Haasya natak - Karmo nu Merit books and stories free download online pdf in Gujarati

હાસ્ય નાટક - કર્મો નું મેરિટ

હાસ્ય નાટક:- કર્મો નું મેરિટ 

પાત્રો:- 1) નિલય 2) સુમિત 3)ભૂરો 4)બકો 5)ઈંદ્રદેવ 6)ડૉક્ટર  

(સ્થળ- સિવિલ હોસ્પિટલ , વાર્ડ નંં.17 પહેલો પલંગ , ત્રણેય એકદમ ઉદાસ ચેહરે ભૂરા સામે દેખી રહ્યા હતા ..)

નિલય: બકા,આ બધું હું થઈ જ્યું યાર ..જો આપડૉ વાલોં આપડી              હામેય નહીં જોતો..
સુમિત: મને તો એમ થાય હે કે .. આની હારે હુંય વયો ગ્યો હોત 
બકો: અલ્યા.. આ હું ભૂરા ની આંખ તો હાલેસે..
નિલય: હું વાત કરે લ્યા બકા ..તું ..
સુમિત: એવું કેમનું બને બકા ..
બકો: બોલાવો..બોલાવો દાક્તર સાહેબની બોલાવો ..
નિલય: જો સુમલા .. ઇ નો હાથ એ હાલેસ.. બાપ ..
સુમિત: હે .. ભગવાન ..
બકો: અમણા ભગવાન ની કા માંડેશ ...દાક્તર ને બોલાવની ..
નિલય: આયા.. આયા .. દાક્તર સાહેબ આયા .. હટો લ્યા બધા આમના ..
બકો: હું સાહેબ તમેય .. એટલીય ભાન નહીં રેતી કે મોણહ જીવે કે વયો ગ્યો .. એમ જોતે જ તમે ગમે ઇ કઈ દો એમ .. 
દાક્તર : બકાભાઈ ..મેં એકલાય નહીં .. અમારી આખી ટીમે તેમને મ્રુત જાહેર કરયા તા ..
સુમિત:તો સાહેબ , આની આંખ અને હાથ તો હાલે ઇ ..
દાક્તર : ચમત્કાર હશે..ભગવાન નો ..
( ભૂરો પડ્યો પડ્યો કંઈક બોલવા માંગે છે )
બકો: બોલ બોલ ભૂરા .. હું કેવું સે તારે ? જલ્દી કે .. નહીંતર ભગવાન બીજો ચમત્કાર ના કર દે .. 
ભૂરો: બ....બ ...બ ... બધું બદલાય ગ્યું સ..
દાક્તર: અરે .. એમને થોડું પાણી પાવ ..અને થોડા comfortable થવા દો ..પછી વાત કરજો એમની સાથે ..
બકો: ઇ હવ બધું comfort જ શી .. પોતને તો દર્દી જીવતો હે કે મર્યો એની ભાન નહીં પડતી ..ની આંય ઊભા ઊભા અંગરેજી ઝાડવું સે ..જાતું રેહવું તું ને અંગ્રેજો ભેગું .. બવ ગમે સે તે .. આ મારા હાડા અંગ્રેજો વયા ગ્યા પણ અંગ્રેજો ની પૂંશડીઓ શોડિ ગ્યા .. ઘહી અંગરેજી ને તો આપડે ..
(ડૉક્ટર જાય છે ..)
સુમિત: હવે તું ચો ઇ અંગ્રેજો ની પકડી ને બેઠો .. આંય ભૂરા ની પકડ ..ઊભો કર એની ..
બકો : હા વાલા , ઊભો થા વાલા અને બેહ આરામ થી ..
નિલય: અની બોલ હવે હું કેતો તો તું ?હું બદલાય ગ્યું સ ?
ભૂરો: અલ્યા સ્વરગ માં બધું બદલાય ગયું સ ..
બકો: હોવ જાણે કે તું તો બે ચાર વખત જઈ આવ્યો હોય ઈમ ..
ભૂરો: એમ નઈ વાલા ..પણ આજે તો અનુભવ થયો ની મની  ..
સુમિત અને બકો : હું વાત કરે લા ..હે નો અનુભવ થયો ? સ્વરગ નો ?
ભૂરો: હોવ લ્યા .. હું ગાડી પર થી પડ્યો ને જેવું મારું માથું ભટકાયુ ને તરત જ બે ધોળા કપડાવાળા આવ્યા ..હાથ માં ડાંડી ને એમા કંઈક તારા જેવું હતું .. એકદમ ચમકતા લાગે લા .. મને ધીમે રહીને પકડ્યો ને લઈ ગ્યા .. 
બકો: એને દેવદૂત કેવાય લ્યા .. 
ભૂરો: મને તો ખબર છે લા ..પણ તમને દેવદૂત માં ખબર ના પડે એટલે મેં ધોળા કપડાવાળા એમ કીધું .. ?
નિલય: આગળ બોલને લા તું .. એતો બોલ્યા કરે .. ચુપ લ્યા .. હવે બોલતો ની ... બોલ ભૂરા તું .. 
ભૂરા: એવા મસ્ત-મસ્ત ડોલતા-ડોલતા જતા તાને વાદળો ની વચ્ચે કે ના પૂછો વાત .. 
બકો: ના .. ના .. હું તો પૂછવાનો..
સુમિત: તો તું પાછો અહીં કા આયો ? 
ભૂરો: કવ ..કવ બધું કવ .. વાત ઇજ છે કે બધું બદલાય ગ્યું સે .. 
બકો : શાંતિ રાખને ભઈ સુમલા ..એ કેસે ને બધું 
નિલય: એકેય હવે વચ્ચે લવારી ની કરતા .. બોલ ભૂરા તું .. 
ભૂરો: પછી તો મને એવી મસ્ત રળિયામણી જગા પર ઉતાર્યો , આજુબાજુ ફૂલો , છોડવા , અપ્સરાઓ આમ આંટા મારે તેમ આંટા મારે .. ઠંડુ ઠંડુ વાતાવરણ આહા ..ઉતારીને મને દેવદૂત કે .. ' આગળ થી તમારા ડૉક્યુમેંટ લઈ લો ..' અને આગળ અંદર હાજર થજો .. અલ્યા મેં કીધું શેના ડૉક્યુમેંટ ? તા કે ' તમારા કર્મો ના હિસાબ ના ડૉક્યુમેંટ ..
નિલય: અલા સુમલા , ઉપરેય હવે ડૉક્યુમેંટ જ બતાવા પડશે ભઈ . . ? 
ભૂરો: હું બી આ હાંભડીને ભોંઠો પડી ગ્યો તો .. 
બકો: અલ્યા ભૂરા .. આધારકાર્ડ જેવું તો કઈ નહીં ને ઉપર .. ? 
ભૂરો: વાત હાંભળ લ્યા .. હું બધું કવ તને .. 
સુમિત: હાંભળો..હાંભળો 
ભૂરો: હું ત્યાંથી થોડો આગળ ગ્યો .. જમણી બાજુ જોવું તો હું વાત કરે તું ..એટલી જબરદસ્ત ..
બકો : અપ્સરા ??
ભૂરો : લાઇન .. લાઇન ની વાત કરું છું .. હાડા વીક્રુત ..
નિલય : હેની લાઇન ?
ભૂરો : બધાય ડૉક્યુમેંટ લઈને ઊભા તા .. પોતાના કર્મો ના હિસાબ ના .. હું થોડો આગળ ગ્યો .. ચિત્રગુપ્ત ને કીધું .. ' સાહેબ મારા ડૉક્યુમેંટ ? ' શું નામ છે તારું ? ચિત્રગુપ્ત બોલ્યા .. મી કીધું ,' ભૂરો ગુજરાતી '  ' લે આ પકડ અને આ લાઇન માં ઊભો રઇ જા .. જેમ સાહેબ બોલાવે એમ જવાનું ..' ચીત્ર્ગુપ્તે કીધું .. મેં કીધું ' તે હે સાહેબ , આ બધું હું સે ? '  એ બોલ્યા ' ભઈ હવે અહીં પણ તમારા કર્મો નું મેરિટ બને અને એના પર થી તમારું selection નક્કી થાય .. કે તમે સ્વર્ગ મા રહેવાના કે પાછા નીચે waiting માં એમ ..' તો મેં કીધું ..' મેરિટ માં આવું ત્યારે જ બોલાવો તો ને .. ' નીચે ફોર્મ ભરો એ વખતે એવું કહો છો કે મેરિટ માં આવું એટલે કેજો .. એમ તો બધી લાઈનો મા ઊભા રઈ જાવ છો .. અમારે જે લોકોની મરણતારીખ હતી એ હિસાબે લેતા અહીં પણ હવે જગા નથી પણ નિયમ પ્રમાણે ઉઠાવા તો પડે જ એટલે થોડા થોડા ની ભરતી કરીએ છીએ ' ..એમ ગુસ્સે થઈને ચિત્રગુપ્ત બોલ્યા .. 
નિલય: મારું બેટું જબરું કેવાય .. ઉપરેય ડખા જ છે .. 
ભૂરો : પછી મેં કીધું , ' તે હે સાહેબ , જો ભરતી જ કરવાની હે અને મેરિટ માં જ લેવાના છે તો અલગ અલગ લાઇન નહીં કરી ?? 
નિલય: હેની અલગ લાઇન ની વાત કરી તે પાછી ? 
ભૂરો: અલ્યા કેટેગરી ની ...મેં પૂછ્યું ' સાહેબ આમા general, obc , sc/st લાઇન નહીં ? તો કે ' અમારે એવું કશું ના હોય .. અમારે તો બધા સરખા .. જેવા જેના કર્મો એવું એનું મેરિટ .. જેટલા નરક મા જાય છે એટલા સ્વર્ગ મા પણ આવે છે હજી .. પછી મને કે તું તો ભારત નો જ છે નઈ ?
બકો: જબરું લા .. એ બરાબર ઓળખી ગ્યા તારા સવાલ પર થી લે .. 
ભૂરો: પણ આપડે તો ભઈ મેરિટ આવે એટલે કેટેગરી તો જોવી જ પડે ને એટલે મેં પૂછ્યું યાર .. 
બકો: બીજું કશું પૂછ્યું તે ?
ભૂરો:હા પૂછ્યું ને ..અમારા ભારત ના છે કોઈ સ્વર્ગ મા ? 'તો કે ' હોય જ ને .. કોઈ જગ્યા બાકી રાખી છે તમે ??'  મેં કીધું કોણ છે ? એમ તો બધા બોવ છે પણ જાણીતા તો કે ભગતસિંહ , આઝાદ અને અત્યરે હમણા અટલજી આવ્યા .. 
મારાથી મળાય ?મેં પૂછ્યું ..તો બોલ્યા હા જૂના છે એમને મળાય ..અટલજી માટે સાહેબ ને પૂછવું પડે એમને હજી પ્રક્રિયા બાકી છે એટલે .. 
નિલય: પછી પછી .. 
ભૂરો: પછી બાજુ મા ધુમાડો અને અલગ-અલગ અવાજ આવતો હટો .. મેં કીધું ' સાહેબ અહીં શું છે ? ' તો કે નરક ..મેં કીધું ત્યા કોણ કોણ છે ? તો કે ત્યા પણ તમારા ભારત ના છે જ..મેં કીધું કોણ ? બધા ભ્રષ્ટાચારી ત્યા જ છે અને આગળ પણ ત્યા જ જશે .. મને કે એમને મળવું ? મેં કીધું ના બાપ .. આપડે તો ભગતસાહેબ ને મળશું ..તો કે જા અહીંથી ડાબી બાજુ ..હું તો હાલ્યો ..સામે જોયું તો ભગતસિંહ અને આઝાદસાહેબ વાતું કરતા તા .. 
બકો: શેની વાતું લ્યા ?
ભૂરો: ભગતસિંહ બેઠયા ને કે ' આઝાદભઈ હમ એસી આઝાદી કે લિયે શહીદ નહીં હુએ થે .. જહા પરના અબ હમ કો કોઈ હિંદુસ્તાની નજર આ રહા હે .. પર સબ અલગ અલગ જાતિ કે લોગ દિખાઈ દે રહે હે.. નહીં ચાહિયેં મુજે ઐસા સ્વર્ગ મેં તો ફિર સે હિંદુસ્તાન જાના ચાહૂઁગા ફિર જન્મ લેકે ' .. આઝાદ બોલ્યા 'સહી બાત હે તુમ્હારી.. જિસ તરહ લોગ જાતિ મેં બઁટ રહે હે .. હમેં નહીં લગતા ..હિંદુસ્તાન જુડ કે રેહ સકેગા .. 
બકો: ના.. ના .. પણ એમની વાત હાવ હાચી છે યાર .. ક્ષત્રિય, બ્રાહ્મણ,પટેલ , દલિત માં જ વહેંચાય ગયા સે .. કોઈને ભાન જ નહીં કે આપડે હિંદુસ્તાની છીએ .. પણ એમને ક્યા ભાન સે કે હિંદુસ્તાન છે તો આપડે છીએ .. નહીં કે આ બધી જાતિઓ સે એટલે .. 
નિલય: હાચી વાત સે .. બધાય એમ કેસે કે ગર્વ છે મને કે હું ભારત મા રહું છું .. પણ કોઈ એમ કેહ્સે કે મારા દિલ મા ભારત રે છે .. એટલે મને ગર્વ સે .. 
બકો: પછી .. પછી .. હું થયું ભૂરા ?? 
ભૂરા : કઈ ની એ વાતું કરતા એટલે મેં વચ્ચે ની બોલ્યો નીકળી ગ્યો આગળ .. થોડો આગળ નેકલ્યો લાઇન મોં ઊભો રયો .. અંદર જોયું તો કુણ?
બકો : અપ્સરા મેડમ ...
ભૂરો: ઈંદ્રદેવ બકલા ..ઈંદ્રદેવ .. સુધર હવે ..મને કે આવો ભુરાભાઇ .. 
સુમિત: લ્યા ભુરીયા .. તને ભુરાભાઇ કીધું ??
ભૂરા :હાસ્તો .. ત્યા તો બધાય ને માન થી જ બોલાવે .. પસી મને કે કયાંથી છો ? મેં કીધું ભારત થી ભૂરો ગુજરાતી .. તો કે ઓહો ..તમારા ભારત ના અટલજી અહીં જ છે .. ઊભા રો બોલાંવું .. અને અટલજી ને બોલાવ્યા .. અટલજી આવ્યા .. મેં હાથ જોડી નમસ્કાર કરયા .. મેં ઈંદ્રદેવ ને કીધું ' કા ભગવાન તમારે કા સ્વર્ગ ની ભરતી માં મેરિટ ની જરૂર પડી ? તો મને કે ભઈ તમારે જેમ વસ્તીવધારો થાય છે એમ હવે મરનારાય વધે છે .. હવે અમારે અહીં વધે એટલે ચિત્રગુપ્ત કે આપણેય હવે એમ કરીયે મરણદિવસ ના દિવસે લઈ આવાના અને જગ્યા ભરાય ત્યા સુધી મેરિટ જવા દેવાનું જગ્યા ભરાય ત્યા સુધી રાખવાના .. અને બીજાને waiting માં...લ્યો ભુરાભાઇ તમેય waiting માં એક વર્ષ પછી તમારો નંબર હવે .. તે ત્યા સુધી હું અહીં સુ કરીશ ? મેં પૂછ્યું .. તમારી ઇચ્છા નીચે જવું હોય તો હજી મોડું નથી થયું .. જઈ શકો તમે .. પણ સાચું કવ કળિયુગ ના 4,27,000 વર્ષ બાકી છે તો બધાય ને કેજો કે પાપ કરવામા ખમ્મા કરે .. નહીંતર મારે અહીંથી કોઈ તાત ને મોકલવા પડશે ..
નિલય : હાચી વાત છે .. મારી બા કે'તી તી કે આ કળિયુગ હાલે છે ને કળિયુગ મા છેલ્લે ભગવાન કલ્કી અવતાર માં આવશે એમ .. 
ભૂરો : હા તે મેં એમ જ કીધું સાહેબ મારાથી કઈ નઈ થાય .. તમારે જ કોઈને મોકલવા પડશે તો મને કે સમજદાર માણસ હાર માની લે છે ત્યારે જ આવું થાય છે તમે પણ સમજાવી શકો પણ એના માટે તમારે શરૂઆત કરવી પડશે પછી બીજને સમજાવો તો શક્ય છે .. મેં કીધું જોઈએ સાહેબ ..ત્યા અટલજી બોલ્યા, '  દેવરાજ આમને સમજાવો આ બધાય નીચે અલગ અલગ જાતિઓમાં વહેંચાય ને જાતિવાદ કરે છે અને પોતાના જ પગ પર કુહાડી મારે છે .. ના કોઈને ભાઈ માને છે કે ના કોઈને ભાઈબંધ .. હિંદુસ્તાની ભૂલી પટેલ , બ્રાહ્મણ , ક્ષત્રિયોં , દલિતો માં વહેંચાય ગ્યા છે .. આમને આમ ચાલશે તો એક ડી આખું ભારત તૂટશે .. અને હું તો હંમેશ થી એજ કવ છું કે " ગમે તે થાય ભારત દેશ રહેવો જોઈએ "..' 
ઈંદ્રદેવ: સાંભળો ભુરાભાઇ , તમે જે દેશ માં જાતિવાદ કરો છો તે દેશ માં કેટલાય ભગવાન અવતાર લઈ ચૂક્યા છે .. ભારત દેશ સંતો નો દેશ છે .. અમર દેશ છે .. ભગવાન ની ભૂમિ છે .. આખા વિશ્વ નો પથદર્શક સમાન દેશ છે ..અને એજ દેશ ના માણસ જો આવું કરશે તો કળિયુગ માં કોણ ધર્મી બનશે ? અને જાતિવાદ નો સવાલ જ નથી આવતો કારણ નીચે ગમે તે કોઈ ગમે તે હોય પણ ઉપર તો તે કર્મો લઈને જ આવે છે .. એટલે સારા કર્મ કરજો અને દેશ ને જીવતો રાખજો .. નમસ્કાર .. 
ભૂરો : પ્રણામ , આટલું કહીને તે ચળ્યા ગ્યા જમવા .. મેં પણ થોડું જમી લીધું અને દેવદૂતો પાછા માને અહીંયા સુવડાવી ગ્યા .. સાહેબ ,  મારા બધું બદલાય ગ્યું છે .. જ્યા જોવો ત્યા મેરિટ જ હાલસે .. લે હેંડો આપણેય રજા લઈ લઈએ .. આપણેય પરીક્ષા આવેશ .. મેરિટ માં આવું પડહે .. અને બધા ભાઈબંધો ને કેજો જાતિવાદ ના કરે આપણે બધા એક જ છીએ .. 
( બધા એકબીજાને ગળે મળે છે .. અને સાથે બોલે છે ..)
ચારેય : જય હિંદ .. જય ભારત... જય ગુજરાત ..



લેખક:- સાર્થક પારેખ (sp)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED