ભારત નો શોક-જાતિવાદ નો રોગ spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભારત નો શોક-જાતિવાદ નો રોગ

ભારતનો શોક :- જાતિવાદનો રોગ

પાંચ વ્યકિત બસ માં બેઠ્યા હતા ..

બીજા પેસેન્જર હતા પણ થોડા દૂર-દૂર ..આ પાંચેય સાથે બેઠા હતા .. તેમની ઉંમર જોઇએ તો 22 થી 28 વચ્ચે દરેક ની હશે..
કહેવા જઇએ તો ( આજનાં ભારતનાં યુવાન જ )
તે પાંચમાંથી ચાર યુવાનો વાતો કરતા હતા અને પાંચમો યુવાન શાંતિથી વાતો સાંભળતો અને તે તેની ધૂન માં હતો .. તે વાતાઁલાપ ચાલુ જ હતો અને વાત-વાત માં તે લોકો રાજકારણ ની વાતો પર આવી ગયા ..એટલે સ્વાભાવિક છે કે તે લોકો બે પાટીઁ માં વહેંચાઇ ગયા .. રાજકારણ ની વાતો ચાલી ને થોડીવાર માં તે લોકો જાતિવાદ ની વાતો પર આવી ગયા એટલે સ્વાભાવિક છે કે હવે તે ચારેય અલગ-અલગ જાતિ માં વહેંચાઇ ગયા ..દરેક યુવાન પોતાની જાતિની વાતો અને પોતાનો પક્ષ ખેંચવા લાગ્યા .. એક બોલ્યો કે અમારી જાતિ ને આ મળવુ જોઇએ નહિતર આંદોલન થશે જ .. બીજો બોલ્યો અમારો હક્ક અને અમારા અધિકાર માટે અમે લડીશુ જ અને તોફાનો પણ થશે જ .. ત્રીજો બોલ્યો દર વખતે અમારી સાથે જ કંઇક ને કંઇક અન્યાય થાય છે .. એટલે ભારત પણ બંધ થશે અને તોડ-ફોડ પણ થવાની આમ ચારેય યુવાનો પોતાની જાતિ અને સમાજ માટે જાતિવાદ ને જ પ્રોત્સાહન આપતા હતા .. આ વાતાઁલાપે ધીમે-ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધૂ .. બસનાં પેસેન્જરો એ પણ તેમને શાંતિથી વાત કરવા જણાવ્યુ .. પણ આજના યુવાન ગાંઠે કોઇને ?
તે યુવાનો ઉભા થઇ થઇને સીટો પર હાથ ઠોકી-ઠોકી ને વાતો કરવા લાગ્યા .. આ જાતિવાદ એટલો ખરાબ રીતે ઊગ્ર થયો કે તે લોકો છેલ્લે મારા-મારી પર આવી ગયા .. બસનાં પેસેન્જરો અને પેલો પાંચમો યુવાન તેમને છૂટા પાડીને શાંત થવાનુ કહેવા લાગ્યા .. તેમને થોડા શાંત પાડ્યા બાદ એક સમજદાર પેસેન્જરે પેલા પાંચમાં યુવાન ને પૂછ્યુ કે " કેમ ભાઇ તુ પણ એમની પાસે જ બેઠો હતો .. તે કોઇ arguments કે complaints ના કરી ?? "

ત્યારે આ પાંચમાં યુવાને જે જોરદાર જવાબ આપ્યો કે એ માત્ર બસ ના પેસેન્જરો એ નહિ પણ આપણે પણ સમજીને જીવન માં ઉતારવા જેવો છે ..
તેણે ક્હયુ , " હું હજી જાતિવાદ માં વહેંચાયો નથી .. મને મારુ અને માત્ર મારા દેશનુ નામ ખબર છે .. "
મારી જાતિ શુ છે એ મને ખબર છે પરંતુ વાત આવે જ્યારે દેશની તો હું એક હિન્દુસ્તાની છુ ..
હુ મારા હક્ક માટે મારી જાતિ ને સાથે લઇને લડુ એ સ્વીકાયઁ છે પણ જ્યારે વાત એકતાની હોય ત્યારે હુ એક ભારતીય છુ..

આપણે આજકાલ જોઇએ છીએ કે જાતિવાદ નો રોગ એટલો ખરાબ રીતે ભારત માં પ્રસરી રહ્યો છે કે આજનો ભારત નો નાગરિક પોતાની ભારતીય ની ઓળખાણ ભૂલી પોતાની જાત પર આવી ગયો છે .. પોતે ખબર નથી કે આ સાચુ કરે છે .. કોઇની વાતો માં આવીને ?
આપણને આજકાલ ઠેર-ઠેર પોસ્ટરો જોવા મળે છે .. હમણાં આંબેડકર સાહેબ ની જયંતિ હતી ત્યારે પોસ્ટરો માં વાંચ્યુ .. ' ચાલો દલિતો જોડાવો મહારેલી માં ' ..

પરશુરામ ભગવાન ની જયંતિ છે ત્યારે વાંચ્યુ..
' ચાલો ભૂદેવો .. જોડાઑ રેલી માં ' ..

જ્યારે રાણી પદ્માવતી ની વાત હતી ત્યારે માત્ર રાજપૂતો એના માટે લડ્યા .. આ બધાંનો વિરોધ નથી પણ આ જે કોઇ ગૌરવશાલી મહાનુભાવો હતા એમણે કોઇ એક જાતિ માટે કામ નથી કર્યુ .. આંબેડકર સાહેબ આખાં ભારત નું ગૌરવ ( ભારતરત્ન) તો માત્ર દલિતો કેમ જોડાય .. બધાં હિંદુ જોડાવા જોઇએ ..
પરશુરામ ભગવાન ખુદ વિષ્ણુ ભગવાન નાં અવતાર છે .. એ કોઇ એક માટે નહિ.. દરેક માણસ માટે વંદનારૂપ છે ..તો તેમાં માત્ર ભૂદેવો કેમ ? દરેકે જોડાવુ જોઇએ ..
રાણી પદ્માવતી સનાતન હિન્દુસ્તાન નુ ગૌરવ છે ..તો તેમના માટે માત્ર રાજપૂતો જ કેમ લડ્યા .. ?
દરેક હિન્દુ ને કહેવુ છે કે ..
અરે લડવુ જ હોય તો બળાત્કારીઓ વિરુધ્ધ લડો ને ..
લડવુ જ હોય તો એની માટે લડો કે દોષી હોવા છતાં બે દિવસ માં સલમાન છુટી ગયો .. તેની સામે કોઇ નહિ લડે ..
કેમ કે તાકાત જ નથી .. તો પછી તમે શેના આંદોલન કારી ?
આ બોખળી રાજકારણ આપણને કેટલાં ટુકડા માં વહેંચવા માંગે છે .. આપણને ખબર જ નથી .. સત્તાથી વિખૂટા પડેલા નરાધમ નેતા હિંદુઓને ટુકડામાં વહેંચીને રાજ કરવા માંગે છે .. તે લોકોને ખબર છે કે જ્યારે-જયારે હિંદુઓની એકતા તૂટી છે ..ત્યારે હિન્દુસ્તાન હાર્યુ છે .. અને અત્યારે પણ એ જ કરી રહી છે ..
શું આપણે જે પાંચમાં યુવાને જવાબ આપ્યો એ ના આપી શકીએ ?
શુ આપણે સાચા ભારત નાં સાચા ભારતીય ના બની શકીએ ..?
જાતિવાદ ભૂલાવી ને એકબીજાને ભાઇ ના માની શકીએ ?
શુ તારી જાત ?
શુ મારી જાત ?
એ ભૂલાવી જાતિવાદ ને જડમૂળ થી ના ઉખેડીએ ??
હજી વિનંતી છે .. આપણે વહેંચાઇ રહ્યા છીએ .. હજી સમય છે .. હિંદુ એકતાની જરુર છે ..ભારતમાતા પોતાના દીકરાઓને લડતા જોઇને રડી ના જાય એટલુ યાદ રાખજો ..આ રાજકારણ તો રમાતુ રહેશે .. પણ જો આપણે એક નહિ હોઇએ તો આ કારણ વગરનુ રાજકારણ કામનુ થઇ જશે.. અને આપણે એને નકામુ જ રહેવા દેવાનુ છે ..
જાતિવાદ નો રોગ દરેક નાગરિક ને થઇ ગયો છે ..તેને મટાડવાનો એક જ ઉપાય છે .. ભલે આપણે જાતિ યાદ રાખીઍ પણ આપણા દિલનાં વિચારમાં એ પણ હોવુ જોઇએ કે હું ભારતીય અને આ ભારત મારુ છે ..

જય હિંદ - જય ભારત - જય ગુજરાત

લેખક :- સાથઁક પારેખ (Sp)

નોંધ :- આ લેખ કોઇ જાતિ વિરુધ્ધ કે જાતિ માટે નહિ પરંતુ આ ભારત નાં દરેક ભારતીય ને સંબોધીને છે .. 


ખોટ જાય છે મને આ જાતિવાદ થી ..
માણસ થી માણસ અલગ થાય છે .. આ જાતિવાદ થી ..
લાગણી રૂપી પુલ માં ..પૂર આવ્યા વગર 
પણ લાગણી તૂટે છે ..આ જાતિવાદ થી ..
રાજકારણીઓ ને તો મજા આવે છે 
કારણ કે તેમના તો ખિસ્સા ભરાય છે ..આ જાતિવાદ થી ..
ભાઈ-ભાઈ કરીને સાથે ફરતા ..
બે મિત્રો માં પણ નફરત આવે છે .. આ જાતિવાદ થી ..
નફો નહીં પણ મૂડી કરતા પણ..
વધારે ખોટ આવે છે ..આ જાતિવાદ થી ..
કેમ નથી સમજતા આપણે સાચી વાત ને ..
કે ભલભલાની ભાઈબંધી તૂટે છે .. આ જાતિવાદ થી ..
સામાન્ય કમાનાર ની બાઈક કે ..મુસાફરો ની બસ શું ?
એકબીજા પર કરેલા વિશ્વાસ ની નનામી પણ ..
સળગે છે ..આ જાતિવાદ થી ..

:- સાર્થક પારેખ (sp)