લગ્ન માં મગ્ન spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્ન માં મગ્ન

ટૂંકી વાર્તા :-લગ્ન માં મગ્ન 

જબરદસ્ત ને ? 
લગ્ન શબ્દ સાંભળીને જ અવનવા દ્રશ્યો આઁખોં સામે આવી જાય ... યુવાન હોય તો રંગબેરંગી અને છેલછબીલા... 
પરણેલા હોય તો નવી જેનરેશન અને જમવાની થળી..અને ઘરડા હોય તો.. ફરવા ની મજા..
દરેક માણસ મજા કરતો હોય છે .. એવા નવા સંબંધ ની રમજટ માં..પણ જે પરણવા બેઠો છે કે બેઠી છે ..તેની મનોવ્યથા કોઈએ જાણી ?..કેમ કરીને આ ઉંમરે કે આ સમયે માંડવે બેઠી છે.. ? ઍક એવા સંબંધ સાથે બંધાવા જેનો એને કણ્ભર પણ અનુભવ નથી .. શું સાચો સંબંધ ? કેવો સાચો જીવનસાથી ? શું કામ તે માંડવે બેસી જાય છે ? પોતાના મન ને હરાવીને .. સમાજ ના કોઈ દિવસ ના ચાલે તેવા ચીલાચાલુ નિયમો ના લીધે કે ? મારા મમ્મી પપ્પા ને લોકો શું સંભળાવસે તે ડર ના લીધે ?કેટલાય સપનાંઓ ને આજે એજ અગ્નિકુંડ મા હોલવી ને હિરલ બેઠી હતી પોતાના વર સાથે ..

આ ઍક એવા સમાજ ની.. એવા ગામ ની વાત છે જે હજી પણ માનસિક અને શૈક્ષણિક રીતે પછાત છે .. 
આ ઍક એવા ઘર ની વાત છે .. જ્યા જ્યા છત તો છે પણ બાપ ને ના છોડાવી શકાય એવી લત પણ છે ..
આ ઍક એવા માતા-પિતા ની વાત છે .. જે સમજુ તો છે પણ સમાજ ની વાતો અને ડર ના લીધે મજબૂર છે ..
આ ઍક એવી દીકરી ની વાત છે .. જે દીકરી તો છે પણ ઠીકરી ના સ્વરૂપમાં..

1 થી 10 સુધી પ્રાથમિક સ્કૂલ માં ભણી ..ભણવા માં ખૂબ હોશિયાર..બોર્ડ ની exam પતી 80% આવ્યા ..બવ બધા એ પ્રોત્સાહિત કરી ..પણ મા પ્રોત્સાહન મા કોઈ ni કમી હતી તો માત્ર તેના માતા પિતા ની.. કયાંથી કરે પ્રોત્સાહિત ખબર પડ્યા વગર.. કયું બોર્ડ ને કયી એક્જામ ? એમને તો છોકરી માટે એટલી જ ખબર હતી કે દીકરી છેઅને દીકરી સાસરે જ શોભે .. અને સાસરે જઈને ઘર સંભાળે બસ ..શું આજ છે ભારત ની દીકરી ? 

10મુ પાસ કર્યું એટલે પિતા એ કહ્યું ' હવે આપણે ભણવાનું બંધ.. ઘર ના કામ કરતા શીખી જા .. સાસરીએ જઈશ તો એ કામ આવશે .. આ નકામું ભણતર નહીં .. હીરલે થોડી આનાકાની કરી પણ છેલ્લે માની ગઈ .. કેહવાય તો છેવટે ભારત ની જ દીકરી ને ? ..બાપ નું ના માને તો કોનું માને ..? કવિ ભલે કેહતા હોય કે દીકરો કુદીકરો થાય પણ માવતર કૂમાવાતર ના થાય ..
 પણ મારું કેહવુ છે.."બાપ પોતાની લત માં ભલે ગમે તેટલો આંધળો થાય પણ એ અંધારા માં આખરે દીકરી જ અજવાળું થાય.. " 
થોડા દિવસો વીત્યા.. અને ઍક દિવસ અચાનક હિરલ ની સ્કૂલ ના શિક્ષકો ઘરે આવ્યા .. હિરલ ના પપપ્પા ને મળ્યા અને કહ્યું 'તમારી દીકરી બવ હોશિયાર છે.. જીવન મા બવ આગળ જશે અને તમારું નામ રોશન કરશે .. એને આગળ ભણવા દો..પણ તેના પિતા ના માન્યા તે ના જ માન્યા..છેવટે  શિક્ષકો એ કહ્યું ભલે બવ નહીં પણ 12 સુધી તો ભણી લેવા દો..જેમતેમ કરીને પિતા ને મનાવ્યા .. અને સ્કૂલમા મોકલી.. શિક્ષકો ના બોલેલા શબ્દો હજી હિરલ ના કાનમાં ગૂંજતા હતા .. શિક્ષકો તરફ થી મળેલું પ્રોત્સાહન તેને બવ મોટું સપનું અને તે સપના સુધી જવાની આખી  સીડી તેને બતાવતા હતા..સાહેબ કોઈ ભલે ગમે તેટલું હોશિયાર હોય પણ તેને પૂરતું પ્રોત્સાહન ના મળે ત્યા સુધી તે પડી જ જતો હોય છે.. મને પણ ગમે તેટલું લખ્યા પછી પ્રોત્સાહન ના મળે તો આ કલમ પણ આંગળીઓ થી દૂર જ થતી હોય છે ..તેમ હિરલ ના જીવન માં પણ તે પ્રોત્સાહને ઍક અલગ જ સૂરજ ઉન્ઘાડયો હતો ..હિરલ સપના જોતી જાય અને અહીં તેના માતા-પિતા હિરલ માટે છોકરો શોધતા જાય...હજી તો હિરલ 11th મા હતી અને 12th sci કરી ખૂબ આગળ જવાની તેની ઇચ્છા હતી..પરંતુ આજનો સમાજ અને આજ ની માન્યતા ઊંઘવા દે કોઈ સૂરજ ને..? સારું છે આ સૂરજ પણ એટલી આગ સાથે આવે છે..જો એ પણ વગર આગ ના ગોળા એ આવતો હોત તો ક્યારનો આજ ના માનવી એ બુજાવી દીધો હોત ..હિરલ પણ કંઈક ને કંઈક ઉપાય કાઢે લગ્ન થી દૂર જવાના..
પણ ઍક દિવસ ઘર માં ઍક છોકરો અને ઍક વ્રુધ્ધ માતાપિતા આવ્યા.. હિરલ સ્કૂલે થી આવી હિરલ ઘર મા enter થતા જ
આ અમારી દીકરી હિરલ.. તેના પિતા બોલ્યા.. ઘર ના દરેક કામ બોવ સરસ રીતે કરે છે.. તમારો છોકરો સૂરજ શું કરે છે ?
હમણા તો ધંધો કરે છે..અને 10 પાસ che.. સામેથી વ્રુધ્ધ બોલ્યા.. વાતો માને વાતો માં વાત દહેજ સુધી આવી.. કિંમત પણ નક્કી કરી..

હિરલ મનોમન કૂડાતી હતી..આ બધી વાતો તેના કાન થકી દિલમાં સોંસરવી ઉતરતી હતી.. તેને આ બધી વાતો ક્યાંક ને ક્યાંક અંદર થી તોડતી હતી..પણ શું કરે ? કોને કહે ? ના કહે તો માતાપિતા નું દુખ.. અને થોડીવાર રાહ જોવાનું કહે તો સમાજ નો ડર.. 
કોઈ પુસ્તક મા વાંચ્યું હતું કે સમાજ એટલે " સજ્જનો નો સમૂહ " ક્યોં સજ્જન સાહેબ ? જે ફૂલ જેવી દીકરી ને ઠીકરી સમજે એવો ? ક્યોં સમૂહ ? જે કન્યાદાન માં આપેલા કરિયાવર ને કિંમત સમજે એવો ? ધીરે રહીને હિરલ ની મમ્મી હિરલ પાસે આવીને પૂછ્યું ગમે છે તને ? શું જવાબ આપશે તે ? એને સમજ જ નથી સાહેબ આ લગ્ન ના સંબંધો ની.. તેણે હજી 18 વર્ષ પણ પૂરા નથી કરયા.. કઈ રીતે નક્કી કરશે કે કેવો જીવનસાથી મને જીવનભર સાથ આપશે ? . તે વિચારતી જા હતી ને તેના પપ્પા બોલી ને ઊભા થયા કે ચલો તો હવે નક્કી આપડે..1-2 મહિના મા લગ્ન લઈ લેશું..વેવાઈએ હા પાડી ને ચાલતા થયા.. આ શબ્દો હિરલ ના આંસુ આંખો રોકી શક્યા નહીં.. હિરલ ને ડૂમો ભરાય ગયો તે રડતા રડતા બાહર નીકળી ગયી.. શું કરે કઈ સમજાય નહીં .. થોડી ગણી હિંમત કરીને એના મમ્મીને કીધું મારે હમણા લગ્ન નથી કરવા..ત્યા જ પાપા બોલ્યા તને ભાન પડે છે ? લોકો શું વાતો કરે છે સમાજ મા ?ફલાણા ભાઈ ની છોકરી પણ તારા જેટલી જ છેને ? જો એ તેના ઘરે કેવી શાંતિ થી રહે છે ?દીકરી તો તેના ઘરે જા શોભે..તું આમને આમ કરીશ તો મારી ઇજ્જત નું શું ? મારે પણ સમાજ માં ફરવાનું કે નઈ ? કે હજી દીકરી ને ઘર મા બેસાડી રાખી છે ? ..

થોડા દિવસો વીત્યા ને હિરલ નું 12th નું પરિણામ આવ્યું..ખૂબ સારા ગુણ આવ્યા..પણ શું કામ ના ? ફરીથી શિક્ષકો ઘરે આવ્યા તેના પિતા ને સમજાવવા લાગ્યા ..પણ આ વખતે પિતા એ ઍક જ જવાબ આપ્યો મારી દીકરી ના સગપણ નક્કી થઈ ગયા છે..જો હું તેને કૉલેજ માં મૂકીશ તો અમારા સમાજ નો કોઈ છોકરો એની સાથે લગ્ન નહીં કરે ..કારણ કે અમારા સમાજ માં છોકરા કરતા છોકરી વધારે ભણેલી હોય તો કોઈ લેવા તૈયાર નથી થતું..આ વખતે પણ શિક્ષકો એ બોવ સમજાવ્યા પણ પિતા ના માન્યા તે ના જ માન્યા..આખરે એવો નિર્ણય લેવાયો કે જો એને ભણવું હોય તો ભણે પણ લગ્ન પછી.. આવો નિર્ણય સાહેબ..શું કરશે લગ્ન પછી તે ભણશે કે ઘર સંભાળશે? સાહેબ કોઈ રીતે શક્ય નહોતી આ વાત..તે છતા હીરલે હા પાડી..બીજો કોઈ રસ્તો પણ નહોતો હિરલ પાસે.. મને કમને હિરલ પરણવા તૈયાર થયી.. ઍક એવા છોકરા સાથે.. કે ના તો પૂરી રીતે તેને સમજી શકતો કે ના તેના સપનાંઓ ને ?તેને સૂરજ પણ મળ્યો પણ આથમેલો..લગ્ન પૂરા થયા તે તેના સાસરિયે ગયી .. થોડા દિવસ વીત્યા બાદ સાસરિયા માં વાત કરી કે મારે આગળ ભણવું છે.. પ્રથમ તો સૌ ભડક્યા કે અમારો સૂરજ છોકરો હોવા છતા 10 સુધી ભણ્યો ને તારે 12 પછી પણ હજી ભણવું છે ..? "અલ્યા પણ તમારો સૂરજ ના ફરીથી ના ઊંઘવાના નિશ્ચય સાથે આથમી ગયો છે.."????
તેમણે હિરલ ના પિતા ને વાત કરી..છેવટે બંને ઘરવાળા એ નિર્ણય લીધો કે વાંધો નઈ બહાર થી ભણવું હોય તો ભણ..એટલે કે external exam આપીને આગળ ભણે તો વાંધો નઈ..તેને ફોર્મ ભર્યા .. ખાલી પરીક્ષા આપવા જવાનુ.. પણ પરણ્યા પછી તેને ઍક તો તેના ઘરડા સસરા ની સંભાળ રાખવાની..સાથે ઘર ના બધા કામ પણ કરવાના..તેના પતિ ને ધંધે જતા પેહલા વધુ તૈયાર કરી આપવાનુ આમા તે કઈ રીતે ભણે કે વાંચે ? અને એમાંય પાછું આતો ચાલુ જ હોય ..
'વહુ બેટા મારી આ વસ્તુ ક્યાંય જડતી નથી શોધી આપ ને..'
'આ વહુ તો સાસુ નું કઈ સાંભળતી જ નથી '
'ભલે ગમે તેટલું ભણો પણ ઘર નું કઈ ના આવડે તો તમને શું કરવાના ?'
'આ જગ્યાએ તારે અને સૂરજ ને જવું જ પડશે.. ભલે ગમે તે પરીક્ષા હોય..
પેલા સમાજ પછી પરીક્ષા..'

ક્યારે આવા મેહણા સાંભળતા સાંભળતા ક્યારે કામ મા વ્યસ્ત થઈ ગઈ અને પોતાના સપનાંઓ ને આંખ ના ક્યા આંસુ મા વહાવી દીધા.. કોઈને ખબર પણ ના પડવા દીધી..
આ ઍક દીકરી અને ઍક શિક્ષિત ભારત ના ઘર ની વહુ..
ભલે સરકાર ગમે તે કેહ્તી હોય અમે બાળલગ્ન અને દીકરીઓ ના દરેક સપનાંઓ ને પૂરા કરવા મા સાથ આપીએ છીએ..પણ હજી ક્યાંક એવો સમાજ છે એવા માતાપિતા છે જા દીકરી ને નાદાન અને કાચી જ સમજે છે ..હજી દીકરી ને ચાર દીવાલો વચ્ચે રેહતી ઍક મૂર્ત સમજે છે..હજી પણ છોકરી ને પતિ ની ઍક માત્ર જરુરીઆત સમજે છે..શબ્દો થોડા કડવા છે પણ સાચા છે.. પણ ઍક બાજુ નહીં ને બીજી બાજુ રહીને આપણે વિચારીએ તો એ ભારત ની ઍક દીકરી ના પણ કંઈક સપના હોય છે.. તેને પણ પોતાની અંદર સુનીતા વિલિયમ્સ , કલ્પના ચાવલા કે અરુણિમા સિંહા જેવા સપના હોય છે.. પણ કોઈને ખ્યાલ જ નથી..એ પોતાના સપના ચાર દીવાલો ની અંદર કાંતો તેની આંખ ના ક્યા ખૂણા મા દફન થતા હોય છે.. ખબર નઈ.. સપના જોવાનો હક માત્ર દીકરાઓને નહીં દીકરીઓ ને પણ હોય છે.. સમજ્યા કે દુનિયા ખરાબ છે.. પણ એ દુનિયા થી ડરી ને રેહવું એનો રસ્તો નથી કેમ કે આજુબાજુ ની બગડેલી દુનિયાને બગાડવામાં આપણે પણ નાનો મોટો ભાગ ભજવ્યો જ છે..એટલે હવે એનો સામનો કર્યે જ છૂટકો.. 
અને એટલે જ કહું છું કે " દીકરીઓ ને સક્ષમ બનાવો .. દીકરાઓ આપોઆપ સક્ષમ બની જશે.." 
હિરલ આજે પણ કોઈ મોટા અધિકારી ને જોવે છે તો તેને એના શિક્ષકો ના પેલા શબ્દો જ યાદ આવે છે..અને આંખ નો કોઈ ખૂણો પલાળી ને બસ એટલું જ વિચારી શકે છે કે..કાશ ..આ સમાજ અને લોકો ની વાતો ને ઇગ્નોર કરીને લગ્ન ના સંસાર મા મગ્ન(વ્યસ્ત) ના થયી હોત તો આજે ચિત્ર કંઈક અલગ હોત..આજે પણ એ બસ આટલું વિચારી જ શકે છે ..
આ લેખ થી હું કોઈના દિલ ને ઠેસ નથી પહોંચાડવા માંગતો પણ જો કોઈને એવો વિચાર પણ આવતો હોય કે દીકરી તો સાસરે જઈને પણ ભણી શકે તો એ બોવ અઘરું છે.. જો દીકરી ભણતી હોય તો ભણી લેવા દેજો.. નહીંતર હિરલ ની જેમ માત્ર વિચાર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય ..

જય ભારત - જય ગુજરાત -જય હિંદ 
લેખક :- સાર્થક પારેખ (sp )