એક કદમ પ્રેમ તરફ પાર્ટ-4 Gopi Kukadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક કદમ પ્રેમ તરફ પાર્ટ-4

એક કદમ પ્રેમ તરફ – 4

(આગળના ભાગમાં આપણે જોયું કે સાહિલ વિધિને પોતાના દિલની વાત કહે છે અને વિધિ તેનો સ્વીકાર કરે છે, વિવાન માધવગઢની હવેલીની મુલાકાતે જાય છે જ્યાં તેને અવનવી માહિતી મળે છે, વિવાનને કોઈ એવી તસ્વીર જોવા મળે છે જેને જોઈને તે ચોંકી જાય છે, સાહિલ, વિધિ, મોહિની અને વિવાન મુવી જોવા જવાનો પ્લાન બનાવે છે, કલાસમાં પ્રોફેસર તેમના પરિણામ આવવાની જાહેરાત કરે છે.)

હવે આગળ…

કોલેજમાં નોટીસબોર્ડ પાસે સ્ટુડન્ટસની ભીડ જામેલી છે કારણકે આજે તેમનું ફર્સ્ટ ટર્મની પરીક્ષાનું રીઝલ્ટ આવ્યું છે, મોહિની, વિધિ, સાહિલ અને વિવાન પણ તેમનું રિઝલ્ટ જોવા નોટીસબોર્ડ પાસે જાય છે.

વિવાન ટોપ ફાઈવમાં આવ્યો છે, તેને ડિસ્ટીનક્શન મળ્યું છે, જ્યારે મોહિની, વિધિ અને સાહિલ ને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે.

બધાનું રિઝલ્ટ સારું આવ્યું હોવાથી બધા ખૂબ જ ખુશ છે, પરંતુ વિધિ ઉદાસ છે, તેને ઉદાસ જોઈને મોહિની, સાહિલ અને વિવાન મનમાં જ હસે છે.

વિધિ મનમાં ગુસ્સે થાય છે,”હું આજે આટલી સુંદર તૈયાર થઈને આવી છું પણ કોઈ મને કંઈ પૂછતું જ નથી, અને સાહિલ પણ મારા પર કઈ ધ્યાન નથી આપતો.”

વિધિ સાહિલને ઈશારા પણ કરે છે પરંતુ સાહિલ કઈ ખબર જ ના હોય તેમ તેને ઇગનોર કરે છે, તેથી વિધિને વધુ ગુસ્સો આવે છે. આથી તે બધા સાથે ઓછું બોલે છે.

લેક્ચર પુરો થયા પછી વિવાન અને સાહિલ મોહિનીને ઈશારો કરીને નીકળે છે, મોહિની પણ થોડીવાર પછી વિધિને લઈને નીકળે છે, તે ઘરે જવાને બદલે વિધિને લઈને એક કેફે પર જાય છે, વિધિ પ્રશ્નાર્થ ભાવે મોહિની સામે જુએ છે, મોહિની તેને જવાબ આપતા કહે છે,”ચાલ અંદર જઈએ”

તેઓ અંદર પ્રવેશે છે પણ અંદર બધે જ અંધારું છે, મોહિની વિધિનો હાથ પકડીને તેને એક ટેબલ પાસે લઈ જાય છે, જેવી વિધિ ત્યાં પોહચે છે કે તરત તેના પર ગુલાબની પાંખડીઓની વર્ષા થવા લાગે છે, બધા એકસાથે તેને “હેપ્પી બર્થડે વિધિ” કહે છે અને સાથે જ રોશની થાય છે.

વિધિ આ સરપ્રાઇઝ થી એકદમ ખુશ થઈ જાય છે, તે આશ્ચર્યથી બધા સામે જુએ છે, મોહિની તેને બધું જણાવે છે, ”અમને ખબર હતી કે આજે તારો બર્થડે છે, પણ તને સરપ્રાઈઝ આપવા માટે જ અમે સવારથી કઈ ખબર ના હોય તેવું નાટક કરતા હતા, આ બધું પ્લાનિંગ સાહિલનું છે.”

વિધિ પ્રેમથી સાહિલ સામે જુએ છે અને દોડીને તેને ભેટી પડે છે સાહિલ પણ તેને પોતાના આલિંગનમાં સમાવી લે છે.

“હેપ્પી બર્થડે માઇ લવ એન્ડ સોરી તને ઇગનોર કરવા માટે બટ તને સરપ્રાઈઝ આપવા માટે જ મારે એવું કરવું પડ્યું, તું ખૂબ જ સુંદર લાગે છે બકુ” સાહિલ વિધિના કાનમાં કહે છે.

“થેંક્યું ડિયર, હું ખૂબ જ ખુશ છું, I love you”

“ I love you to બકુ”

ત્યારબાદ તેઓ સાથે મળીને કેક કટિંગ કરે છે અને બર્થડે સેલિબ્રેટ કરે છે, સાહિલ વિધિને એક સુંદર બ્રેસલેટ ગિફ્ટ કરે છે અને પોતાના હાથે જ વિધિને પહેરાવે છે.

મોહિની અને વિવાન પણ વિધિને ગિફ્ટ આપે છે, વિવાનને એક કોલ આવતા તે ત્યાંથી નીકળી જાય છે, મોહિની પણ બન્ને લવ બર્ડ્સને એકલા મૂકીને જતી રહે છે.

***

બે પહેલવાન જેવા માણસો એક છોકરાને પકડીને એક જર્જરીત મકાનમાં પ્રવેશે છે, મકાનના એક રૂમમાં આવીને તેમાંથી એક માણસ સામે બેઠેલા આદમીને સંબોધીને કહે છે,” ભાઈ આપને જીસે લાનેકો બોલા થા હમ ઉસે લે આયે”

પેલા છોકરાના હાથ બાંધેલા છે અને આંખે પટ્ટી બાંધી છે, તેના પર નજર નાખીને શોએબભાઈ એ પહેલવાન જેવા માણસને તેના હાથ છોડવા અને આંખેથી પટ્ટી ખોલી નાખવા કહે છે.

હાથ છૂટતાં અને આંખ આગળથી પટ્ટી દૂર થતાં તે યુવક શોએબને પૂછે છે,” મને કેમ અહીંયા લાવ્યા છો?” શોએબ ગુસ્સાથી તેને પૂછે છે,” પૈસે કહા હે?

“મારી પાસે પૈસા નથી”

“દેખ લડકે, હમેં પતા હે કી તેરા બાપ બહુત પૈસેવાલા હે, અગર તુને પૈસે નહીં લૌટાએ તો સલીમભાઈ કા નામ તો તું જાનતા હી હોગા…..”

“જાને દો ઇસે..” શોએબ તેના એક માણસને કહે છે.

“ઇસ લડકે પર નજર રખના, હમારે હાથસે છૂટના નહિ ચાહિયે” શોએબ હુકમ આપતા કહે છે.

***

વિવાન એમિલીને લેવા મુંબઇ પોહચે છે, વિધિની બર્થડેમાં એમિલીનો જ ફોન આવ્યો હોય છે જેથી વિવાન ત્યાંથી નીકળી જાય છે, અને એમિલીને લેવા માટે નીકળી જાય છે.

એરપોર્ટ પર એમિલીને જોઈને વિવાન ખુશ થાય છે, તે એમિલીને ગળે મળે છે અને પૂછે છે, “તુમ યહાઁ એસે અચાનક?”

“ હા… તુમ્હારી યાદ આ રહી થી ઇસિલિયે યહા ચલી આઈ”

“ પર તુમ્હે કેસે પતા કી મેં યહા પઢાઈ કે લિયે આયા હું, મેને તો તુમ્હે નહિ બતાયા” વિવાન આશ્ચર્ય સાથે પૂછે છે.

“ તો ક્યાં હુઆ અગર તમને નહિ બતાયાં, મેને તો તુમ્હે ઢુંઢ હી લિયા ના…”

“ ok, ચલો અબ ચલતે હે”

વિવાન એમિલીને લઈને ઘરે આવે છે, વિવાનનો ફ્લેટ મોટો હોય છે, તેથી એમિલી પણ તેની સાથે જ રહે છે.

વિવાન એમિલીને તેનો રૂમ બતાવી જતો રહે છે, એમિલી તરત જ કોઈને કોલ લગાવે છે,” મેં યહા પહુચ ગઈ હું, ઔર મેં ઉસકે સાથ હી હું, આપકા કામ હો જાયેગા” ફોન પર વાત પતાવીને તે એક રહસ્યમયી સ્મિત કરે છે.

સવારે એમિલી ઉઠે છે ત્યારે વિવાન કોલેજ જતો રહ્યો હોય છે, તે આ મોકાનો ફાયદો ઊઠાવીને વિવાનના રૂમમાં જાય છે અને બધું ચેક કરે છે પણ તેને કઈ મળતું નથી, તે નિરાશ થઈને વિવાનના પાછા આવવાની રાહ જોવા લાગે છે.

બીજા દિવસે વિવાન એમિલીને પણ સાથે કોલેજ લઈને જાય છે, તેના બધા ફ્રેન્ડ્સને મળાવવા માટે, “આ મારી ફ્રેન્ડ એમિલી છે, લંડનથી અહીંયા મને મળવા અને ફરવા માટે આવી છે” તે એમિલી સામે જોઇને કહે છે, “ એમિલી યે મેરી ફ્રેન્ડ મોહિની ઓર વિધિ હે ઓર યે મેરા દોસ્ત સાહિલ હે” વિવાન બધાનો ઈન્ટ્રો આપતા કહે છે.

બધા એમિલીને મળીને ખુશ થાય છે, બધા આખો દિવસ સાથે ફરે છે અને એમિલીને તેમનું સિટી બતાવે છે, છુટ્ટા પડતી વખતે મોહિની સહજતાથી જ એમિલીને પૂછે છે,” તુમ કૌનસી હોટેલમેં રુકી હો?”

“ મેં કોઈ હોટેલમે નહીં રુકી, મેં વિવાનકે સાથ હી રહ રહી હું”

આ સાંભળીને મોહિનીને ખરાબ લાગે છે અને તેને એમિલી માટે મનમાં ઈર્ષ્યા થાય છે, તેને પોતાને પણ ખબર નથી પડતી ક તેને આ વાતનું ખરાબ શા માટે લાગી રહ્યું છે.

ત્યારબાદ બધા એકબીજાને બાય કહીને ઘરે જાય છે.

***

વિવાન સુતા સુતા માધવગઢની હવેલીમાં જોયેલી તસવીરો વિશે વિચાર કરે છે કે જો એ તસવીરોમાં જે દેખાઈ છે તે સાચું છે તો પછી એ બધું તેનાથી શા માટે છુપાવવામાં આવ્યું છે, વિવાન ફરીથી એ હવેલીની મુલાકાત કરવાનું નક્કી કરે છે.

બીજા દિવસે તે એમિલી અને તેના બધા ફ્રેન્ડ્સ ગ્રુપને લઈને એ હવેલી જોવા નીકળે છે.

“વિવાન તું અમને બધાને ક્યાં લઈ જાય છે એ તો કે..” મોહિની વિવાનને પૂછે છે, સાહિલ અને વિધિ પણ તેને એ જ સવાલ કરે છે.

“આપણે બધા એક હવેલીની મુલાકાતે જઈએ છીએ” વિવાન કાર ડ્રાઈવ કરતા કરતા જવાબ આપે છે.

“ઓહહ.. વાઉ… મુજેભી એસી જગહ દેખના બહુત અચ્છા લગતા હે” એમિલી ખુશ થઈને કહે છે.

અડધી કલાક પછી બધા મધવગઢની હવેલીની સામે ઊભા હોય છે, તેઓ હવેલીમાં આવેલા મ્યુઝિયમ જોવા જાય છે, એમિલી વિવાનનો હાથ પકડીને તેને અંદર ખેંચી જાય છે, બીજા બધા પણ તેની પાછળ પાછળ અંદર જાય છે.

“વિવાન તને આ હવેલી વિશે કેવી રીતે ખબર પડી?” સાહિલ વિવાનને પૂછે છે.

“મેં આ હવેલી વિશે એક બુકમાં વાંચ્યું હતું, હું તો પહેલા એકવાર અહીંયા આવી ગયો છું, આજે ખાસ એમિલી અને તમને બધાને બતાવવા માટે લાવ્યો છું”

વિવાનની વાત સાંભળીને બધા હવેલી જોવામાં મશગુલ થઈ જાય છે, બધા હવેલી જોવામાં વ્યસ્ત છે એ જોઈને વિવાન પેલા રૂમ તરફ જવા લાગે છે જ્યાં તેને પેલી તસવીરો જોઈ હતી.

વિવાન એ રૂમમાં પોહચીને ફરી એકવખત એ તસવીરો ધ્યાનથી જુએ છે અને મોબાઈલમાં તેના ફોટા પાડી લે છે.

“તમે અહીંયા શું કરો છો? કોઈને પણ અહીંયા આવવાની મનાઈ છે” મેનેજરનો અવાજ સાંભળીને વિવાન પાછળ ફરે છે, વિવાનને જોઈને મેનેજરના ચહેરાના ભાવો બદલાઈ છે.

“સોરી, હું તો બધું જોતા જોતા આ તરફ આવી ગયો હતો” વિવાન પેલી તસ્વીરો તરફ જોઈને પૂછે છે,” આ તસ્વીરો અહીંના રાજાઓની હશે ને? એમના નામ શુ છે?”

મેનેજર વિવાનને તે બધાના નામ કહે છે, જેને સાંભળીને વિવાનને પાકી ખાત્રી થઈ જાય છે, વિવાન વધુ માહિતી મેળવવા મેનેજરને પૂછે છે,” અત્યારે તેઓ ક્યાં રહે છે?” પરંતુ મેનેજર તેને એ માહિતી આપવાની ના પાડતા કહે છે,” અમે કોઈને તેમની મરજી વગર તેમની પર્સનલ માહિતી ના આપી શકીએ”

આ સાંભળીને વિવાન ત્યાંથી તેના ફ્રેન્ડ્સ પાસે આવે છે, બધાએ મ્યુઝિયમ જોઈ લીધું હોવાથી તેઓ ત્યાંથી બહાર આવે છે, મોહિનીને એક પથ્થરની ઠેસ વાગતા તે પડે છે અને તેનો પગ મચકોડાઈ જાય છે.

વિવાન દોડીને મોહિનીને ઉભી કરવા જાય છે પણ મોહિનીને પગમાં ખૂબ જ દુખતું હોવાથી તે ઉભી નથી થઈ શકતી અને તેનાથી ચીસ પડાઈ જાય છે.

મોહિનીની ચીસ સાંભળીને હવેલીના કામદારો પણ બહાર આવીને શુ થયું એ જોવા લાગે છે, “અહીંયા આજુબાજુમાં કોઈ ડોક્ટર છે?” વિવાન તેમને પૂછે છે.

“ અહીંયાથી થોડા આગળ એક દવાખાનું છે” એક નોકર જવાબ આપે છે.

“મોહિની ઉભા થવાની કોશિશ કર આપણે દવાખાના સુધી તો જવું પડશેને”

“ના વિવાન મારાથી ઉભું નહિ થવાય, બોવ જ દુખે છે” મોહિની રડમસ અવાજે જવાબ આપે છે.

આ સાંભળીને બધા વિચારમાં પડે છે હવે શું કરશું, ત્યાં જ વિવાન મોહિની પાસે જાય છે અને મોહિનીને આંખ બંધ કરવા કહે છે, મોહિની તેને સવાલ કરતા કહે છે,”પણ કેમ?”

વિવાન તેને જવાબ આપવાને બદલે તેને ઊંચકી લે છે અને ગાડી તરફ ચાલવા લાગે છે, મોહિની વિવાનનાં ગળા ફરતે હાથ વીંટાળી દે છે, તે વિવાન સામે જુએ છે તેને કઈક અલગ જ મહેસુસ થાય છે અત્યારે, વિવાન તેને આગળની સીટ પર બેસાડે છે અને દવાખાને લઈ જાય છે.

ડોકટર તેને પેઇનકિલર આપે છે જેથી મોહિનીને થોડી રાહત થાય છે, ત્યારબાદ બધા માધવગઢથી નીકળે છે.

“મોહિની તારા ઘરનું એડ્રેસ આપ, હું તને ઘરે મૂકી જઈશ” વિવાન મોહિનીને કહે છે.

“ના વિવાન હું જતી રહીશ, પેઇનકિલર લેવાથી હવે મને સારું છે, અને આમ પણ મારી એકટીવા કોલેજ પર છે”

વિવાન તેના મોં પર આંગળી મુકતા કહે છે,”હું તને આવી હાલતમાં એકલી નહીં જવા દઉં, તારી ગાડી સાહિલ પોહચાડી દેશે”

વિવાનના આગ્રહથી મોહિની આગળ કઈ બોલતી નથી અને વિવાન બીજા બધાને મુકીને તેને પણ ઘરે મૂકી જાય છે. મોહિની તેને અંદર આવવા કહે છે પણ વિવાન ના પાડે છે.

“તું મને મુકવા અહીંયા સુધી આવે અને એમજ પાછો જતો રે તે ના ચાલે તારે આવવું જ પડશે”

મોહિનીની જીદ સામે હાર માનીને વિવાન મોહિનીના આલીશાન મહેલમાં પ્રવેશે છે, મોહિનીને વિવાનના સહારે અંદર આવતા જોઈને ત્યાં કામ કરતા નોકરો દોડીને આવે છે અને દીદીને શુ થયું તે પૂછવા લાગે છે.

મોહિનીને બધા દીદી કહીને જ બોલાવતા હોય છે, મોહિની વિવાનને બેસવા માટે કહે છે અને તેના માટે પાણી લાવવા કહે છે.

એટલીવરમાં મોહિનીના મમ્મી પ્રભાદેવી પણ ત્યાં આવે છે અને મોહિનીને શુ થયું તે પૂછે છે, મોહિની જવાબ આપતા કહે છે,” પગમાં મોચ આવી ગઈ છે, ચિંતાની વાત નથી, આ મારો ફ્રેન્ડ વિવાન છે એણે જ મારી મદદ કરી છે એટલે હવે સારું છે”

વિવાને મોહિનીને મદદ કરી એ સાંભળીને પ્રભાદેવી વિવાનનો આભાર માને છે,”થેંક્યું બેટા, તે મોહિનીની મદદ કરી”

“અરે… આંટી એમાં આભાર ના માનવાનો હોય એ તો મારી ફરજ છે, તમારે તો આશીર્વાદ જ આપવાના હોય”

“હવે આવ્યો છે તો જમીને જ જજે”

“ના ફરી ક્યારેક, અત્યારે મારે નીકળવું પડશે, એક ફ્રેન્ડ મારી વેઇટ કરે છે”

પ્રભાદેવી ફરી આવવાનું વચન લઈને જ વિવાનને જવા દે છે, વિવાનના ગયા પછી તે મોહિનીને કેવી રીતે મોચ આવી તે પૂછે છે.

મોહિની જવાબ આપતા કહે છે,”અમે માધવગઢની હવેલી જોવા ગયા હતા ત્યાં એક પથ્થરની ઠેસ વાગતા હું પડી ગઈ અને મોચ આવી ગઈ”

સામેથી આવતા મોહિનીના પિતા અજિત રાઠોડ માધવગઢનું નામ સાંભળી ત્યાં જ સ્થિર થઈ જાય છે…….

(ક્રમશઃ)

ફ્રેન્ડ્સ, શોએબના માણસો કોને પકડીને લઈ આવ્યા હોય છે? તે તેની પાસે શાના પૈસા માંગતા હોય છે? એમિલી શા માટે અચાનક જ લંડનથી અહીંયા વિવાન પાસે આવી છે? તે ફોન પર કોની સાથે વાત કરતી હતી અને તેનો ઈરાદો શુ છે? મેનેજર સાથે વાત કર્યા પછી વિવાનને કઈ વાત ની ખાત્રી થઈ જાય છે? માધવગઢનું નામ સાંભળીને અજિત રાઠોડ કેમ સ્થિર થઈ જાય છે?

આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ….

સ્ટોરી વાંચ્યા પછી સ્ટોરી તમને કેવી લાગી તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ…

Contact, Facebook- Gopi kukadiya

Thank you,

  • Gopi kukadiya.