એક કદમ પ્રેમ તરફ
પાર્ટ 8
( આગળના ભાગમાં આપણે જોયું કે કરણની મદદ વડે પોલીસ શહેરમાં ડ્રગ્સ સપ્લાઈ કરતી ગેંગને પકડી લે છે, કોલેજમાં એન્યુઅલ ફંકશનમાં મોહિનીના પિતા અજિત રાઠોડ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપે છે, વિવાન પણ એક સોન્ગ ગાય છે, પ્રોગ્રામ પૂરો થયા પછી એન્કર વીનર ના નામ એનાઉન્સ કરે છે. )
હવે આગળ…
એન્કર ગાયન સ્પર્ધાના વીનરનું નામ જાહેર કરે છે,“ ગાયન સ્પર્ધાના વીનર છે વિવાન ચૌહાણ…”
વિવાનનું નામ એનાઉન્સ થતા જ બધા તાળીઓનો ગડગડાટ કરે છે અને ચિચિયારીઓ પાડે છે, વિવાન સ્ટેજ પર આવી પોતાનું ઇનામ ગ્રહણ કરે છે અને એક નજર મોહિની તરફ નાખે છે, મોહિની ખૂબ જ ખુશ દેખાય છે.
વિવાન ઇનામ લઈને નીચે આવે છે ત્યારે બધા જ તેને કોંગ્રેચ્યુલેશન કહે છે.
“ તારો વોઇસ તો મસ્ત છે, અમને તો આજે ખબર પડી” સાહિલ વિવાનને બધાઈ આપતા કહે છે.
“હા યારર.. આજ સુધી તો તે અમને કહ્યું પણ નહીં કે તું આટલું સરસ ગાય છે” મોહિની પણ વિવાનને કહે છે.
“એવું કંઈ નથી, બસ એમ જ ક્યારેક ગાઇ લઉ છું” વિવાન જવાબ આપતા કહે છે.
“એની વે,યુ હેવ અ નાઇસ વોઇસ…” વિધિ પણ વિવાનને કોમ્પ્લીમેન્ટ આપે છે.
આખું ફંકશન પૂરું થયા પછી વિવાન, મોહિની, વિધિ અને સાહિલ એક રેસ્ટોરન્ટમાં સેલિબ્રેશન કરવા જાય છે, તેઓ બધા સાથે મળીને ખૂબ જ મસ્તી કરે છે કારણ કે હવે તો વેકેશન પછી જ તે બધા મળવાના હતા.
***
વિવાન ફરીથી પોતાના જુના કામે લાગી જાય છે, એન્યુઅલ ફંક્શનની તૈયારીના કારણે આ કામ સાઈડમાં જ રહી ગયું હતું, તેને અમુક વાતો જાણવા મળી હતી જે તેને બુકમાં વાંચી હતી પણ અમુક વાતો હજુ પણ તેના માટે રહસ્ય હતી.
સૌપ્રથમ તો તેણે હવે તે બોક્સમાંથી ગાયબ થયેલી તલવાર વિશે માહિતી એકત્ર કરવાનું નક્કી કર્યું, પણ તેના માટે તેને કઈક અલગ પ્લાન કરવાની જરૂર લાગી કારણ કે હવેલીના તો કોઈ નોકર તેને તે માહિતી સીધી રીતે આપે તેમ ન’હોતાં.
તે કઈ રીતે આગળ વધવું તેના વિશે જ વિચારતો હતો ત્યાં જ તેનો સેલફોન રણકી ઉઠ્યો, વિવાને તરત જ કોલ રિસીવ કર્યો કારણ કે તે કોલ તેની મોમ નંદનીનો હતો.
“હેલો મોમ…” વિવાન ઉત્સાહથી બોલે છે.
“હેલો બેટા… કેમ છે તું? ....વેકેશન પડી ગયું?....”
“હા… હજુ બે દિવસ પહેલા જ પડ્યું…..”
“તો ઘરે ક્યારે આવે છે??… આ વખતે હું તારું કઈ જ સાંભળવાની નથી, તારે લંડન આવવું જ પડશે” નંદની ઠપકા અને નારાજગીના સુરમાં કહે છે.
“સારું….. તમે આટલો આગ્રહ કરો છો તો આવી જઈશ, આમ પણ મારે ડેડને મળવું છે.” વિવાન તેના મોમને પ્રોમિસ કરે છે.
“તું વહેલી તકે ઘરે આવી જા…હું તારી રાહ જોઇશ…” નંદની વિવાન ઘરે આવવા માની ગયો તેથી ખુશ થાય છે.
“ok…. મોમ… ટેક કેર….”
નંદની સાથે વાત કર્યા પછી વિવાન ફ્લાઈટનું બુકીંગ કરાવે છે, તેને પણ ઘરે જવાની ઉતાવળ છે જેથી તે તેના ડેડને મળીને માધવગઢ વિશે વાત કરી શકે.
તેની ફ્લાઈટની ટીકીટ ત્રણ દિવસ પછીની છે પણ આ ત્રણ દિવસમાં તેને અહીં પણ અમુક કામ પતાવવાના હોય છે કારણ કે તે જાણે છે કે એક વાર ઘરે ગયા પછી તેના મોમ તેને કોલેજ શરૂ થાય તે પહેલાં આવવા નહીં દે.
આથી તે તેના ફ્રેન્ડસને એકવાર મળીને જ જવાનું વિચારે છે, તે મોહિની, વિધિ અને સાહિલને કોન્ફરન્સ કોલ કરીને તેમની સાથે વાત કરે છે અને ઘરે જ બધા સાથે મળવાનું ગોઠવે છે.
સાંજે બધા વિવાનના ઘરે ભેગા મળીને પાર્ટી કરે છે અને એન્જોય કરે છે. લાસ્ટમાં બધા એકબીજાના કોન્ટેક્ટ્સમાં રહેવાનું નક્કી કરીને છુટા પડે છે.
***
વેકેશન હોવાથી મોહિની ઘરે તેની મમ્મી પાસે બેસીને ગૂંથણી શીખતી હોય છે ત્યારે જ વિવાનનો કોલ આવે છે.
“મોહિની મારે તને મળવું છે, તું બહાર આવી શકીશ?” વિવાન સીધુ જ મોહિનીને પૂછી લે છે.
“પણ આમ અચાનક શું થયું? કઈક વાત તો કર…”
“હું તને મળીને બધું જ કહીશ, તારાથી અવાશે કે નહીં?”
“સારું સારું આવું છું, ક્યાં મળવું છે?”
“આપણી કોલેજ પાસે જે કોફી શોપ છે ત્યાં આવ, હું પણ ત્યાં પોહચુ છું…”
“ ok…. હું અડધા કલાકમાં આવું…” વાત પતાવીને મોહિની ઝડપથી તૈયાર થઈને કોફી શોપ પર પોહચે છે.
વિવાન પણ ત્યાં આવી ગયો હોય છે, મોહિની જ્યાં વિવાન બેઠો છે તે ટેબલ પાસે જાય છે, મોહિનીને સામેથી આવતા જોઈ વિવાનનું દિલ ધબકવાનું ભૂલી જાય છે.
મોહિની સ્કિનટાઈટ સ્કાયબ્લુ જીન્સ અને ગ્રીન ક્રોપ ટોપમાં ખૂબ જ સુંદર દેખાતી હોય છે, તેના હેરને પોની કરીને બાંધેલા હોય છે, ચહેરા પર લાઈટ મેકઅપ સાથે તે ખુબસુરત દેખાઈ છે.
મોહિની પાસે આવીને વિવાનની સામે બેસી જાય છે ત્યાં સુધી વિવાન તેને જોયા કરે છે, મોહિની ચપટી વગાડીને તેને પૂછે છે, “શુ જુએ છે?”
“તને….”
“હં?.....”
“મતલબ યુ લૂક બ્યુટીફૂલ…..”
“થેન્ક્સ… કેમ આમ અચાનક મને મળવા બોલાવી?... ઇસ એવરીથીંગ ઓલરાઈટ?..”
“હા બધું જ બરાબર છે, મેંતો અમસ્તા જ મળવા બોલાવી હતી… બોલ શુ લઈશ?” વિવાન હસતા હસતા તેને કહે છે.
“ઓહહ… હું તો ગભરાઈ ગઈ હતી…” મોહિની રિલેક્સ થતા કહે છે.
વિવાન વેઇટરને બોલાવી ઓર્ડર આપે છે અને તેને ઇશારામાં કશુંક સમજાવે છે, વેઇટર જાય પછી થોડીવારમાં રોમેન્ટિક બેકગ્રાઉન્ડ સોંગ્સ સ્ટાર્ટ થાય છે.
સોન્ગ સાંભળીને મોહિની ખુશ થઈ જાય છે કારણ કે તેનું ફેવરિટ સોન્ગ વાગતું હોય છે, મોહિની અને વિવાન આડીઅવળી કોલેજની વાતો કરતા સમય પસાર કરે છે, થોડીવારમાં વેઈટર કોફીના બે મગ મૂકી જાય છે જેના પર હાર્ટ શેપ ડેકોરેટ કરેલો હોય છે.
મોહિની આ જોઈને આશ્ચર્યથી વિવાન સામું જુએ છે અને તે જ સમયે તેના આશ્ચર્યમાં વધારો કરતા વિવાન તેની સામે ઘૂંટણિયે બેસીને તેને રેડ રોઝીસનો બુકે આપતા કહે છે,“ મોહિની I love you….. will you love me??....”
મોહિની આ જોઈને એકદમ સ્થિર થઈ જાય છે, તે અંદરથી એટલી ખુશ થાય છે કે ઘડીભર તેને સમજ નથી પડતી કે તેને શું કરવું??, વિવાન હજુ એમ જ બેઠો હોય છે, તે ફરીથી મોહિનીને એ જ સવાલ કરે છે અને મોહિની ખુશીથી તેના હાથમાંથી બુકે લે છે અને કહે છે,“યસ… વિવાન… I love you too….”
વિવાન આ સાંભળીને ખુશીથી પાગલ થઈ જાય છે અને મોહિનીને હગ કરવા જાય છે ત્યાં જ એલાર્મના અવાજથી મોહિનીની આંખ ખુલી જાય છે અને તે સફાળી જાગી જાય છે, તે આસપાસ નજર કરે છે ત્યારે તેને ખબર પડે છે કે તે તો પોતાના રૂમમાં જ છે.
મોહિની બેડ પર બેઠાં બેઠાં હસી પડે છે કે અત્યારસુધી તે સપનું જોતી હતી, તેને એલાર્મ પર ગુસ્સો આવે છે કે જો એલાર્મ ના વાગ્યું હોત તો તે હજુ પણ આ મસ્ત સપનું જોઈ રહી હોત.
આખરે સપનાના વિચારો સાઈડમાં મૂકીને તે ફટાફટ તૈયાર થઈ જાય છે, વેકેશન હોવાથી કોલેજ જવાની તો કોઈ ચિંતા નથી હોતી આથી તે શાંતિથી બ્રેકફાસ્ટ કરીને ટીવી જોતા જોતા તેનો સમય પસાર કરતી હોય છે ત્યાં જ તેના ફોનની રિંગ વાગે છે.
સ્ક્રીન પર વિવાનનું નામ જોઈને મોહિનીના મ્હોં પર સ્માઈલ આવી જાય છે, તે કોલ રિસીવ કરે છે,” હાઈ વિવાન…”
“હાઈ…. તું શું કરે છે?...”
“કઈ ખાસ નહિ, ટીવી જોતી હતી…”
“ આજે બપોરે તું ફ્રી છે? મારે તને મળવું છે…”
“હજુ કાલે તો આપણે મળ્યા હતા તારા ઘરે.... ભૂલી ગયો?..”
“હા…. મને યાદ છે…. મારે તારી સાથે મહત્વની વાત કરવી છે.”
“બધું બરાબર તો છે ને?”
“હું મળીને તને બધું કહીશ, તું મળીશ?”
“ok…. ક્યાં મળવું છે?”
“તું ત્રણ વાગે રેડી રહેજે હું તને પિકઅપ કરવા આવીશ….”
વિવાનની સાથે વાત કર્યા પછી મોહિનીની હાર્ટબીટ વધી જાય છે, બધું સપના મુજબ જ બની રહ્યું છે, તે વિચારે છે કે ક્યાંક તેનું સપનું સાચું તો નથી પડવાનું ને…..
(ક્રમશઃ)
દોસ્તો, ગાયબ થયેલી તલવારનું રહસ્ય શુ છે? વિવાન કઈ રીતે તેનું રહસ્ય મેળવશે?? શું મોહિનીનું સપનું સાચું પડશે કે નહીં??
આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ…
આપને આ સ્ટોરી કેવી લાગી તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં….
Thank you.
- Gopi kukadiya