ઘર છૂટ્યાની વેળા - 18 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 18

ભાગ - ૧૮

બધા કોલેજમાં એક સ્થળે બેઠા, તમે માંથી તું થયા બાદ બધા એકબીજાની વધુ નજીક આવી ગયા હતાં, રોહન અને અવંતિકા વધુ નજીક આવ્યા હતા, બંને હવે ફોન ઉપર થોડીવાર વાતો કરી લેતા, મેસેજમાં પણ બંને વચ્ચે વાતો થતી, ક્યારેક બધા સાથે મળી ગ્રુપમાં પણ ચેટીંગ કરી લેતા તો ક્યારેક કેન્ટીમાં બેસી ગપ્પા પણ મારી લેતા. કોલેજમાં ઘણા લોકોને એ ચારની મિત્રતા જોઈ ઈર્ષા પણ થતી. તો કોઈ એમના વિષે ખરાબ વાતો પણ કરતાં પણ એ બધી વાતોનો એમના ઉપર કોઈ ફર્ક પડતો નહિ, મોટા ભાગે વરુણ રોહન અવંતિકા અને સરસ્વતી વચ્ચે ભણવાની વાતો થતી. ક્યારેક આ રીતે બહાર પણ બેસી મન હળવું કરી લેતા.

આજે રોહન ગમે તેમ કરી અવંતિકા સામે પોતાના પ્રેમની કબુલાત કરવાનો હતો, વરુણ અને સરસ્વતી સાથ આપવાના હતા, થોડીવાર બધા સાથે બેસી વરુણે સરસ્વતી સામે ઈશારો કરી આપણે ત્યાંથી જવું જોઈએ એમ કહ્યું. પણ ઉભું થવા માટે કોઈ બહાનું મળતું નહોતું.

થોડીવાર પછી વરુણે કહ્યું : "યાર હવે ભૂખ લાગી છે, હું કઈક ખાવા માટે લઇ આવું ?"

સરસ્વતી : "હા, યાર ભૂખ તો મને પણ લાગી છે, પણ કેન્ટીનનું બધું જ આપણે ખાઈ લીધું છે, આજે કંઇક નવું ખાવાની ઈચ્છા છે."

વરુણ : "બોલો બધા શું ખાવું છે ?"

અવંતિકા : "મને તો જે હશે એ ચાલશે."

રોહન : "મારી પણ કઈ ખાસ ફરમાઈશ નથી."

સરસ્વતી : "યાર, ડોમિનોઝના પિઝ્ઝા ખાધે બહુ સમય થઇ ગયો છે."

અવંતિકા : "ના, અત્યારે ડોમિનોઝમાં કોણ જાય ?"

વરુણ : "અરે જવાની ક્યાં જરૂર છે ? હું અને સરસ્વતી જઈને લઇ આવીએ. તમે બેસો શાંતિ થી. બરાબરને સરુ..??"

સરસ્વતી : "હા, ચલ આપણે બંને જઈએ."

રોહન : "ઓકે જઈ આવો તો."

અવંતિકા : "જલ્દી પાછા આવજો, પપ્પા લેવા આવવાના છે પછી !"

વરુણ : "હા, અમે જઈ ને તરત પાછા આવીએ, ત્યાં સુધી તમે બંને વાતો કરો."

વરુણ અને સરસ્વતી જવા માટે નીકળ્યા, રોહન અને સરસ્વતી એકબીજાની સામે બેઠા હતા, રોહનને કહેવું ઘણું હતું પણ બોલી શકાતું નહોતું, અવંતિકા પણ રોહનના કંઇક કહે એની પ્રતિક્ષા કરી રહી હતી. રોહને ખુબ જ હિંમત કરી અને કહ્યું :

રોહન : "અવંતિકા, મારે આજે તારી સાથે એકવાત કરવી છે."

અવંતિકા રોહન શું કહેવાનો છે એ સમજતી જ હતી છતાં પણ એને કહ્યું : "હા બોલને."

રોહન : "મેં આજ પહેલા આ વાત કોઈને કરી નથી, શરૂઆત કેવી રીતે કરું એ મને ખબર નથી પડતી."

અવંતિકા : "તું જે શબ્દ બોલીશ એને હું શરૂઆત માનીશ, તું બસ કહી દે જે કહેવું હોય તે."

રોહન : "છેલ્લા ઘણાં સમયથી આપણે એકબીજાની નજીક આવી રહ્યા છીએ, એક સમય હતો જયારે હું તને કે તું મને પણ ઓળખતી નહોતી, આજે આપણે એવી જગ્યા ઉપર આવીને ઉભા થઇ ગયા છીએ કે આપણને એકબીજા વગર ચાલતું પણ નથી."

અવંતિકા : "હા, એ વાત તો છે. આપણે ખરેખર ઘણાં નજીક આવી ગયા છીએ."

રોહન : "હા, મારે તને એજ વાત કહેવી છે, હું, તું, વરુણ અને સરસ્વતી એક સારા ફ્રેન્ડ છીએ. અને હું ઈચ્છીશ કે આપણી મિત્રતા ક્યારેય ના તૂટે."

અવંતિકા : "હા, આપણી મિત્રતા તો ક્યારેય નહિ તૂટે, પણ આજે કેમ આવી વાત કરું છું ?"

રોહન : "ખબર નહિ હું કંઇક વધારે સમજી લેતો હોઉં, અથવા મારી કોઈ ભ્રમણા હોય શકે, પણ મારા માટે આ વાત જાણવી ખુબ જ જરૂરી છે એટલે આજે તને કહેવા માંગું છું."

અવંતિકા : "તું જે પણ વાત કરીશ એ વાતનો આપણી મિત્રતા ઉપર કોઈ ફર્ક નહિ પડે હું તને વચન આપું છું, કહી દે તું શું કહેવા માંગે છે ?"

રોહન : "તું તો જાણે જ છે, કે હું કેવી રીતે રહું છું, કેવી મહેનત કરું છું, મારા માટે આ બધું યોગ્ય નથી, છતાં પણ છેલ્લા કેટલાય દિવસથી મને બીજા કશામાં મન નથી લાગતું, જયારે સમય મળે ત્યારે તારા જ વિચારો આવે છે, કોઈ નોવેલ વાંચવા કરતાં પણ વધારે મને તારી સાથે વાત કરવાનું ગમે છે. તું જયારે મારી આંખો સામે હોય તને જોયા કરવાનું, તારી વાતો સાંભળવાનું મન થયા કરે છે. જે દિવસે આપણે પ્રવાસમાંથી આવ્યા એના પછીના દરેક દિવસો મારા માટે કંઇક જુદા જ બની ગયા છે, પહેલા હું જીવતો હતો પણ કોણ જાણે કેમ ખુશ નહોતો રહેતો, પણ જ્યારથી હું તારી નજીક આવ્યો છું, હું ખુશ રહેવા લાગ્યો છું, મારા દિવસો કેમના પસાર થઇ જાય છે હું ખુદ નથી સમજી શકતો. રોજ સવારે ઊઠતાં જ કોલેજ તરફ ભાગવાનું મન થાય છે, કેમ કરી તારી નજીક રહું એમ જ વિચાર્યા કરું છું, કોલેજ છૂટતાં બીજા દિવસની રાહ જોયા કરું છું. પહેલા હું જમવાનું બનાવતો હતો ત્યારે એમાં કોઈ સ્વાદ નહોતો શોધતો. જેવું બનતું એવું જ જમી લેતો પણ હવે મારા બનાવેલા જમવામાં પણ હું સારો સ્વાદ શોધું છું, ભલે તું એ ટેસ્ટ કરવા નથી આવવાની છતાં એમ થાય છે કે તને આવું નહિ ગમે, આ ટેસ્ટ તને ગમશે એમ વિચારી જમવાનું બનાવું છું. તું આંખો સામે ના હોય તે છતાં ઘણીવાર એકાંતમાં તારી સાથે વાતો કરી લઉં છું. આ પ્રેમ છે કે શું છે એ મને નથી ખબર, પણ મને આ રીતે જીવવાનું હવે ગમી રહ્યું છે, તારા મનમાં મારા માટે શું લાગણી છે એ મને ખબર નથી, મારા દિલના હાલ વરુણ સમજી ગયો અને એને જ મને ઘણીવાર તને કહેવા માટે કહ્યું પણ મારી હિંમત ના થઇ શકી, પણ આજે તને જોઈ હું મારી જાતને રોકી શક્યો નહિ. અવંતિકા તું મારા માટે શું વિચારે છે એ જાણવું મારા માટે ખુબ જ મહત્વનું છે, મેં મારા દિલની હાલત તારી આગળ ઠાલવી છે. હવે મારે તું શું વિચારે છે એ જાણવું જરૂરી છે."

અવંતિકા નીચું જોઈ અને મંદ મંદ હસી રહી હતી. રોહને પોતાની વાત પૂરી કરતાં અવંતિકા એ પણ પોતાનો જવાબ રજૂ કર્યો.

અવંતિકા : "રોહન સાચું કહું તો તને મળ્યા પછી મારી પણ એવી જ હાલત છે, હું પણ રોજ તારા જ વિચારો કર્યા કરું છું. હું જે દિવસે કોલેજમાં આવી એ પહેલા જ દિવસથી તારા માટે મને એક અલગ લાગણી જન્મી છે. તું બધા કરતાં મને સાવ અલગ લાગ્યો અને જે દિવસે તારા જીવન વિષે મેં જાણ્યું એ દિવસથી મને તારા પ્રત્યે વધારે લાગણી જન્મવા લાગી. હું પણ નહોતી સમજી શકતી કે આવું કેમ થઇ રહ્યું છે, પણ તું મને ગમવા લાગ્યો હતો. હું પણ તારા નજીક રહેવાના બહાના જ શોધતી હતી. તે દિવસે હું કોઈ કામથી નહિ પણ તને શોધતા જ મેદાનમાં આવી હતી. અને તારી સાથે બેઠી. પ્રવાસમાં પણ તારી નજીક રહેવાનું મને ગમ્યું. તારો સ્વભાવ, તારી મહેનત મને આકર્ષી રહ્યા હતા, મેં પણ અત્યાર સુધી કોઈ માટે કઈ જ વિચાર્યું નથી, પણ જ્યારથી હું તને મળી છું ત્યારથી તારા માટે જ વિચારવાનું મન થાય છે, ઘણીવાર તારી ચિંતા પણ થાય છે. કદાચ આજ પ્રેમ છે એ હું સમજી નથી શકતી, પણ હા, મને તારા પ્રત્યે લાગણી જરૂર છે."

રોહન અવંતિકા સામે જ જોઈ રહ્યો હતો, તેને બોલતા સાંભળી રહ્યો હતો. પણ પોતે અત્યારે કેવી પરિસ્થિતિમાં જેવી રહ્યો છે તેનું એને ભાન હતું. તે અવંતિકા સામે પોતાના જીવન વિષે પણ ચોખવટ કરવા માંગતો હતો.

રોહન : "અવંતિકા, તારા પપ્પા સારા બીઝનેસમેન છે, તું બધી જ રીતે સુખી છું, પણ હું તને કઈ આપી શકું તેમ નથી. અને...."

અવંતિકા : (રોહનને વચ્ચે જ રોકતા...) રોહન, મારા માટે તું અમીર છું કે ગરીબ એ મહત્વનું નથી. અને મેં એવું ક્યારેય નથી વિચાર્યું કે મને પ્રેમ કરનાર વ્યક્તિ પણ અમીર જ હોય. મારા માટે વ્યક્તિ કેવું છે એ મહત્વનું છે, એના વિચારો મારા માટે મહત્વના છે. અને તારી આ મહેનત કરવાની અને સ્વમાનથી જીવન જીવવાની રીતે જ મને આકર્ષી છે. મને પણ કોઈના સાચા પ્રેમની શોધ હતી, અને તને જોતા મને લાગ્યું કે એ વ્યક્તિ તું જ છું જેને હું ચાહી શકીશ. ભલે તું મને મળે કે નહિ હું તને એકતરફી પ્રેમ કરતી રહીશ."

રોહન : "તો હું આ જગ્યા ઉપર ખોટો નથી, તારા દિલમાં પણ મારા માટે લાગણી છે. અવંતિકા ભલે હું તને કઈ નહિ આપી શકું પણ પૂરી વફાદારીથી તને પ્રેમ કરતો રહીશ. તને ફરિયાદનો કોઈ મોકો નહિ આપું."

અવંતિકા : "રોહન, હું પણ ક્યારેય તને તકલીફ થાય એવું કે ક્યારેય તારા જીવનમાં મારા કારણે મુશ્કેલી ઊભી નહિ થવા દઉં. એ પણ હું તને વચન આપું છું."

થોડીવાર બંને એક બીજા સામે જોતા શરમાઈ રહ્યા હતા. રોહન હજુ તેની સામે બેસી ને જ બોલી રહ્યો હતો, અને અવંતિકા પણ રોહનની વાત સાંભળી ખુશ હતી. શરમથી તેની આંખો ઝુકેલી હતી. અવંતિકા જાણતી હતી કે રોહન થોડો શરમાળ છે, એ નોવેલ જેવી વાતોમાં પ્રેમની કબુલાત કરશે પણ "આઈ લવ યુ" નહિ બોલે. જે સાંભળવા માટે અવંતિકા રાહ જોઈ ને બેસી રહી હતી.

અવંતિકા : "રોહન તે આટલું બધું કહી દીધું પણ જે સાંભળવા હું માંગુ છું એ તો તું કહેતો જ નથી ?"

રોહન : "શું કહું ? હું આજે એટલો ખુશ છું કે મને કઈ યાદ જ નથી આવતું."

અવંતિકા : "તું સાવ બુધ્ધુ છે, આજથી મારે તારું નામ બદલી નાખવું પડશે."

રોહન : "કેમ મારા નામ માં શું ખોટું છે, અને તું શું નામ આપવા માંગે છે ?"

અવંતિકા : "તારી વાતો અને વિચારો જોઇને તો મને તને "ભગત" કહેવાનું મન થાય છે."

રોહન હસવા લાગ્યો. અને કહ્યું : "ઓકે, બસ આજથી હું તારા માટે ભગત."

અવંતિકા : "રોહન..મને ખબર છે તું નથી બોલવાનો, લાવ ચલ હું જ કહી દઉં."

રોહન : "શું કહેવાનું છે ?"

અવંતિકાએ રોહન સામે પોતાનો હાથ લંબાવ્યો .. અને કહ્યું "આઈ લવ યુ. ભગત.."

રોહનને આ શબ્દ સાંભળી રુંવાડા ઉભા થઇ ગયા, નોવેલ અને ક્યારેક ટી.વી,માં જોયું હતું કે પ્રેમનો ઇજહાર કોઈ કરે ત્યારે શું કહેવું એ રીતે એને પણ પોતાનો હાથ અવંતિકાના હાથમાં મૂકી "આઈ લવ યુ ટુ" કહી અવંતિકાના મુલાયમ હાથને જ પકડી રાખ્યો. બંને થોડીવાર સુધી એમ જ એકબીજાના હાથ પકડી, એકબીજાની આંખોમાં જોઈ રહ્યા, અને એ બંને જાણે બીજી દુનિયામાં ખોવાઈ ગયા. વરુણનો ફોન રોહનના મોબાઈલ ઉપર આવ્યો અને ફોનની રીંગ વાગતા બંને અસલ દુનિયામાં પાછા ફર્યા. રોહને એક હાસ્ય સાથે અવંતિકાના હાથમાં રહેલો પોતાનો હાથ લીધો અને ફોન પકડ્યો.

વરુણ : "હેલ્લો રોહન શું થયું ભાઈ ? બાત બની કે નહિ ?"

રોહન અવંતિકાથી થોડે દૂર ગયો વાત કરવા માટે, ફોન ઉપર વાત કરતાં પણ રોહન ના ચહેરા ઉપર એક હાસ્ય રમી રહ્યું હતું, અવંતિકા રોહનને જોતા જ સમજી ગઈ હતી કે વરુણ તેને શું થયું એના વિષે જ પૂછવાનો હતો અને એટલે જ રોહન વાત કરવા માટે દૂર ગયો છે.

વરુણ બોલી જ રહ્યો હતો...

"અરે બોલને ભાઈ શું થયું, તે તારા દિલની વાત અવંતિકાને કરી કે નહિ, કે આજે પણ ટાય ટાય ફીસ કરી નાખ્યું."

રોહન : "મને તો બોલવા દે ભાઈ."

વરુણ : "હા બોલ ભાઈ જલ્દી, હું અને સરસ્વતી ક્યારના આ કેક શોપ સામે ગાડી ઉભી કરી ને રાહ જોઈએ છીએ."

રોહન : "તમે તો પિઝ્ઝા લેવા ગયા હતા, તો કેક શોપ આગળ કેમ ઉભા છો ?"

વરુણ : "અરે, લલ્લુ, જો તારી વાત બને તો કેક લઈને આવીએ એમ. ચલ હવે કહી દે શું થયું ?"

રોહન : "મેં અવંતિકાને મારા દિલની વાત કરી, એના દિલમાં પણ મારા માટે પ્રેમ હતો. હું ખુબ જ ખુશ છું વરુણ."

વરુણ : "વાહ, જોરદાર મેરે શેર, મેં તો તને કહ્યું જ હતું ને, ચલ હવે જલ્દી હું કેક લઇ ને આવું છું બધા સાથે સેલીબ્રેટ કરીએ આજના દિવસને."

રોહન : "ઓકે, જલ્દી આવો."

રોહન ફોન મૂકી હસતો હસતો અવંતિકા પાસે આવ્યો, અને અવંતિકાની સામે બેસવાના બદલે તેની બાજુમાં જ બેઠો.

અવંતિકા : "શું થયું કેમ ભગત આટલું હશે છે ?"

રોહન : "વરુણ અને સરસ્વતી જાણી જોઇને બજારમાં ગયા હતા, કારણ કે આપણે એકબીજા સાથે વાત કરી શકીએ, મેં એમને કહી દીધું છે, એ લોકો કેક લઇ આને આવે છે."

અવંતિકા : "સો નાઈસ, તો આજનો દિવસ યાદગાર બની જવાનો એમને ?"

રોહન : "હા, અવંતિકા તું ખુશ તો છે ને ?"

અવંતિકા : "હા, બહુ જ ખુશ છું,"

બંને પાછા એકબીજાની વાતો માં ખોવાવવા લાગી ગયા....

વધુ આવતા અંકે...

લે... નીરવ પટેલ "શ્યામ"