સરકી જાય છે, અજિત રાઠોડ વિવાન સામે જુએ છે, તેઓ પણ વિવાનની પર્સનાલિટીથી પ્રભાવિત થાય છે.
વિવાન ઉભો થઈને તેમને પગે લાગે છે, ત્યારપછી બન્ને બેસે છે અને વાતચીતનો દોર શરૂ થાય છે, મોહિનીનાં પિતા તેને જે પણ સવાલ કરે તેના વિવાન નમ્રતાથી જવાબ આપે છે.
મોહિનીના મમ્મી પણ સાથે બેસે છે, તેમને પણ ખાતરી થાય છે કે વિવાન તેમની મોહિનીને ખુશ રાખશે.
અજીત રાઠોડ વિવાન સામે તેના માતા-પિતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે, "તેઓ પણ અહીં ઇન્ડિયા જ આવ્યા છે, આપ ચાહો તો તેમને મળી શકો છો, અહીં એક હોટેલમાં જ રોકાયા છે."
"હોટેલ પર શું કામ?, આપણે અહીં જ મુલાકાત ગોઠવીએ."
"આપને તકલીફ આપવા બદલ માફી માંગુ છું પણ તેમને પગનો દુખાવો હોવાથી ડોકટરે તેમને વધુ ચાલવાની ના કહી છે, તો આપ ત્યાં આવશો તો વધુ સારું રહેશે."
"ઠીક છે, અમે આવીશું, કાલે સાંજે ચાર વાગ્યે તેમને મળવા."
મોહિનીના માતા-પિતાને પગે લાગી વિવાન ત્યાંથી રજા લે છે, હજુ તે ગાડી પાસે પોહચે છે ત્યાં જ તેનો મોબાઈલ રણકી ઉઠે છે, સ્ક્રીન પર ફ્લેશ થતું નામ જોઈ તે તરત કોલ રિસિવ કરી લે છે.
"હેલો દિકું.."
"થેન્ક ગોડ, આજે તો બધું શાંતિથી પતી ગયું.." મોહિની નિરાંતનો શ્વાસ લેતા કહે છે.
"આપણી પર્સનાલીટી જ એવી છે..." વિવાન પોતાના જ વખાણ કરતા કહે છે.
"બસ હવે, બોવ ડાહ્યો ના થા, અને તે કહ્યું કે તારા ડેડને પગમાં દુખાવો છે, હવે કેમ છે તેમને??"
"એ તો મેં અમસ્તા જ કહ્યું હતું..."
"પણ કેમ?"
"જો તને તો ખબર જ છે કે બન્ને વચ્ચે અત્યારે દુશ્મની છે તો હું કહેત કે તમે માધવગઢ આવો તો તારા પપ્પા ક્યારેય માનેત??"
"ના, તેઓ તો માધવગઢ નામ સાંભળીને જ ભડકી જાય છે."
"બસ તો એ રીતે જ મારા ડેડ બધું સોલ્વ થાય તે પહેલાં તારા ઘરે આવવા ના માને એટલે જ મેં બહાનું બનાવ્યું."
"હમ્મ... ગ્રેટ.. વિવાન એક વાત કહું?"
"અરે એમા કઈ પૂછવાનું હોય દિકું.."
"મારે તારા મોમ અને ડેડને મળવું છે.."
"કાલે મળવાની જ છે ને"
"એમ નહિ, મારે એકલા મળવું છે કારણકે સાંજે તો ખબર નહિ સરખું મળી શકાશે કે કેમ?"
"કેમ?"
"હજુ મારા પપ્પાને માધવગઢની ખબર નથી પણ કાલે ખબર પડશે તો ખબર નહિ તે શું કરશે એટલે.."
"Ok... હું તને સવારે મળવા લઈ જઈશ."
બીજા દિવસે સવારે મોહિની વિધિને મળવા જવાનું બહાનું બનાવીને વિવાન સાથે તેના મોમ ડેડને મળવા જાય છે.
વિવાનના મોમ ડેડ મોહીનીને આવેલી જોઈને ખુશ થાય છે, મોહિની બન્નેને પગે લાગે છે, વિવાનના મોમ અપ્સરા જેવી સુંદર મોહિનીને જોઈને ખૂબ જ ખુશ થાય છે.
મોહિની તેમની પાસે બેસીને વાતો કરે છે, જતી વખતે મોહિની હાથ જોડીને તેમને કહે છે," મારા પપ્પાને હજુ ખબર નથી કે વિવાન માધવગઢ સાથે સંબંધ ધરાવે છે, સાંજે તેઓ તમને મળશે ત્યારે તેમને ખબર પડશે અને જો તેઓ ગુસ્સામાં કઈ બોલી જાય તો તેમના વતી હું અત્યારે તમારી માફી માંગુ છુ."
વિવાનના મમ્મી મોહિનીના હાથ પકડી લે છે," અરે ગાંડી... એમ તારે માફી ના માંગવાની હોય, તું ચિંતા ના કરીશ અમને કોઈ વાત નું ખોટું નહીં લાગે."
મોહિની તેમનો આભાર માને છે અને ઘરે આવી જાય છે, સાંજે ચાર વાગે મોહિની તેના મમ્મી અને પપ્પા સાથે વિવાનના મોમ ડેડને મળવા જાય છે, રસ્તામાં તે સતત ભગવાનને પ્રાર્થના કરે છે કે કોઈ મુશ્કેલી ના આવે.
થોડીવારમાં વિવાન જે હોટેલમાં મળવાનું ગોઠવ્યું હોય છે તે આવી જાય છે, વિવાન નીચે જ ઉભો હોય છે, તે બધાને લઈને રૂમમાં આવે છે.
રૂમમાં પ્રવેશતાની સાથે જ વિવાનના ડેડ ધનરાજ તેમનું સ્વાગત કરે છે, ધનરાજને જોતા જ મોહિનીના પપ્પા ગુસ્સે થઈ જાય છે,"તું અહીંયા શુ કરે છે?"
"પહેલા અંદર તો આવ, આપણે શાંતીથી બેસીને વાત કરીએ."
"વિવાન તારો છોકરો છે?"
"હા.."
"તો મારે તારી સાથે કોઈ વાત નથી કરવી.." કહીને મોહિનીના પપ્પા ત્યાંથી જવા લાગે છે.
"ભાઈ સાહેબ એકવાર શાંતિથી બેસીને વાત તો સાંભળી લ્યો.." વિવાનના મમ્મી અજિત રાઠોડને વિનંતી કરે છે.
"આપણી મોહિનીની ખાતર એકવાર વાત કરી લો..." મોહિનીના મમ્મી પણ વિનંતી કરે છે.
અજિત રાઠોડ તેમની વિનંતી સાંભળીને ત્યાં બેસે છે, વિવાનના પપ્પા વાતની શરૂઆત કરતા કહે છે," જો અજિત, આપણા બાળકો એકબીજાને પસંદ કરે છે, આપણા પૂર્વજોની દુશ્મની ને કારણે બાળકોની ખુશી તેમાં હોમાઈ જાય તેવું હું નથી ઈચ્છતો, હું એ જૂની વાતો ભુલાવીને આ સંબંધને મંજૂરી આપું છુ, તું પણ જૂની વાતો ભૂલી જા."
"અમારા પૂર્વજો સાથે થયેલો અન્યાય હું ક્યારેય નહીં ભૂલું, અને રહી વાત ખુશીની તો મારી મોહિની માટે હું તેને ખુશ રાખી શકે તેવા છોકરાઓની લાઈન લગાવી દઈશ."
"અંકલ તમારી ખુશી માટે મોહિની તમે કહેશો એ જ કરશે પણ તે બીજા સાથે ક્યારેય ખુશ નહિ રહે."
"એની ખુશીની ચિંતા કરવા માટે હું બેઠો છુ, તારે એની ચિંતા કરવાની જરૂર નથી."
વાતચીત થોડું ઉગ્ર રૂપ ધારણ કરતી જાય છે,
"હું એને પ્રેમ કરું છું, હું મોહિનીને મારી બનાવીને જ રહીશ.." વિવાન આવેશમાં આવીને બોલી જાય છે.
"હું પણ જોઉં છું કે મારી મરજી વિરુદ્ધ કેવી રીતે તું એને તારી બનાવે છે." મોહિનીના પપ્પા પણ ગુસ્સે થઈ જાય છે, તેઓ મોહિનીનો હાથ પકડીને તેને લઈને ત્યાથી નીકળી જાય છે.
મોહિની રડતા રડતા તેના પપ્પા પાછળ ચાલતી થાય છે, ઘરે પોહચીને મોહિનીના પપ્પા મોહિનીને પૂછે છે," તને ખબર હતી તો પણ તે મને કંઈ કહ્યું કેમ નહીં કે વિવાન માધવગઢનો રાજકુમાર છે??"
"હું તમને પહેલેથી કહી દેત તો તમે ક્યારેય મળવા માટે તૈયાર ના થાત એટલે નોહતું કહ્યું."
"વાત છુપાવીને પણ શું ફાયદો થયો તને? આપણે જ આપણી બેઇજ્જતી કરાવવા ગયા એવુ થયું."
"પપ્પા વિવાન સારો છોકરો છે, શુ આપણે એ દુશ્મની ભૂલીને નવી શરૂઆત ના કરી શકીએ."
"ક્યારેય નહીં અને હવે તું પણ એને ભૂલી જા.."
"હું એને ભૂલી જાવ એ પણ ક્યારેય નહીં બને.." મોહિની રડતા રડતા એના રૂમમાં જતી રહે છે.
મોહિનીનું આ વાક્ય સાંભળી અજિત રાઠોડ કઈક વિચારમાં પડી જાય છે, થોડીવાર કઈક વિચાર કર્યા પછી તેઓ એક ફોન લગાવે છે અને અમુક સૂચનો આપે છે, વાત પતાવ્યા પછી તેઓ તેમના રૂમમાં જતા રહે છે.
તેમણે ફોન પર આપેલા સૂચનો પાછળ ઉભેલા મોહિનીના મમ્મી સાંભળી જાય છે અને તેઓ ઘબરાઈ જાય છે, તેઓ તરત દોડતા મોહિની પાસે જાય છે.......
(ક્રમશઃ)
ફ્રેન્ડ્સ, વિવાન સાથે થયેલી બોલાચાલીના લીધે હવે શું થશે? શું વિવાન અને મોહિનીના સંબંધનો અંત આવી જશે? અજિત રાઠોડે કોને ફોન લગાવ્યો હતો? એમને કેવા સૂચનો આપ્યા? ફોનની વાત સાંભળીને મોહિનીના મમ્મી કેમ ગભરાઈ ગયા??
આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ...
આપના પ્રતિભાવ મારા માટે મૂલ્યવાન છે તો સ્ટોરી વાંચીને આપના પ્રતિભાવ જરૂરથી આપશો..
આપ આપના પ્રતિભાવ 8866862657 પર પણ આપી શકો છો.
Thank you.
-Gopi kukadiya