:-જિંદગીની હસતી વાત-:
વાત નાની છે પણ થોડી સમજવા જેવી છે ..
ઍક હાઇવે પસાર થતો હતો .. હવે તો હાઇવેની ગુજરાતમાં કોઇ નવાઇ નથી ..ઠૅર-ઠેર હાઇવે થઇ ગયા ..તો આવા જ ઍક મોટા હાઇવે પર આપણે જોતા જ હોઇઍ છીઍ .. કે જે લોકો ફેક્ટરી માં મજૂરી કે પછી ખેતર માં મજૂરી કરવા જતા હોઇ તે લોકો આવા હાઇવે ની થોડી દૂર મેદાન જેવુ થોડા-થોડા વૄક્ષ હોય ને તેવી જગ્યાઍ તેમની ઝુંપડી રાખતા હોય છે .. ( કોઇને નડે ના ઍમ ) તો આવા જ ઍક વિસ્તાર માં મજૂરો અને તેની પાછળ કોલોની જેવુ હતું ..હવે મજૂરોનાં બાળકો આમ આખો દિ રમતા હોય પણ તેમને ઉંઘાડવા માટે ઍ મજૂરો પાસે ઍટલા પૈસા ના હોય કે તે ઘોડીયુ લાવી શકે .. ઍટલે ઍ લોકો બે વૃક્ષ વચ્ચે કાં તો તેની ડાળી વચ્ચે ઍક સાડી થી હીંચકા જેવુ બનાવે અને તેમાં બાળકો ને ઉંઘાડે ..હવે આમ જ ઍક દિવસ મજૂરો નાં બાળક તે બનાવેલા હીંચકા માં રમતા હોય છે અને ત્યાંથી પાછળ ની કોલોની માં રહેતો પરિવાર પસાર થાય છે ..તે પરિવાર માં ઍક બાળક અને તેનાં મમ્મી-પપ્પા .. બાળક નુ નામ સૂધીર .. અને તેના મમ્મી-પપ્પા બીજા સાથે વાતો કરતા હોય છે .. તેટલા માં જ સૂધીર ની નજર તે વૃક્ષે બાંધેલા હીંચકા પર પડે છે .. અને તેની સાથે તે બાળકો ને રમતાં જોઇને તેને ખૂબ મજા પડે છે .. અને દોડીને તે પણ ત્યાં જઇને તેમની સાથે રમવા લાગે છે .. અને તેને ખૂબ મજા આવે છે .. પરંતુ ઍટલી જ વાર માં તેના મમ્મી-પપ્પા ની નજર સૂધીર પર પડે છે આમ તે પરિવાર શ્રીમંત અને શિક્ષિત ઍટલે આમ પોતાના બાળકને તેવા ફાટેલા કપડાં પહેરવા વાળા,ખરાબ હાલત માં રહેતા બાળકો સાથે રમતાં જોઇને ખૂબ ખિજાઇ છે .. અને સૂધીરને લડે છે .. અને ઘરે લઇ જાય છે .. પણ બાળક તો બાળક છે .. તેને જ્યારે મોકો મળે ઍટલે તરત તે વૃક્ષ વાળા ઘોડીયા માં રમવા ચાલ્યો જાય .. અને રોજ તેના મમ્મી-પપ્પા ખીજાઇ ..આવુ થોડા દિ ચાલ્યુ અને ત્યારબાદ તેનાં પપ્પા ની બદલી થઇ ગઇ .. તે પરિવાર સાથે બીજા શહેર માં રહેવા ચાલ્યા ગયાં ..
ત્યારબાદ વષોં વીતી ગયા.. સૂધીર ખૂબ ભણ્યો .. મોટો થઇ ગ્યો ..શિક્ષિત અને શ્રીમંત થઇ ગયો ..તેના મમ્મી-પપ્પા ની જેમ .. અને હવે તેનો પણ પરિવાર .. પરિવાર માં તેની પત્ની અને બાળક છે ..
હવે ઍક દિવસ બન્યુ ઍવુ કે સૂધીર પોતાના પરિવાર સાથે ઍક દિવસ કોઇ પાટીઁ માં જતો હતો અને ત્યાં જ હાઇવે પર ઝુંપડી માં તે જ પ્રકારનુ ઘોડીયુ અને તેવાં જ બાળકો રમતાં હતા ..તેનાં પર સૂધીર ની નજર તો ના પડી પરંતુ તેના બાળક ની નજર પડી .. અને તેનો બાળક દોડતો દોડતો તે ઘોડીયા માં તે બાળકો સાથે રમવા ચાલ્યો ગયો ..અને તેટલા માં જ સૂધીર ની અને તેની પત્ની ની નજર પડી ..અને તેની પત્ની ઍ દોડતા દોડતા જઇને બાળક ને લઇ લીધો અને ખૂબ ખીજાઇ .. ત્યારે સૂધીર પણ ખીજાવા જતો હતો અને તેને ઍકદમ પોતાનુ બાળપણ યાદ આવી ગયુ .. અને તેને થયુ કે હુ ક્યા આવી ગ્યો .. શુ દિવસો હતા ઍ.. શુ મજા હતી.. ક્યા ઍ બાળપણ અને ક્યાં આજનુ આ જીવન ?..
પણ આ શુ ? .. ઍક સમય હતો .. જ્યારે મારા મમ્મી-પપ્પા રોકતા હતા અને આજે હુ પણ ઍજ ?..ક્યારે બદલાશે આ ?.. ઍ વખતે ક્યાં ખબર હતી ? .. કોણ નાનુ ને કોણ મોટુ ? કોણ ધનવાન ને કોણ ગરીબ ? કોણ મિત્ર ને કોણ દૂશ્મન ?
ઍ વખતે બધા સરખા હતા અને ઍ જ સરસ હતા .. આ બધુ માત્ર આપણા વિચાર અને લોકોની વાતો થી થયુ છે ... માણસ ભલે ગમે તેટલો મોટો થઇ જાય પરંતુ તેનામાં ઍક નાનો બાળક જીવતો છે દિલ બનીને અને ઍને આપણે જીવંત રાખવાનો છે ..ઍટલે કે આપણામાં રહેલા ગરીબ દિલને હસતુ અને રમતુ રાખવાનુ છે .. મન ભરીને જીવવાનુ .. નહિ કે મન માં ભરી-ભરી ને ..વાત કરીને જીવવાનુ છે .. નહિ કે લોકોની વાતો માં આવીને ..હા,પૈસાદાર બનવુ જરુરી છે .. પણ ધારદાર નહિ ..સ્વભાવ ઍટલો પણ તીક્ષ્ણ ના બનાવો કે કોઇના પર ખોટો પ્રભાવ પડે ..
સાહેબ , સિંહ પણ ઍ જ તળાવ માંથી પાણી પીવે છે .. જે તળાવ માંથી ઘેટું પીવે છે ..ઍનો મતલબ ઍ નથી કે સિંહ નાનો થઇ ગ્યો .. સિંહ રાજા છે .. અને રાજા જ રહેવાનો ..
ઍટલે જીંદગી માં બાળક બની ને થોડુ રમી લેવાય , હસી લેવાય નહિ કે ચિંતા કરી-કરી ને શેર લોહી ઑછુ કરી લેવાય ..
લોકો શુ વિચારશે ? ઍ પણ હુ વિચારીશ તો લોકો શુ વિચારશે ..
લેખક :- સાથઁક પારેખ (Sp)