Ruh sathe Ishq - 2 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક - ૨

રૂહ સાથે ઈશ્ક..

(૨)

આર. આર કોલેજ ના બીજાં વર્ષ નો પ્રથમ દિવસ ધામધૂમ થી ઉજવાય છે.. રાહુલ, હર્ષ અને સાગર નામનાં ત્રણ મિત્રો એક જ રૂમ માં સાથે હોસ્ટેલ માં રહે છે.. હોસ્ટેલ માં છોકરાં અને છોકરીઓ ના રૂમ સામસામે હોય છે.. સાગર અને હર્ષ સામે ના રૂમ માં રહેતી બે કઝીન સિસ્ટર નિત્યા અને દીપ્તિ જોડે મિત્રતા નો હાથ લંબાવે છે..રાખી નામ ની લેક્ચરર રાહુલ દ્વારા પોતાનાં રૂપ ની ઉપેક્ષા કરતાં મનોમન ગુસ્સે ભરાય છે..રાત્રે પાણી ભરવા ભોજનાલય ગયેલાં રાહુલ ને કોઈનો અજાણ્યો અવાજ કાને પડે છે..હવે વાંચો આગળ..

બીજો દિવસ ત્યારપછી રાબેતાં મુજબ નો હોય છે..રાતવાળી ઘટના વિશે જો સાગર અને હર્ષ ને જણાવશે તો એ લોકો પોતાની મજાક ઉડાવશે એમ વિચારી એમને રાતવાળી વાત કહેવાના વિચાર નો જ છેદ ઉડાવી દે છે.

બીજા દિવસ થી બધું રેગ્યુલર થઈ જાય છે..કોલેજ માં એકંદરે બોયસ અને ગર્લ્સ વચ્ચે જરૂર કરતાં વધુ પડતાં સુમેળભર્યા સંબંધો હતાં.. બીજાં વર્ષ નાં સ્ટુડન્ટ તો ઘણીવાર પોતાને મનફાવે એવું વર્તન કરતાં હતાં..રાહુલ ને આ વાત થોડી હજમ નહોતી થતી કે કોઈ કોલેજ માં આટલી બધી છૂટ કઈ રીતે હોય.

રાહુલે આ ઉપરાંત એ પણ નોંધ્યું કે સેકન્ડ યર ના ઘણાં યુવક યુવતીઓ રાતે એકબીજાનાં રૂમ માં જતાં અને સવાર પડતાં જ પોતાનાં રૂમ માં પાછા આવી જતાં.. એનો મતલબ ના સમજે એવો એ નાદાન રાહુલ નહોતો..ચોરી છુપી થી એ લોકો એકબીજા સાથે ફીઝીકલ રિલેશન રાખતાં હતાં એ વાત સમજવી સરળ હતી.ફર્સ્ટ યર માં પણ જે જે સ્ટુડન્ટ ના રૂમ સામે સામે હતાં એવાં યુવક યુવતીઓ વચ્ચે સારાં એવાં સંબંધો વિકસિત થઈ ચૂક્યાં હતાં.!!

કોલેજ અને હોસ્ટેલ માં છોકરા અને છોકરીઓ વચ્ચે ની આટલી બધી નજદીકી કોલેજ મેનેજમેન્ટ દ્વારા આંખ આડા કાન હોય એમ અવગણવી એ રાહુલ ને થોડું નવાઈ ભર્યું જરૂર લાગ્યું.. રાહુલ ની જેમ જ ફર્સ્ટ યર માં એક છોકરી હતી જેને પણ કોલેજ અને હોસ્ટેલ ની વ્યવસ્થા પર રાહુલ ની જેમ જ ખેદ અને ગુસ્સો હતો એનું નામ હતું અમી..સ્વભાવે શાંત અને એકદમ સિમ્પલ એવી અમી પણ પોતાનું ધ્યાન આ બધી બાબત થી દૂર સ્ટડી પર રાખવા માંગતી હતી.

રાહુલ ના બે લોફર મિત્રો સાગર અને હર્ષે પણ નક્કી કર્યા મુજબ નિત્યા અને દીપ્તિ સાથે સારી એવી મિત્રતા કેળવી લીધી હતી..હર્ષ નું નિત્યા સાથે અને સાગર નું દીપ્તિ સાથે ચક્કર ચાલતું હતું..ઘણીવાર એ લોકો પરસ્પર એકબીજાનાં રૂમ માં આવતાં જતાં પણ થઈ ગયાં હતાં..પણ હજુ સુધી અમુક હદ થી એ લોકો આગળ વધ્યા નથી એ રાહુલ ને ખબર હતી.

એકવાર રાહુલે દીપ્તિ અને નિત્યા ને હર્ષ અને રાહુલ ના કેરેકટર વિશે થોડાં ચેતવ્યા હતાં...પણ એ બંને બહેનો નો જવાબ સાંભળી રાહુલ ની આંખો પહોળી થઈ ગઈ.

"જો રાહુલ..અમે પણ મોર્ડન એરા ની છોકરીઓ છીએ..હર્ષ અને સાગર અમારી જોડે વધુ માં વધુ શું કરી લે છે..સેક્સ..કે બીજું કંઈ.. અરે અમે પણ કંઈ સતી સાવિત્રી નથી..અમારે પણ ઘણા બોયસ સાથે સેક્સ્યુલ રિલેશન રહેલાં છે..તો એ લોકો અમારો યુઝ કરે કે અમે એમનો કરીએ બધું એક જ છે.."એમનાં આ જવાબ નો રાહુલ જોડે કોઈ જવાબ નહોતો અને એ નિરુત્તર થઈ ગયો.

રાહુલે હવે કોઈની લાઈફ માં પોતે ઇન્ટરફીયર નહીં કરે એવું મનોમન નક્કી કરી લીધું અને પોતે ફક્ત સ્ટડી સિવાય બીજી કોઈ વાત પર ધ્યાન નહીં આપે એવી મન માં ગાંઠ વાળી લીધી.

***

રાહુલ ની ભોજનાલય માં પાણી ભરવા જવાની અને ત્યાં કોઈ ભેદી અવાજ સાંભળવાની વાત ને ત્રણેક મહિના જેવો સમય વીતવા આવ્યો..કોલેજ માં હવે મોટાભાગ ના બોયસ અને ગર્લ એકબીજા સાથે કમીટ હતાં..રાહુલ ને લાગતું કે આખી કોલેજ માં એ એકલો જ સીંગલ છે.

કોલેજ કેન્ટીન, કલાસ રૂમ, હોસ્ટેલ લોબી..બધેજ બોયસ અને ગર્લ્સ દ્વારા કિસિંગ, સ્મૂચિંગ વગેરે તો સામાન્ય બાબત થઈ ગઈ હતી..બીજાં વર્ષ ના સ્ટુડન્ટ ના રંગે હવે ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ રંગાઈ રહ્યાં હતાં..ધીરે ધીરે એ બધાં વચ્ચે પણ સેક્સ રિલેશન સ્થપાવાનું શરૂ થઈ ગયું હતું..રાત ના અંધકાર માં કંઈ કેટલીયે એવી ગંદી હરકતો આ હોસ્ટેલ માં થતી જેની કલ્પના કરવી પણ અશક્ય હતી.

એક દિવસ રાત્રે જમીને રાહુલ, હર્ષ અને સાગર એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતાં.

"એ રાહુલ્યા કાલે તો બાજુ ના રૂમ માં ફૂલ નાઈટ જલસા થયાં લાગે છે..આખી રાત પેલી વૈશાલી કેતન ના રૂમ માં હતી..અને કેતન નો રૂમ મેટ જયદીપ વૈશાલી ના રૂમ માં એની રૂમ મેટ શીતલ ની સાથે હતો."હર્ષે કહ્યું.

"હા ભાઈ.. મેં રાતે એમના રૂમમાંથી આવતાં મીઠા ઉંહકારા સાંભળ્યા હતાં.. જોર જલસા કર્યા લાગે છે "સાગરે પણ કહ્યું.

"અરે યાર આ એમની પર્સનલ મેટર છે એમાં આપણે શું કામ માથાકૂટ કરવી જોઈએ..?"રાહુલે કહ્યું.

"અરે અમારી પુરી વાત તો સાંભળ..શું વચ્ચે સંત મહાત્મા જેવી નકામી વાતો કરે.."હર્ષે કહ્યું.

"હા બક.."રાહુલે કહ્યું.

"અલ્યા..કેતન અને જયદીપ ની રાત રંગીન બની એનું કારણ છે એમનો દોસ્ત પ્રતીક..તને ખબર તો છે કે એમનાં રૂમ માં આપણી જેમ ત્રણ લોકો રહે છે જ્યારે નિત્યા અને દીપ્તિ ની માફક શીતલ અને વૈશાલી બે જ જણા એમનાં રૂમ માં રહે છે..કાલે રાત્રે એ લોકો એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે એ માટે પ્રતીક ફૂલ નાઈટ એમનાં ત્રીજા માળ પર આવેલાં ફ્રેન્ડ્સ ના રૂમ ઉપર સુવા ગયો હતો..મતલબ તું સમજ્યો..?" ખચકાતાં સુર માં હર્ષ બોલ્યો.

"મતલબ કે હું પણ પ્રતીક ની જેમ આ રૂમ માંથી એક નાઈટ બહાર રહું..એમજ ને..?"રોશભર્યા અવાજે રાહુલે પૂછ્યું.

"જો ભાઈ શાંતિ થી સાંભળ..યાર પેલી બે મહાપરાણે માની છે..તો દોસ્ત તું અમારી વાત નહીં માને..યાર બસ એક રાત નો જ સવાલ છે..અમે ક્યાં તને રોજ માટે કહીએ છીએ.."સાગરે પ્રેમ થી કહ્યું.

થોડું વિચાર્યા બાદ રાહુલે કહ્યું..

"તમે લોકો સુધરવાના નથી..સારું પણ એક જ નાઈટ.. બોલો ક્યારે રાખ્યો છે તમે વિધાઉટ મેરેજ હનીમૂન નો પોગ્રામ..?"

"આજે રાતે..."હર્ષ અને સાગર એકસાથે બોલી ઉઠયાં.

"શું આજે જ રાતે..બહુ ઉતાવળાં તમે તો.."રાહુલે કહ્યું.

"ભાઈ હવે ધર્મ ના કામ માં ઢીલ ના મુકાય..શું ખબર કાલે એ બંને મહારાણી ઓ નું મગજ ફરી જાય અને ના પાડી દે એનાં કરતાં લક્ષ્મી સામે ચાલી ને ચાંદલો કરવા આવી છે તો વધાવવામાં મજા છે.."હર્ષ બોલ્યો.

"સારું તો કેટલાં વાગે જવું પડશે મારે રૂમ ની બહાર..?"રાહુલે પૂછ્યું.

"૧૦ વાગ્યાં પછી..પણ રાહુલ તું આજ ની રાત ક્યાં પસાર કરીશ..તારે તો કોઈ એવાં ખાસ મિત્રો પણ નથી જેમની સાથે તું રાતભર રૂમ માં રહી શકીશ..?" સાગરે કહ્યું.

"ભાઈ એ બધું હું કુટી લઈશ..તમે મારી ચિંતા ના કરશો..અને જે કરવું હોય એ કરજો પણ મારો આ પલંગ અને ચાદર સલામત રાખજો.."હસીને રાહુલે કહ્યું.

"Thanks ભાઈ..તારા જેવો યાર દરેક જીંદગી માં મળે.."રાહુલ ને ગળે વળગી સાગર અને હર્ષ બોલ્યાં.

"હા હવે વધુ મસકા નહીં લગાવો..અને આવતાં વિક એક્ઝામ છે તો હું બુક લઈને મેસ માં જાઉં છું..ત્યાં ભોજનાલય માં જ ક્યાંક રાતે બેસીને વાંચીસ.."આટલું કહી પોતાની બુક્સ લઈને રાહુલ રૂમ ની બહાર નીકળી ગયો.

એનાં જતાં જ હર્ષે કોલ કરી નિત્યા ને એની રૂમ માં આવવા કહી દીધું અને સાગર ઉભો થઈને નિત્યા અને દીપ્તિ ની રૂમ માં જવા માટે ગયો..આજ ની રાત એમની વચ્ચે આખી રાત વાસના અને હવસ નો ગાંડો ખેલ ચાલવાનો હતો એ નક્કી હતું.

***

ભોજનાલય માં રાત્રે શ્રવણ રોજ સૂતો હતો..જેવો એને રાહુલ ને ભોજનાલય ની અંદર આવતો જોયો એટલે એને આશ્ચર્ય થયું અને એને રાહુલ ને પૂછ્યું.

"કેમ રાહુલ ભાઈ આજે આ તરફ..ભૂખ લાગી છે કે શું..એવું હોય તો કંઈક નાસ્તો લેતો આવું.."

રાહુલ નો મળતાવડો અને હંમેશા બીજાં લોકો ને મદદરૂપ થવાના સ્વભાવ ને લીધે બધાં ને એ ટૂંકાગાળામાં ગમવા લાગ્યો હતો..ઘણીવાર મોબાઈલ નું કે બેંક નું કોઈપણ કામ હોય શ્રવણ રાહુલ જોડે જ કરાવતો અને રાહુલ પણ પોતાના થી બનતી મદદ કરતો એટલે રાહુલ ને જોઈ શ્રવણે રાહુલ ની ખાતીરદારી કરતો હોય એમ કહ્યું.

"ના ભાઈ એવું નથી..આતો રૂમ માં વાંચવાનો કંટાળો આવતો હતો અને હવે નજીક માં જ એક્ઝામ આવે છે તો વિચાર્યું કે લાવ ને ભોજનાલય માં જઈને વાંચું..અહીં ની શાંતી માં મને વાંચન પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા મળશે"રાહુલે પોતાનું આવવાનું કારણ આપતાં કહ્યું.

"રાહુલ ભાઈ તમારા મોંઢે આવું ખોટું સારું નથી લાગતું..તમારા પેલા બે નાલાયક દોસ્તો નો જ કંઈક હાથ હશે તમારા અહીં આવવા પાછળ..ક્યાંક પેલી એમની પેલી પ્રેમિકાઓ સાથે આજે રાતે..હે..હે.."હસીને શ્રવણ બોલ્યો.

"હા હવે તું જે સમજે એ..બસ હવે આજે રાતે અહીં જ રીડિંગ કરીશ અને પછી સુઈ જઈશ.."રાહુલે કહ્યું.

"સારું જો તમે અહીં રોકવાના હોય તો હું મારા રૂમ માં જઈને સુઈ જાઉં..તમે અહીં મારા ખાટલા પર બેસી ને વાંચો અને મનફાવે તો અહીં જ સુઈ જજો..તમને ચા પીવી હોય તો ફ્રીઝ માં દૂધ છે અને રસોડામાં ખાંડ અને ચા..ડબ્બા માં નાસ્તો પણ પડ્યો છે ભૂખ લાગે તો.."શ્રવણે કહ્યું.

"વાંધો નહીં તું તારે નીકળ..હું હવે આજ ની રાત અહીં જ છું.."શ્રવણ બોલ્યો.

"સારું ભાઈ ત્યારે હું નીકળું..પણ તમે થોડું સાચવજો.."આટલું કહી શ્રવણ નીકળી ગયો.

શ્રવણ ના જતાં જ રાહુલ ખાટલામાં બેઠો અને પોતાની બુક્સ કાઢી વાંચવા લાગ્યો..સળંગ બે કલાક વાંચ્યા બાદ રાહુલે ઘડિયાળ માં જોયું તો સાડા બાર થઈ ગયા હતાં..એને તરસ પણ લાગી હતી એટલે એ ઉભો થઈ રસોડામાં ગયો અને ફ્રીઝ નું બારણું ખોલી પાણી ની બોટલ કાઢી આખી બોટલ પાણી પી ગયો.

"હાશ હવે લાસ્ટ લેશન રીડ કરી લઉં પછી સુઈ જાઉં.."મનોમન આટલું બોલી એને ફ્રીઝ નો દરવાજો બંધ કર્યો અને રસોડા ની લાઈટ બંધ કરી રસોડાની બહાર નીકળવા જવા લાગ્યો..પણ અચાનક કોઈક નો કણસવાનો અવાજ આવતાં એનાં પગ ત્યાં જ થંભી ગયાં.

"રાહુલ.. રાહુલ.. મારે તારી મદદ ની જરૂર છે..."કોઈક નો પીડાભર્યો અવાજ રસોડા ની અંદર આવેલી રોટલી શેકવા માટે ની ભઠ્ઠી માં થી આવી રહ્યો હતો.આ એવો જ અવાજ હતો જે એને પાણી ભરવા મધરાતે ભોજનાલય આવ્યો ત્યારે એને સાંભળ્યો હતો.

"કોણ છે ત્યાં.."રાહુલે કહ્યું.

રાહુલ ના પૂછાયેલા સવાલ નો કોઈ પ્રત્યુત્તર ના આવતાં એ અકળાઈને ફરીથી બોલ્યો.."કોણ છે ત્યાં..નામ બોલો..જે હોય એ સામે આવે.."પણ ફરી થી એની વાત નો કોઈ જવાબ ના મળ્યો.

આખરે રાહુલ રસોડા ની લાઈટ ઓફ કરી બહાર નીકળ્યો પણ એનાં આશ્ચર્ય વચ્ચે રસોડા ની લાઈટ ફરીવાર ઓન થઈ ગઈ..આમ તો રાહુલ બહુ હિંમતવાન છોકરો હતો પણ આ બધી ઘટનાઓ એ એને થોડો ઘણો ડરાવી જરૂર મુક્યો.

રાહુલ ફરીથી હિંમત કરી રસોડા માં ગયો અને જોર થી બોલ્યો.."જે હોય એ એકવાર સામે આવે..આવો મજાક મને સહેજ પણ પસંદ નથી..."

આટલું બોલતાં જ રાહુલ ના આશ્ચર્ય વચ્ચે રસોડાની લાઈટ અચાનક બંધ થઈ ગઈ..અને ફરીથી એજ પીડાભર્યો અવાજ..."રાહુલ.. રાહુલ.. મારે તારી મદદ ની જરૂર છે" એનાં કાને પડઘાયો.

આ અવાજ કોઈક છોકરીનો છે એવું રાહુલ ને લાગ્યું..પણ આટલી મોડી રાતે કોઈક છોકરી અહીં ભોજનાલય ના રસોડામાં શું કરતી હશે..? અને એને પોતાની મદદ ની જરૂર કેમ છે..? એ વાત ની રાહુલ ને નવાઈ લાગી રહી હતી.

"જે હોય એ એક વાત સ્પષ્ટ કહી દઉં..હું કોઈ ની મદદ કરવા માટે નવરો નથી અને એવાં માણસ ની તો નહીં જ જે સામે આવતાં પણ ડરે.."રાહુલ હિંમત કરી આટલું બોલ્યો.

"રાહુલ… રાહુલ..હું ડરતી નથી તારી સામે આવતાં પણ જો તું મને જોઈશ તો તું ડરી જઈશ એટલે હું તારી સમીપ તારી સામે નથી આવતી.."રાહુલ ના બોલ્યાં પછી કોઈક ગેબી અવાજ સંભળાયો.

"હું કોઈના થી ડરતો નથી..અને જે હોય એ સામે આવે..મને યોગ્ય લાગશે તો હું મારા થી બનતી બધી મદદ કરીશ.."રાહુલે કહ્યું.

રાહુલ ના શબ્દો જેવાં અટકયાં એવું જ જાણે આખા ભોજનાલય નું વાતાવરણ હલબલી ઉઠ્યું..ત્યાં સ્થપાયેલી નીરવ શાંતિ જાણે વિખરાઈ ગઈ..ભોજનાલય ની બધી ટ્યુબલાઈટ ચાલુ બંધ થવા લાગી..બધાં બારી બારણાં પણ એની મેળે જ ખુલવા અને બંધ થવા લાગ્યો..પવન નો વેગ પણ અચાનક વધી ગયો..અચાનક એક રોશની નો ચમકારો રસોડા તરફ થી આવ્યો અને રાહુલ થી થોડે દૂર આવી અટકી ગયો.

એ રોશની ધીરે ધીરે મનુષ્ય દેહ માં પરિવર્તિત થઈ ગઈ..રાહુલે જોયું કે એની સામે કોઈ યુવતી હતી..જેનો આખો ચહેરો છૂંદાઈ ગયો હતો જેનાં લીધે અંદર થી આવતાં રક્ત થી આખો ચહેરો ખરડાઈ ગયો હતો...એ અવાજ આ યુવતી નો જ હતો એ સમજતાં રાહુલ ને વાર ના થઈ.. ઉપરાંત એ યુવતી એ કહ્યા મુજબ એને જોઈ પોતે ડરી જશે એ વાત પણ એ યુવતી નો ચહેરો જોઈ એને સાચી માલુમ લાગી.

રાહુલ ના કપાળે પરસેવો વળી ગયો અને હાથ પગ તો જાણે ત્યાંજ જકડાઈ ગયાં.. ગળું પણ સુકાઈ ગયું..હવે એ યુવતી ને પોતાની સામે હાજર થવાનું કહેવા બદલ રાહુલ ને પસ્તાવો થઈ રહ્યો હતો..રાહુલે હળવેક થી પોતાની આંખો મીંચી લીધી અને મનોમન પોતાનાં ઇષ્ટદેવ ને યાદ કરવા લાગ્યો..!!!

***

LOADING.....

કોણ હતી એ યુવતી..?? રાહુલ ની મદદ ની એને શું જરૂર હતી..? હોસ્ટેલ અને કોલેજ નું પ્રસાશન આવું કેમ હતું...?? રાખી રાહુલ સાથે કઈ રીતે બદલો લેવાની હતી..?? આ કોલેજ માં એવું તે કયું રહસ્ય દફન હતું જે હજુ સુધી કોઈને દેખાઈ નહોતું રહ્યું..?? જાણવા વાંચો રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ આવતાં સપ્તાહે..!!

માતૃભારતી પર તમે મારી અન્ય રચના દિલ કબૂતર પણ આ સાથે વાંચી શકો છો..આભાર..!!

-દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED