Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક અંતિમ ભાગ

રૂહ સાથે ઈશ્ક..

અંતિમ ભાગ

(૧૫)

રાહુલ ની મદદ થી સ્વાતિ પોતાની હત્યા પાછળ સામેલ એવાં લાલજી અને તપન દેસાઈ ની હત્યા કરે છે. આ હત્યા બાદ એ રાખી ને પણ મોત ની ઘાટ ઉતારી મૂકે છે. cctv ફૂટેજ ને આધારે માલવીકા સમજી જાય છે કે રાહુલ સ્વાતિ નાં કહેવાથી આ બધી ખુની ઘટનાઓ ને અંજામ આપી રહ્યો હતો. માલવીકા રાહુલ અને એનાં મિત્ર હર્ષ તથા સાગર ની હત્યા નો પ્લાન ઘડે છે.. જેની જવાબદારી જાકીર ને અપાઈ હોય છે અને એનાં અનુસંધાન માં પ્રોજેકટ નાં બહાને એ ત્રણેય ને લેબ માં લાવવામાં આવે છે.. હવે વાંચો આગળ

***

પોતાનો અંત નજીક છે એમ માની રાહુલ, હર્ષ અને સાગર આંખો બંધ કરી આવનારી મોત ની રાહ જોઈ રહ્યાં હતાં.. એકાએક થયેલાં બંદૂકમાંથી ગોળી છૂટવાના અવાજે એ ત્રણેય ને નાનકડો હાર્ટએટેક આપી દીધો એવું કહીએ તો ખોટું નથી.

રાહુલ, હર્ષ અને સાગરે આંખો ખોલી કોને ગોળી વાગી છે એ જોવા આમતેમ નજર કરી તો એ ત્રણેય સલામત હતાં.. તો પછી ગોળી કોનાં પર ચલાવવામાં આવી એ વિચારી એમને માલવીકા તરફ જોયું તો માલવીકા નાં હાથમાંથી લોહી ટપકી રહ્યું હતું અને એની રિવોલ્વર નીચે પડી ગઈ હતી.

"બધાં પોતપોતાનાં હાથ ઉપર કરીને ઉભાં રહો.. કોઈપણ ચાલાકી કરી તો આ વખતે નિશાનો હાથ નહીં પણ કપાળ હશે.. "દરવાજો ખોલી અંદર આવીને સમીર પટેલે કહ્યું.. સમીર ની સાથે આસ્થા પણ હાથમાં ગન લઈને અંદર પ્રવેશી. સમીર ની વાત સાંભળી જાકીર અને એનાં ત્રણેય સાગરીતો એ હથિયાર હેઠાં મૂક્યાં અને માલવીકા ની જોડે આવીને ઉભાં રહ્યાં

"સમીર સર.. "રાહુલ, હર્ષ અને સાગર એકસાથે ચમકીને બોલ્યાં.

"સમીર તે મારાં પર ગોળી કેમ ચલાવી.. "હાથમાં થયેલાં ગોળીનાં નિશાન તરફ જોઈને કણસતાં માલવીકા એ પૂછ્યું.. એને સમીર અને આસ્થા ને એકસાથે પોતાની વિરુદ્ધ જોઈ આશ્ચર્ય થઈ રહ્યું હતું.

"છોકરાઓ તમે આ તરફ આવી જાઓ.. હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી.. મને આ કોલેજ માં ચાલતાં કાળા કામ અને આ બધાં પાછળ કેશવ આર્ય અને આ હરામી માલવીકા જોડાયેલી છે એની ખબર પડી ગઈ છે.. "સમીરે કહ્યું.

"પણ તું છે કોણ.. . ?" માલવીકા એ ગુસ્સામાં પૂછ્યું.

"આ છે CID ઓફિસર સમીર પટેલ અને હું ક્રાઈમ ડિપાર્ટમેન્ટ ની લેડી ઓફિસર આસ્થા અગ્રવાલ.. "સમીર વતી જવાબ આપતાં આસ્થા બોલી.

"પણ તમે બંને અહીં કેવી રીતે.. ?" સમીર અને આસ્થા હકીકત માં પોલીસ ઓફિસર છે એ જાણી નવાઈ સાથે માલવીકા એ કહ્યું.

"તપન દેસાઈ નાં મળેલાં ફોન ને FSL ની ટીમે રીપેર કરી દીધો.. એમાં ઘણી અભદ્ર વીડિયો કલીપ મળી આવી એટલે એમને દાળ માં કંઈક કાળુ લાગ્યું.. તમે નવી જોબ ની જાહેરાત આપી એટલે અમે સાયબર ટીમ જોડે તમારી સાઈટ અને ઈમેઈલ આઈડી હેક કરાવી દીધું.. તમારાં પર જે પણ જોબ માટે પ્રોફાઈલ આવી હતી એ બધાં અમારાં જ ઓફિસરો ની હતી.. "સમીરે પોતાનાં અહીં આવવાનું રહસ્ય જણાવતાં કહ્યું.

"પણ સર તો તમે પહેલાં કોઈ એક્શન કેમ ના લીધી.. ?" રાહુલે સમીર તરફ જોઈને કહ્યું.

"રાહુલ.. અમને આ લોકો વિરુદ્ધ પ્રુફ ની જરૂર હતી.. એ માટે મેં પ્રિન્સિપાલ ની કેબિનમાં માઈક્રો ચિપ લગાવી એમની વાતો સાંભળવાની શરૂ કરી.. એમાં સ્વાતિ નાં મર્ડર ની અને તારાં અને તારાં મિત્રો ની હત્યાનાં કાવતરા વિશે ની માહિતી મળી.. અત્યારે પણ માલવીકા તમને જેવી લેબમાં લઈ જવા માટે નીકળી અમે બંને તાત્કાલિક અહીંયા આવી પહોંચ્યા.. "સમીરે રાહુલ ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"સમીર.. હું તને મોં માંગી રકમ આપીશ.. તું મને જવા દે.. મારાં પર કોઈ ગુનો ના નોંધીશ.. " માલવીકા એ રૂપિયાની લાલચ આપતાં સમીર ને કહ્યું.

"માલવીકા હું સાચો દેશભક્ત છું.. ઈમાનદારી મારાં લોહીનાં દરેક કતરા માં છે.. તે કેટલીયે યુવતીઓની જીંદગી બરબાદ કરી છે અને તમારી પર બે હત્યાઓ નો પણ આરોપ પુરવાર થઈ જશે.. જેની સાબિતી રૂપે આ જાકીર છે જ.. જાકીર બનીશ ને સરકારી સાક્ષી.. તારી સજા ઓછી કરી આપવાની જવાબદારી મારી.. "જાકીર તરફ જોઈ સમીરે કહ્યું.

"સાહેબ તમે કહેશો એમ કરવા તૈયાર છું.. બસ મને ઓછી સજા થવી જોઈએ.. "સમીર આગળ હાથ જોડી જાકીર બોલ્યો. પોતાનો જ સાથીદાર પોતાનાં વિરુદ્ધ ગવાહી આપવા તૈયાર થઈ ગયો એ જોઈને માલવીકા ની દશા અત્યારે કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી.

"તો મિસ માલવીકા તૈયાર થઈ જાઓ જેલ ની સફર માટે.. અને તમે ત્યાં એકલા નહીં હોય તમારાં ખાસ એવાં પ્રિન્સિપાલ કેશવ આર્ય નો પણ સાથ તમને ત્યાં પણ મળશે.. કેમકે આ બધી ગંદી રમત પાછળ મુખ્ય ભાગ એને જ ભજવ્યો છે.. "સમીર પોતાનાં આગવા અંદાજ માં બોલ્યો.. જે સાંભળી માલવીકા ને પોતાનો બધો ખેલ ખતમ થઈ ગઈ હોવાની લાગણી થઈ રહી હતી.. !!

અચાનક દરવાજો ખુલ્યો અને કેશવ આર્ય હાથ માં ગન સાથે અંદર દાખલ થયાં.. એને સેકંડ નાં છઠ્ઠા ભાગમાં કેશવ આર્ય એ રિવોલ્વર ને આસ્થા અગ્રવાલ નાં માથા પર રાખી દીધી અને જોર થી કહ્યું.

"સમીર જો કોઈપણ પ્રકાર ની હિલચાલ કરીશ તો તારી આ સાથી લેડી ઓફિસર ની ખોપરી નાં ફુરચા વેરી નાંખીશ.. તમારાં હથિયારો નીચે નાંખી દો. માલવીકા તું તારી રિવોલ્વર લઈ લે.. અને આ તરફ આવી જા.. અને તું ઇન્સ્પેકટર સમીર અને તમે ત્રણેય છોકરાં સામે તરફ જતાં રહો.. "

કેશવ આર્ય ની આમ એન્ટ્રી થતાં માલવીકા ની ખુશી નો પાર ના રહ્યો અને એને ઘવાયેલા હાથ નું દુઃખ ભૂલી નીચે પડેલી પોતાની રિવોલ્વર પોતાનાં હાથ માં લઈ લીધી અને કેશવ આર્ય ની તરફ આવી ગઈ. સમીરે સમય ની ગંભીરતા ને સમજી પોતાની ગન નીચે મૂકી દીધી અને કેશવ આર્ય નાં કહ્યા મુજબ એક તરફ આવી ને ઉભો રહ્યો.

"વેલડન પ્રિન્સિપાલ સર.. . તમે તો જોરદાર ટાઈમે એન્ટ્રી મારી ને આખી બાજી જ પલટી દીધી.. બાકી તો આ સમીર જાકીર ને આપણી વિરુદ્ધ ભડકાવી એને સાક્ષી બનાવવા માંગતો હતો આપણાં કાળા કામ વિશે.. "માલવીકા એ કહ્યું.. એની રિવોલ્વર સામે ની તરફ તકાયેલી હતી.

રાહુલ અને એનાં મિત્રો તો આમ અચાનક એકપછી એક બનતી નવી ઘટનાઓ જોઈ બઘવાઈ ગયાં હતાં.. હવે નક્કી કેશવ આર્ય કોઈને જીવતાં નહીં છોડે એ વાત નક્કી હતી.

"હવે વધુ રાહ જોયાં વગર આ બધાનો ખેલ ખતમ કરી દઈએ.. સૌ પહેલાં તો આ જાકીર ને પૂરો કરી દઉં.. એટલે બધાં ને ખબર પડે કે આ માલવીકા ની વિરુદ્ધ જવાનું પરિણામ શું આવી શકે છે. "આટલું કહી માલવીકા એ સાયલેન્સર ભરાવેલી પોતાની રિવોલ્વર વડે જાકીર ની છાતીના ભાગમાં બે ગોળી એ છોડી.. એક મિનિટ માં તો જાકીર હતો ના હતો થઈ ગયો.

"જોઈ લીધી તમારાં બોસ ની દશા.. હવે તમારી સમજદારી એમાં જ છે કે હું કહું એમ કરો.. "જાકીર નાં સાથીદારો તરફ જોઈ કેશવ આર્ય એ કહ્યું.

જાકીર ની લાશ જોઈ હેબતાઈ ગયેલાં એનાં સાથીદારો એ એકબીજાની તરફ જોયું અને કેશવ આર્ય નાં કહ્યા મુજબ બધું કરવાની હામી ભરી દીધી.

"ખૂબ સરસ.. તો હું આ બધાં છોકરાં અને આ બંને ઇન્સ્પેકટર ને ઠેકાણે પાડી દઉં એટલે તમારે એમની લાશ ને ક્યાંક દાટી દેવાની છે જંગલમાં જઈને.. તમને તમારાં કામ ન બદલામાં ૧૦ લાખ મળી જશે.. "માલવીકા એ કહ્યું.

"હા તમારું કામ અમે કરી દઈશું.. બસ અમને અહીં થી જીવતા જવા દો એટલે બહુ છે.. "જાકીર નો એક સાથીદાર બોલ્યો.. એની આંખો માં મોત નો ડર સાફસાફ દેખાઈ રહ્યો હતો.

"જોયું ઇન્સ્પેકટર સમીર.. સમય નું ચક્કર હંમેશા એક દિશામાં નથી ચાલતું.. એ તો બદલાતું રહે છે.. જોયું બે મિનિટમાં તો બાજી તારા હાથમાંથી અમારાં હાથમાં આવી ગઈ.. "ખંધા સ્મિત સાથે માલવીકા એ કહ્યું.

"તમે શું સમજો છો કે તમે બંને બચી જશો.. અમારી મોત ની જેવી ખબર અમારાં ડિપાર્ટમેન્ટ ને પડશે એવો જ તમારો પણ ખેલ ખતમ થઈ જશે.. "સમીરે કહ્યું.

"ઓહ.. એતો અમે વિચાર્યું જ નહીં.. સમીર હું એવી પણ પાગલ નથી કે તમારી હત્યા કરી અહીં ભારત માં રહું.. હું અને કેશવ આમ પણ નજીક માં આઉટ ઓફ ઇન્ડિયા જતાં રહેવાનાં હતાં.. હવે થોડાં વહેલાં જઈશું.. "માલવીકા એ કેશવ આર્ય નો હાથ પકડીને કીધું.

"અમારી જોડે એટલાં પૈસા ભેગાં થઈ ગયાં છે કે અને આખી જીંદગી ટેસ થી પસાર કરી શકીશું.. એટલે અમારી ચિંતા કર્યા વગર તમારાં વધેલાં શ્વાસ ની ગણતરી શરૂ કરો.. "કેશવ આર્ય એ અટ્ટહાસ્ય કરતાં કહ્યું.

કેશવ આર્ય એ માલવીકા ની તરફ જોઈને કહ્યું..

"તું આ ત્રણ છોકરાઓને પૂરાં કર.. અને હું આ બંને ઇન્ડિયન પોલીસ નાં બાહોશ ઓફિસર ને.. "

"નેકી ઓર પૂછ પૂછ.. "આટલું કહી માલવીકા એ રાહુલ ની તરફ પોતાની રિવોલ્વર નું નિશાન રાખ્યું અને કેશવ આર્ય એ સમીર પર. અને એક કેશવ આર્ય અને માલવીકા એ રિવોલ્વર નું ટ્રિગર દબાવ્યું.. ગોળી છૂટવાના અવાજ થી રાહુલ અને સમીર થી પોતાનો અંત સમય આવી ગયો એમ વિચારી આંખો મીંચાઈ ગઈ હતી.

અમુક સમય થઈ ગયો પણ ગોળી પોતાને ના વાગી એ જોઈ આશ્ચર્ય નાં ભાવ સાથે રાહુલ અને સમીરે આંખો ખોલી તો જોયું તો ગોળી એમનાથી એકાદ ફુટ દૂર હવામાં રોકાઈ ગઈ હતી.. રૂમ માં હાજર બીજાં પણ આ દ્રશ્ય જોઈ અચરજ પામી ગયાં.. !!

"સ્વાતિ તું આવી ગઈ.. ?"અચાનક રાહુલ ખુશીથી બોલ્યો.. બન્યું એવું કે જ્યારે કેશવ આર્ય અને માલવીકા ડાયલોગ બાજીમાં સમય બગાડી રહ્યાં હતાં ત્યારે રાહુલે ઘડિયાળ માં જોયું તો સાત વાગી ગયાં હતાં મતલબ સ્વાતિ હવે ક્યાંય પણ આવવા જવા મુક્ત હતી.. એટલે રાહુલે આ તક નો લાભ લઈ સ્વાતિ ને મનોમન યાદ કરી અને અણી નાં સમયે સ્વાતિ એ આવીને એને અને ઓફિસર સમીર ને પોતાની શક્તિ વડે બચાવી લીધાં.

"સ્વાતિ.. પણ અહીં ક્યાંથી.. એતો.. "નવાઈ સાથે માલવીકા બોલી.

સ્વાતિ અચાનક એમની સામે પ્રગટ થઈ એને પોતાની તાકાત વડે જાણે બુલેટ નો વેગ રોકી દીધો હતો.. માલવીકા ની વાત સાંભળી એ બોલી..

"શું એતો.. એજ કે મારી આત્મા તો ભોજનાલય માં કેદ હતી તો હું અહીં કઈ રીતે એમ જ ને.. તો સાંભળ, મેં રાહુલ ને કહી મારી મુક્તિ તો ક્યારનીયે કરાવી દીધી હતી.. અને મેં જ લાલજી, તપન અને રાખી ની હત્યા કરી છે એમાં રાહુલ નો કોઈ હાથ નથી.. રાહુલે એક જ ગુનો કર્યો છે.. મને સાચા દિલ થી પ્રેમ કરવાનો.. એનો બીજો કોઈ અપરાધ નથી.. "

સ્વાતિ ની વાત સાંભળી એને પોતાની સામે જોઈ જાકીર નાં ત્રણેય સાથીદારો તો ડર નાં માર્યા બારણું ખોલી ને નાસી ગયાં.. માલવીકા અને કેશવ આર્ય પણ ભાગવા માંગતા હતાં પણ એમનાં પગ જાણે જમીન માં ખોડાઈ ગયાં હોય એવું એમને મહેસુસ થઈ રહ્યું હતું. એ બંને સમજી ચૂક્યા હતાં કે એમનો કાળ એમનું મૃત્યુ હવે નજીક છે.. ડર નાં માર્યા એમને વગર વિચારે ધડાધડ ગોળીઓ સ્વાતિ પર ચલાવી દીધી.

એમને સ્વાતિ તરફ છોડલી બધી બુલેટ પહેલાં છોડલી બુલેટ ની માફક જ હવામાં રોકાઈ ગઈ.. એમની આ બાલિશ હરકત પર સ્વાતિ થોડું હસી અને બોલી..

"કેટલી વાર મને મારશો.. એક વાર બળાત્કાર કરી ને અને એક વાર પથ્થર થી છૂંદીને મારુ માથું ફોડી મને બે વાર તો મારી ચૂક્યાં છો.. પણ હવે મારો નહીં તમારો અંત સમય આવી ગયો છે.. "

અચાનક કેશવ આર્ય અને માલવીકા એ છોડલી લગભગ ડઝનેક બુલેટ ની દિશા બદલાઈ અને એ બધી જઈને કેશવ આર્ય નાં શરીર ની આરોપર નીકળી ગઈ અને ચાર પાંચ સેકંડમાં તો એનાં રામ રમી ગયાં.

પોતાની બાજુમાં પડેલો કેશવ આર્ય નો મૃતદેહ જોઈ માલવીકા રડવા લાગી.. આજે પ્રથમ વાર એને સાચા ડર અને ભય ની પ્રતીતિ થઈ રહી હતી.. એ રડતી રડતી પોતાનાં ઘૂંટણીયે બેસી ગઈ અને સ્વાતિ ની માફી માંગતા બોલી.

"સ્વાતિ, પલીઝ મને માફ કરી દે.. હું તારી ગુનેગાર છું.. અને હું મારાં બધાં ગુના કબુલું છું.. પણ મને મારીશ નહીં. હું પોલીસ આગળ મારી જાત ને સરેન્ડર કરું છું.. "

"હા સ્વાતિ તું એને અમારાં હવાલે કરી દે.. અમે એને કડક માં કડક સજા મળશે એવું કરીશું.. "ઓફિસર સમીરે કહ્યું.

"હા સ્વાતિ.. આમ પણ આપણે નક્કી થયું હતું કે જ્યાં સુધી આ માલવીકા જીવતી હશે ત્યાં સુધી જ આપણે બંને મળી શકીશું.. માટે હવે બધું ભૂલીને એને જેલ માં જ એનાં પાપ ની સજા ભોગવવા છોડી દે.. "રાહુલે સ્વાતિ ને ઉદ્દેશીને કહ્યું.

રાહુલ ની વાત સાંભળતા જ સ્વાતિ એ માલવીકા ને જીવતી છોડી મુકવાનું મન બનાવી લીધું અને કહ્યું.

"ઓફિસર આને તમે એરેસ્ટ કરી શકો છો.. પણ ધ્યાન રાખજો કે આને આજીવન કારાવાસ થી ઓછી સજા તો ના જ થવી જોઈએ.. "

"એવું જ થશે.. . આસ્થા જા એને એરેસ્ટ કરી લે.. "સમીરે આસ્થા ને ઉદ્દેશીને કહ્યું.

આસ્થા માલવીકા ને હથકડી પહેરાવવા જતી હતી ત્યાં એક ઘટના બની.. સ્વાતિ એ કેશવ આર્ય તરફ છોડલી બુલેટ માંથી અમુક બુલેટ પાછળ રાખેલાં કાચ નાં પાર્ટીશન પર વાગી હોય એવો ભડાકો થયો હતો.. એમાંથી જ એક ટુકડો પડ્યો અને માલવીકા ની પીઠમાંથી આરપાર નીકળી ગયો.. કોઈ કંઈ સમજે એ પહેલાં તો માલવીકા તરફડીયા મારી આ દુનિયામાંથી વિદાય લઈ ચુકી હતી.

ઓચિંતી બનેલી આ ઘટનાના લીધે ત્યાં હાજર બધાં લોકો એકબીજાનાં મુખ જોઈ રહ્યાં.. કોઈને શું બોલવું એ સમજાતું નહોતું.. કુદરત ની લીલા પણ અપાર છે.. એ જોઈ બધાં સ્તબ્ધ બની ગયાં.

રાહુલ સમજી ચુક્યો હતો કે હવે સ્વાતિ આ દુનિયા છોડી પોતાની મુક્તિ મેળવી અન્ય યોનિમાં પ્રવેશ કરી શકશે.. એટલે સ્વાતિ ને ગુમાવવાના ડર થી એ રડમસ બની ગયો.. સ્વાતિ એ એની તરફ જોયું અને એની નજીક જઈને ઉભી રહી અને પછી રાહુલ તરફ જોઈ બોલી.

"રાહુલ.. આમ ઉદાસ ના થઈશ.. આમ પણ હું એક રૂહ હતી અને તું જીવિત વ્યક્તિ.. તારો અને મારો મેળ કોઈ કાળે શક્ય તો નહોતો જ.. પણ જેટલો સમય તારી સાથે રહી.. જેટલો સમય તારો પ્રેમ મળ્યો એ મારી આ દુનિયા પર પસાર કરેલી જીંદગી નો સૌથી શ્રેષ્ઠ સમય છે.. આઈ લવ યુ.. "

"સ્વાતિ.. પણ હું તારાં વગર... "આટલું કહી રાહુલ સ્વાતિ ને ભેટી પડ્યો.. એની આંખોમાંથી નીકળતું પ્રત્યેક આંસુ ત્યાં હાજર બધાં ને રડાવી મુકવા કાફી હતું.

"રાહુલ એવું નહીં બોલવાનું.. જો તે મને સાચા દિલ થી પ્રેમ કર્યો હોય તો પ્રોમિસ કર કે તું મને ભૂલી તારી લાઈફ માં આગળ વધીશ.. "સ્વાતિ એ કહ્યું.

"હા હું પ્રોમિસ કરું છું... આઈ લવ યુ સો મચ.. "રાહુલ રડતાં રડતાં મહાપરાણે આટલું બોલી શક્યો.

"રાહુલ તો મારો આ દુનિયામાંથી વિદાઈ લેવાનો સમય આવી ગયો છે.. પણ હું જતાં જતાં એવું ઈચ્છું કે તારાં આ ચહેરા પર ઉદાસી નહીં સ્માઈલ હોય.. "રાહુલ ને એક દીર્ઘ ચુંબન આપી સ્વાતિ એ કહ્યું.

થોડી જ વાર માં એ બધાં ની નજર સામે સ્વાતિ ની આત્મા એક રોશની રૂપે ઉપર આકાશ તરફ ગઈ અને હવામાં વિલીન થઈ ગઈ.. રાહુલ હજુપણ સ્વાતિ ને પોતાનાથી અળગી થયાં નાં સદમા માં હતો.. આખરે સ્વાતિ એનો પહેલો પ્રેમ હતી.. !!

***

કોલેજ માં ચાલતાં કારનામાં ની જ્યારે આખા રાજ્ય માં ખબર પડી ત્યારે ખૂબ હોબાળો મચી ગયો.. ઘણાં ભોગ બનેલાં સ્ટુડન્ટ્સે પણ પોતાની ગવાહી આપી.. સમીર પટેલે જાકીર અને માલવીકા વચ્ચે મતભેદ થતાં એકબીજા પર ગોળી ચલાવી જેમાં જાકીર, માલવીકા અને કેશવ આર્ય નાં જીવ ગયાં એવું પોલીસ નાં ચોપડે નોંધી કેસ ની ફાઈલ ક્લોઝ કરી.

સરકાર ની સાયબર ટીમ દ્વારા ઓનલાઈન માર્કેટ માં ગયેલાં કોલેજ નાં યુવક યુવતીઓના વિડિયો ડિલીટ કરાવી દીધાં.. સુમન શાસ્ત્રી ને કોલેજ નાં નવાં પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યાં.. અને યોગ્ય નવાં સ્ટાફ ની ભરતી કરવામાં આવી.

રાહુલ આ બધી ઘટના થી હજુપણ વ્યથિત હતો.. હજુપણ એ સ્વાતિ ને ભૂલી નહોતો શક્યો.. પણ એક દિવસ અમી એને એકાંત માં મળવા આવી અને કહ્યું.

"રાહુલ મને ખબર છે તારાં જોડે જે કંઈપણ વીત્યું એ.. હું જાણું છું કે કોલેજમાં જે કંઈપણ મોત થયાં એ બધાં પાછળ કોણ હતું.. અને એની આ બધું કેમ કર્યું.. "

"શું તું જાણે છે કે આ બધું કોને કર્યું.. પણ તને આ બધું કોને કહ્યું.. ?"અમી ની વાત સાંભળી આશ્ચર્ય સાથે રાહુલ બોલ્યો.

"રાહુલ જે દિવસે તપન દેસાઈ ની મોત ને આત્મહત્યા તરીકે દર્શાવાઈ ત્યારે મને એમ હતું કે આ બધું તે કર્યું છે એ પણ મારા માટે.. હું તને એ દિવસ થી ખૂબ ચાહવા લાગી હતી.. હું તારાં નજીક આવવાની કોશિશ કરતી પણ તું મારાં થી દુર જતો રહેતો.. પણ આ બધું બન્યું એ રાતે મારાં સપનામાં સ્વાતિ આવી હતી.. "

"શું સ્વાતિ.. . ?" ચમકીને રાહુલ બોલ્યો.

"હા રાહુલ સ્વાતિ.. એને મને બધું જણાવ્યું કે કોલેજ માં શું કાળા કામ ચાલતાં હતાં અને કઈ રીતે એની હત્યા થઈ.. એને એ પણ કહ્યું કે તું અને એ બંને એકબીજાનાં પ્રેમ માં પાગલ છો.. પણ એ જાણતી હતી કે તમારો હકીકત માં મેળ શક્ય નથી.. તારું મન રાખવા એને ભલે કહ્યું કે એ માલવીકા ને નહીં મારે પણ એને જ માલવીકા ની હત્યા કરી.. તું એ દિવસ નું દ્રશ્ય યાદ કર જ્યારે સ્વાતિ એ બુલેટ ને પાછી વાળી કેશવ આર્ય ની દિશામાં જવા દીધી.. "અમી એ કહ્યું.

રાહુલે આંખો બંધ કરી અને એ દ્રશ્ય મગજમાં પાછું પુનઃજીવીત કર્યું.. રાહુલે બહુ યાદ કરતાં જોયું કે હકીકત માં બધી બુલેટ કેશવ આર્ય નાં શરીરમાં જ ગઈ હતી તો..

"હા પણ કઈ રીતે.. બુલેટ તો બધી પ્રિન્સિપાલ ની બોડી માં ઉતરી ગઈ હતી તો.. "રાહુલ આંખો ખોલીને બોલ્યો.

"એનો મતલબ કે પાછળ નો કાચ સ્વાતિ એ પોતાની શક્તિ વડે તોડ્યો હતો અને એ કાચ નો ટુકડો પણ માલવીકા પર પડવો એમાં સ્વાતિ નો જ હાથ હતો.. "અમી એ સ્વાતિ એ પોતાને જણાવેલું સત્ય રાહુલ ને કહ્યું.

"પણ કેમ.. આવું કર્યું એને.. "આટલું કહી રાહુલ અમી ને વળગીને રડવા લાગ્યો.. અમી એ એની પીઠ પર હાથ ફેરવી એને સાંત્વના આપતાં કહ્યું.

"કેમકે સ્વાતિ પણ તને એટલો જ પ્રેમ કરતી જેટલો તું કરતો અને તું એનાં લીધે તારી જીંદગી માં આગળ નહીં વધી શકે એવું વિચારી એને આ નિર્ણય લીધો.. "

અમી ની વાત સાંભળી રાહુલ ને થોડી શાંતિ થઈ.. સ્વાતિ પોતાની રીતે સાચી હતી એ સમજી એ થોડો સ્વસ્થ થયો અને રડવાનું બંધ કરી અમી તરફ જોઈ બોલ્યો.

"પણ સ્વાતિ એ આ બધું તને જ કેમ કહ્યું.. ?"

"કારણ કે સ્વાતિ જાણતી હતી કે હું પણ તને ખરા દિલ થી પ્રેમ કરું છું.. એ ભલે તારો પ્રથમ પ્રેમ હતું પણ હું તારો છેલ્લો પ્રેમ બનીને પણ ખુશ રહેવા માંગુ છું.. રાહુલ આઈ લવ યુ.. "અમી એ રાહુલ નો હાથ પકડી એની આંખ માં જોઈને કહ્યું.

રાહુલે અમી ની આંખ માં જોયું તો એને અમી ની આંખો અને સ્વાતિ ની આંખો માં રહેલું ઊંડાણ અને માસૂમિયત એક સમાન મહેસુસ થઈ અને એને પણ અમી નો હાથ પોતાનાં બે હાથ વચ્ચે લઈ એનો પ્રેમ પ્રસ્તાવ સ્વીકારતાં કહ્યું..

"આઈ લવ યુ ટુ.. અમી.. "

અમી પણ રાહુલ નો હકાર માં જવાબ મળતાં ખુશી ને એને ભેટી ગઈ અને અનાયાસે જ રાહુલ નાં અધર પર પોતાનાં અધર મૂકી રસપાન કરવા લાગી.. !!

Love never dies...

તો આ સાથે જ આ નવલકથા ને અહીંયા પૂર્ણ જાહેર કરું છું.. આ નોવેલ ને વાંચકો નો જે જોરદાર પ્રતિસાદ મળ્યો એ બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર.. આમ પણ જે ખરાબ કરે છે એનો અંત ક્યારેય સારો હોતો નથી.. અને પ્રેમ અને સત્ય હંમેશા જીતે છે.

માતૃભારતી પર તમે પ્રેમ અને મિત્રતા નાં પાયાં પર રચાયેલ મારી નોવેલ દિલ કબૂતર પણ વાંચી શકો છો..

આવતાં ગુરુવાર થી માતૃભારતી પર વાંચો બદલાની અને પ્રેમ ની અદભુત નવલકથા ડણક: A STORY OF REVANGE .. આભાર!!!

-દિશા. આર. પટેલ