overtaking books and stories free download online pdf in Gujarati

ઓવરટેકિંગ

ટૂંકી વાર્તા :- ઓવરટેકિંગ


રમવાનું સાથે , હસવાનું સાથે , ફરવાનું પણ સાથે ..બસ થોડા વિચારો અલગ હતા . લલિત અને મોહિત બંને નાનપણ થી સાથે ભણ્યા અને ગ્રેજુયેશન પણ સાથે પતાવ્યું ..તે બંને ના જીવન મા કોઈક જ એવી વાત હશે જેનાથી તે બે પરિચિત ના હોય . નહીંતર જ્યારથી તે સ્કૂલ મા દાખલ થયા ત્યારથી તો ગ્રેજુયેશન પતાવ્યું ત્યા સુધી સાથે જ એટલે સ્વાભાવિક પણે તે ગાઢ મિત્ર ની સાથે એકબીજાના સલાહકાર પણ હતા.. એટલે તે આસાની થી એકબીજાને પોતાના અવગુણ અને ગુણ કહી શકતા .. તારામાં આ ખામી છેં કે તારો આ ગુણ ખરાબ છેં તે હક થી કહી શકતા .. કહેવાય ને કે " મિત્રતા તો એવી જ સારી કે કોઈ કોઈક વસ્તુ પણ માંગે તો હક થી માંગે નહીં કે req થી .." આવી તો તેમની મિત્રતા ..

પરંતુ ગ્રેજુયેશન પતાવ્યા પછી તેમને અલગ -અલગ શહેર માં જવાનુ થયું નોકરી અને વ્યવસાય માટે.. દૂર થયા પછી થોડા દિવસ તો બંને મુઁજાયેલા રહ્યા અને કોઈનો સાથ પોતાના જીવન મા ખૂટતો હોય એવી રીતે દિવસ વિતાવ્યા પણ સમય ની સાથે તે પણ બદલાયા અને પોતાની life set કરવા માટે જીવન મા પ્રયાસ કરવા લાગ્યા .પણ અહીંયા લલિત તો પોતાના જીવન મા પહેલેથી જ positive thinking અને smiling face થી જીવવા વાળૉ..

પરંતુ મોહિત ના વિચાર અનેં સ્વભાવ અલગ હતા..કહીયે તો આજ સુધી લલિતે જ તેને સંભાળ્યો હતો અને આગળ આવવામાં મદદ કરી હતી .. પરંતુ અલગ થયા બાદ મોહિત નો સ્વભાવ અને વિચારો બદલાવા લાગ્યા ..લલિત જીવનમાં બે step પોતાના વ્યવહાર અને વિચાર થી આગળ વધતો જાય જ્યારે મોહિત પોતે fail થાય એ ઓછું પણ બીજો કેટલો sucess થાય એમાં તેને ઈર્ષ્યા હતી..પોતાની આજુબાજુ માં કોઈ વ્યક્તિ સફળ થયો તો તેના વિશે વિચારો કર્યા કરતો અને તે કેવી રીતે પાછળ જાય એવું વિચારતો હતો..

બીજાના જીવન મા ડોકિયા કરતો ..like a bigg boss ..bigg boss જેવો third class show પણ આપણને ક્યાંક અંદર ને અંદર એજ શીખવે છેં કે બીજાના જીવન મા શું ચાલે છે તે ચોરીછુપી જોવું ..બસ આવા જ વિચાર અને વ્યવહાર ને કારણે મોહિત failure નો સામનો કરતો જાય ..આવું બે -ત્રણ વર્ષ ચાલ્યું ..

ત્યારબાદ અચાનક પાંચ વર્ષ પછી બંને મિત્રોને એક હોટેલ મા મળવાનું થયું ..મળ્યા એટલે પ્રથમ તો એકબીજાને ભેટી પડ્યા અને જિંદગી ની વાતો કરવા લાગ્યા ..કેવી પાંચ વર્ષ પહેલાની પોતાની મિત્રતા ની વાતો કરવા લાગ્યા અને એજ વાતો વાતો માં તે પોતાનાં જીવન માં શું ચાલી રહ્યું છે તેની વાતો કરવા લાગ્યા ..લલિતે બધી વાત કરી કે તે હસતા -હસતા જ પોતાની life માં કેવી રીતે set થઈ ગયો જ્યારે મોહિત પોતાની એજ સ્થિતિ માં હતો ..એજ સ્થળ પર હતો ..લલિતે અને મોહિતે બોવ વાતો કરી એટલે લલિત ને સમજાય ગયું કે મોહિત નો સ્વભાવ બદલાય ગયો છે ..કારણ કે લલિત સારી રીતે પોતાના મિત્ર ને જાણતો હતો,એના સ્વભાવ ને જાણતો હતો .. તે કેમ આગળ ના વધી શક્યો તે પણ જાણી ગયો અને તેને એ પણ ખબર હતી કે જો હું આને વાત કરીને સમજાવીશ તો નહીં સમજે એટલે તેને કહ્યું ચલ આપણે ફૉર વ્હીલ માં લોંગ ડ્રાઇવ કરી આવીએ ..ત્યારે મોહિત બોલ્યો " હા , પણ કાર હું ચલાવીશ " એટલે મોહિત ને જે સમજાવાનુ હતું તેનો રસ્તો લલિત માટે સાફ થઈ ગયો ..તે કાર સ્ટાર્ટ કરીને હાઇવે પર લોંગ ડ્રાઇવ માટે નીકળ્યા વાતો કરતા -કરતા થોડા આગળ નીકળ્યા અને જ્યારે મોહિતે હાઇવે પર બે -ત્રણ વાહનો ની ઓવરટેક કરી ત્યારે વાતો -વાતો માં જ લલિતે મોહિત ને જે કહ્યું તે જ મારી આખી વાર્તા નો હાર્દ છે.. તે માત્ર મોહિતે જ નહીં પરંતુ આજના દરેક યુવાને પોતાનાં જીવન માં ઉતારવા જેવો છે ..

લલિતે કહ્યું " જો આ સામાન્ય highway પર પણ બીજી ગાડી ને પાછળ છોડવા માટે આપણે આપણી જ સ્પીડ વધારીએ છીએ .. તો કેમ આપણી real life મા આપડે આવું નથી કરતા ..

કેમ બીજાને પાછળ છોડવા માટે આપડે આપડી સ્પીડ નથી વધારતા ?..

આપણા જીવન મા પણ બીજા ને પાછળ છોડવા માટે આપડે આપડી જ સ્પીડ વધારવી પડશે નહીં કે બીજા ના જીવન મા ડોકિયા કરવા ..

overtake માટે speed જ વધારીએ છીએ નહીં કે આગળ જતી ગાડી ને ઠોકિયે છીએ ..

તો એમ જ આપણા જીવન મા આગળ જવા માટે બીજાની overtake કરવી પડશે નહીં કે તેની ઈર્ષ્યા ..કારણ કે આપણ ને ખબર છે.. જો એમ કરશું તો આપણ ને પણ નુકસાન જ છે ..

અને ઘરડા પણ હંમેશા કેહતા આવ્યા છે કે બીજાની લીટી નાની કરવા આપણે આપણી લીટી મોટી કરવી પડશે.. નહીં કે બીજાની લીટી ભુંસવાની ...

સાહેબ talent બધાનાં માં છે બસ કોઈ બીજાનું ભૂલી પોતાનું જોવે છે તો કોઈ પોતાનું ભૂલી બીજાનું ...

દુનિયા બદલાઇ ગઈ છે ..હવે થોડું overtaking આપણે પણ કરી લઈએ ...

જય હિંદ .. જય ભારત .. જય ગુજરાત

લેખક :- સાર્થક પારેખ ( sp )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED