શહીદ-એ-આઝમ ભગતસિંહ spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શહીદ-એ-આઝમ ભગતસિંહ

આજ સવાર થી લોહી ઉકળે છે અને ગર્વ પણ થાય છે તમને કદાચ શીર્ષક જોઈને ખબર પડી જ ગઈ હશે ..કેમ અને કોના વિરૂધ ? તો હા અંગ્રેજો વિરૂધ અને કેમ ? કારણ કે મેં આજે વીર ભગતસિંહ ને સાચી રીતે જાણ્યા ..બહુ બધાને એવું થાય કે આજે ગુરુપૂર્ણિમા ના દિવસે ભગતસિંહ ની વાત ? તો હા આજના દેશ ને અને આજ ના યુવાન ને ભગતસિંહ ના વિચારો ની જરૂર છે .. એવા વ્યક્તિત્વ ની જરૂર છે .. કે તેમણે શીખવી ને નહીં પરંતુ જિંદગી મા એવું કરીને બતાવ્યું માટે .. એવા ગુરુ જે ના માત્ર પુસ્તકીયુ જ્ઞાન પરંતુ દેશ માટે ની દેશભક્તિ જગાડે ..હસતા હસતા ભારતમાતા ની લાજ બચાવા મોત ને ભેટી લેવું .. એ હિંમત આજના દરેક યુવાન ની હોવી જોઈએ અને કદાચ આદર્શ હોય તો એ પણ ભગતસિંહ જેવા ..પણ તે નથી.. કેમ ? કારણ આપણને સાચો વીર ભગતસિંહ ભણાવામાં જ નથી આવ્યો ..

પિતા કિશનસિંહ અંગ્રેજો વિરૂધ લડતા હોવાથી તે જેલ ની સજા ભોગવતા હતા .. અને તે દિવસે જ તેમને જમાનત મળી જે દિવસ એટલે કે 27 sep 1907 વીર ભગતસિંહ નો જન્મ પંજાબ ના લાયપૂર ના બાંગા ગામ માં ( જે હાલ પાકિસ્તાન ) થયો. શું ખબર હતી કે કોને ખબર હતી .. કે આ વીર માત્ર 23 વર્ષ ની ઉંમરે ભારતમાતા અને ભારતવાસીઓ માટે હસતા હસતા પોતાનો જીવ આપી દેશે ..તેણે પોતાના જીવન માં માત્ર દેશ ની ભક્તિ જ શીખી જ હતી અને એટલે જ કદાચ હંમેશા કેહતા કે હું નાસ્તિક છું ..તે થોડા મોટા થયા અને એક દોવસ પિતા સાથે ખેતર માં ગયા હતા ત્યારે તેમણે પોતાના પિતાને પૂછ્યું ' તમે આ શું કરો છો ? ' 
' બેટા આ બીજ વાવવાથી અનાજ પાકે ' પિતા એ જવાબ આપ્યો ..
' તો હું પણ આમા રાયફલ વાવીને બીજી રાયફલ પેદા કરીશ ..જેથી આપણા દેશ માંથી અંગ્રેજો ને કાઢી શકાય ..' વીર ભગતસિંહ બોલ્યા ..આ જવાબ સાંભળી પિતા અચંબિત તો થયા પરંતુ ગર્વ પણ થયો કે મારો પુત્ર દેશભક્તિ ના માર્ગે જઈ રહ્યો છે .. બીજા શીખભાઈઓ ની જેમ લાહોર માં આવેલા બ્રિટિશ શાસન મા નહીં પરંતુ દયાનંદ વૈદિક સ્કૂલ માં શિક્ષણ લીધું .. તે કોલેજટાઈમ માં પણ કલાકાર હતા .. તેમણે કોલેજ ના નાટકો માં રાણા પ્રતાપ , સમ્રાટ ચંદ્રગુપ્ત જેવા યોદ્ધાઓ નો રોલ ભજ્વીને લોકા ના દિલ જીતી લીધા હતા અને તેજ સમયે ગાંધીજીનું અસહયોગ આંદોલન દેશ માં ચાલી રહ્યું હતું ..આમ તો ભગતસિંહનો આંખો પરિવાર ગાંધીજી ના આદર્શો ના રસ્તે ચાલતા હતા પરંતુ અસહયોગ આંદોલન વખતે જ્યારે ચોરી ચોરા કાંડ માં હિંસા થયા બાદ ગાંધીજીએ અસહયોગ આંદોલન પાછું ખેંચ્યું ..ત્યારબાદ 1919 માં રોલેટ એક્ટ કાયદા ના વિરોધ માટે એકત્ર થયેલા લોકો કે જે પંજાબ માં આવેલા અમૃતસર ના જલિયાંવાલા બાગ કે જે બાગ માં ચારે તરફ મોટી મોટી દીવાલો અને એક નાનો દરવાજો અને તે દરવાજા પર પણ જનરલ ડાયર એ તોપ મૂકી દીધી અને પોતાના સાથીઓ સાથે ચેતાવણી આપ્યા વગર ફાયરિંગ કર્યું .. તે ફાઇરીંગ મા ભારત ના હજારો લોકો ખૂબ કરુણ રીતે માર્યા ગયા ..આ વાત ની ભગતસિંહ ને જાણ થતા તે 20 km ચાલી ને આ સ્થળે પોહંચી પોતાની આંખો આગળ આ શહીદો ના ખૂન ને જોઈ ના શક્યા અને તેમની નજર માં અંગ્રેજો પ્રત્યે ખૂબ નફરત પેદા થયી .. શહીદો ની લોહિયાળ માટી ને પોતાના ઘરે લઈ જઈ રોજ તેનું પૂજન કરતા ..થોડો સમય નીકળ્યા બાદ તે ગાંધીજી નો અહિંસા નો માર્ગ છોડી રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓ ના સંઘ માં જોડાયા .. બિસ્મિલ અને આઝાદ જેવા વીરોં ભગતસિંહ ની વીરતા અને બહાદુરી થી ખૂબ પ્રભાવિત થયા ..સાયમન કમિશન ના વિરોધ માટે ભગતસિંહ ની ટુકડી અને વીર ભગતસિંહ લાલા લજપતરાય ની આગેવાની હેઠળ રેલી મા જોડાયા ..પરંતુ તે રેલી મા બ્રિટિશ અધિકારી સ્કોટ્ટ ના આદેશ થી લાઠીચાર્જ થવાના કારણે લાલા લજપતરાય 17 nov 1928 એ શહીદ થયા .. અને આ સમાચાર થી આખો દેશ શોક માં હતો ત્યારે ભગતસિંહે નિર્ણય કર્યો કે સ્કોટ્ટ ની હત્યા કરવી પડશે તો જ અંગ્રેજો ને સબક મળશે અને ફરીથી આવી ભૂલ કરતા પહેલા વિચાર કરશે અને આ કામ માં ભગતસિંહ નો સાથ રાજગુરુ , આઝાદ જેવા ક્રાંતિકારીઓ એ આપ્યો ..પરંતુ ગલ્ત્ફેમી ના કારણે સ્કોટ્ટ ની જગ્યાએ સોન્ડર્શ ની હત્યા કરી ..આ સમયે ભગતસિંહ ની ઉંમર માત્ર 20 વર્ષ ની હતી ..તે પોતાના સાથીઓ ને હંમેશા એટલું જ કહેતા
" અંગ્રેજો આપણને મારી શકે છે ..આપણા વિચારો ને નહીં .."
" તે આપણું શરીર ખત્મ કરી શકે છે .. આપણા આત્મા ને નહીં .."
સોન્ડર્શ ની હત્યા બાદ એ વખત ના કોંગ્રેસી નેતાઓ અને જનતા ની નજર માં આ ક્રાંતિકારીઓ માત્ર આંતકવાદી જ દેખાતા હતા .. અને ત્યારે ભગતસિંહે નિર્ણય કર્યો કે આપણી અવાજ અને આપણા  વિચારો ભારતવાસીઓ સુધી પહોંચવી જ જોઈએ ..અને તે વખતે જતીન દાશ ની મદદ થી બોંબ બનાવાયો અને અને તે બોંબ થી એસેમ્બલી હોલ માં ધમાકો કરવાનું નક્કી કર્યું .. આ ધમાકા નો હેતુ કોઈને મારવાનો નહીં પરંતુ અંગ્રેજો ને એ મેહ્સૂસ કરવાનો હતો કે હવે અમે ચુપ નહીં બેસીએ .. ધમાકા નું નક્કી કરયા બાદ એક સાથી બોલ્યો " હા બોંબ ના અવાજ ની ભાગદોડ થી જે બોંબ નાખશે તે પણ ત્યાંથી આસાની થી નીકળી શકશે..ત્યારે ભગતસિંહે કહ્યું કે ' નહીં , કે આ ધમાકા નો અવાજ માત્ર એસ્સેમ્બ્લી હોલ માં નહીં પરંતુ આખા દેશ મા સંભળાવો જોઈએ..જો આપણે આપણા વિચાર ભારતવાસીઓ અને દેશ સુધી પહોંચાડવા હશે તો આપણે ત્યા જ આપણી ગિરફ્તારી કરાવી દઈશું ..જેથી કૉર્ટ ના બયાનોં થી અખબાર થકી આપણા વિચાર અને પ્રયત્નો હિંદુસ્તાનીઓ સુધી પહોંચશે અને દેશ નો દરેક યુવાન જાગશે" અને તે ગિરફ્તારી બાદ તેજ કૉર્ટમાં તેમના દરેક ગુના ના આધારે ( જે દેશ ના હિત માટે ) તેમને અને તેમના સાથીઓ ને બ્રિટિશ સરકારે રાજગુરુ , સુખદેવ અને ભગતસિંહ ને ફાંસી ની સજા કરી અને બીજા સાથીઓ ને ઉંમરકેદ ની ..23 march 1931 ની સાંજે 7:33 એ 23 વર્ષ , 5 મહિના અને 23 દિવસ( ભગતસિંહ )ની નાની ઉંમરે તે ત્રણ વીરોં એવું પણ કેહવાય છે કે રાજગુરુ ની ઉંમર તો માત્ર 22 વર્ષ ની હતી .. તે ત્રણે દેશભક્ત હસતા હસતા અને ઇંકલાબ જિંદાબાદ ના નારા સાથે ફાંસી ના માંચડે લટકી ગયા ..એવું કેહવાય છે કે જ્યારે તે " ઇંકલાબ જિંદાબાદ ના નારા લગાવતા હતા ત્યારે તે દીવાલ ની આજુબાજુ ઊભેલા ભારતવાસીઓ પણ તે વીરોં ની સાથે નારા લગાવતા હતા ..અને તે અવાજ ગગનભેદી અવાજ હતો ..અને ભગતસિંહ ની માતા ની પણ આ જ ઇચ્છા હતી કે મારો પુત્ર શહીદ થતી વખતે પણ ' ઇંકલાબ જિંદાબાદ ' નો નારો લગાવે ( ધન્ય છે તેવી માતા ને ) પણ આ શહીદ ના મૂર્ત્યૂ બાદ પણ અંગ્રેજો ને સુકૂન ના મળ્યું .. બ્રિટિશ સરકારે તેમના પાર્થિવ શરીર ના ટુકડા કરી બોરી માં બાંધી સતલૂજ નદી ના કિનારે બાળતા હતા .. અને ત્યા જ ગામ ના લોકો પહોંચતા તે અધિકારી શહીદો ના શરીર ને નદી મા નાખી ત્યાંથી ભાગી નીકળ્યા અને ત્યારબાદ ગામ ના લોકો એજ તે પાર્થિવ શરીર ને અગ્નિદાહ આપ્યો .. 
આ લખતા અને વાંચતા જ આપણું શરીર કંપી ઊઠે ..પણ સાથે ગૌરવ પણ થાય કે ભારત ના યુવાન માં એટલી હિંમત પણ છે કે તે કોઈની સામે ઝૂકવા ટેવાયેલો નથી .. તે પોતાના સ્વાભિમાન અને પોતાના દેશ ને જ પોતાનું સર્વસ્વ માને છે .. એવી તો શું તાકાત છે ..આ ભારતમાતા ના પ્રેમ માં અને તેની માટી માં કે હસતા હસતા આ દેશ નો યુવાન માત્ર 23 વર્ષ ની નાની ઉંમરે મોત ને વહાલું કરે છે .. હું તો આવા વીર વિશે લખતા ખૂબ ગર્વ અનુભવું છું ..આશા છે કે દેશ નો દરેક દેશભક્ત વાંચી ને ગર્વ અનુભવશે..આ વીર શહીદ ભગતસિંહ ની શક્ટિગાથા ને .. 
સલામ છે આપણા દેશ ના દરેક શહીદ ને અને દરેક યુવાન ને કે જે  દેશ માટે લડવા હર હંમેશ તૈયાર હોય છે ..
"કાલ્પનિક હીરો વિશે વાતો કરવા માટે વાતો ના ખૂટતી હોય આપની પાસે ..તો આવા દેશ ના સાચા હીરો માટે કેમ વાતો ખૂટે આપણી પાસે ?"
કોઈ ભાઈએ બોવ મસ્ત વાત કીધી હતી કે કોઈ સાધરણ વ્યક્તિ પર બનેલી ફિલ્મ આટલી હિટ થઈ શકી તો ભગતસિંહ જેવા વીર પર બનેલી ફિલ્મ કેમ ફ્લોપ ગઈ હશે ? 
2002 ના ભગતસિંહ ની ફિલ્મ હું નહોતો જોઈ શક્યો તેનો પસ્તાવો આજે મેં મારી વાર્તા થી પૂરો કર્યો .. અને તમે ?? 

" મેરે સીને મેં જો જખ્મ હૈ , વો સબ ફૂલો કે ગુચ્છે હૈ ..
હમેં તો પાગલ હી રહને દો , હું પાગલ હી અચ્છે હૈ .." - ભગતસિંહ 

- ઇંકલાબ જિંદાબાદ'
- જય હિંદ - જય ગુજરાત - જય ભારત 

સંકલન :- સાર્થક પારેખ (sp)