રહસ્ય-૧૯ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

રહસ્ય-૧૯

દરેક સંસ્કૃતિ, સભ્યતા કેટલી સારી અને કેટલી મહાન છે.તે જણાવવા માટે તે લોકો તેની જે છાપ છોડી ગયા છે. તેના અશ્મીઓ, તેના અવશેષો જ તેમની સંસ્કૃતિની મહાનતાનું પ્રમાણ આપી દે છે. એક નાનકડા ગામના શિવમંદિરની ચાવી આટલા દૂર ટાપુ ઉપર પોહચાડવા વાળા લોકો કેટલાં મહાન હશે? આજના આટલા આધુનિક યુગમાં,એડવાન્સ ટેકનોલોજી હોવા છતાં અહીં સુધી કોઈ પોહચી નથી શક્યું. તે લોકો કેવી રીતે અહીં આવ્યા હશે? કેવી રીતે તેઓએ આ સુરંગ બનાવી હશે? તમામ વસ્તુઓ, તમામ માહિતીઓ તે અહીં સુરંગની દીવાલો પર કોતરી ગયા છે.પણ આપણે જ આપણી તે સંસ્કૃતિ ,તે ભાષા વિસરાવી દીધી છે. ફક્ત આપણે વિસરાવી છે.તેઓએ આપણી નહિ. હજરો વર્ષ પછી કોઇ અહીં આવશે, તેની તેઓએ તૈયારી રાખી હતી. તે અમારી ભાષા જાણે છે. પણ અમે તેની ભાષા નથી જાણી શકતા. તે સંસ્કૃતિ મહાન કેમ હશે ખબર છે? આપણે નાત,જાત, રીતિ,રિવાજોમાં જ રચ્યા પચ્યા રહ્યા, જ્યારે તે સભ્યતાના પ્રાણીઓનો પણ એક આગવું સ્થાન હતું..માન હતું!

***

"આગળ જતા પહેલા મારે તમને અહીંના કેટલાક નિયમો સમજાવા છે." ભલ્લુકે કહ્યુ.

" નિયમો..!! કેવા નિયમો?" અજયે કહ્યું.

"હવે આગળ તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે."

"કઈ સમજાયું નહીં!!.ભલ્લુક" રાજદીપે કહ્યુ.

" હવે વનવાસીઓ અહીંથી આગળ નહિ આવી શકે...."

"નહિ આવી શકે, પણ કેમ?"

"અહીંના નિયમ છે જે તમારે ફરજિયાત માનવાના છે. તેથી વિશેષ હું પણ કઈ નથી જાણતો. મને તમારી મદદ માટે અહીં રાખ્યો છે.

આપણે હવે નીકળવું જોઈએ"

ભલ્લુકે, વનવાસીઓને તેની ભાષામાં સમજાવ્યું પણ વનવાસીઓ અહીંથી જવા તૈયાર નોહતા. બને પક્ષ વચ્ચે જોરજોર આરગ્યુમેન્ટ ચાલતી હતી. વનવાસીઓએ અમને ઈશારો કરી આગળ વધવાનું કહ્યુ.

"ભલ્લુક, વનવાસીઓના અમે આભારી છીએ, જો તે અમારી સાથે ન હોત, તો અમે અહીં સુધી પોહચી જ ન શક્યા હોત.અમે બધા તેના ખૂબ આભારી છીએ, બસ આટલું તું વનવાસીઓને કહી દે." રાજદીપના કહેવાથી ભલ્લુકે વનવાસીઓને કહ્યુ.

વનવાસીઓના ચેહરા પરથી લાગ્યું નહી કે તેને અમારો અભિવાદન ગમ્યો હોય! તેઓ ચુપચાપ સુરંગની બહાર નીકળવાના દરવાજા તરફ આગળ વધી ગયા.

અમે સુરંગની બનાવટ, તેની કારીગરી પર કાયલ થઈ ગયા હતા. અંદરો અંદર વાતો કરતા કરતા અમે આગળ વધી રહ્યા હતા. ભલ્લુક અમારાથી આગળ હતો. અમે તેની પાછળ-પાછળ,

ભલે અમે વનવાસીઓની ભાષા નોહતા જાણતા પણ તેઓ જ્યારે સુધી અમારી સાથે હતા. ત્યાર સુધી અમે નિશ્ચિન્ત હતા. જયારથી તેઓ ગયા ત્યારથી અમને સુનુંસુનું લાગતું હતું. કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો.

સુરંગમાં થોડા આગળ જતાં. ભલ્લુકે દિવલ પર કઈ હાથ વળે આકૃતિઓ દોરી, જે રીતે આપણે ફોન અનલોક કરવા પેટર્ન દોરીએ.એક ખુફિયા દરવાજો ખોલ્યો. દરવાજાની અંદર એક્સેલેટર હતી, જે ગોળાકં લઈને ઉપર તરફ ગતિ કરી રહી હતી.

"એક્સેલેટર? તે પણ આ સુરંગમાં??" પ્રિયાએ કહ્યું.

આ લોકો આટલા એડવાન્સ હશે કે ગુફાની અંદર પણ એક્સેલેટર બનાવી??"

"ચલો ચલો જલ્દી કરો. આપણી પાસે સમય ઓછો છે." ભલ્લુકે કહ્યું.

"એક મિનિટ કોઈ આગળ ન વધતા. આ રસ્તો ખોટો છે. તે તમને મણી તરફ નહિ મોત તરફ લઈને જશે..." બીજા ભલ્લુકે કહ્યું.

તે એક સફેદ રીંછ હતો. તે અમારી તરફ આગળ વધી રહ્યો હતો.

"તમે કોણ છો?"

"હું ભુલ્લક છું."રીંછે કહ્યું.

"ના, હું ભુલ્લક છું. આ ભ્રમ છે. તે તમને મણી તરફ જતા રોકે છે. મારી સાથે ચાલો, આ ગુફા હવે થોડી જ ક્ષણોમાં બંધ થઈ જશે પછી ક્યારેય પણ નહીં ખુલે..."

" તે જૂઠું બોલે છે. તે તમને મણી તરફ નહિ,મોત તરફ લઈ જશે."

"મને લાગે છે. આપણે આ ગુફામાં જવું જોઈએ." અજયે રાજદીપના કાન પાસે આવીને કહ્યું.

"ફક્ત પાંચ મિનિટ રાહ જોઈએ.હમણાં જ ખબર પડી જશે આમાંથી કોણ સાચું છે, કોણ ખોટું." રાજદીપે કહ્યુ.

"પાંચ મિનિટમાં તો આ દરવાજો હમેશા હમેશા માટે બંધ થઈ જશે...."

"હું દરવાજો બંધ થવાની જ રાહ જોઉં છું...." રાજદીપે કહ્યુ.

"જલ્દી ચાલો, દરવાજો બંધ થઈ રહ્યો છે."

બધાના ચેહર પર ડરની રેખાઓ હતી.ખરેખર દરવાજો હમેંશા હંમેશા માટે બંધ થઈ જશે? રાજદીપે બધાને રાહ જોવાનું કહ્યુ....

દરવાજો લિફ્ટના દરવાજાની જેમ બંધ થઈ ગયો.

" ભુલ્લક ફરીથી તે પેટન ડ્રો કર...."રાજદીપે કહ્યું.

" હું સાચું કહું છું, તે દરવાજો હવે નહિ ખુલે..."

"અમારી તસલ્લી માટે તું પેટર્ન ડ્રો અમને તેનાથી કઇ ફરક નથી પડતો, દરવાજો ખુલે કે ન ખુલે!"

ભલ્લુકે પેટર્ન દોરી પણ દરવાજો ખુલ્યો નહિ.

"મેં કહ્યું હતું ને આ દરવાજો હવે ક્યારેય પણ નહિ ખુલે."

રાજદીપે બીજા ભુલ્લકને પૂછ્યું "તને આ દરવાજાનો લોક ખબર છે?"

તેને તરત હા કરતા માથું ધુણાવ્યું.

બીજો ભલ્લુક તેવુ ઈચ્છતો નોહતો. તેથી તેણે ભલ્લુક ઉપર હુમલો કરી દીધો... બન્ને વચ્ચે ખૂબ મારા મારી થઈ, આખી સુરંગ તે અવાજથી ગુંજી રહી હતી.

"મને પહેલાથી જ આની ઉપર શક હતો. તે આપણી મદદ કરવા નહિ પણ આપણે ગુમરાહ કરવા આવ્યો છે." રાજદીપે કહ્યું.

"તમને કેવી રીતે જાણ થઈ?"

"બસ હવે થોડી જ વાર, સત્ય તમારી સામે હશે"

એક ભલ્લુક ઘાયલ અવસ્થામાં ખૂણામાં પીડાથી કરગરી રહ્યો હતો. બીજો ભલ્લુક અમારી પાસે આવીને બોલ્યો, "આપણે હવે અહીંથી નીકળવું જોઈએ."

"હું અસલી ભુલ્લક છું."

"ખોટું બોલી રહ્યો છે.અસલી ભુલ્લક હું છું." જમીન પર પીડાથી કરગરતો રીંછ બોલ્યો.

"કોણ સાચો ભૂલ્લક છે. તેની જાણ હમણાં જ થઈ જશે... કોણ સાચું, કોણ ખોટું તેનો નિર્ણય હવે હું લઈશ. " રાજદીપે કહ્યુ.

"ઠીક છે. "બને ભલ્લુક સહમત થયા.

"મારી એક શરત છે. હું આ નિર્ણય લઉં તે પેહલા આ સુરંગની પેટન ડ્રો કરી સુરંગનો મુખ ખોલવામાં આવે....." રાજદીપે કહ્યું.

શરીરના પાછળના ભાગે નાનું કાળો નિશાન ધરાવતો ભલ્લુક પોતાની જગ્યાથી હલયો નહિ... સફેદ બેદાગ ભલ્લુક ઉભો થઈને આગળ આવ્યો. તેણે દિવાલ પર પેટર્ન ડ્રો કરતા જ ગુફાનો મુખ ખુલી ગયો.

"બન્ને ભુલ્લક ગુફાના દ્વાર પાસે ઉભા રહી જાવ..."રાજદીપના કહેવાથી બને રીંછોએ તેવું જ કર્યું. તે ગુફાના મુખ પાસે આવી ઉભા રહી ગયા.

રાજદીપે એક ભુલ્લક તરફ આંખ મિચકારી... આગલી વખત જ્યારે ગુફા ખુલી ત્યારે તેના બંધ થવાના સમયનો અનુમાન રાજદીપે મેળવી લીધો હતો. સંપૂર્ણ સફેદ ભુલ્લકે રાજદીપે સાથે બીજા ભુલ્લકને જોરદાર ધક્કો માર્યો.

તે એક્સેલેટરની ગતિ સાથે ઉપર તરફ વધી ગયો. ગુફાનું મુખ બંધ થઈ ગયું.

"ધન્યવાદ મારી ઉપર ભરોશો કરવા બદલ..." ભુલ્લકે કહ્યુ.

"રાજદીપ તમે કઈ રીતે જાણ્યું કોણ આપણો મિત્ર છે. કોણ આપણો શત્રુ?" પ્રિયાએ કહ્યું.

"આપણે જ્યારે સુરંગની અંદર પ્રવેશ્યા ત્યાં દીવાલો પર ઘણા બધા ચિત્રો હતા. આ ચિત્રોમાંં બે રીંછના ચિત્રો પણ હતા. એક રીંછની પૂંછ ઉપર નિશાન હતો.જ્યારે બીજા રીંછના ચિત્ર પર કઈ જ નોહતું."રાજદીપે કહ્યું.

" તે તો ફક્ત કોતરેલા રંગહિન ચિત્રો હતા. તેની ઉપરથી કઈ રીતે ખબર પડી?" કલ્પેશે કહ્યું.

" હા, હું જાણું છું. તે રંગહિન ચિત્રોમાં હતાં. કઈ રીતે ખબર પડી તે કહું ... આ એક જાળ હતી. ચિત્રમાં પણ એક રીંછના પાછળના ભાગમાં એક નાનકડું બિંદુ હતું. તેનો ચેહરો ખંડિત હતો."

"હજારો વર્ષ જૂની આ ગુફામાં કોઈ બીજા કારણે પણ તે તૂટી શકે છે." પ્રિયાએ કહ્યું.

"ના.… બીજા કારણે નોહતું તૂટ્યું... ત્યાંના બધા જ ચિત્રો જેમના તેમ હતા. ફક્ત એક રીંછના ચિત્રને છોડીને. આ એ ઈશારો હતો. ત્યાર પછી જે રીતે તેનું વર્તન હતું, તે જોઈને મને તેની ઉપર શંકા થઈ. તે રીંછની ચોરી પકડાઈ ગઈ. ત્યારે તે આપણને ઉલજાવા બીજા રીંછ ઉપર તુટી પડ્યો. તે રીંછને એવું લાગ્યું કે તેની પીઠ પાછળ રહેલો નાનો નિશાન કોઈની નઝરે ચડ્યો નથી. આટઆટલું થયા છતાં તે ભોળપણનો નાટક કરતો હતો. જાણે કઈ થયું જ ન હોય!

જ્યારે મેં સુરંગ ખોલવાનું કીધું ત્યારે તે ચાલાકી પૂર્વક આગળ ન આવ્યો." રાજદીપે કહ્યું.

ક્રમશ