રૂહ સાથે ઈશ્ક ૩ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક ૩

રૂહ સાથે ઈશ્ક..

(૩)

આર. આર કોલેજ ના કેમ્પસ માં આવેલી હોસ્ટેલ માં રાહુલ, હર્ષ અને સાગર નામનાં ત્રણ મિત્રો એક જ રૂમ માં સાથે રહે છે.. હોસ્ટેલ માં છોકરાં અને છોકરીઓ ના રૂમ સામસામે હોય છે.. ભોજનાલય માં પાણી ભરવા જતાં રાહુલ ને કોઈ રહસ્યમયી અવાજ સંભળાય છે.. સાગર અને હર્ષ પોતાની પ્રેમિકાઓ નિત્યા અને દીપ્તિ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા રાહુલ ને રૂમ માંથી એક રાત બહાર જવાનું કહે છે.. એમની વાત માની ભોજનાલય માં ગયેલાં રાહુલ ને ડરાવનો અહેસાસ થાય છે.. જેમાં કોઈ મદદ ના દર્દભર્યા અવાજ પછી એક વિકૃત પ્રેતાત્મા એની સામે આવે છે.. હવે વાંચો આગળ..

પોતાની જાત ને હિંમતવાન માનતો રાહુલ સામે કોઈ દિવ્ય શક્તિ ધરાવતી પ્રેતાત્મા ને જોઈ ડરી ને આંખો બંધ કરી લે છે..બંધ આંખે લગભગ રાહુલ દસેક મિનિટ સુધી એમ જ હલ્યા વગર પોતાનાં ઈષ્ટદેવ ને મનોમન યાદ કરી રહ્યો હોય છે.

"મેં કીધું હતું ને તું ડરી જઈશ..હવે હું જ્યાં સુધી તું પુનઃ નહીં બોલાવે ત્યાં સુધી નહીં આવું..મારે તને હેરાન નથી કરવો રાહુલ.."એ યુવતી નો અવાજ સંભળાયો.

એ યુવતી ના અવાજ ના બંધ થયાં પછી રાહુલે એની આંખ ખોલી સામે જોયું તો કોઈ નહોતું..ખરેખર એ યુવતી હતી કે પછી પોતાનાં મન નો કોઈ વહેમ હતો એ વાત રાહુલ સમજી નહોતો શકતો..એનું માથું અત્યારે જોરદાર દુઃખી રહ્યું હતું અને આંખો માં પણ બળતરા થઈ રહી હતી..આખરે એ ખાટલા માં સુવા માટે આડો પડ્યો..પણ કેમેય કરી એની આંખો બંધ જ નહોતી થતી..જેવી આંખો બંધ કરે એવો જ રક્ત થી વિકૃત બનેલો એ યુવતી નો ચહેરો એની નજર સમક્ષ ઉપસી આવતો.

"કોણ હશે એ..મારે એની મદદ જરૂર કરવી જોઈએ..હા મારે જો એને જરૂર હોય તો એને મદદરૂપ થવું જ પડશે.."રાહુલે મનોમન આટલું નક્કી કર્યું અને આંખ મીંચી તો એને તરત જ ઊંઘ આવી ગઈ.

સવારે આવીને શ્રવણે ઉઠાડ્યો ત્યારે રાહુલ ની આંખ ખુલી અને એ આંખો ચોળતો ચોળતો પોતાનાં હોસ્ટેલ ના રૂમ તરફ આગળ વધ્યો..આ વાત વિશે જો પોતે કોઈને કહેશે તો આખી કોલેજ માં એનો મજાક બનશે એ વાત પાકી હતી એટલે આ રાતે બનેલી અગોચર ઘટના ને મન માં જ ધરબી દેવાનું રાહુલે નક્કી કરી લીધું.

રાહુલે જઈને રૂમ માં જોયું તો હર્ષ અને સાગર હાથી ઘોડા વેચી ને સૂતાં હોય એમ શાંતિ થી સુતા હતાં..

"ઊંઘવા દે હજુ આ બંને મહારથીઓ ને..લાગે છે કાલ ની રાત બંને એ બહુ મહેનત કરી છે..હું પહેલાં નાહી ધોઈ ફ્રેશ થઈ જાઉં..પછી ઉઠાડું બંને ને.."સ્વગત આટલું બબડી રાહુલ બાથરૂમ માં ઘુસી ગયો.

સ્નાન કર્યા બાદ રાહુલ ને રિલેક્સ ફિલ થતું હતું..ઘણી કોશિશ કર્યા બાદ પણ એ યુવતી નો દર્દભર્યા અવાજ અને એનો ચહેરો મગજ માં થી જતાં જ નહોતાં.. આમ પણ જે વસ્તુ થી જેટલાં દૂર જવાની કોશિશ કરો એટલી એ તમારી નજર સમક્ષ આવી ને ઉભી રહે છે.

હર્ષ અને સાગર ને ઉઠાડીને રાહુલ કોલેજ તરફ ગયો..આજે એ થોડો સમય કેન્ટીન માં જ એકલો પસાર કરવા માંગતો હતો..આજે અમિશ ત્રિપાઠી ની નવી બુક 'સીતા' પુરી વાંચી લેવાનું એને મન બનાવી લીધું હતું.

ખુબજ ઇન્ટરેસ્ટિંગ બૂક હોવા છતાં કેમેય કરી રાહુલ નું ધ્યાન એ બુક માં કેન્દ્રિત નહોતું થઈ શકતું..કારણ તો એક જ હતું..ગઈ કાલ રાતે ભોજનાલય માં જોયેલી એ રહસ્યમયી યુવતી..જરૂર એ કોઈ જીવીત વ્યક્તિ તો નહોતી જ પણ જે હોય એ એને પોતાની મદદ ની જરૂર હતી તો પોતે એની મદદ જરૂર કરશે એવી ગાંઠ રાહુલે બાંધી લીધી.

"હા હું આજે રાતે ભોજનાલય માં જઈશ..મારાં મન ને ત્યાં સુધી શાંતિ નહીં મળે જ્યાં સુધી હું એ યુવતી ના અવાજ માં રહેલાં દર્દ પાછળ નું કારણ નહીં જાણી શકું.એને મારી મદદ ની શું જરૂર છે એ નહીં જાણું ત્યાં સુધી મારું ધ્યાન બીજી કોઈ વાત માં નહીં પરોવાય એ અવશ્ય નક્કી છે..એટલે કોઈપણ ભોગે મારે એ યુવતી ની પ્રેતાત્મા જોડે મુલાકાત કરવી જ પડશે.."મન માં રાહુલે પોતાની જાત ને જ કહ્યું.

***

જમવા માટે ભોજનાલય માં ગયાં ત્યારે પોતે આજે પણ ભોજનાલય માં જ રાતે વાંચવા આવશે એવું રાહુલે શ્રવણ ને કહી દીધું..શ્રવણ માટે તો રાહુલ નું આમ કહેવું જાણે ઘી કેળા જેવું હતું કેમકે એને આખી રાત એકલું ભોજનાલય માં સુવું સહેજ પણ નહોતું ગમતું..એને રાહુલ ને કહી દીધું.

"હા ભાઈ તમતમારે આવી જાઓ..તમારું હંમેશા સ્વાગત છે.."

"હર્ષ હું આજે પણ રાતે ભોજનાલય માં જ રીડિંગ કરવા જઈશ..તમે બંને આજે પણ મેળ પડે તો જલસા કરો.."રાહુલે રૂમ માં બેસેલાં હર્ષ અને સાગર ને કહ્યું.

"ના ભાઈ હો..રોજ રોજ ના હોય..પણ તું તો કંઈક નથી કરતો ને નવાજુની ત્યાં ભોજનાલય માં જઈને..?"સાગરે મજાકીયા અંદાજ માં પૂછ્યું.

"ના લ્યા..ત્યાં વાંચવાની મજા આવે છે..અને મારે મોડે સુધી વાંચવું હોય ને લાઈટ ઓન રાખું તો તમને બે ને નકામું ડીસ્ટર્બ થાય એનાં કરતાં હું ત્યાં જઈને વાંચું એ ઠીક રહેશે.."રાહુલે પોતાનાં જવાનું કારણ આપતાં કહ્યું.

"હા ભાઈ તારી વાત માં માલ છે..સારું ત્યારે તને યોગ્ય લાગે એ..પણ આ વખતે તું તારી મરજી થી જાય છે અમે નથી મોકલતાં તને.."હર્ષે કહ્યું.

"હા ભાઈ હા હું મારી મરજી થી ત્યાં જાઉં છું વાંચવા..ઑકે.."આટલું કહી પોતાનાં ચોપડાં લઈ રાહુલે ચાલતી પકડી.

શ્રવણ પણ રાહુલ ની રાહ જોઈને જ બેઠો હતો..રાહુલ ના આવતાં ની સાથે શ્રવણે કહ્યું.

"આવો રાહુલ ભાઈ.. હું તમારી જ રાહ જોતો હતો..આ તમારા માટે સ્લેશિયલ કોફી બનાવી છે..તમને થોડી તાજગી આવે એટલે.."કોફી ભરેલો કપ રાહુલ તરફ લંબાવતાં શ્રવણે કહ્યું.

"અરે શ્રવણ આ બધી તકલીફ ની શું જરૂર હતી.."શ્રવણ ના હાથ માં થી કોફી ભરેલો કપ લેતાં રાહુલ બોલ્યો.

"ભાઈ પીવો ને યાર..હું જાઉં ત્યારે રૂમ પર સુવા..તમતમારે ઊંઘ આવે ત્યારે સુઈ જજો..હું સવારે ઉઠાડી દઈશ આવીને..રામ રામ.."આટલું કહી શ્રવણ ત્યાંથી નીકળી ગયો.

શ્રવણ ના જતાં જ રાહુલે પોતાની જાત ને થોડી હિંમત આપી અને ધીરા પગલે એ રસોડા તરફ ગયો..ત્યાં જઈને રાહુલે કહ્યું.

"હું મળવા માંગુ છું તમને..મારે વાત કરવી છે તમારાં જોડે..તમારે મારી કેવી મદદ ની જરૂર હતી..હું આજે નહીં ડરું..તમે જલ્દી મારી સામે આવો.."

રાહુલ બે ત્રણ વખત પોતાની વાત ને રિપીટ કરે છે પણ કોઈપણ પ્રકાર ની હરકત ભોજનાલય માં ન થઈ એટલે એને ગઈકાલે જે કંઈપણ એને અનુભવ્યું એ આખી વાત એનાં અર્ધજાગ્રત મન ની ઉપજ હોવાનું લાગી આવ્યું..પણ એકાએક ગઈકાલ રાત ની જેમ જ ભોજનાલય ની ટ્યુબલાઈટ નું ચાલુ બંધ થવું જોઈને રાહુલ સમજી ગયો કે કાલે એને અનુભવેલું એનો ભ્રમ તો નહોતો જ.

થોડીવાર માં ઠંડી પવન ની લહેરખી સાથે એક રોશની રાહુલ ની સામે આવી અટકી અને એમાં થી એક માનવ આકૃતિ એની સામે હાજર થઈ..રાહુલે નોંધ્યું કે કાલ ની જેમ જ એનો ચહેરો છૂંદાઈ ગયેલો હતો અને એમાંથી રક્ત ટપકી રહ્યું હતું.

"મને ડર નથી લાગતો તમારો આ ચહેરો જોઈ પણ શું તમે તમારા મૂળ રૂપ માં મારી સામે આવશો..જેથી મને તમારી વાત સાંભળતાં અને સમજતાં મારું ધ્યાન તમારાં ચહેરા તરફ ના જાય..."રાહુલે ખચકાતા કહ્યું.

રાહુલ ના કહેવાની સાથે જ એ વિકૃત ચહેરો ધરાવતી યુવતી નો ચહેરો વ્યવસ્થિત થવા લાગ્યો..એમાં એકાએક થયેલું રૂપાંતર રાહુલ એની ફાટી આંખે જોઈ રહ્યો હતો..છૂંદાઈ ગયેલો ચહેરો ધરાવતી એ યુવતી નો ચહેરો હવે સંપૂર્ણ રીતે યોગ્ય અવસ્થા એ પહોંચી ગયો એટલે રાહુલ નું હૃદય તો ઘડીભર માટે થંભી ગયું..કેટલો સુંદર હતો એ ચહેરો...!!

રાહુલે ક્યારેક કોઈ યુવતી તરફ ધ્યાન જ ના આપતો પણ આ પ્રેત આ રૂહ એવી યુવતી નો ચહેરો કોઈ જાદુઈ અસર ધરાવતો રાહુલ ને મહેસુસ થયો..અપાર સુંદરતા અને શરીર ની સાથે દરેક અંગ નું સુવ્યવસ્થિત રીત ની બનાવટ ખરેખર દર્શનીય હતી..રાહુલ તો એ યુવતી ના બીડાયેલા હોઠ અને પાણીદાર કથ્થાઈ રંગ ની આંખો ને તાકી જ રહ્યો..ખુલ્લા ચહેરા પર આવતા કેશ પણ એની સુંદરતા ને ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં..રાહુલ ભૂલી જ ગયો હતો કે એની સામે કોઈ જીવિત યુવતી નહીં પણ એક રૂહ હતી..!!

"ક્યાં ખોવાઈ ગયો રાહુલ..આ સુંદર ચહેરો તને જરૂર આકર્ષશે..પણ હકીકત માં મારી જીંદગી નો દુશ્મન આ સુંદર ચહેરો જ બન્યો હતો.."એ યુવતી એ પોતાનાં ચહેરા તરફ હાથ કરી રાહુલ ને ઉદ્દેશીને કહ્યું.

"અરે ના ના એવું નથી..કાલે રાતે હું તમારો એવો ચહેરો જોઈ ખૂબ જ ડરી ગયો હતો એટલે મેં આંખો બંધ કરી લીધી..પણ આખી રાત મને ત્યાં સુધી ઊંઘ ન આવી જ્યાં સુધી મેં કોઈપણ ભોગે તમારાં દર્દ નું નિવારણ કરવા માટે તમારી મદદ કરવાનો સંકલ્પ ના કર્યો.."રાહુલે કહ્યું.

"તને ડર નથી લાગતો કે તું એક પ્રેત સાથે ઉભો છે અને એક આત્મા ની મદદ કરવા આવ્યો છે..?"એ યુવતી એ કહ્યું.

"સાચું કહું તો હું એક મનુષ્ય છું અને દરેક મનુષ્ય ની જેમ મને પણ ડર લાગે છે..પણ તમારી મદદ ની પુકાર અને અવાજ માં રહેલી પીડા નું નિવારણ નહીં કરું તો મારાં મન ને શાંતિ નહીં મળે એટલે મારે અહીં આવવું પડ્યું.."રાહુલે ચોખવટ કરતાં કહ્યું.

"રાહુલ તું ડર નહીં.. હું તને કંઈપણ નુકશાન નહીં કરું..તારો આ બધાં ને મદદરૂપ થવાનો સ્વભાવ અને ચોખ્ખું અને સાફ હૃદય જ મને તારી મદદ લેવા માટે નિમિત્ત બનાવી ગયું.."એ યુવતી એ કહ્યું.

"હા હું કરીશ મારાથી બનતી બધી જ મદદ પણ એ માટે તમારે કહેવું પડશે કે તમારે મારી કેવી મદદ જોઈએ..?'રાહુલે વિનમ્રતા સાથે પૂછ્યું.

"હા પણ રાહુલ એ માટે તારે મારી આપવીતી સાંભળવી પડશે..તું તૈયાર છે ને..તારી પાસે એટલો સમય તો છે ને કે મારી આપવીતી સાંભળી શકે..?"એ યુવતી એ સવાલ કર્યો.

"હા બોલો તમારી આપવીતી હું સાંભળીશ પણ ખરો અને તમારી બનતી સહાયતા પણ કરીશ.."રાહુલે મક્કમ સ્વરે કહ્યું.

"તો સાંભળ ત્યારે મારું નામ સ્વાતિ છે..સ્વાતિ જોબનપુત્રા..હું પણ આ કોલેજ ની જ છાત્રા હતી..ગત વર્ષે મેં આ કોલેજ માં એડમિશન મેળવ્યું ત્યારે અહીં નું વાતાવરણ અને કોલેજ ની જગ્યા જોઈ હું ખૂબ જ ઉત્સાહિત હતી..કોલેજ ની સાથે મારી ઉચ્ચતર સ્ટડી ની પણ શરૂઆત થઈ ગઈ હતી.."રાહુલ ની સાથે એનાં ખાટલા પર બેસી ને પોતાને સ્વાતિ કહેતી એ રૂહ પોતાની આપવીતી કહી રહી હતી.

"શરૂવાત માં તો બધું ઠીકઠાક ચાલતું હતું..મારે કોલેજ માં કોઈ વધુ ફ્રેન્ડ હતાં નહીં, પણ મારે મારી હોસ્ટેલ ની રૂમ મેટ રીંકુ સાથે સારું બનતું..આ ઉપરાંત બોયસ માં પવન કરીને એક છોકરો મારો સારો મિત્ર હતો..હું ખૂબ જ ખુશ હતી..ત્રણ મહિના વીત્યાં હતાં ત્યાં મેનેજમેન્ટ અને કોલેજે બોયસ અને ગર્લ્સ ને એક જ ફ્લોર પર રૂમ ફાળવી દીધાં.. કારણ એ વખતે તો ના સમજાયું..પણ સમજાઈ ગયું હોત તો સારું હતું.."

"અચાનક મારી જીંદગી માં આવેલાં એક વળાંકે મારી જીંદગી બદલી દીધી..એક દિવસ મને પેટ માં જોરદાર દુખાવો ઉપડતાં હું હોસ્ટેલ માં પાછી આવી..ત્યારે મારા ફ્લોર પર આવેલી મારી બે રૂમ છોડીને આવેલાં રૂમમાંથી મને કોઈક છોકરીના કણસવાનો અવાજ આવ્યો..મને એમ કે કોઈ છોકરી તકલીફ માં હશે.મારી પ્રકૃતિ મુજબ મદદ કરવાનાં આશયે અનાયસે મારા પગ એ રૂમ ની તરફ તરફ ઉપડી ગયાં.."

"મેં ત્યાં જઈને ડોર પર નોક કરવાનું વિચાર્યું અને હું મારો હાથ ડોર પર અફડાવવા જ જતી હતી પણ અંદર થી આવતાં અવાજે મને એમ કરતાં રોકી.

"કોમલ યુ આર ટૂ ગુડ..આઈ લાઈક ફન વિથ યુ.."

અંદર થી કોઈ પુરુષ નો અવાજ આવી રહ્યો હતો એટલે જિજ્ઞાસા પૂર્વક મેં નીચા નમી કી હોલ માં થી અંદર ની તરફ જોયું તો એ રૂમ માં રહેતી કોમલ ની સાથે પ્રોફેસર તપન દેસાઈ અનાવૃત દેહે બેડ પર હતાં અને સમાગમ ની ચરમસીમા એ આનંદ માણી રહ્યાં હતાં..મારા આશ્ચર્ય ની વચ્ચે કોમલ નો કોઈ વિરોધ મને જોવા મળ્યો નહીં.. હું પગ થી માથા સુધી આ દ્રશ્ય જોઈ હચમચી ગઈ હતી કે એક ગુરુ શિષ્યા વચ્ચે આ પ્રકારનો અનૈતિક સંબંધ..હું ફટાફટ મારાં રૂમ માં આવી ગઈ..પથારી માં આડી પડી સુવાની કોશિશ કરતી પણ મારી આંખો સામે મેં જોયેલું એ અશ્લીલ ચિત્ર સામે આવી જતું.."

"મેં મનોમન નક્કી કર્યું કે આ વિશે કોમલ ને વાત કરવી જ પડશે..એ છોકરી પોતાની જીંદગી આમ બરબાદ કરે એ મારા થી સહન થાય એવું નહોતું..એ વખતે અત્યારે જે છે ભોજનાલય નું કન્સ્ટ્રકશન નું કામ ચાલુ હતું એટલે એ વખતે હોસ્ટેલ ના ત્રીજા માળ નો ઉપયોગ ભોજનાલય તરીકે થતો હતો..ત્યાંથી બધાં જમીને નીચે આવતાં હતાં ત્યારે મેં કોમલ ને એકાંત માં લઈ જઈને મારા રૂમ માં આવવાનું કહ્યું.."

"મારી રૂમ પાર્ટનર રીંકુ બીમાર હોવાથી રજા લઈને પોતાના ઘરે ગઈ હતી એટલી રૂમ માં હું એકલી જ હતી છેલ્લા ત્રણ દિવસ થી..અને હજુ ચાર દિવસ એકલી જ રહેવાની હતી..કોમલ થોડીવાર માં જ મારા રૂમ માં આવી..સ્ટડી રિલેટેડ કામ માં હું એની ઘણીવાર હેલ્પ કરતી એટલે અમારે બંને ને સારું બનતું હતું.."

"બોલ સ્વાતિ મને તારા રૂમ માં કેમ બોલાવી..?"કોમલે આવતાં ની સાથે જ પૂછ્યું.

"કોમલ એક વાત પુછવી છે..મને પ્રોમીસ કર તું સાચું કહીશ.."મેં કોમલ ને ઉદ્દેશીને કહ્યું.

"હા પૂછ.."કોમલ બોલી.

"આજે કોલેજ માં તું દેખાઈ નહીં એનું કારણ..?"મેં સીધી વાત કરવાના બદલે થોડી અલગ રીતે પૂછ્યું.

"અરે એતો તબિયત સારી નહોતી એટલે હું રજા લઈને હોસ્ટેલ માં આવી ને મારા રૂમ માં સુઈ ગઈ હતી.."કોમલે નર્યું જુઠાણું ચલાવ્યું.

"તો હવે કેવી છે તારી તબિયત..?"મેં કટાક્ષ માં સવાલ કર્યો.

"હવે સારું છે.."કોમલે ટૂંક માં પતાવ્યું.

"તો તો આપણા તપન સરે સારી એવી દવા કરી લાગે છે..અત્યારે તારી તબિયત સારી છે એનું કારણ તપન સર જ લાગે છે.."મેં હવે સીધી રીતે જ કહી દીધું.

પોતાની ચોરી પકડાઈ ગઈ છે એવું માલુમ પડતાં કોમલ અંદર સુધી ડરી ગઈ..અને મને ગળે લગાવી ને રડવા લાગી..મેં એને થોડી ધીરજ આપી અને પ્રેમ થી કહ્યું.

"જો કોમલ મેં તને તપન સર જોડે સેક્સ કરતાં મારી સગી આંખે જોઈ છે..યાર એ આપણા સર છે..એ તો એક પુરુષ હોવાનાં નાતે સારું નરસું શું છે એ ભૂલી શકે છે પણ તું તો એક સ્ત્રી છે..તારી આગળ તારું ભવિષ્ય પડ્યું છે..આપણા માટે તો આપણી ઈજ્જત જ બધુ હોય ગાંડી..અને તું તારી મરજી થી તપન સર જોડે આ બધું કરતી હતી..આ યોગ્ય નથી..તારા ભલા માટે આ બધું અહીં જ સ્ટોપ કરી દે.."મેં કોમલ ને શાંતિ થી સમજાવતાં કહ્યું.

"સારું..હવે આવી ભૂલ નહીં કરું..પણ પ્લીઝ તું આવ કોલેજ કે હોસ્ટેલ માં કોઈને ના કરતી.."હાથ જોડી કોમલ મને અનુરોધ કરી રહી હતી.

બિચારી થી જવાની ના જોશ માં ભૂલ થઈ ગઈ હશે અને હવે એ આવું નહીં જ કરે એમ વિચારી મેં એનાં જોડાયેલાં હાથ પર મારો હાથ મૂકીને કહ્યું.

"જો કોમલ હું તારી દુશ્મન નથી..હું આ વાત કોઈને નહીં કરું..પણ હવે ફરીવાર તું તપન સર ની આજુબાજુ પણ મા દેખાવી જોઈએ..સમજી.."હું બોલી.

"સારું..હવે હું આવું કંઈપણ નહીં કરું.."કોમલે કહ્યું.

"ત્યારબાદ એ મારા રૂમમાંથી ચાલી ગઈ..એક છોકરી ને ખોટાં માર્ગે આગળ વધતી રોકી મારા મન ને શાંતિ નો અહેસાસ થઈ રહ્યો હતો..હવે આ બધું અહીં જ અટકી જશે એવી મારી ગણતરી હતી..પણ મારી એ ગણતરી સાવ ખોટી સાબિત થઈ..હજુ તો ઘણું એવું હતું જેની મને ગંધ સુધ્ધાં એ નહોતી..એવાં કેટલાંય રહસ્યો હતાં જે મારી સમજ અને વિચારશક્તિ થી ઉપરવટ હતાં..!!"

કોમલ ની મદદ કરવાનું વિચારી મેં મારી કબર પર એક ઈંટ ગોઠવી દીધી હતી એ વાત મને ત્યારે નહોતી સમજાઈ..!!

***

LOADING.....

શું હતું આ કોલેજ નું રહસ્ય..? સ્વાતિ નાં મરવા પાછળ નું કારણ શું હતું..? સ્વાતિ ને રાહુલ ની કેવી મદદ જોઈતી હતી અને કેમ રાહુલ ની જ મદદ જોઈતી હતી..? રાખી કેવો બદલો લેશે રાહુલ જોડે..? રાહુલ સ્વાતિ ની મદદ કરશે કે નહીં..? આવાં જ ઘણા રહસ્યમયી સવાલો ના જવાબ માટે વાંચતાં રહો..રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ આવતાં સપ્તાહે.

માતૃભારતી પર મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" પણ આપ વાંચી શકો છો..આ ઉપરાંત બીજી એક નોવેલ 'ડણક: THE STORY OF REVANGE' પણ ટૂંક સમય માં માતૃભારતી પર આપ વાંચી શકશો..આભાર!!

-દિશા. આર. પટેલ