Ek kadam prem taraf - 7 books and stories free download online pdf in Gujarati

એક કદમ પ્રેમ તરફ પાર્ટ 7

એક કદમ પ્રેમ તરફ

પાર્ટ - 7

( આગળના ભાગમાં આપણે જોયું કે વિવાનને એમિલીનો ઇન્ડિયા આવવા પાછળનો ઈરાદો ખબર પડી જાય છે, કરણ જે મોહિનીનો ભાઈ હોય છે તે ડ્રગ્સની બેગ સાથે પકડાઇ જાય છે, કોઈ કરણની મદદ કરવા તૈયાર નથી થતું ત્યારે કરણ મોહિનીને બધી વાત જણાવે છે, વિવાન ઓફિસર સાથે મળીને કરણને છોડાવવાનો અને ડ્રગ્સ સપ્લાઈ કરતી ગેંગને પકડવાનો પ્લાન બનાવે છે….)

હવે આગળ…

ઓફિસર પોતાનો પ્લાન સમજાવીને કરણને છોડી મૂકે છે, વિવાન કરણ અને મોહિનીને ઘરે મૂકી જાય છે.

બીજા દિવસથી કરણ પણ ઓફિસરે સમજાવેલા પ્લાન મુજબ કામ કરવા લાગે છે, તે સૌથી પહેલા વિકીને મળવા જાય છે, વિકી તેને સામે જોઇને ચકિત થઈ જાય છે,”કરણ…. તું અહીંયા??, તું તો કહેતો હતો કે પોલીસે તને પકડી લીધો છે તો તું છૂટી કેવી રીતે ગયો?”

“એ બધું તું છોડ, હું તારો માલ લઈને આવ્યો છું, હવે એ કે તેને ક્યાં પોહચાડું, પેલા વાળા એડ્રેસ પર જ કે બીજે ક્યાંક?”

“પણ પહેલા તું મને બધું સમજાવ આ કેવી રીતે બન્યું?”

“વાત જાણે એમ છે કે ડ્રગ્સની બેગ મળવાથી પોલીસે મારી પૂછપરછ કરી પણ મેં કઈ જ ના જણાવ્યું એટલે મને પોલીસ સ્ટેશને લઈ ગયા, ડ્રગ્સ અસલી છે કે નકલી તે ચેક કરવા મોકલ્યા પણ લેબના ડૉક્ટર મારી ઓળખાણમાં હોવાથી તેમણે ડ્રગ્સ નકલી છે એવો ખોટો રિપોર્ટ બનાવી આપ્યો જેથી હું બચી ગયો.” કરણ પ્લાન પ્રમાણે બધું કહે છે.

વિકી આ વાતને સાચી માની લે છે અને પોતાનો માલ પોલીસ પાસેથી પાછો આવી જતા ખુશ થઈને કરણને પણ પોતાના ડ્રગ્સના બિઝનેસમાં શામેલ કરી દે છે.

કરણ એ લોકો સાથે મળીને બધી ઇન્ફોર્મેશન મેળવવા લાગે છે અને તેનો રિપોર્ટ પોલીસને આપતો રહે છે, એક મહિનામાં તો કરણ બધાનો વિશ્વાસ જીતી લે છે આથી વિકી તેની સાથે બધી જ વાતો શેર કરવા લાગે છે કે કઈ રીતે તેમનો બિઝનેસ ચાલે છે.

ક્યાંથી માલ આવે છે અને ક્યાં જાય છે તે બધી માહિતી કરણને જણાવે છે અને વાતો વાતોમાં જ કરણને ખબર પડે છે કે તેમનો બોસ આ મહિને અહીં આવવાનો છે, કરણ એ માહિતી પોલીસને આપે છે,” સર… આ ગેંગનો બોસ અહીં આવવાનો છે, અને ગેંગના બધા જ માણસો સાથે મિટિંગ થવાની છે.”

“ક્યારે આવવાનો છે એ બોસ?”

“સર…ટાઈમ અને સ્થળ હજુ નક્કી નથી થયા અને તે ક્યારે આવવાનો છે તે પણ નક્કી નથી, મને પાક્કી માહિતી મળશે એટલે તરત જ તમને જણાવીશ.”

“ok… ધ્યાનથી તારું કામ કરજે, કોઈને શંકા ના જાય તારા પર કે તું અમારો ખબરી છે”

કરણ તેમને આશ્વાસન આપીને વાત પતાવે છે અને પોતાના કામે લાગી જાય છે.

થોડા દિવસ પછી તેને વિકી પાસેથી જાણવા મળે છે કે તેમના બોસ બે દિવસ પછી આવવાના છે અને હોટેલ ગ્રાન્ડ ન્યૂમાં બધાની મિટિંગ મળવાની છે.

બે દિવસ પછી પોલીસની ટીમ સિવિલ ડ્રેસમાં આખી હોટેલ ફરતે ગોઠવાઈ જાય છે અને જેવો બોસ આવે છે કે તરત જ છાપો મારીને આખી ગેંગ સાથે તેને પકડી લે છે.

ઓફિસર કરણને શેક હેન્ડ કરતા કહે છે,”થેંક્યું કરણ…. તારી મદદ વગર અમે આ ગેંગને ના પકડી શક્યા હોત”

વિકી કરણને ઓફિસર સાથે મળેલો જોઈને ગુસ્સે થાય છે, કરણ તેને હસતા હસતા કહે છે,”મેં તને મદદ માટે ફોન કર્યો પણ તે સાવ ના પાડી દીધી, આથી મેં મારો બચાવ કરવા ઓફિસરના પ્લાન પ્રમાણે કામ કર્યું અને તમારી આખી ટીમને પકડવામાં મદદ કરી, આ તો અમારો પ્લાન હતો કે હું અહી પાછો આવું અને અહીંની બધી માહિતી ત્યાં પોહચાડું.”

પોલીસ બધાને પકડીને લોકઅપમાં નાખે છે અને કરણ છૂટી જાય છે, તે આ ખુશખબર મોહિની અને વિવાનને પણ આપે છે અને તેમનો આભાર માને છે, મોહિની પણ આ વાત જાણીને ખુશ થાય છે.

***

ફ્રી લેક્ચર હોવાના કારણે કલાસમાં બધા મસ્તી કરતા હોય છે, મોહિની અને વિવાન પણ સાહિલ અને વિધિ સાથે મસ્તી કરતા હોય છે, આમ જ ધમાલ મસ્તીમાં કોલેજના બે વર્ષ પૂર્ણ થવા આવે છે.

કોલેજમાં એન્યુઅલ ફંક્શનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, વિવિધ પ્રોગ્રામો રાખ્યા છે જેમાં સ્ટુડન્ટ્સએ ભાગ લીધો છે, વિવાન પણ તેમાં ભાગ લે છે, તે પણ પોતાની પ્રેકટીસ સારી રીતે કરે છે.

આખરે એ દિવસ આવી પોહચે છે જેનો બધાને ઇંતજાર હોય છે, એન્યુઅલ ડે ની બધી તૈયારી થઈ ચૂકી છે, કોલેજના હોલમાં ફંકશન રાખેલું છે, સ્ટુડન્ટસ પણ બધા પોતાની જગ્યા પર બેસી જાય છે.

થોડીવારમાં પ્રિન્સીપાલ ફંકશનના ચીફ ગેસ્ટ રાજગઢના મહારાજા અજિત રાઠોડ સાથે પ્રવેશે છે, તાળીઓના ગડગડાટથી તેમનું સન્માન કરવામાં આવે છે ત્યારબાદ પ્રિન્સીપાલના હાથે શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામા આવે છે.

સન્માન વિધિ પત્યા પછી એક પ્રોફેસર ચીફ ગેસ્ટ વિશે ટૂંકમાં બધાને માહિતી આપતા જણાવે છે,”આજના આપણા ફંકશનના ચીફ ગેસ્ટ રાજગઢના મહારાજા અજિત રાઠોડ છે, તેઓ હાલમાં સામાજિક કાર્યો કરી રહ્યા છે અને જરૂરતમંદોને સહાય પણ આપે છે, આપણા માટે એ ખુશીની વાત છે કે તેઓ કોલેજના ટોપ સ્ટુડન્ટસને ફુલ સ્કૉલરશીપ આપી રહ્યા છે, અને તેમની દીકરી મોહિની રાઠોડ પણ આપણી જ કોલેજની સ્ટુડન્ટ છે.” અંતમાં તેઓ ચીફ ગેસ્ટનો અહીં હાજર રહેવા માટે આભાર માને છે.

ચીફ ગેસ્ટ અને પ્રિન્સીપાલ તથા પ્રોફેસર સાથે મળીને દીપ પ્રગટાવે છે ત્યારબાદ સ્વાગત ગીતથી પ્રોગ્રામની શરૂઆત થાય છે, ત્યારબાદ વિવિધ ડાન્સ અને વ્યસન મુક્તિનું મહત્વ સમજાવતું નાટક પણ ભજવવામાં આવે છે, ત્યારબાદ ગાયન સ્પર્ધા શરૂ થાય છે અને વિવાનનું નામ એનાઉન્સ થાય છે.

વિવાનનું નામ એનાઉન્સ થતા વિધિ, સાહિલ અને મોહિની જોરથી તાળીઓ પાડે છે અને વિવાનને ચીયર્સ કરે છે, વિવાન કોર્ડલેસ માઇક અને ગિટાર સાથે સ્ટેજ પર આવે છે અને ગીત ગાવાનું શરૂ કરે છે,

“તું સફર મેરા

હે તું હી મેરી મંજિલ

તેરે બિના ગુઝારા

એ દિલ હે મુશ્કિલ…..

તું મેરા ખુદા

તું હી દુઆ મેં શામિલ

તેરે બિના ગુઝારા

એ દિલ હે મુશ્કિલ….

મુજે આજમાતી હે તેરી કમી

મેરી હર કમી કો હે તું લાઝમી

જુનુંન હે મેરા

બનું મેં તેરે કાબીલ

તેરે બિના ગુઝારા

એ દિલ હે મુશ્કિલ……”

ગીત પૂર્ણ થતાં જ આખા હોલમાં તાળીઓનો ગડગડાટ સંભળાઇ છે, ત્યારબાદ બીજા પણ બે ત્રણ પરફોર્મન્સ પછી પ્રોગ્રામ પૂરો થાય છે અને દરેક ના વીનરનું નામ એનાઉન્સ કરવામાં આવે છે, લાસ્ટમાં ગાયન સ્પર્ધાના વીનરનો વારો આવે છે.

એન્કર વીનરનું નામ એનાઉન્સ કરતા કહે છે,”ગાયન સ્પર્ધાના ફર્સ્ટ વીનર છે…

(ક્રમશઃ)

હવેલીનું રહસ્ય શુ છે? કોણ હશે ગાયન સ્પર્ધાનો વીનર? આ સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ…..

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી તમને કેવી લાગી તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.

Thank you.

-Gopi Kukadiya

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED