રૂહ સાથે ઈશ્ક ૪ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક ૪

રૂહ સાથે ઈશ્ક..

(૪)

સાગર અને હર્ષ પોતાની પ્રેમિકાઓ નિત્યા અને દીપ્તિ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા રાહુલ ને રૂમ માંથી એક રાત બહાર જવાનું કહે છે.. એમની વાત માની ભોજનાલય માં ગયેલાં રાહુલ ને ડરાવનો અહેસાસ થાય છે.. જેમાં કોઈ મદદ ના દર્દભર્યા અવાજ પછી એક વિકૃત પ્રેતાત્મા એની સામે આવે છે.. એ રૂહ પોતાની ઓળખાણ સ્વાતિ તરીકે આપે છે.. એ પોતે પણ આજ કોલેજ ની સ્ટુડન્ટ હતી અને હોસ્ટેલ માં જ રહેતી હોવાનું જણાવે છે.. કોમલ નામ ની એની હોસ્ટેલ માં રહેતી છોકરી ને એમનાં જ પ્રોફેસર તપન દેસાઈ સાથે ના અનૈતિક સંબંધો ની જાણ થતાં સ્વાતિ કોમલ ને આ બધું મૂકી દેવાની સલાહ આપે છે. હવે વાંચો આગળ..

"કોમલ સાથે એ દિવસ ની મુલાકાત પછી મને એવું લાગ્યું કે કોમલ હવે સુધરી જશે.. અને એ તપન દેસાઈ જોડેનાં પોતાનાં બધાં સંબધો પર પૂર્ણવિરામ મૂકી દેશે એ વાત પર હું ચોક્કસ હતી. "સ્વાતિ પોતાની વાત રાહુલ ને કહી રહી હતી જે રહી જે રાહુલ એક ચિત્તે સાંભળી રહ્યો હતો.

"આ બધી વાત ને લગભગ મહિનો થવા આવ્યો.. કોમલ નું તપન સર થી હવે અમુક અંતર રાખીને રહેવું એ વાત ની સાબિતી હતી કે પોતાની વાત કોમલ ને ગળે વ્યવસ્થિત રીતે ઉતરી ગઈ છે. મને પણ એક માસુમ છોકરીની જીંદગી સુધારવાનો અવસર મળ્યો એ વાત ની ખુશી થઈ રહી હતી.. પણ મારી ખુશી ઝાઝો સમય ટકી નહીં.. "

"એક વખત બપોર ના સમયે હું કોલેજ કેન્ટીન માં હતી ત્યારે મારી નજર તપન દેસાઈ પર પડી.. આ માણસ મને હવે દીઠો એ ગમતો નહોતો જ્યારનો મેં એને કોમલ સાથે જોયો હતો.. અને તમને કોઈ માણસ ખૂંચે એમ તમે એનું વધુ ને વધુ ધ્યાન રાખતા હોવ છો.. બિલકુલ આવું જ મારી જોડે બનવા લાગ્યું હતું.. હું તપન દેસાઈ પર હવે ચાંપતી નજર રાખતી.. એ બપોરે પણ હું એમ જ કરી રહી હતી.. તપન દેસાઈ મેશ્વા નામની એક છોકરી સાથે કંઈક ચર્ચા કરી રહ્યો હતો.. એની કોઈ વાત નો મેશ્વા માનવા માટે ઇનકાર કરી રહી હતી એવું મને લાગ્યું.. એવું કરવાના લીધે તપન દેસાઈ ગુસ્સે ભરાયો અને મેશ્વા ને મોબાઈલ બતાવી કંઈક ધમકી આપી રહ્યો હોય એવું માલુમ પડ્યું.. એનું આમ કરવાથી મેશ્વા ડરી ગઈ અને રડતી રડતી હોસ્ટેલ તરફ ભાગી. એને જતાં જોઈ તપન દેસાઈ લુચ્ચું સ્મિત કરતો રહી ગયો અને પછી કોલેજ માં જતો રહ્યો. "

"હું ફર્સ્ટ ફ્લોર પર રહેતી હતી અને મેશ્વા મારી ઉપર ના માળે સેકન્ડ ફ્લોર પર.. એનો રૂમ નમ્બર હતો ૨૨૩.. હું ફટાફટ કેન્ટીન માં થી નીકળી એની પાછળ પાછળ હોસ્ટેલ માં આવી.. દાદર ચડી ને હું એનાં રૂમ તરફ ગઈ.. અંદર થી મેશ્વા ના રડવાનો અવાજ આવતો હતો. મેં ધીરે થી એનાં રૂમ નો દરવાજો નોક કર્યો "

"કોણ છે.. કોનું કામ છે.. એકવાર તો કીધું કે હું તમારી ધમકી થી ડરવાની નથી?"મેશ્વા એ કીધું.. એની આ વાત પર થી હું સમજી ગઈ હતી કે કોઈ એવી બાબત હતી જેનાથી તપન દેસાઈ મેશ્વા ને ધમકાવી રહ્યો હતો.

"અરે મેશ્વા હું છું.. સ્વાતિ... "મેં કહ્યું.

મારો અવાજ સાંભળી મેશ્વા એ દરવાજો ખોલ્યો અને કહ્યું..

"Sorry યાર.. મને એમ કે કોઈ બીજું હશે.. આવ બેસ.. "મેશ્વા ની આંખો એ વાત ની ચાડી ખાતી હતી કે એ મારાં આવ્યાં પહેલાં ખૂબ રડી હતી.

"જો મેશ્વા હું જાણું છું કે તને કોલેજ કેન્ટીન ની બહાર પ્રોફેસર તપન દેસાઈ ધમકાવી રહ્યાં હતાં.. જેનાં લીધે તું ડરી ગઈ અને દોડતી હોસ્ટેલ માં આવી ગઈ.. મારાં આવ્યાં પહેલાં તું ખૂબ રડી છે એ પણ તારી આંખો પર થી સ્પષ્ટ દેખાય છે.. બોલ શું થયું છે.. ?"મેં સીધી મુદા ની વાત કરી.

"અરે એતો મેં તપન સરે લખવા આપેલાં થિસીસ ખોટાં લખ્યા હતાં એટલે.. "મેશ્વા એ મારાં સવાલ નો ખોટો જવાબ આપતાં કહ્યું.

"જો યાર મેશ્વા ખોટું બોલવું હોય તો તારી મરજી.. બાકી હું જાણું છું તપન દેસાઈ ની નિયત કેવી છે એ.. તારા પહેલાં પણ મેં એને એક છોકરી ની જીંદગી બરબાદ કરતાં જોયો છે.. સો પ્લીઝ મારી પર ટ્રસ્ટ હોય તો મને જણાવ આખરે શું થયું છે.. અને એ નાલાયક તને કેમ ધમકાવતો હતો.. ?"મેં પૂછ્યું.. મારી વાત સાંભળી મેશ્વા મને લપાઈને જોરજોરથી રડવા લાગી... મેં એની પીઠ પર હાથ ફેરવી એને શાંત રહેવા કહ્યું. પછી મેં ટેબલ પર રાખેલાં જગમાંથી પાણી નો ગ્લાસ ભરી ને મેશ્વા ને આપ્યો એટલે એને પાણી પી લીધું.

થોડીવાર ની ચુપકીદી પછી મેશ્વા શાંત થઈ અને એને બોલવાનું શરૂ કર્યું.

"આપણા કલાસ માં ભણતા વિશાલ સાથે મારે લવશીપ છે.. એ મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ એને અનહદ ચાહું છું.. આમ તો કોલેજ માં એકાંત ઓછું મળતું એટલે અમે પ્રેમક્રીડા નહોતાં કરી શકતાં.. પણ જ્યારથી બોયસ અને ગર્લ્સ ના રૂમ સામે આવી ગયાં પછી તો જાણે સોના માં સુગંધ ભળી એવો ઘાટ રચાયો.. સમય મળતાં જ હું અને વિશાલ એકબીજાનાં રૂમ માં આવતાં અને એકબીજા સાથે એન્જોય કરતાં.. યુ નો એન્જોય મીન.. ?"મેશ્વા એ ખચકાઈને પૂછ્યું.

"હા એટલે કે તમારી બે વચ્ચે ફીઝીકલ રિલેશન હતું.. "મેં એનાં સવાલ નો જવાબ આપતા કહ્યું.

"હા.. એમજ.. મારી અને વિશાલ વચ્ચે ચાર વખત ફીઝીકલ રિલેશન બંધાયું.. પણ આજ થી ત્રણ દિવસ પહેલાં મારા પર તપન સર નો કોલ આવ્યો એમને મને કોલ કરી કોલેજ ની લાયબ્રેરીમાં આવવા કહ્યું.. મને એમ કે એમને કંઈક કામ હશે.. હું ત્યાં ગઈ એટલે એમને મને એમની સાથે એકવાર ફીઝીકલ રિલેશન માણવા માટે કહ્યું.. મેં ગુસ્સા થી એમની વાત ને અવગણી એમને ખરી ખોટી સંભલાવી અને ત્યાંથી નીકળી ગઈ.. "

"રાતે મારા મોબાઈલ પર તપન દેસાઈ નાં નંબર પર થી એક વીડિયો કલીપ આવી જેમાં હું અને વિશાલ એકબીજા સાથે સમાગમ કરી રહ્યાં હતાં.. નીચે લખ્યું હતું કે આવી બીજી ત્રણ કલીપ એની જોડે છે અને જો હું એની તાબે નહીં થાઉં તો એ આખી કોલેજ માં આ કલીપ વાયરલ કરી મુકશે.. હું બે દિવસ થી એની વાત નહોતી માની રહી એટલે આજે એ મને ધમકી આપી રહ્યો હતો કે આજે જે નક્કી કરવું હોય એ કરી લઉં નહીંતો એ આ કલીપ કોલેજ માં અને આખા ગુજરાત માં ફરતી કરી મુકશે.. "

"જો એવું થશે તો હું જીવતી નહીં રહું.. આ વાત હું વિશાલ ને પણ નથી કરી શકતી.. મારા જોડે એ હવસખોર તપન દેસાઈ ની વાત માન્યા સિવાય છૂટકો જ નથી.. તું જ કે છે કોઈ ઉપાય.. ?"મેશ્વા એ મારી સામે જોઈ આશભરી નજરે કહ્યું.

"જો મેશ્વા હું તને પ્રોમિસ તો નથી કરતી પણ આ પ્રોબ્લેમ માં થી બહાર કાઢવા હું તને જરૂર મદદ કરીશ.. એમાં તારે પણ મારો સાથ આપવો પડશે.. તું તૈયાર છે ને.. "મેં કહ્યું.

"હા.. જો તું કોઈ સ્વાર્થ વગર મારી મદદ કરવા તૈયાર થાય તો મારે તો મારા માટે તારો સાથ આપવાનો છે એટલે ના પાડવાનો તો સવાલ જ નથી.. પણ શું કરીશું આપણે.. ?"મેશ્વા એ મને પૂછ્યું.

મેં મારો પ્લાન મેશ્વા ને કહી સંભળાવ્યો એટલે એ ખૂબ ખુશ થઈ અને મને ભેટી ને thanks કીધું.

***

"એ વખતે અત્યાર ની જેમ જમવાનું પ્રોફેસર કે અન્ય કોઈ લેક્ચરર નાં રૂમ પર નહોતું આવતું.. પણ બધાં સ્ટુડન્ટ જમીએ પછી બધાં પ્રોફેસર જમવા ત્રીજા માળે જતાં.. એજ સમય હતો અમારી જોડે અમારા પ્લાન ને અંજામ આપવાનો. "

"જેવાં જ બધાં પ્રોફેસર અને લેક્ચરર જમવા માટે ઉપર ના માળે ગયાં એવાં જ હું અને મેશ્વા નીચે આવી ગયાં.. ત્યાં લાલજી ગ્રાઉન્ડ ફ્લોર પર જ બેઠો હતો એટલે તપન દેસાઈ ના રૂમ માં પ્રવેશવું આસાન નહોતું.. પણ અમને ખબર હતી કે છોકરીઓ ને જોઈ લાલજી ની લાળ ટપકે છે એટલે મેં મેશ્વા ને લાલજી જોડે નકામી વાતો કરી એને ગૂંચવી રાખવાનું કહીને હું પ્રોફેસર તપન દેસાઈ ના રૂમ માં પ્રવેશી. "

"હકીકત માં દરેક પ્રોફેસર જમવા જતી વખતે મોબાઈલ પોતાનાં રૂમ માં મૂકી જતાં હતાં કેમકે જમવાની મેશ માં મોબાઈલ લઈ જવાની મનાઈ હતી જે દરેક સ્ટુડન્ટ અને પ્રોફેસરે અવશ્ય પાળવી પડતી.. મેં રૂમ માં જઈને આમ તેમ ફાંફા માર્યા પણ પ્રોફેસર તપન નો મોબાઈલ ક્યાંક ના મળ્યો.. ઘણાં પ્રયત્ન છતાં મારા હાથ કંઈ ના લાગ્યું એટલે હું હતાશ થઈ ગઈ.. અચાનક મારાં મગજ માં ઝબકારો થયો કે હું કેટલી મૂર્ખ છું.. મોબાઈલ શોધવો તો સાવ સરળ છે.. મેં મારા ફોન માં થી પ્રોફેસર તપન નો નંબર ડાયલ કર્યો એટલે તુરંત જ ફોન ની રિંગ વાગી. "

રિંગ બેડ પર રાખેલાં ઓશીકા નીચે થી આવતી હતી.. મેં પળવાર નો વિલંબ કર્યા વગર એમનો મોબાઈલ ત્યાં થી નિકાળ્યો.. ફોન હાથ માં લઈ વિશાલ અને મેશ્વા ના વીડિયો ડિલીટ કરવા માટે વીડિયો ફોલ્ડર ખોલ્યું.. તો એમાં લગભગ પસાચ થી વધુ અલગ અલગ વીડિયો હતાં.

હું એક પછી એક બધાં વીડિયો ચેક કરતી રહી એમ મારી આંખો ફાટી રહી ગઈ.. આમાં કોલેજ ની લગભગ પંદર જેટલી છોકરીઓ ના સેક્સ MMS હતાં.. જેમાં અમુક વીડિયો તપન દેસાઈ ના પોતાનાં જ હતાં.. તો અમુક વીડિયો માં કોલેજ ના અન્ય હિસ્ટ્રી ના પ્રોફેસર માધવ બુચ પણ કોલેજ ની સ્ટુડન્ટ સાથે આપત્તીજનક સ્થિતિ માં હતાં. મતલબ કે આ બંને હવસખોર પ્રોફેસર કોલેજ ની યુવતીઓ ને આવાં MMS ની બીક બતાવી એમનું શારીરિક શોષણ કરે છે.

આ વિડિયોઝ માં વિશાલ અને મેશ્વા ની સાથે કોમલ અને એનાં બોયફ્રેન્ડ રાજ નો પણ વીડિયો હતો.. મને સમજાઈ ગયું કે કોમલ ને પણ મેશ્વા ની જેમ બ્લેકમેલ કરી એની સાથે તપન દેસાઈ એ સેક્સ રિલેશન બાંધ્યું.. અને કોમલે પણ ડર ના લીધે આ વાત ને સ્વીકારી લીધી હશે.

પણ આ બધાં વીડિયો કોણે અને કઈ રીતે ઉતાર્યા એ મોટો સવાલ હતો.. કેમકે આ બધાં વીડિયો તો જેનાં હતાં એવાં છોકરા કે છોકરી ની રૂમ માં જ ઉતર્યાં હતાં.. પણ આવું કઈ રીતે બને.. દર વખતે કોઈ કઈ રીતે દરેક રૂમ માં હાજર હોઈ શકે.. 'ઓહ માય ગોડ.. 'એકાએક મારા મગજ માં આવેલા વિચારે મને ફફડાવી મૂકી.

મેં તરત એ બધાં વીડિયો ડિલીટ કરવાને બદલે મોબાઈલ ને સ્વીચઓફ કરી મારી જોડે રાખી લીધો અને હું દોડતી તપન દેસાઈ ના રૂમ માં થી બહાર નીકળી ગઈ.. મેં લાલજી જોડે વાતો કરતી મેશ્વા ને આંખો ના ઈશારા થી કામ પતી ગયું છે એ જણાવી દીધું.. એટલે એ પણ લાલજી ને by બોલી મારી પાછળ પાછળ મારી રૂમ માં આવી ગઈ.

"સ્વાતિ તે બધાં વીડિયો ડિલીટ કરી દીધાં.. ?"રૂમ માં આવતાં વેંત જ મેશ્વા એ પૂછ્યું.

"હા બધાં વીડિયો ડિલીટ થઈ ગયાં.. હવે તો ચિંતા ના કરીશ અને શાંતિ થી તારા રૂમ માં જઈને સુઈ જા.. "મેં હજુ મેશ્વા ને સાચું ના કહ્યું.. કેમકે હવે હું આગળ જે કરવાનું છે એ મારે જ કરવાનું છે એ નક્કી કરી ચુકી હતી.

"સારું સ્વાતિ.. And thanks so much yaar.. "જતાં જતાં મેશ્વા એ મારો આભાર માનતાં શબ્દો કહ્યા.

સૌપ્રથમ તો મેં મોબાઈલ ને સેફ જગ્યા એ છુપાવી દીધો.. પછી મેં મારા આખા રૂમ ની તલાશી લેવાનું શરૂ કર્યું.. કેમકે હું સમજી ચુકી હતી કે દરેક રૂમ માં હીડન સ્પાય કેમેરા છુપાવેલાં છે જેનાથી છોકરીઓ ની અશ્લીલ ફિલ્મો ઉતારી પ્રોફેસર તપન દેસાઈ એમને બ્લેકમેઇલ કરી રહ્યો હતો.. પણ એ માટે મારે મારા રૂમમાંથી એવાં કેમેરા શોધવા જ પડશે એ વાત તો સ્પષ્ટ હતી.. કેમકે હું વીડિયો કલીપ બતાવી કોઈ છોકરી ની બદનામી નહોતી કરવા માંગતી પણ મારા રૂમ માંથી એવાં કેમેરા મળે તો હું કોલેજ ની સામે પોલીસ કેસ કરી શકું છું એવું મેં વિચાર્યું.

લગભગ પંદર મિનિટ ના સખત પરિક્ષમ પછી મેં મારા રૂમ માં છુપાયેલા કેમેરા શોધી કાઢ્યા.. રૂમ માં રાખેલાં ફોટોગ્રાફ ની વચ્ચે એક કેમેરો ગોઠવાયો હતો તો એક કેમેરો ટ્યુબલાઈટ ની પાછળ.. હવે મારી હાથ માં એવું સબુત હતું જેનાથી હું આ કોલેજ ની આબરૂ ના લીરાં ઉડાડી શકું છું.. આ ઉપરાંત મેશ્વા અને કોમલ પણ જરૂર પડે મારો સાથ આપશે એવો મને વિશ્વાસ હતો.

"આ બધાં સબુત લઈને મારે તાત્કાલિક પોલીસ સ્ટેશન જવું પડશે.. પણ કઈ રીતે હું અત્યારે આ કોલેજ માં થી નીકળી શકીશ.. હા પવન મારી ચોક્કસ મદદ કરશે એમ વિચારી મેં પવન ને કોલ કરી મારી રૂમ માં આવવા કહ્યું.. થોડી જ વાર માં પવન મારાં રૂમ માં હાજર હતો.. "

"હા બોલ.. સ્વાતિ.. કેમ આમ અચાનક મને યાદ કર્યો.. કોઈ કારણ.. ?"પવને આવતાં વેંત જ સવાલ કર્યો.

પવન ના સવાલ નો જવાબ આપવાના બદલે મેં પહેલાં મારાં રૂમ નો દરવાજો લોક કર્યો અને પવન ની જોડે આવી ને બેસી.. મને ખબર હતી કે પવન મને મનોમન પ્રેમ કરે છે પણ એ પોતાનાં દિલ ની વાત કહી મને ખોવા નહોતો માંગતો એટલે એને ક્યારેક એ વાત મને કહી નહીં.

"પવન હું આજે તને એવી વાત કરવા જઈ રહી છું.. જે સાંભળી એવું બને કે એનો ઝાટકો તારા થી સહન કરવો ભારે પડે.. "મેં પવન ની તરફ જોઈને કહ્યું.

"હા બોલ તો ખરી પહેલાં આખરે વાત છે શું.. ?"અધીરાઈ થી પવન બોલ્યો.

ત્યારબાદ મેં કોમલ અને તપન દેસાઈ વચ્ચે ના અનૈતિક સંબંધો થી લઈને મેશ્વા ને બ્લેકમેઇલ કરવી અને તપન દેસાઈ નાં મોબાઈલ માં થી આ કોલેજ ની જુદી જુદી છોકરીઓની સંખ્યાબંધ સેક્સ કલીપ મળી આવવાની વાત કરી.. પછી મેં મારા રૂમ માંથી મળેલાં હીડન કેમેરા પણ પવન ને બતાવ્યાં.

"એની માં ને.. કોલેજ માં આટલું મોટું કાંડ ચાલે છે અને એ પણ કોલેજ ના જ બે પ્રોફેસર દ્વારા.. આ વાત તો આપણે બહાર લાવવી જ પડે.. એ બે હવસખોર પ્રોફેસરો ને પાઠ ભણાવવો જ રહયો. "પવને ગુસ્સામાં કહ્યું.

"એટલે જ મેં તને અહીં બોલાવ્યો છે.. હું તો વિચારું છું કે આપણે શહેર માં જઈ પોલીસ સ્ટેશનમાં આ બધી રજુઆત કરીએ.. અને એ માટે મારે તારી મદદ જોઈએ.. તારે મને તારી બાઈક પર પોલીસ સ્ટેશન મુકવા આવવું પડે.. "મેં પવન ને આ બધું કહેવા પાછળ નું કારણ આપતાં કહ્યું.

"હા હું આવીશ તારી સાથે.. પણ મારી વાત માને તો આપણે સૌપ્રથમ આ ગુનાઈત પ્રવૃત્તિ વિશે કોલેજ પ્રિન્સિપાલ કેશવ આર્ય ને મળવું જોઈએ.. શું ખ્યાલ છે.. ?"પવને પોતાનાં મન ની વાત કહી.. !

"હા પવન તું સાચું કહે છે.. પ્રિન્સિપાલ કેશવ આર્ય જરૂર આપણી મદદ કરશે અને એ બંને હવસખોર પ્રોફેસરો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરાવશે.. "મેં પવન ની વાત માં સુર પરોવ્યો.

"તો ચાલ અત્યારે સર કોલેજ માં આવેલી એમની સ્પેશિયલ કેબિનમાં હશે.. આપણે હવે ઉતાવળ રાખવી જોઈએ.. "પવને કહ્યું.

"હા કેમ નહીં.. ચાલ જલ્દી.. "હું મોબાઈલ અને કેમેરા લઈને રૂમ ની બહાર નીકળવા ઉભી થઈ.. !!

***

LOADING...

શું સ્વાતિ બીજી છોકરીઓ ને ન્યાય અપાવી શકશે.. ?? પ્રોફેસર તપન અને પ્રોફેસર માધવ નું શું થશે.. ? સ્વાતિ નું અત્યારે રૂહ બની ભટકવાનું કારણ શું હતું અને એનું મૃત્યુ કઈ રીતે થયું.. ?? સ્વાતિ ને રાહુલ ની જ કેમ અને કેવી મદદ ની જરૂર હતી.. જાણવા વાંચતા રહો રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ આવતાં સપ્તાહે.

માતૃભારતી પર મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" પણ આપ વાંચી શકો છો.. આ ઉપરાંત બીજી એક નોવેલ 'ડણક: THE STORY OF REVANGE' પણ ટૂંક સમય માં માતૃભારતી પર આપ વાંચી શકશો.. આભાર!!

-દિશા. આર. પટેલ