રહસ્ય :૨૦ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય :૨૦

સુરંગ હવે કોઈ પૌરાણિક મંદિરનાં પ્રાંગણ જેવો ભાસતો હતો. ચારે તરફ સુંદર મૂર્તિઓથી આખુ મંદિર શોભતું હતું. દિવાલો પર કોતરણી કરી બનાવેલી મૂર્તિઓ, પથ્થરમાંથી ઘડીને બનાવેલી મૂર્તિઓ અલગ પ્રકારની હતી.

કોઇ કોઈ મૂર્તિઓ રાજા મહારાજા જેવી, કોઈ મહારાણી, કોઈ દાસદાસી જેવી, તો સામન્ય જનતા પણ ખરી..

દિવાલ પર કોતરણી કરેલ એક ચિત્ર જાણે સંપૂર્ણ રાજ્યનો ચિત્ર હતું. સુવ્યવસ્થિત મકાનો, શેરીઓ, રાજમહેલ, દ્વારો...

આજથી પહેલાં હજારો સંસ્કૃતીઓ સભ્યતાઓ પૃથ્વી ઉપર થઇ ગઈ છે. ઘણાં બધાં અવશેષો તેનાં ખોદકામ કરતાં મળી આવ્યા છે, તો ઘણાં બધાં હજુ પણ સલામત છે. પણ, આ અદભૂત હતું, અકલ્પનિય હતું અવિશ્વસનીય હતું. અમે તેની કારીગરી, તેની કલાકારી ઉપર ઘાયલ થઈ ગયાં હતાં. ઘણી ખરી મૂર્તિઓ તો જાણે હૂબહૂ, કોઇ વ્યક્તિ હોય, જાણે તે હમણાં બોલી ઊઠશે તેવું લાગતું હતું.

"ભલ્લુક, તું આ જગ્યા વિશે જાણે છે? આ જગ્યા કોણે બનાવી ?કેવી રીતે બનાવી?" પ્રિયાએ પૂછ્યું.

"જી નહિ, હું ફક્ત એક મોહરો છું. મારૂં કામ ફક્ત તમને દિશા નિર્દેશ કરવાનું છે તેથી વિશેષ હું કઇ જાણતો નથી." ભલ્લુકે કહ્યું.

"સારૂં, પણ તું અમને એ તો કહી જ શકે ને, અમારાં સાથે આવેલાં વનવાસીઓને અંદર આવાની છુટ કેમ નથી?" રાજદીપે કહ્યું.

"વનવાસીઓ?? કોણ વનવાસીઓ?" ભલ્લુકે કહ્યું.

"જે લોકો અમારી સાથે આવ્યા હતાં, પણ તેને આગળ વધવાની ના પાડી, શું ખરેખર એવું હતું?"

"ના, તેવું કઈ જ ન હતું. તેઓને તમે તમારી સાથે લઈને આવી શક્યા હોત. મને લાગે છે કે તમે પેલાં ભલ્લુકની જાળમાં ફસાયાં છો." ભલ્લુકે કહ્યું.

"ચાલો આપણે ફરી પાછાં જઈએ." પ્રિયાએ કહ્યું.

"ના, હવે ત્યાં જવામાં ખતરો છે." ભલ્લુકે કહ્યું.

"ના અમારે માનવતાનાં ધોરણે તે લોકો પાસે જવું જ જોઈએ. તેઓને અમે આ રીતે એકલાં મૂકી ન શકીએ..." રાજદીપે પ્રિયાનાં સૂરમાં સૂર પુરાવ્યો.

"પણ ત્યાં તમારા જીવનો ખતરો છે."

"અમને અમારાં જીવની કોઈ પરવાહ નથી. અમે પાછાં જવાં ઈચ્છીએ છીએ." રાજદીપે કહ્યું.

ગુફાની બહાર હજું થોડાં જ વધ્યા હતાં, ત્યાં જ વિપત સામે આવી પોહચી.. જાણે તે અમને નહીં, અમે તેને શોધતાં હતાં!

મોટા મોટા જંગલી પ્રાણીઓનો આંખુ ઝુંડ હતું. ભૂખ્યા વરૂ, ઘૂરાટીયા કરતો સિંહ, દીપડો...

આ બધું સામાન્ય હોવા છતાં અસામાન્ય હતું.

બે મુખી સિંહ તેનાં સામાન્ય આકારથી મોટો હતો. લાલ ખૂની આંખ... તેનાં બંને વિશાળ મુખનાં અણીયાળા તીક્ષ્ણ દાંત...

ત્રણ મુખી દીપડો... બધાં પ્રાણીઓ એકથી વધુ મુખ ધરાવતાં હતાં.

"ચાલો આ તરફ ભાગો....." બધાને આગળ કરી ભલ્લુક તેની પાછળ રહ્યો. સુરંગની અંદર ભડકંપ મચી ગઇ હતી. પ્રાણીઓનાં વિવિધ અવાજોથી ગુફા ગુંજી રહી હતી. સાતથી આઠ પ્રાણીઓનાં સત્તર અઢાર મુખ!

ભલ્લુક જાણતો હતો કે અહીં ઘણી સુરંગો છે જે જરૂર પડતાં ત્યાંથી બચીને ભાગી શકાય,

પણ હજુ તે જગ્યા આવી ન હતી. સુરંગ અંદર આવેલાં બીજા ઘણાં બધાં માર્ગો હતાં. જે બચવા માટે ભલ્લુકે બદલ્યા પણ પ્રાણીઓ બિલકુલ પાછળ હતાં, જેથી દર વખતે, માર્ગ બદલવાં છતાં અમને શોધી લેતાં..

ભલ્લુકે દોડતાં દોડતાં જ દિવાલ પર કોઈ પેટર્ન ડ્રો કરતાં જમીન નીચેથી દિવાલો પર, ઉપરથી પાણીનો પ્રવાહ ફૂટી પ્રાણીઓ તરફ વધી અવરોધ ઉભો કરી રહ્યો હતો.

"આ પાણી તેને વધારે સમય રોકી નહિ શકે! મિત્રો..આગળ એક ગુફાનો મુખ ખોલવાં માટે ૐ આકાર દીવાલ પર દોરવાનો છે. હું ત્યાં સુધી આ દુશ્મનોને રોકુ છું. તમે જલ્દીથી સુરંગ ખોલી, આગળ વધી જજો... આગળ એક વિશાળ મૂર્તિઓવાળું મંદિર આવશે, તેમાં જ એક વિશાળ ગુફાનાં મુખની ચાવી હશે, જ્યાં તે મણી છુપાયેલી છે." ભલ્લુકે કહ્યું.

"તું કઈ રીતે આવીશ ભલ્લુક?" રાજદીપે કહ્યું.

"હું પ્રયત્ન કરીશ તમારાં સુધી પોહચવાનો... તમે આગળ વધતાં રહો, સામે જ એક સુરંગ છે. ત્યાંથી તમે નીકળી જજો, હું પ્રાણીઓને સંભાળી લઉં છું."

રાજદીપે એવું જ કર્યું, દિવાલ પર ૐ આકારની પેટન ડ્રો કરતાં સુરંગ ખુલી ગઈ..

સફેદ ચુનાનાં પથ્થરની આ એસ્કેલેટર વળાંક લઈને ઉપર તરફ જતી હતી.

ભલ્લુક એકથી વધુ પ્રાણીઓ સામે જૂજી રહ્યો હતો. તેની તમામ શક્તિનો ઉપયોગ કરી લડી રહ્યો હતો, પણ બહુમુખી પ્રાણીઓ સામે તેની એક ના ચાલી... ભલ્લુકને મારી એક દીપડો બિલકુલ અમારા સુધી પહોંચી આવ્યો ને ત્યાં જ સુરંગનો દરવાજો બંધ થઈ ગયો.

"બાલ બાલ બચે..." હાશકારો લેતા પ્રિયા બોલી.

"કેટલાં ભયાનક અને ખુંખાર હતાં તે પ્રાણીઓ!! સામાન્ય પ્રાણીઓને જોઈને ડરી જવાય, આતો વિશાળ અને એકથી વધુ મુખ ધરાવતા પ્રાણીઓ હતા." રાજદીપે કહ્યુ.

"ભલ્લુકે ખૂબ હિંમત બતાવી, પણ આપણે તેને પણ ખોઈ બેઠા..." પ્રિયાએ કહ્યું.

***

"આ પૌરાણિક ગુફાઓમાં એસ્કેલેટરને ઇલેક્ટ્રીસીટી ક્યાંથી મળતી હશે?" પ્રિયાએ પૂછયું.

"જવાબ તો અહીંની એક-એક વસ્તુ આપી રહી છે. અહીંનાં પ્રાણીઓ, અહીંની વનસ્પતિઓ, જે સ્વયં પ્રકાશિત છે તથા ખડખડાટ વહેતી નદી, જેનાથી વીજળી ઉતપ્પન કરી શકાય છે. આ સભ્યતા આટલી સુંદર ગુફાઓ, મૂર્તિઓ બનાવી શકે તો વીજળીનનાં આટલા સ્ત્રોત હોવાં છતાં વીજળી ઉતપ્પન ન કરી શકે?" રાજદીપે કહ્યું.

"હા, આપણે ફક્ત અનુમાન લગાવી શકીએ..."પ્રિયાએ કહ્યું.

એસ્કલેટર ખૂબ ઝડપથી ચાલતાં હતા. તે પણ ખુબ સ્મૂધલી. તેનાં પગથિયાંઓ પર ડિઝાઇન કરેલાં કાણાં હતાં, જે દેખાવે ખૂબ સુંદર લાગતાં હતાં. તે કાણાઓ અને ડિઝાઇન વ્યક્તિ સરળતાથી ઉભી રહી શકે અને આટલી ગતિમાં તે લપસી ન જાય, જરૂર તે માટે હોવાં જોઈએ.

એસ્કલેટરની ગતિ ધીમી થઈ ગઇ હતી. જે રીતે કોઈ રેલગાડી, સ્ટેશન આવતાં ધીમી થઈ જાય ત્યાર પછી જે રીતે થોભી જાય આ એસ્કલેટર પણ થોભી ગયાં....

"કોઈ સેન્સર જેવું ગોઠવ્યું લાગે છે. આપણે અહીં પહોંચવાની સાથે તે ઓટોમેટિક બંધ થઈ ગઈ...." પ્રિયાએ કહ્યું..

"આપણે ત્યાંના મોલ અને બીજી જગ્યાઓ પર ગોઠવાયેલાં એસ્કલેટર જે સતત ફરતાં હોય છે તેનાંથી ખૂબ મોટા પ્રમાણે વીજળીનો બગાડ થાય છે. ત્યાં પણ આ જાતની જ કોઈ ટેકનોલોજીની જરૂર છે." રાજદીપે કહ્યું.

"ફક્ત એસ્કલેટર પૂરતું જ નહીં, પણ બીજી ઘણી જગ્યાએ આ ટેકનોલોજીની જરૂર છે. જેમ કે આખી આખી રાત રોડ પર બળતી સ્ટ્રીટ લાઈટ. તે પણ વગર કારણે બળતી હોય છે. મેં સાંભળ્યું છે. કયો દેશ, કઈ જગ્યા યાદ નથી, પણ ત્યાં આ પ્રકારની શોધ થઈ છે. ત્યાં કોઈ વાહન કે માણસ પસાર થાય ત્યારે, લાઈટો આપ મેળે ચાલુ થઈ જાય!" પ્રિયાએ કહ્યું.

"વાતો તો ચાલતી રહેશે, આપણે હવે આગળ વધવું જોઈએ." કહેતાં જ રાજદીપે દરવાજા પાસે, આંગળી વડે પેટર્ન ડ્રો કરી. દરવાજો ખુલતાં જ એક વિશાળ હોલમાં આવી ગયાં. એક નાનકડી વનસ્પતિનાં ટુકડાથી આખો ઓરડો નહતો જોઈ શકાતો. રાજદીપે બેગમાંથી ચમકતી વનસ્પતિનાં ટુકડાઓ કાઢી બધાને આપ્યા, ઓરડામાં પ્રકાશ ફરી વળ્યો.આખી ગુફામાં વચ્ચે એક નાનકડો પાણીનો ફુંવારો હતો.જેમાં ટીપું ટીપું પાણી નીકળતું હતું. અને ત્યાં જ નાનાં કુંડમાં જ ભરાતું હતું.

"આસપાસ જ હશે દરવાજો... ચાલો શોધીએ.." રાજદીપે કહ્યું.

"ભલ્લુકે કહ્યું હતું.ત્યાં ઘણી બધી મૂર્તિઓ હશે! ત્યાં જ તેની ચાવી છુપાયલી હશે, ના તો અહીં કોઈ મૂર્તિ છે, ના અહીં કોઈ ચાવી...." વિજયે કહ્યું.

બધાં દિવાલમાં દરવાજો સાવધાની પૂર્વક અને બારીકીથી શોધી રહ્યા હતાં. પણ કોઈને દરવાજો મળ્યો નહિ. થાકીને બધાં એક જગ્યાએ આવીને બેસી ગયાં.

"દરવાજો આપણ ને ક્યારે પણ નહિ મળે તો? આપણને અહીં શોધવા કોણ આવશે?" મજીદે કહ્યું.

"આપણને અહીં કોઈ શોધવાં નથી આવવાનું. આપણે આપણો રસ્તો આપણી જાતે શોધવાનો છે." કહેતા જ રાજદીપ ઉભો થઇ અને ઓરડાંની વચ્ચે આવેલાં તે પાણીનાં નાનાં કુંડમાં ૐ આકારની પેટર્ન ડ્રો કરે છે. તેમ કરતાં જ સામે દરવાજો ખુલ્લી ગયો..

"રાજદીપ, આ તમે કઈ રીતે કર્યું?" પ્રિયાએ પૂછ્યું.

"બહુ સરળ હતું. આ પાણીનાં કુંડની અહીં બીજું કોઈ ખાસ જરૂરીયાત હતી નહિ."

"ભલ્લુકે કહ્યુ હતું કે તે એક્સેલેટરની મદદથી આપણે એક એવી જગ્યાએ પહોંચી જઇશું જ્યાં ઘણી બધી મૂર્તિઓ હશે! પણ આપણે આ ખાલી ઓરડામાં કેમ પોહચ્યા?" કલ્પેશે પુછયું.

"હોઈ શકે તેનો અનુમાન ખોટો પડ્યો હોય.. ઉપર દુશ્મન મંડરાઈ રહ્યા હતાં. સમય ઓછો હતો. તેણે ભૂલભૂલમાં કોઈ બીજો પ્રવેશદ્વાર ખોલ્યો હોય?" રાજદીપે કહ્યું.

દરવાજો ખુલતા જ, ભલ્લુકે કહ્યું હતું તે પ્રમાણે એક વિશાળ મૂર્તિઓ ભરેલાં ઓરડામાં આવીને ખુલ્યો. જ્યાં હજારોની સંખ્યામાં મૂર્તિઓ હતી. આસપાસની દિવાલમાંથી ફુટી નીકળેલી વનસ્પતિઓનાં પ્રકાશથી ગુફા ઝળહળી રહી હતી.

"અદભુત......" બધાનાં મુખમાંથી એક સાથે આ શબ્દ નીકળી ગયો.

"આટલી બધી મૂર્તિઓ માંથી ચાવી કઈ રીતે શોધીશું?" અજયે કહ્યું.

ક્રમશ.