Ruh sathe Ishq - 9 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક ૯

રૂહ સાથે ઈશ્ક..

(૯)

સ્વાતિ પોતાની મૃત્યુ અને પોતાની સાથે થયેલાં દુષ્કર્મ અને કોલેજમાં ચાલી રહેલાં ગોરખધંધા વિશે રાહુલ ને અવગત કરે છે..રાહુલ ની મદદ થી તાંત્રિક દ્વારા રચેલી કેદમાંથી મુક્ત થયાં બાદ સ્વાતિ રાહુલ દ્વારા રાખવામાં આવેલ પ્રેમ નો પ્રસ્તાવ સ્વીકારી લે છે..રાહુલ ની મદદ થી એ પોતાની હત્યા પાછળ સામેલ એવાં લાલજી ને મોત ને ઘાટ ઉતારી દે છે અને એનો આગળ નો શિકાર તપન દેસાઈ હોય છે..તપન દેસાઈ પર નજર રાખતો રાહુલ જાણી જાય છે કે એ અમી ની પાછળ હોય છે.અમી ને બપોરે તો રાહુલ પોતાની ચાલાકી થી તપન દેસાઈ ની હવસ નો શિકાર થતી બચાવે છે પણ પછી અમી મેસેજ કરી તપન દેસાઈ ને મળવા ટેરેસ પર બોલાવે છે..હવે વાંચો આગળ

***

અમી ની સમીપ આવ્યાં પછી તપન દ્વારા પોતાની જાત પર કંટ્રોલ કરવો મુશ્કેલ હતો..એમાં પણ અર્ધપારદર્શક નાઈટી માં એનાં યૌવન નાં કામણ જાણે તપન દેસાઈ ને પાગલ કરી રહ્યાં હતાં..તપન ધીરે થી અમી ની એકદમ નજીક આવીને એનાં સુંદર અધરો ને ચુમવા માટે એની તરફ ઝૂકે છે.

શ્વાસોશ્વાસ ની સાથે ઉંચે નીચે થતાં અમી નાં ઉન્નત ઉભારો તરફ નજર કરીને તપન અત્યારે અમી નાં પ્રેમ નો સ્પર્શ કરવાં એનાં ચહેરા ની સમીપ પોતાનો ચહેરો લાવે છે..પણ અચાનક અમી નો ચહેરો જોતાં જ એને કંઈક થાય છે અને એ અમી ને ધક્કો મારી પોતાનાં થી દૂર કરી દે છે.

"સર..શું થયું..કેમ મને આમ ધક્કો માર્યો..?"તપન ની આવી હરકતથી ચમકીને અમીએ પૂછ્યું.

તપન દેસાઈ એ પોતાની આંખો ચોળતાં અમી ની તરફ જોયું અને બોલ્યો..

"Sorry.. અમી.. ખબર નહીં મને અચાનક શું થઈ ગયું.. sorry "

"જો સર તમને ઠીક ના હોય અને તમારી તબિયત સારી ના હોય તો ફરી ક્યારેક.."અમી એ કહ્યું.

"No.. i am all right.."આટલું કહી તપને અમી ને પાછી પોતાની બાહોમાં લીધી..અને એનાં સુંદર ચહેરા ને ચુમી લીધો..ચુંબન કર્યા પછી તપને અનુભવ્યું કે એનાં હોઠ પર કંઈક લાગ્યું હતું..એને હાથ વડે એ વસ્તુ હાથ માં લઈ ને નોંધ્યું કે એ વસ્તુ બીજું કંઈ નહીં પણ લોહી હતું.. લોહી જોતાં જ તપન ને આંખે અંધારા આવી ગયાં.

તપને ફરીવાર અમી ની તરફ જોયું પણ અમી નો ચહેરો તો એવો ને એવો જ હતો તો આ લોહી ક્યાંથી..?? એજ વિચારો એ એને અંદર સુધી ધ્રુજાવી મુક્યો હતો..એને આજે પોતાને વધુ પડતી ચડી ગઈ છે એમ વિચારી અમી તરફ પાછાં પોતાનાં ડગ ભર્યાં.

અમી ની આંખો માં પોતાને જાણે આમંત્રણ હતું એવું સમજી એ વિચારો ને ખંખેરી ઉતાવળાં અમી ની તરફ પહોંચી ગયો અને અમી ને કસીને પકડી લીધી..અમી ની તરફ જોઈ એને અમી ને બેતહાશા ચુમવા લાગ્યો..હજુ તો એકાદ મિનિટ પણ નહીં થઈ હોય અને તપને જોયું તો અમી નો સુંદર ચહેરો વિકૃત બની ગયો હતો.. કચડાઈ ગયેલાં એ ચહેરા પાછળ થી રક્ત ટપકી રહ્યું હતું..આ દ્રશ્ય જોતાં જ તપન દેસાઈ અમી થી દુર થયો અને પોતે પાછાં ડગ માંડ્યા.

પાછા પડતાં પડતાં એનાં પગ માં કંઈક આવ્યું અને એ નીચે પડી ગયો..એ હજુપણ અમી ની તરફ એકીટશે જોઈ રહ્યો હતો..અત્યારે અમી નો ચહેરો બિલકુલ પહેલાં જેવો હતો.

"શું થયું.. સર..કોઈની યાદ આવી ગઈ કે શું...?"અમી એ પ્રેમ થી પૂછ્યું.

"ના એવું કંઈ નથી..પણ લાગે છે મારી તબિયત ઠીક નથી..આપણે ફરી ક્યારેક મળીશું by.."આટલું કહી તપન દેસાઈ ઉભો થઈને દાદર ઉતરવા ટેરેસ કેબિન ના દરવાજા તરફ જવા લાગ્યો.

જેવો એ દરવાજા નજીક પહોંચ્યો એવો જ દરવાજો બંધ થઈ ગયો..એને હવે સાચેજ ડર લાગવા લાગ્યો હતો..એને અમી ઉભી હતી એ તરફ નજર કરી તો કોઈ એને દ્રશ્યમાન ના થયું.

"અમી અમી.."એ મહાપરાણે આટલું બોલી શક્યો.

"હું અહીં છું "અમી અચાનક એની પાછળ પ્રગટ થઈ હોય એમ બોલી.

"અમી આ દરવાજો બંધ થઈ ગયો..હવે આપણે નીચે કઈ રીતે જઈશું..?"તપન દેસાઈ એ અમી સામે જોઈ પૂછ્યું.

"સર મારી જોડે એક રસ્તો છે..ચાલો.."તપન દેસાઈનો હાથ પકડીને અમી બોલી..અમી નાં ખેંચાણ સાથે તપન પણ દોરવાતો દોરવાતો એની સાથે ચાલવા લાગ્યો.

અમી એ એને ટેરેસ ની દીવાલ જોડે લાવીને ઉભો કર્યો અને કહ્યું.

"સર અહીં થી નીચે ઉતરી જઈશું..અહીં થી સીધાં નીચે અને ત્યાંથી સીધાં ઉપર.."મોં પર સ્મિત સાથે અમી બોલી.

"અમી અત્યારે હું તારી મદદ માંગુ છું ને તને મજાક સૂઝે છે..હજુ તું મને ઓળખતી નથી.."ગુસ્સા સાથે તપન દેસાઈ બોલ્યો.

"હું તને બહુ સારી રીતે ઓળખું છું..mr.તપન દેસાઈ..તું બે કોડી નો હવસખોર માણસ છે..જેને અત્યાર સુધી કોલેજ ની સેંકડો છોકરીઓને બ્લેકમેલ કરી પોતાની હવસ સંતોષી છે..તારાં આ પાપ માં કેશવ આર્ય પણ તારો સાથ આપે છે..એક છોકરી ને તમારાં આ ગોરખધંધા ની ખબર પડી ગઈ એટલે તમે એ માસુમ છોકરી અને એનાં દોસ્ત ની હત્યા પણ કરી છે.."અમી નો અવાજ થોડો ઘેરો અને ઊંચો થઈ ગયો હતો.

અમી ની વાત સાંભળી તપન દેસાઈ ને પરસેવો વળી ગયો..સ્વાતિ વાળી વાત આ છોકરીને કઈ રીતે ખબર પડી એ વિચારી એનું દિમાગ ચાલતું પણ બંધ થઈ ગયું..એને ડરતાં ડરતાં પૂછ્યું.

"તને કોણે કહ્યું સ્વાતિ ની અને એનાં મિત્ર પવનની હત્યા મેં કરી છે..?"તપન દેસાઈએ અમી તરફ જોઈ સવાલ કર્યો..એનો સવાલ સાંભળી અમી હસવા લાગી..એનું હાસ્ય અત્યારે તપન દેસાઈ ને બિહામણું લાગી રહ્યું હતું..

"મેં હજુ કોઈનાં નામ નથી આપ્યાં તો તે કઈ રીતે અનુમાન કર્યું કે એ છોકરી નું નામ સ્વાતિ અને એનાં મિત્ર નું નામ પવન હતું..?"અમી એ પૂછ્યું.

"એ તો..મેં એમજ.."અચાનક પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એવાં ભાવ સાથે તપન બોલ્યો.

"કેટલું ઝુઠું બોલીશ હરામખોર..હકીકત માં તારાં પાપ નો ઘડો ભરાઈ ગયો છે..તારો અંત નજીક આવી ગયો છે..તારાં કર્મો ની સજા તને આજે મળશે"ચિલ્લાઈને અમી બોલી.

"તું કોણ છે..ક્યાંક તું?"અમી નો બદલાયેલો અવાજ પારખી ગયો હોય એમ તપન બોલ્યો.

"હા તું સાચું જ વિચારે છે..હું એજ અભાગી સ્વાતિ છું..જે બિચારી બીજાં ની મદદ કરવા જતાં તમારી બધાં ની હવસ નો શિકાર બની અને પોતાનો જીવ ખોઈ બેઠી..તારાં એ પાપ માં સહભાગી એવાં બુચ અને લાલજી ને તો મેં એમનાં પાપ ની સજા આપી દીધી.."સ્વાતિ પોતાનાં અસલ રૂપ માં આવીને બોલી..એનો વિકૃત ચહેરો અને અંગારા જેમ ચમકતી આંખો જોઈ તપન દેસાઈ નો અવાજ જાણે ગળા માં રૂંધાઈ ગયો.

"મતલબ લાલજી ને પણ.."બસ આટલું જ એ બોલી શક્યો.

"હા લાલજી ને પણ મેં જ મારી નાંખ્યો.. અને આજે અત્યારે તારો પણ હું ખાત્મો કરીશ.."મક્કમ સ્વરે સ્વાતિ ની આત્મા બોલી.

"સ્વાતિને માફ કરી દે..હું આજ પછી આવું કંઈપણ નહીં કરું..બસ મને છેલ્લો મોકો આપ..આજ પછી હું મારાં બધાં ખોટાં ખેલ બંધ કરી દઈશ..તું કહેતી હોય તો પોલીસ સ્ટેશનમાં જઈ મારો ગુનો કબુલી લઉં..એવું હોય તો મારો આ મોબાઈલ માં રહેલી બધી વીડિયો ડિલીટ કરી દઉં..પણ પ્લીઝ મને કંઈ ના કર"સ્વાતિ ના પગે પડી આજીજી કરતાં તપન બોલ્યો.એની આંખો માં અત્યારે આંસુ હતાં પણ શાયદ સ્વાતિ ને એનાંથી કોઈ ફરક નહોતો જ પડવાનો.

"તું અને માફી..માફી તો ભૂલ કરી હોય તો એની અપાય..હાથે કરીને કરેલાં પાપ ની નહીં.. અને તે તો મહાપાપ કરેલાં છે..તને સજા કોઈ કોર્ટ કે પોલીસ નહીં પણ હું જ આપીશ.."આટલું કહી સ્વાતિ તપન ના દેહ માં પ્રવેશી ગઈ.

તપન નાં દેહમાં પ્રવેશતાં જ સ્વાતિ એને ટેરેસ ની કિનારી પર બળપૂર્વક લેતી આવી..તપન દેસાઈ નો મોબાઈલ પણ ત્યાં ટેરેસ પર જ પડી ગયો. તપન દેસાઈ એ બહુ કોશિશ કરી પણ એનું સ્વાતિ ની તાકાત આગળ કંઈ ના ચાલ્યું..સ્વાતિ એને ટેરેસ ની પારી પર લઈને આવી..તપન દેસાઈ બહુ પ્રયત્નો પછી પણ સ્વાતિ નાં બળ નો પ્રતિકાર ના કરી શક્યો.

સ્વાતિ એ તપન દેસાઈ ને પોતાની તાકાત થી ખેંચીને એને ટેરેસ પર થી નીચે ફંગોળી દીધો અને જેવો તપન નો દેહ હવામાં હતો ત્યારે જ એ એનાં દેહમાંથી નીકળી ગઈ..અને તપન દેસાઈ નીચે RCC નાં ફ્લોર પર પડતાં જ માથું ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થતાં મૃત્યુ પામ્યો.

એનાં નીચે પડવાના અવાજ ના લીધે ઘણાં સ્ટુડન્ટ જાગી ગયાં.. અને હો હો કરી આખી હોસ્ટેલ ને જગાડી મૂકી..તપન દેસાઈ ની લાશ ને જોઈ હર કોઈ ને એવું લાગતું હતું કે એને ટેરેસ પરથી પડી આત્મહત્યા કરી છે..એનાં શરીરમાંથી આવતી દારૂ ની દુર્ગંધ પરથી બધાં ને સમજતાં વાર ના થઈ કે સુસાઈડ પહેલા તપન દેસાઈ નશામાં હતાં.

થોડીવાર માં પ્રિન્સિપાલ કેશવ આર્ય અને કોલેજનો અન્ય સ્ટાફ પણ ત્યાં સ્ટુડન્ટ્સ નાં ટોળાં માં હતો...આ ટોળાં માં અમી પણ હતી જે પ્રોફેસર તપન દેસાઈ ની આ આત્મહત્યા પાછળ રાહુલ જ જવાબદાર છે એવું માનતી હતી..પણ એ ખૂબ ખુશ હતી કેમકે જે થયું એ પણ આ દાનવ થી પોતાનો પીછો છૂટ્યો એટલે ઘણું છે..અમી ની જેમ ઘણી બીજી છોકરીઓ પણ મનોમન ખુશ થઈ રહી હતી કેમકે એ પણ વહેલાં મોડા તપન દેસાઈ ની વાસના નો ભોગ બનેલી હતી.

"આ એક સુસાઈડ છે અથવા તો એક્સીન્ડટ છે એવું લાગે છે..હવે જે હોય એ આની તપાસ પોલીસ જ કરશે..આપણે સત્વરે પોલીસ ને આની જાણ કરવી પડશે.."ટેરેસ તરફ જોઈ કેશવ આર્ય એ કહ્યું.

"હું પોલીસ ને કોલ કરી બોલાવી લઉં..મારી જોડે ઈન્સ્પેકટર રાણા નો પર્સનલ નંબર છે..જ્યાંસુધી પોલીસ ના આવે ત્યાં સુધી કોઈ ડેડબોડી ને હાથ નહીં લગાવે"કનુભાઇ કારકુને કહ્યું. અને પછી એમને કોલ કરી ઈન્સ્પેકટર રાણા ને કોલેજ માં બનેલી આ ઘટના વિશે જણાવી દીધું.

થોડીવારમાં રાહુલ પણ ત્યાં આવી ગયો..રાહુલે એક નજર તપન દેસાઈ ની ડેડબોડી પર નાંખી પછી ત્યાં હાજર ટોળાં તરફ જોયું તો એની નજર અમી પર પડી..અમી પણ એકીટશે રાહુલ ની તરફ જોઈ રહી હતી..રાહુલ ને સમજાઈ ગયું કે તપન દેસાઈ ની આ આત્મહત્યા પાછળ પોતાનો હાથ હોવાનું અમી અનુમાન લગાવી રહી છે..પણ એને એ પણ ખબર હતી કે અમી આનો કોઈ ઉલ્લેખ કોઈની સામે નહીં જ કરે..કેમકે એમ કરતાં પોતાની પણ આબરૂ જવાની એને બીક હતી.

કલાકમાં તો ઇન્સ્પેકટર રાણા એમની ટીમ જોડે ત્યાં પહોંચી ગયાં.. તપન દેસાઈ ની લાશ જ્યાં હતી એ વિસ્તાર ને કોર્ડન કરી એ દોડીને ટેરેસ પર ગયાં.. ટેરેસ ની પારી પર અત્યારે દારૂ ની બોટલ અને ગ્લાસ પડ્યાં હતાં..ત્યાં નીચે જ ટેરેસ ની પારી ને અડી ને તપન દેસાઈ નો મોબાઈલ હતો..જેની ડિસ્પ્લે તૂટી ગઈ હતી..આ બધી વસ્તુઓ ઇન્સ્પેકટર રાણા એ કલેક્ટ કરી અને FSL માટે મોકલી આપી.તપન દેસાઈ ની બોડી ને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી.

બીજા દિવસ સાંજે આવેલાં FSL રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી એ વાત સાબિત હતી કે બોટલ માં હતો એ જ દારૂ મોટી માત્રામાં તપન દેસાઈ ની બોડી માં હતો..દારૂની બોટલ અને ગ્લાસ પર પણ તપન દેસાઈ ની જ ફિંગર પ્રિન્ટ હતી..પોલીસે પોતાનાં ચોપડે નોંધ્યું કે પ્રોફેસર ચોરી છુપી થી ડ્રિન્ક કરવા ટેરેસ પર ગયા.. ત્યાં ટેરેસ ની પારી પર બેસી એમને ચિક્કાર દારૂ પીધો અને નશા ની હાલત માં બોડી ઈન બેલેન્સ થતાં ટેરેસ પર થી નીચે પડતાં મૃત્યુ પામ્યાં.. હવે આ અકસ્માત હતો કે આત્મહત્યા એ તો ભગવાન જાણે પણ પોલીસ ની તપાસ મુજબ આ એક મર્ડર તો નહોતું જ..!!

તપન દેસાઈ ની બોડી ને એમનાં પરિવાર ને સુપ્રત કરવામાં આવી અને આ કેસ એક અકસ્માતમાં ખપાવી ને ક્લોઝ કરવામાં આવી.

પોલીસ નાં આવ્યાં પછી જેવું ટોળું વિખેરાયું એવો જ રાહુલ સાચવીને ભોજનાલય માં ગયો..હવે શ્રવણ તો રાતે ત્યાં રોકાતો જ નહીં..એટલે રાહુલે જતાં વેંત જ આંખો બંધ કરી અને સ્વાતિ ને યાદ કરી..એક જ ક્ષણ માં એક પવન ની લહેરખી આવી અને એની સાથે જ સ્વાતિ રાહુલ ની સામે આવીને ઉભી રહી ગઈ.

આવતાં વેંત જ સ્વાતિ એ રાહુલ ને ગળે લગાવી લીધો..અને રાહુલે પણ સ્વાતિને પોતાની બહોમાં સમાવી લીધી.સ્વાતિ નો સુંદર ચહેરો પોતાનાં હાથ માં લઈ પછી રાહુલે કહ્યું.

"સ્વાતિ..તારો સૌથી મોટો અપરાધી આજે એનાં કર્મો ની સજા ભોગવી મોત ને ભેટ્યો.."

"રાહુલ આ બધું ફક્ત તારાં લીધે જ બની શક્યું..એમાં પણ મેં જ્યારે તપન દેસાઈ ને નીચે પડવા મજબૂર કર્યો ત્યારે જે રીતે તું ગ્લોવસ પહેરી ને એની બોટલ અને ગ્લાસ ઉપાડી ટેરેસ પર મૂકી ગયો એને તો આ મર્ડર ને અકસ્માત માં ખપાવવામાં મહત્વ નો ભાગ ભજવ્યો..આ ઉપરાંત ફોન ને જોરથી ટેરેસ પર પછાડી તોડી નાંખી તે બધાં સબુત પણ મિટાવી દીધાં જે પરથી એવું પુરવાર થઈ શકતું હતું કે તપન દેસાઈ સાથે અમી બની તે વાત કરી છે.."હસતાં મુખે સ્વાતિ એ કહ્યું.

"હા એતો cid અને ક્રાઈમ પેટ્રોલ જોઈ એટલી અક્કલ તો આવી ગઈ છે.."રાહુલે પણ સ્વાતિ ને આંખ મારી હસીને પ્રત્યુત્તર આપ્યો.

"હા હો..ચલ હવે સુઈ જા..હમણાં થી કોલેજ પણ નથી જતો..નકામું તારું સ્ટડી ના બગાડ.."સણકો કરતી હોય એમ સ્વાતિ બોલી.

"Ok ડિયર.. હું સુઈ જાઉં.."આટલું કહી રાહુલે ખાટલામાં લંબાવ્યું.

ચેન ની નીંદર માં પોઢેલા રાહુલ ને જોતી સ્વાતિ ત્યાંજ એની પથારી જોડે રાતભર બેસી રહી..કેમ આ છોકરો પોતાનાં માટે આટલું બધું કરે છે એ સ્વાતિ ને સમજાતું નહોતું..ખરેખર પોતાનો રાહુલ જોડે કોઈક સદીઓ જુનો નાતો હોય એવું એને લાગતું હતું..પણ રાહુલ નો સાથ હવે થોડાં જ દિવસો નો છે એ જ્યારે મનમાં આવતું ત્યારે સ્વાતિ ઉદાસ થઈ જતી..!!

***

આ તરફ પ્રોફેસર તપન દેસાઈ નાં આમ અપમૃત્યુ પછી કોલેજ ની એક્ઝામ ને રદ કરવામાં આવી હતી..રાહુલ હવે પાછો રોજ કોલેજ જવા લાગ્યો હતો..પણ એની હમણાં થોડાં સમય ની વર્તણુક હર્ષ અને સાગર નાં મનમાં ઘણા બધાં સવાલો પેદા કરી રહી હતી..પણ એ રાહુલ ને કંઈપણ પૂછી નહોતાં શકતાં.

અમી પણ રાહુલ ને મળી એનો આભાર માનવા માંગતી હતી..પણ રાહુલ અમી ની નજીક પણ નહોતો જતો..અમી રાહુલ પ્રત્યે ગજબ નું આકર્ષણ અનુભવી રહી હતી..પોતાની ઈજ્જત બચાવવા રાહુલે કોઈનું ખૂન કરી દીધું..પણ કેમ??.. શું રાહુલ પણ મને પ્રેમ કરતો હશે..?? આવાં ઘણાં સવાલો અમી રાહુલ ને પુછવા માંગતી પણ પણ રાહુલ એને જોઈ દુર ભાગતો હતો..અને એટલે જ એ રાહુલ તરફ વધુ ખેંચાઈ રહી હતી.

કોલેજ ની એક્ઝામ રદ થતાં બધાં સ્ટુડન્ટ ખૂબ ખુશ હતાં.. રાહુલ પણ બધાં લેક્ચર ભરવા લાગ્યો હતો..હિસ્ટ્રી નાં પ્રોફેસર રાખી પણ રાહુલ ને પોતાની કલાસ માં ઘણાં સમય પછી જોઈ મનોમન ખુશ હતાં.. એમને રાહુલ માટે પોતાનાં મન માં એક પ્લાન બનાવી દીધો હતો જેને અમલમાં મુકવાનો સમય આવી ગયો હતો.

એકદિવસ રીસેસ ટાઈમ માં રાહુલ પોતાનાં મિત્રો સાગર અને હર્ષ સાથે કોલેજ માં બેઠો હતો ત્યારે એક પ્યુન ત્યાં આવ્યો અને રાહુલ ને કહ્યું.

"રાહુલ રાખી મેમ અત્યારે તને પોતાની કેબીનમાં બોલાવે છે.."

રાખી મેમ ને પોતાનું શું કામ પડ્યું હશે એ વિચારી રાહુલ પહેલાં તો નવાઈ પામી ગયો..એને પ્યુન ને પોતે પાંચ મિનિટમાં આવે એવો જવાબ આપ્યો.

પ્યુન નાં જતાં જ હર્ષ અને સાગર રાહુલ ની ખેંચતાં હોય એમ બોલ્યાં.

"ભાઈ તારી લોટરી લાગી હો..રાખી મેમ બોલાવે છે..એ પણ પોતાની કેબિન માં.."

"અરે યાર શું તમે બધાં પણ..મેડમ ને કંઈક કામ હશે..એટલે બોલાવતાં હશે..માટે પ્લીઝ આમ એલફેલ બોલવાનું બંધ કરો.."રાહુલે કહ્યું.

"ભાઈ કામ નહીં..કામ હશે..કામ...સમજ્યો કેવું કામ.."હર્ષે ગંદી રીતે કામ શબ્દ નો મિનિંગ કાઢતાં કહ્યું.

"તું નહીં સુધરે સાલા વિકૃત માણસ..હું ઉપડ્યો.."એ લોકો ને બે-ચાર ગાળો આપી રાહુલ ત્યાંથી નીકળી સીધો સ્ટાફ રૂમ તરફ આગળ વધ્યો.

કોલેજ નાં બીજા માળે આવેલી સ્ટાફ રૂમ ની અંદર પ્રવેશી આમતેમ નજર કરી..તો લાકડાં ની બનેલી કેબિન પર લખેલાં નામ વાંચતાં વાંચતાં રાઈટ સાઈડ છેલ્લી કેબિન પર નેમ પ્લેટ માં લખેલું નામ "miss. rakhi"વાંચી રાહુલ એ તરફ વધ્યો.

LOADING.....

રાખી નો પ્લાન શું હતો..?? એ કઈ રીતે રાહુલ ને પોતાની જાળ માં ફાંસશે??.. રાહુલ અને સ્વાતિ ની આ પ્રેમકહાની ક્યાં સુધી આગળ વધશે??.. કેશવ આર્ય અને માલવીકા જાની જોડે સ્વાતિ કઈરીતે બદલો લેશે??.. અમી નું રાહુલ પ્રત્યે નું આકર્ષણ એને રાહુલ ની નજીક લાવી શકશે કે નહીં..?? જાણવા માટે વાંચતા રહો રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ આવતાં સપ્તાહે.!!

માતૃભારતી પર તમે મારી નોવેલ દિલ કબૂતર પણ વાંચી શકો છો..આ સિવાય ટૂંક સમયમાં બદલાની અને પ્રેમ ની અદભુત કહાની સમાન સુંદર નવલકથા ડણક: A STORY OF REVANGE પણ આપ સર્વે માટે ટૂંક સમયમાં આવશે.. આભાર!!!

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED