રૂહ સાથે ઈશ્ક ૧૪ Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક ૧૪

રૂહ સાથે ઈશ્ક..

(૧૪)

રાહુલ ની મદદ થી સ્વાતિ પોતાની હત્યા પાછળ સામેલ એવાં લાલજી અને તપન દેસાઈ ની હત્યા કરે છે.આ હત્યા બાદ એ રાખી ને પણ મોત ની ઘાટ ઉતારી મૂકે છે. પોતાની અને સ્વાતિ ની વાત હર્ષ અને સાગર સાંભળી જતાં સ્વાતિ અને રાહુલ એમને બધું સત્ય જણાવી દે છે.. આસ્થા અને સમીર નામનાં નવાં પ્રોફેસર ની ભરતી કરી માલવીકા ધીરે ધીરે એમને પોતાનાં ખેલ માં સામેલ કરી રહી હોય છે.. માલવીકા ને રાહુલ કોલેજ માં થયેલાં ત્રણેય અપમૃત્યુ માં જોડાયેલો હોવાની શંકા જતાં એ પ્રિન્સિપાલ કેશવ આર્ય ને જણાવે છે અને પોતે સત્ય જાણવાની કોશિશ માં લાગી જાય છે.. હવે વાંચો આગળ

***

બીજા દિવસે રાતે આઠ વાગતાં જ માલવીકા કોલેજ નાં બીજા માળ ની બારી થી હોસ્ટેલ નાં ગેટ તરફ નજર કરીને ઉભી હોય છે.. ઘડિયાળ ની તરફ વારંવાર નજર કરી એ રાહુલ નાં ભોજનાલય માં જવાની વાટ જોઈ રહી હોય છે.. અચાનક સ્ટ્રીટ લેમ્પ ની રોશની માં એક યુવક હોસ્ટેલમાં થી નીકળી ભોજનાલય તરફ જતો પ્રતિત થયો.. એને સમજતાં વાર ના થઈ કે એ યુવક રાહુલ જ હતો.. !!

થોડીવાર માં શ્રવણ ભોજનાલય માંથી નીકળી હોસ્ટેલ માં આવતો જણાયો.. થોડીવાર ત્યાં જ ઉભાં રહીને થોડું ઘણું વિચાર્યા બાદ માલવીકા ઉતાવળાં પગલે કોલેજ નો દાદરો ઉતરી ભોજનાલય તરફ આગળ વધી.. લેજીન્સ અને કુર્તા માં એનું હર્યુભર્યું શરીર જોઈ કોઈ કહી ના શકે કે આ કોઈ કોલેજ ની પ્રોફેસર હશે.

માલવીકા ધીરે ધીરે આજુબાજુ નજર કરતાં કરતાં ભોજનાલય ની પાછળ ની તરફ આવી.. આવીને એને ભોજનાલય ની બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો તો એને જોયું કે રાહુલ અત્યારે ખાટલામાં સૂતો હતો.. એનું માથું ખાટલા થી પગભગ એક વેંત જેટલું હવામાં હતું.. આ દ્રશ્ય જોઈ માલવીકા અચંબા માં પડી ગઈ.

એને ધ્યાન થી જોયું તો રાહુલ નાં માથા નાં વાળમાં જાણે કોઈ પોતાનો હાથ ફેરવી રહ્યું હોય એનાં વાળ માં હરકત થતી હતી.. રાહુલ ની નજર કોઈક ની તરફ સ્થિર હોય એવું માલવીકા ને મહેસુસ થયું. અચાનક રાહુલે કહ્યું.

"સ્વાતિ તે મારાં મિત્રો ને બધી વાત જણાવવા માટે મને રજા આપી એ બદલ તારો ખૂબ ખૂબ આભાર.. બાકી હર્ષ અને સાગર થી હું સત્ય છુપાવીને એમની મિત્રતા ગુમાવી દેત.. "

"રાહુલ તે મારાં માટે આટલું બધું કર્યું છે તો શું હું તારાં માટે એટલું ના કરી શકું.. ?"કોઈ યુવતી નો અવાજ આવ્યો.

માલવીકા રાહુલ અને અદ્રશ્ય યુવતી વચ્ચેની વાતચીત સાંભળ્યા પછી સ્વગત બબડી

"રાહુલ અત્યારે સ્વાતિ ની જોડે છે અને એનું માથું સ્વાતિ નાં ખોળામાં.. સ્વાતિ ની પ્રેતાત્મા અને રાહુલ વચ્ચે કોઈ નાતો બંધાઈ ગયો છે.. રાહુલ નક્કી સ્વાતિ ની આપવીતી સાંભળ્યા પછી ગુસ્સામાં રાખી,લાલજી અને તપન ની હત્યા કરવાં પ્રેરાયો હશે.. મતલબ કે કેશવ નો શક સાચો હતો કે રાહુલ સ્વાતિ ની રૂહ નાં કહેવાથી જ આ બધી હત્યાઓ કરી રહ્યો હતો.. અને એ પણ એવી રીતે કે જોઈને એ અકસ્માત જ લાગે.. લાલજી નું મૃત્યુ કઈ રીતે થયું એ સમજાતું નથી.. બાકી રાખી અને તપન ને તો રાહુલે જ માર્યા છે.. "

આટલું મનોમન બોલ્યાં પછી માલવીકા એ પાછાં પોતાનાં કાન અને આંખ સરવા કર્યાં અને બારીમાંથી અંદર નજર કરી..

"સ્વાતિ હું આમ જ તારી સાથે રહેવા માંગુ છું.. તારાં મળ્યાં પછી જ હું જીંદગી નું સાચું મૂલ્ય સમજી શક્યો છું.. "રાહુલે કહ્યું.

"હા રાહુલ હું તારી સાથે જ છું.. "અદ્રશ્ય રૂપ માં સ્વાતિ એ કહ્યું.

રાહુલ નક્કી સ્વાતિ ની સાથે જ હતો અને એનાં જ કહેવાથી રાહુલે તપન અને રાખી ને મોત ને ઘાટ ઉતારી દીધાં હોવાં જોઈએ એ વાત થી આશ્વસ્થ થઈ માલવીકા ભોજનાલય માંથી નીકળી સીધી કોલેજમાં પ્રિન્સિપાલ કેશવ આર્ય ની કેબિન માં આવી ગઈ.

કેશવ આર્ય અત્યારે કોલેજ માં હાજર નહોતાં.. ૩ દિવસ માટે તેઓ કામ નાં લીધે બહાર ગયાં હોવાથી માલવીકા એકલી જ હતી.. એને હજુ એમ હતું કે સ્વાતિ ની આત્મા ભોજનાલય માં જ કેદ છે એટલે એને સ્વાતિ નો ડર નહોતો.. પણ રાહુલ ને અત્યારે એ પોતાનો સૌથી મોટો દુશ્મન ગણી રહી હતી.

માલવીકા એ કેબિન માં રહેલા કબાટ માં થી જોની વોકર ની બોટલ કાઢી અને એમાંથી વહીસ્કી નો એક પેક તૈયાર કરી રોલિંગ ચેર માં લંબાવ્યું..

"આ રાહુલ શું સમજે છે કે રાખી અને તપન ની જેમ આ માલવીકા ને મારી શકશે.. એ બધાં તો મગતરાં હતાં પણ હું તો વાઘણ છું.. મારો શિકાર કરતાં પહેલાં એને મારો શિકાર થવું પડશે.. એની સાથે એનાં બે દોસ્તો ને પણ બધું સત્ય જાણ્યાં પછી જીવવાનો અધિકાર નથી.. "અટ્ટહાસ્ય કરતાં માલવીકા જોર થી બોલી.

ગુસ્સામાં જ એને વહીસ્કી નો આખો પેક એકસાથે પૂરો કરી દીધો અને પોતાનાં મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો..

"માલવીકા મેડમ.. તમે અમને યાદ કર્યા.. અમારાં તો નસીબ ખુલી ગયાં.. " સામે થી અવાજ સંભળાયો.

"એક કામ છે તારું જાકીર.. "માલવીકા એ કહ્યું.

"હા બોલો ને.. તમારી સેવા માં આ બંદો હાજર છે.. બસ દામ મળવો જોઈએ પૂરતો.. "જાકીર નો લુચ્ચાઈ ભર્યો અવાજ સંભળાયો.

"હા તને મળી જશે તારી મહેનત ની રકમ પહેલાં સાંભળ કામ શું છે એ.. "માલવીકા થોડાં ઊંચા અવાજે બોલી..

"ગુસ્તાખી માફ મેડમ.. બોલો બોલો.શું કામ કરવાનું છે મારે.. "માલવીકા નાં ગુસ્સાને બરાબર જાણતો જાકીર બોલ્યો.

"યાદ છે આજ થી એક વર્ષ પહેલાં એક પવન નામનાં છોકરાને મારી એની લાશ ને જેમ ગાયબ કરી હતી બસ એ જ રીતે બીજાં ત્રણ લોકોને ગાયબ કરવાનાં છે.. પણ આ વાત ની કોઈને ખબર ના પડે એમ.. બોલ કરી શકીશ આ કામ.. ?"માલવીકા એ પૂછ્યું.

"મારવાના ૨ લાખ અને લાશ છુપાવવાના ૧ લાખ બીજાં.. કુલ ૩ લાખ એક વ્યક્તિનાં.. કુલ ૯ લાખ થશે.. "જાકીર શાકભાજીના ભાવ કરતો હોય એમ બોલ્યો.

"૯ નહીં ૧૦ લાખ આપીશ.. કાલે કોલેજ આવી ને મળ.. આગળનું બધું હું તને રૂબરૂ માં સમજાવી દઈશ.. "માલવીકા એ કહ્યું.

"Ok મેડમ.. કાલે મળું.. ખુદાહાફિઝ.. "આટલું કહી જાકીરે કોલ કટ કરી દીધો.

"બસ કાલે જાકીર આવે એટલે એને બધું સમજાવી રાહુલ અને એનાં મિત્રો ને ઠેકાણે પાડી દઈશ.. આ માલવીકા ને હજુ એ છોકરાઓ ઓળખતાં નથી.. "માલવીકા જોરથી બોલી અને પછી હસવા લાગી.

માલવીકા અને જાકીર ની વાતો અત્યારે કોઈ સાંભળી રહ્યું હતું જે વાત થી માલવીકા અજાણ હતી.. અને એને બીજી એક ભૂલ કરી કે વધુ પડતાં આત્મવિશ્વાસ માં એને પ્રિન્સિપાલ કેશવ આર્ય ને કંઈપણ કહેવું ઉચિત સમજ્યું નહીં.

આ તરફ માલવીકા પોતાને સ્વાતિ સાથે જોઈ ગઈ છે અને એની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહી છે એ વાત થી બેખબર રાહુલે સ્વાતિ ની સાથે પોતાની રાત પસાર કરી અને સવારે પોતાની રૂમ પર પાછો ફર્યો.. !!

***

બીજાં દિવસે જાકીર પોતાની બુલેટ લઈને માલવીકા ને મળવા એની કેબિનમાં આવી ને બેઠો.. ૬ ફુટ ૨ ઈંચ હાઈટ ધરાવતો જાકીર ખડતલ બાંધો ધરાવતો હતો.. અત્યાર સુધી એની પર ચાર મર્ડર અને સાત હાફ મર્ડર નાં કેસ થયેલાં હતા.. પણ પુરાવાના અભાવે એ છૂટી જતો.. એકવાર તો એ જેલ તોડીને પણ ભાગી ગયો હતો.. બહાર હોવાં છતાંપણ એ અત્યારે પોલીસ ની હિટલીસ્ટ માં તો હતો જ.

જાકીર ને દારૂ પીવાનો અને છોકરીઓનો બહુ શોખ હતો.. માલવીકા ઘણીવાર કોલેજ ની કોઈ યુવતી ને ડરાવી ધમકાવી જાકીર જોડે રાત પસાર કરવા મોકલી આપતી અને સામે જાકીર એનું નાનું મોટું કામ કરી આપતો.

"બોલો મેડમ તમે બોલાવ્યા અને અમે આવી ગયાં.. "માલવીકા ની સામે રાખેલી ખુરશી પર બેસતાં જાકીર બોલ્યો.

"હા હવે.. આવી ગયો તો સાંભળી લે તારે કામ શું કરવાનું છે.. "માલવીકા નો રુવાબદાર અવાજ જાકીર નાં કાને પડઘાયો.

"હાં હુકમ કરો.. કયા ત્રણ છોકરાઓ નું કામ તમામ કરવાનું છે.. "જાકીરે લાકડાની સળી થી પોતાનાં દાંત ખોતરતાં કહ્યું.

"જો આ ત્રણ યુવકો.. આમ ને મારી ને એમની લાશ ને ગુમ કરી દેવાની છે.. જે રીતે પેલાં અડધાં મરેલાં પવન ને મારી ને એની લાશ ને ઠેકાણે પાડી હતી એમ.. "રાહુલ,સાગર અને હર્ષ નાં ફોટોસ જાકીર તરફ ફેંકી માલવીકા એ કહ્યું.

જાકીરે ત્રણેય ફોટો પોતાનાં હાથમાં લીધાં અને એને નીરખીને જોયાં પછી માલવીકા તરફ જોઈને કહ્યું.

"મેડમ.. આ ત્રણ છોકરા તો હજુ નાના લાગે છે.. આમની સાથે તમારે એવી તે શું દુશ્મની કે તમારે એમને મારી નાંખવાનું નક્કી કરવું પડ્યું.. ?"

"તું તારાં પૈસા થી નિસબત રાખ.. કાલે તારાં માણસો સાથે આવી જજે.. હું આ ત્રણેય ને કોઈપણ રીતે કોલેજ ની લેબ સુધી લેતી આવીશ.. "માલવીકા એ કહ્યું.

"Ok.. આગળ નું હું અને મારાં માણસો જોઈ લઈશું.. તમારું કામ થઈ જશે.. પણ મેડમ થોડાં એડવાન્સ.. "જાકીરે હળવેકથી એડવાન્સ શબ્દ પર ભાર મુક્યો.

"લે આ બે લાખ.. બીજાં કામ થયાં પછી તને મળી જશે.. "બે હજાર ની નોટ નું એક બંડલ જાકીર ની સામે ટેબલ પર ફેંકતા માલવીકા એ કહ્યું.

જાકીરે ફટાફટ રૂપિયા ખિસ્સા માં રાખી દીધાં અને પછી ઉભાં થતાં બોલ્યો..

"તો મેડમ હું નીકળું ત્યારે કાલે તમે કોલ કરજો એટલે હું મારાં માણસો સાથે આવી જઈશ.. ખુદાહાફીઝ.. "

"ખુદાહાફીઝ"માલવીકા એ પ્રત્યુત્તર માં જાકીર ને જવાબ આપ્યો અને એને જતાં જોઈ રહી.. જાકીર નાં દરવાજો બંધ કરતાં જ એને કાલે કઈ રીતે રાહુલ,હર્ષ અને સાગર ને પોતાની ચાલ માં ફસાવવા એ વિશે વિચારવાનું ચાલુ કર્યું.. !!

***

"રાહુલ તારે એક પ્રોજેકટ બનાવવાનો છે.. HOW TO SAVE ENVIRONMENT.. વિષય પર.. તો એ માટે તું તારાં કોઈપણ બે ફ્રેન્ડ ને પ્રોજેકટ પાર્ટનર તરીકે સાથે લઈને માલવીકા મેમ ને મળવા પ્રિન્સિપાલ ની કેબિન માં જજે.. "માલવીકા નાં કહેવાથી સુમન શાસ્ત્રી એ રાહુલ ને પોતાનાં લેક્ચર વખતે આવું કહ્યું.

હકીકત માં માલવીકા નો શું પ્લાન હતો એ વિશે સુમન શાસ્ત્રી સાવ અજાણ હતાં.. એમને તો કોલેજ માં એમની પીઠ પાછળ આ એક વર્ષ થી ચાલી રહેલાં કાળા કામ ની પણ સહેજ ગંધ નહોતી.. એતો ખાલી કોલેજ માં લેક્ચર આપતાં અને પછી પોતાનાં ઘરે જવા નીકળી પડતાં.. એમને હોસ્ટેલ માં રહેવું પસંદ નહોતું એટલે એ શહેર માં પોતાનાં ઘરે જતાં રહેતાં.. કોલેજ ટાઈમ પૂર્ણ થયાં પછી.

રાહુલ પણ સ્વાતિ ના સહવાસ માં એ ભૂલી ગયો હતો કે માલવીકા હકીકત માં એક શૈતાની દિમાગ ધરાવતી કપટી સ્ત્રી છે.. એટલે સુમન શાસ્ત્રી દ્વારા એને આ વિશે જણાવતાં જ એને હામી ભરી દીધી પોતે આ પ્રોજેકટ નાં અનુસંધાન માં માલવીકા મેમ ને મળવાની.

માલવીકા ની ગણતરી હતી કે રાહુલ નક્કી એનાં બે મિત્રો સાગર અને હર્ષ ની જ પોતાનાં પ્રોજેકટ પાર્ટનર તરીકે પસંદગી કરશે.. અને એવું જ બન્યું.. સુમન શાસ્ત્રી એ જેવું કહ્યું કે તારે બે પાર્ટનર જોઈશે એટલે એને તરત જ સાગર અને હર્ષ ને પોતાનાં પાર્ટનર તરીકે નક્કી કરી લીધાં અને એ બંને ને એ વિશે જણાવી પણ દીધું.

કોલેજ નો ટાઈમ પૂર્ણ થતાં જ રાહુલ પોતાનાં રૂમ મેટ અને ખાસ દોસ્ત સાગર અને હર્ષ ને લઈને પ્રિન્સિપાલ કેબિન માં ગયો.. ત્યાં દરવાજો નોક કરીને રાહુલે અંદર આવવાની પરવાનગી માંગી..

"MAY I COME IN MEM?"

"YES"માલવીકા નો અવાજ સંભળાયો.. માલવીકા ની રજા મળતાં જ રાહુલ કેબિન નો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો.. સાગર અને હર્ષ પણ એની પાછળ પાછળ કેબિન માં ઘૂસ્યા.અને માલવીકા નાં કહેવાથી એની સામે ગોઠવેલી ખુરશીમાં બેસી ગયાં.

"રાહુલ તે હર્ષ અને સાગર ને તારાં પ્રોજેકટ પાર્ટનર તરીકે સિલેક્ટ કર્યા છે એમ ને.. ?"માલવીકા એ હર્ષ ને ઉદ્દેશીને પૂછ્યું.

"હા મેમ એ મારાં બેસ્ટ ફ્રેન્ડ છે અને પાછા રૂમમેટ પણ એટલે અમને પ્રોજેકટ હેન્ડલ કરવામાં સરળતા રહેશે.. "રાહુલે જવાબ આપ્યો.

"Good thinking.. તારી આ બુદ્ધિ નાં લીધે જ મેં આખી કોલેજમાંથી તને સિલેક્ટ કર્યો છે.. હું આશા રાખું તું મને નિરાશ નહીં કરે.. "માલવીકા એ એક્ટિંગ કરતાં કહ્યું.

"તમે મને એની લાયક સમજ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર.. હું તમારી આશા પર ખરો ઉતરીશ.. "મક્કમ સ્વરે રાહુલ બોલ્યો.

"રાહુલ તો હું તમારાં નામ ફાઈનલ કરી દઉં અને સ્ટેટ લેવલ કોમ્પીટેશન માટે મોકલાવી દઉં.. "માલવીકા એ કહ્યું.. આ સાંભળી રાહુલ મનોમન ખૂબ ખુશ થઈ રહ્યો હતો.. હકીકત માં એની મોત નું પ્લાનિંગ થઈ રહ્યું હતું એ વાત થી એ સાવ અજાણ હતો.

"Sure mem.. its my pleasure"રાહુલ બોલ્યો.સાગર અને હર્ષ પણ પોતે સ્ટેટ લેવલ ની કોમ્પીટેશન માં ભાગ લેવાં જઈ રહ્યાં હતાં એ જાણી હરખાઈ રહ્યાં હતાં.

"તો તમારે જે પ્રોજેકટ બનાવવાનો છે એનો બેઝિક મોડલ કોલેજ ની લેબ માં છે.. તો હું તમને કઈ રીત નો પ્રોજેકટ બનાવવાનો છે એ બતાવી દઉં.. ચાલો મારી સાથે.. "આટલું કહી માલવીકા ઉભી થઈ અને પોતાની કેબિન નો દરવાજો ખોલી બહાર નીકળી.. અને ત્રીજા માળે આવેલી લેબ તરફ જવા ચાલવા લાગી.રાહુલ,હર્ષ અને સાગર પણ એની પાછળ પાછળ ચાલવા લાગ્યાં.

ત્રીજા માળે ડાબી તરફ આવેલાં એક મોટાં રૂમ માં કોલેજ ની લેબ આવેલી.. માલવીકા એ જઈને લેબ નો દરવાજો ખોલ્યો અને રાહુલ અને એનાં મિત્રો ને દરવાજો બંધ કરી અંદર આવવા કહ્યું.

અંદર આવતાં ની સાથે જ માલવીકા એ લેબ માં લાગેલાં પ્રોજેક્ટર ની સામે રાહુલ,હર્ષ અને સાગર ને બેસવા કહ્યું અને પછી પ્રોજેકટ બતાવવાનું કહી લાઈટ બંધ કરી દીધી.. રાહુલ હર્ષ અને સાગર ની નજર સામે રાખેલાં પડદા પર સ્થિર હતી..

"રાહુલ ધ્યાન થી જોજે.. "માલવીકા એ કહ્યું અને પ્રોજેક્ટર ઓન કર્યું.

રાહુલ,હર્ષ અને સાગર નાં આશ્ચર્ય વચ્ચે પ્રોજેક્ટર માં cctv ફૂટેજ આવવા લાગી.. જેમાં લાલજી,તપન અને રાખી ની મોત થઈ એ દિવસ ની રાત નાં દ્રશ્યો હતાં.. જેમાં રાહુલ દેખાઈ રહ્યો હતો.. અંધારામાં એ ત્રણેય એકબીજાનાં મોં તાકી રહ્યાં હતાં.

"રાહુલ આ આપણ ને ફસાવવાની કોઈ ચાલ છે.. આ તારાં વિશે જાણી ગઈ છે કે તું આ ત્રણેય મોત પાછળ સામેલ હતો.. "હર્ષે રાહુલ નાં કાનમાં કહ્યું.

"હર્ષ,જોર થી બોલ.. ધીરે થી કેમ બોલે છે.. તું સાચો છે અહીં તમને હું પ્રોજેકટ માટે નહોતી લાવી પણ બીજાં કામ માટે લાવી છું.. શું સમજ્યું છે રાહુલ તે?કે તું મને મારી નાંખીશ એ પણ એક પ્રેતાત્મા ની વાત માની.. એનાં પ્રેમ માં પાગલ બની."અચાનક લાઈટ ચાલુ થઈ અને માલવીકા નો લુચ્ચો ચહેરો એમની નજર સામે આવ્યો.

માલવીકા નાં હાથ માં રિવોલ્વર જોઈને ત્રણેય મિત્રો ને કપાળે પરસેવો વળી ગયો અને એ ઉભાં થઈ ભાગવા જ જતાં હતાં પણ ત્યાં જાકીર અને એનાં ત્રણ સાગરીતો હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે એમનાં અને દરવાજા ની વચ્ચે આવીને ઊભા રહ્યાં.. !!

"આજે તમારો બચવાનો કોઈ ચાન્સ નથી.. આજે તમારું ત્રણેય નું મોત નક્કી છે.. હું જોઉં છું કોણ આવે છે તને બચાવવા.. "હાથમાં રહેલી રિવોલ્વર ને બીજાં હાથમાં લઈને માલવીકા બોલી.

"રાહુલ સ્વાતિ ને બોલાવ.. "સાગરે કોઈ ના સાંભળે એમ રાહુલ ને કહ્યું.

સાગર ની વાત સાંભળી રાહુલે ઘડિયાળ માં સમય જોયો.. પણ હજુ રાત પડવામાં વાર હતી.. એટલે ઈચ્છવા છતાં પણ એ સ્વાતિ ને પોતાની મદદ માટે બોલાવી શકે એમ નહોતો.

"યાદ કરી લો તમારાં ભગવાન ને.. તમારો અંત હવે નજીક છે.. "અટ્ટહાસ્ય કરતાં માલવીકા જોર થી બોલી.. ડર નાં માર્યા ત્રણેય મિત્રો એ આંખો મીંચી દીધી અને પોતપોતાનાં ઈષ્ટદેવ ને યાદ કરવાં લાગ્યાં.. !!

Loading.....

રાહુલ અને એનાં મિત્રો બચી શકશે કે નહીં.. ? માલવીકા ની વાતો ને કોણ ચોરીથી સાંભળી રહ્યું હતું.. ?? શું થશે રાહુલ અને સ્વાતિ ની લવસ્ટોરી નું.. ?? જાણવા વાંચો રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ આવતાં સપ્તાહે.

માતૃભારતી પર તમે મારી નોવેલ દિલ કબૂતર પણ વાંચી શકો છો.. આ સિવાય ટૂંક સમયમાં બદલાની અને પ્રેમ ની અદભુત કહાની સમાન સુંદર નવલકથા ડણક:A STORY OF REVANGE પણ આપ સર્વે માટે ટૂંક સમયમાં આવશે.. આભાર!!!

-દિશા. આર. પટેલ