Ek kadam prem taraf - 14 books and stories free download online pdf in Gujarati

એક કદમ પ્રેમ તરફ - 14

એક કદમ પ્રેમ તરફ - 14

(ફ્રેંડ્સ આગળના ભાગમાં આપણે જોયું કે સાહિલ અને વિધિની એંગેજ વેલેંટાઈન ડે પર નક્કી થાય છે અને આખરે એ બન્નેની સગાઈ થઈ જાય છે, વિવાન મોહિનીને લઇને માધવગઢની હવેલી પર આવે છે જ્યાં તેણે મોહિની માટે સરપ્રાઈઝ રાખેલું હોય છે....)

જો તમે આગળના પાર્ટ ના વાંચ્યા હોય તો જરૂરથી વાંચજો...

હવે આગળ.....

વિવાન માધવગઢની હવેલી સામે આવીને ગાડી ઊભી રાખે છે, વિવાન મોહિનીને લઈને હવેલીમાં દાખલ થાય છે.

"આપણે અહિયાં કેમ આવ્યા છીએ??" મોહિની વિવાનને પુછે છે.

"સરપ્રાઈઝ છે તારા માટે...."

વિવાન મોહિનીને લઈને હવેલીના બીજા ભાગમાં આવે છે, તે એક મોટા રૂમમાં આવે છે જ્યાં વિવાનના પૂર્વજોની તસ્વીરો લગાવેલી હોય છે, આખો રૂમ અલગ અલગ કેંડલ્સથી સજાવેલો છે, આખા રૂમમાં ગુલાબ અને મોગરાની સુગંધ પથરાયેલી છે, સેંટરમાં એક મોટા ટેબલ પર વિવાન અને મોહિનીના ફોટાવાળી કેક રાખેલી છે.

આખા રૂમમાં મોહિની અને વિવાનના ફોટોફ્રેમ ચારેતરફ લગાવેલી હોય છે, જેમાં મોહિનીના એ ફોટો હોય છે જે વિવાને મોહિનીની જાણ બહાર છુપાઈને પાડેલા હોય છે, મોહિની તો આ બધું જોઈને આભી બની જાય છે, તે વિવાન સામે જુએ છે તો વિવાન પોતાના બન્ને હાથ ફેલાવીને ઊભો હોય છે, મોહિની દોડતી જાય છે અને તેને હગ કરી લે છે.

"હેપ્પી વેલેન્ટાઇન ડે માય લવ..." વિવાન મોહિનીને હગ કરતાં કહે છે.

"હેપ્પી વેલેન્ટાઇન ડે યુ ટૂ... બટ તે આ બધું ક્યારે કર્યું?? અને આ મારા ફોટોસ, મારી પાસે તો આવા ફોટો પણ નથી, એન્ડ મેઇન તો એ કે આ હવેલીમાં આ બધા માટે તને પરમીશન કેવી રીતે મળી??" મોહિની એકસાથે બધા સવાલ પુછી લે છે.

"અરે શ્વાસ તો લઈ લે દિકુ, હું તને બધું જ કહીશ..." વિવાન મોહિનીથી અલગ થતા કહે છે.

વિવાન અને મોહિની સાથે મળીને કેક કટ કરે છે, પછી વિવાન મોહિની સામે ઘૂંટણ પર બેસીને ડાયમંડ રિંગ તેની સામે ધરે છે અને મોહિનીને પ્રપોઝ કરે છે," વિલ યુ મેરી મી મોહિની???"

મોહિનીની આંખમાં ખુશીના આંસુ આવી જાય છે અને તે "યસ" કહે છે, વિવાન મોહિનીને એ ડાયમંડ રિંગ પહેરાવી દે છે, મોહિની અને વિવાન એકબીજાને ટાઈટ હગ કરે છે.

વિવાન મોહિનીને રૂમમાં રહેલી બધી તસ્વીરોથી પરિચય કરાવે છે અને પોતાનો પણ સાચો પરિચય આપે છે. મોહિની તો આ બધું જોઈને આશ્ચર્ય ચકિત થઈ જાય છે, ત્યારબાદ વિવાન તેને માધવગઢ અને રાજગઢની દુશ્મની વિશે પણ જણાવે છે, મોહિની આશ્ચર્યજનક ભાવોથી બધું સાંભળે છે, છેલ્લે તે પણ એ જ સવાલ પૂછે છે,“એ તલવાર ચોરાઈ નથી તો ક્યાં ગઈ?”

મોહિનીનો સવાલ સાંભળી વિવાન ભૂતકાળમાં સરી પડે છે તેને તેના ડેડે કહેલી વાત યાદ આવી જાય છે,“ એ તલવારના કારણે જ બન્ને રાજ્યો વચ્ચે દુશ્મનીના બીજ પ્રસ્થાપિત થયા હતા અને વર્ષો પછી પણ એ દુશ્મની એવી ને એવી જ રહી હતી.. તું જયારે નાનો હતો ત્યારે તારા પર એકવાર હુમલો કરવામાં આવ્યો હતો આથી મેં નક્કી કર્યું કે હવે આ તલવારને અહીં રાખવી હિતાવહ નથી….

આથી મેં અને મેનેજરે મળીને એક પ્લાન બનાવ્યો અને એ પ્લાન મુજબ અમે જાતે જ એ તલવાર ચોરી કરાવી અને બીજે મૂકી દીધી, અને બહાર વાત ફેલાઈ ગઈ કે એ તલવાર ચોરી થઈ ગઈ… ત્યારબાદ અહિયાનો બધો વહીવટ મેનેજરને સોંપીને અમે લંડન સ્થાયી થઈ ગયા.”

વિવાન આ વાત મોહિનીને જણાવે છે, મોહિની વાત સાંભળીને કહે છે,”હવે મને સમજાયું કે પહેલીવાર જયારે પપ્પાએ માધવગઢ નામ સાંભળીને શા માટે મને અહીં આવવાની ના પાડી…”

“મારે તે ઐતિહાસિક તલવાર જોવી છે, પ્લીઝ વિવાન મને બતાવને?” મોહિનીને એ તલવાર જોવાની ઇચ્છા થતા તે વિવાનને કહે છે.

“ok…. પણ તું એ વિશે કોઈને જણાવતી નહીં…” વિવાન મોહિનીને જણાવે છે.

વિવાન મેનેજર પાસે જઈને જે રૂમમાં એ તલવાર છુપાવેલી હોય તેની ચાવી માંગે છે પણ મેનેજર કહે છે કે તેની ચાવી તો મહારાજા પાસે છે મતલબ કે વિવાનના ડેડ પાસે છે આથી વિવાન પાછો આવે છે અને મોહિનીને એ વાત જણાવે છે.

મોહિની ચિંતાતુર અવાજે વિવાનને પૂછે છે,” વિવાન આપણું શું થશે? આ દુશ્મનીને કારણે આપણે અલગ તો નહીં થઈ જઈએ ને? મને ખૂબ ડર લાગે છે.”

“ તું ચિંતા ના કર દિકું… હું તને મારાથી ક્યારે પણ અલગ નહીં થવા દઉં….” વિવાન મોહિનીને આશ્વાસન આપે છે.

“તું એક કામ કરજે હમણાં ઘરમાં કોઈ વાત ના કરતી, હું પહેલા મારા ઘરે વાત કરીશ, પછી આપણે આગળ વિચારીશું….”

“ ok….” મોહિની સહમત થતા કહે છે.

“ચાલ દિકું હવે જઈશું? પછી તારે લેટ થઈ જશે….”

“હા જઈએ…”

મોહિની અને વિવાન ત્યાંથી નીકળી જાય છે, વિવાન મોહિનીને લઈને એક ગાર્ડનમાં આવે છે.

ગાર્ડનની બાજુમાં એક મંદિર છે બન્ને પહેલા મંદિરે દર્શન કરે છે પછી ગાર્ડનમાં એક શાંત જગ્યા શોધીને બેસે છે, મોહિનીનો હાથ વિવાનના હાથમાં હોય છે અને બન્ને પ્રેમભરી વાતો કરવામાં મશગુલ થઈ જાય છે.

વાતો વાતોમાં સાંજ ક્યાં થઈ જાય છે એ ખબર જ નથી રહેતી, બન્ને ગાર્ડનમાંથી બહાર આવે છે અને સૂર્યાસ્તની મજા લેતા ઘર તરફ જવા નીકળી જાય છે.

* * * * *

કોલેજમાં ફાઇનલ એક્ઝામ્સ ચાલે છે, આજે લાસ્ટ પેપર છે, પેપર પતાવીને બહાર નીકળીને બધા રાહતનો શ્વાસ લે છે કારણ કે આજે એક્ઝામ્સનું બધું ટેંશન દૂર થઈ ગયું.

એક તરફ એક્ઝામ પુરી થઈ જવાની ખુશી છે તો બીજી તરફ બધાથી છુટા પડી જવાનું દુઃખ પણ છે.

મોહિની, વિધિ, વિવાન અને સાહિલ પેપર પૂરું કરીને કેમ્પસમાં મળે છે, આજે લાસ્ટ ડે હોવાથી બધા સાથે નાસ્તો કરવા જાય છે, નાસ્તો કરીને બન્ને કપલ ફરવા નીકળી જાય છે.

સાંજ સુધી તેઓ બધે ફરે છે અને ખૂબ એન્જોય કરે છે, આખરે સાંજ ઢળતા તેઓ થોડી ઉદાસી અને મળતાં રહેવાના વાયદાઓ સાથે છુટા પડે છે.

* * * * *

વેકેશન હોવાથી વિવાન પોતાના ઘરે લંડન જતો રહે છે, પરંતુ તે મોહિની સાથે પણ ટચમાં રહે છે, તેના ડેડનો લંડનમાં મોટેલનો બિઝનેસ છે, તે તેના ડેડ સાથે એ બિઝનેસ સંભાળે છે મતલબ હાલમાં તો તે શીખે છે પણ જ્યારે ટાઈમ મળે ત્યારે મોહિની સાથે વાત કરી લે છે.

એક દિવસ વિવાન જ્યારે તેના ડેડ સાથે હોય છે ત્યારે મોહિનીનો કોલ આવે છે, તે થોડી ચિંતામાં હોય છે, મોહિની વિવાનને જણાવે છે કે “તેના પિતા તેના માટે છોકરો શોધવાની વાત કરી રહ્યા છે.”

“સારું તું ચિંતા ના કર હું ઘરે વાત કરું છું, પછી તને જણાવું.”

ત્યારબાદ થોડી વાતો કરીને મોહિની કોલ મૂકી દે છે, એ સાંજે વિવાન તેના મોમ ડેડ સાથે ડિનર કરવા બેઠો હોય ત્યારે તે પોતાની વાત કહે છે,” મોમ ડેડ હું ઇન્ડિયા કોલેજ કરતો હતો ત્યાં મારી એક ફ્રેન્ડ છે..”

“મોહિની નામ છે ને એનું? અને તું એને પ્રેમ પણ કરે છે..” વિવાનના મોમ વિવાનની વાત વચ્ચેથી જ કાપતા કહે છે.

આ સાંભળીને વિવાન આશ્ચર્ય પામે છે,” તમને આ બધું કેવી રીતે ખબર મોમ?”

“મા છું તારી… એટલી તો ખબર હોય જ ને કે દીકરાનું દિલ ક્યાં લાગ્યું છે, તારા બેડરૂમમાં એનો ફોટો તે છુપાવીને રાખેલો છે તારા ફોટાની પાછળ, તારા મોબાઈલ ના વોલપેપર પર તારો અને એનો ફોટો છે.”

આ બધું સાંભળીને વિવાનના મ્હોં પર એક સ્માઈલ આવી જાય છે, તે પૂછે છે,”તમને કેવી લાગી મોમ?”

“મને પણ ગમી…. રાજકુમારી જેવી દેખાય છે.”

“અરે કોઈ મને પણ બતાવો થનારી વહુને, માં દીકરો એકલા એકલા જ નક્કી કરશો?” વિવાનના ડેડ પણ સહમતીના સુરમાં કહે છે.

આ જોઈને વિવાન ખુશ થઈ જાય છે, તે તેના ડેડને મોહિનીનો ફોટો બતાવે છે, તેના ડેડને પણ મોહિની ગમી જાય છે, તે વિવાનને મોહિનીના પરિવાર વિશે પૂછે છે.

આ સાંભળી વિવાન થોડો ટેંશનમાં આવે છે પણ હિંમત કરીને તે મોહિનીના પરિવાર વિશે બધું જણાવી દે છે.

વિવાનના ડેડ ગંભીર રીતે બધું સાંભળે છે, વિવાનની વાત પૂરી થયા પછી થોડીવાર તેઓ કઈક વિચારે છે પછી વિવાનને પૂછે છે,”શું મોહિનીના ઘરે આ વાતની ખબર છે?”

“ના… મેં તેને ના પાડી છે કે તે હમણાં તેના ઘરે કઈ ના જણાવે..”

“એ તે સારું કર્યુ, જો બેટા વર્ષો જૂની દુશ્મનીના કારણે હું તારી ખુશીઓ છીનવાઈ જાય એ નથી ઈચ્છતો, તારી ખુશીમાં જ મારી ખુશી છે, તું મોહિનીને કહેજે કે તે માત્ર એકવાર મળવા માટે તેના ઘરે સમજાવી દે બાકીનું આગળ આપણે સંભાળી લઈશું.”

“થેંક્યું ડેડ… યુ આર ગ્રેટ…” વિવાન તેના ડેડને ગળે મળે છે અને મોહિનીને આ ખુશખબરી આપવા તેના રૂમમાં જતો રહે છે.

વિવાન મોહિનીને ફોન કરીને તેના મોમ ડેડ સાથે થયેલી બધી વાત જણાવે છે અને કહે છે,”તું તારા ઘરે વાત કર અને માત્ર એકવાર મળવા માટે મનાવી લે, પણ હમણાં તુ બીજી કોઈ વાત ના જણાવતી, એકવાર બન્ને પરિવાર સામસામે આવશે પછી આગળ અમે સાંભળી લઈશું.”

“સારું હું વાત કરું છું, અને પછી તને જણાવું છું…….”

(ક્રમશઃ)

ફ્રેન્ડ્સ, વિવાનના ઘરે તો બધા માની ગયા પરંતુ મોહિની પોતાના ઘરે કેવી રીતે વાત કરશે? શું તેના પપ્પા વિવાનના પરિવારને મળવા માટે તૈયાર થશે??

આ સવાલનો જવાબ આપ પણ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો, તમે તમારો જવાબ મારા કોન્ટેક નંબર 8866862657 પર જણાવી શકો છો.

દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ….

આપના પ્રતિભાવો મારા માટે મુલ્યવાન છે, તો સ્ટોરી વાંચીને આપના પ્રતિભાવ જરૂરથી આપશો….

Thank you.

  • Gopi kukadiya
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED