રહસ્ય:૬ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

રહસ્ય:૬

ગુફાની બહાર નીકળતા નીલુ સમુદ્ર દૂર ક્ષિતિજે દેખાતું હતું. સમુદ્રની સપાટીથી સાત એક હજાર ઉપર પહાડી પર હતા. હવા પાતળી હતી..

શરીરને વધુ શ્રમ આપવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

પર્વતની આ તરફ જાદુઈ રીતે મોસમમાં પરિવર્તન આવી ગયું હતું. અહીં બારે માસ વરસાદી જંગલ હોય તેવું લાગતું હતું.

રાતના સતત વરસાદ પછી દિવસ દરમિયાન વૃક્ષ પરથી પાણી ટપકતું રહેતું.

નીચે ઉતરવું અહીં સહેલું નોહતું! નમી અને ધુમ્મસના કારણે અહીંના વૃક્ષો એક વર્ષમાં વીસ વીસ ફૂટ વધતા હતા.

આ ઇલાકો કલાઉડ ફોરેસ્ટર હતો. નીચે ઉતરવામાં જીવનું જોખમ હતું.

એક ફૂટથી આગળ દ્રશ્યો ધૂંધળા દેખાતા હતા.

પહાડીમાં ફિસલન હતી.

"સાંજ પડતા જ વરસાદ ચાલુ થઈ જશે. આપણે કોઈ નાનકડું નાલો શોધવો જોઈએ. આવી રીતે તો આપણે બેે ત્રણ કલાકમાં એક માઈલ પણ નહીં કાપી શકીએ." રાજદીપે કહ્યું.

"નાલો?" મજીદે પૂછ્યું.

"હા નાલો... આપણે નાલા દ્વારા સરળતાથી નદીની દિશામાં અને નદી પછી સીધું સમુદ્ર તરફ જવું સરળ પડશે. આપણે જે નદીમાં વહેતા આવ્યા તે આગળ ફરી ગુફાઓમાં માં જતી રહી, તે નદીનો મુખ ક્યાંક ફરીથી ખુલતું હોવો જોઈએ!

એક અગત્યની વાત એ અમુક હજાર ફિટ પછી.. તે સફેદ માનવ આકૃતિઓ આપણે શોધી પણ નહિ શકે."રાજદીપે કહ્યું.

હરિયાળું જંગલ હતું. વિવિધ પ્રકારના જીવજંતુઓ જોવા મળતા હતા. જે આજથી પહેલા ક્યારે પણ જોવા મળ્યા ન હોય..

"આહ.... સાપ સાપ...." કહેતા પ્રિયા ઉછળી પડી.

તેના શરીર પર એક કાળો સર્પ જેવા રેગતાં જીવને રાજદીપે હાથમાં લેતા કહ્યું.

" આ કોઈ સાપ નથી.. આ પગ વગરની ચીપકલી કહી શકાય...

ભલે તેનો આકાર સાપ જેવો જ છે. મોટા ભાગે તે જમીનની અંદર જોવા મળે છે." રાજદીપે કહ્યું.

"જીવ જતું વિશે આટલું નોલેજ?" પ્રિયાએ પૂછ્યું.

"મારી પોસ્ટિંગ એક વખત બાંગ્લાદેશ બોડર પર થઈ હતી.જેમ અહીં ગંગા તેમ બાંગ્લાદેશમાં હુંગલી..

ત્યાંના વરસાદી જંગલોમાં પણ વિવિધ જીવ જંતુઓ મળી આવતા ત્યારથી મારો રસ જાગ્યો આ વિષય પર..

હું મારા સિનિયરો પાસેથી ઘણું શીખ્યો." રાજદીપે કહ્યુ.

"અહીં રાત કઈ રીતે રહેશું?" પ્રિયાએ કહ્યું.

" રાત રહેવા માટે આપણે આગ સળગાવા માટે લાકડા જોઈશે.. પણ આ વરસાદી જંગલમાં સુકુ લાકડું મળવું અશક્ય છે. આજની રાત આપણે આગ વગર, એક જ ટેંન્ટમાં વિતાવી પડશે.."

રાજદીપે કહ્યુ.

રાજદીપનો અનુભવ સાચો પડ્યો, સૂરજ ઢળતા ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો.

તાપમાન પણ નીચો પડી ગયો હતો.

રાજદીપ સસલાંના બિલમાંથી ઘાસ લઈ આવ્યો હતો. જેથી કડકડતી ઠંડીમાં રાહત મળતી હતી.

સૂરજ ઊગતા સાથે, જંગલ જાણે જાગી ગયું.

થોડા આગળ જતાં.

આસપાસ વાઈટ વોટર ગ્લેશિયરનો અવાજ આવી રહ્યો હતો.

"તમને સંભળાય છે?"

"હા પાણી નો અવાજ છે."

સફેદ ધોધમાર પાણી પહાડની નીચે વહી રહ્યું હતું.

અકલ્પનિય ગતિથી પાણી, પહાડની નીચે ગતિ કરી રહ્યું હતું.

"દૂર રહેજો આનાથી...એક વખત આમાં પડ્યા એટલે... અહીં જ રામ બોલો ભાઈ રામ.." રાજદીપે કહ્યું.

" આ જગ્યાએ ગ્લેશિયરનો પાણી! હાઉ?" પ્રિયાએ પૂછ્યું.

" આ જગ્યા અનોખી છે.

અહીં નાના નાના અંતરે અલગ અલગ વાતાવરણ જોવા મળ્યો..

પર્વતની પહેલી પાર, જાણે ઉનાળો ચાલતો હોય તેવુ લાગતું હતું.

પર્વતની આ તરફ... ખબર નહિ કેમ આપણે આટલી ઉંચાઈ પર આવી ગયા...

અહીંના વરસાદી જંગલો..

અને આ વાઈટ વોટર ગ્લેશિયરનો પાણી.... કુદરત આપણી કલ્પનાઓ, અને આપણી ક્ષમતાઓથી પર છે." રાજદીપે કહ્યું.

બિલકુલ પર્વતની તળેટીમાં આવી ગયા હતા.

દુરબીનથી જોતા કિનારે કોઈ જુના જહાજનો મલબો દેખાતો હતો.

"ત્યાં જૂનો જહાજ છે."

"જૂનો જહાજ આપણે શું કામ આવશે?"

"આપણે તેને ફરીથી રીપેરીંગ કરી ઉપયોગમાં લઇ શકીએ..

સાચું કહ્યું તો હવે આજ ઓપ્શન છે. અહીંથી બહાર નીકળવાનો..."રાજદીપે કહ્યું.

***

જહાજ અને ચારેય વચ્ચે, એક તુફાની નદી જેટલું અંતર હતું.

" રોપ પરથી સામે છેડે લટકતા જવું ફાવશે?" રાજદીપે પૂછયું.

"ફોડી લેશું...."વિજય બોલ્યો.

"આ તીનપત્તી રમવા જેટલું સરળ નથી..અહીં એક ભૂલ એટલે... મોત" મજીદે ટોન્ટ મારતા વિજય સામે આંખ મિચકારી.

"વિજય મારી સાથે આવ..."રાજદીપે કહ્યું.

વાંસના મોટા મોટા લાકડાને જોઈને કહ્યુ.

"આ આપણા કામની વસ્તુ છે."

"મતલબ સમજ્યો નહિ હું.."

"બસ જોતો જા અને વાંસ કાપવામાં મારી મદદ કર..." રાજદીપે કહ્યું.

ત્રણ ચાર વાંસ કાપી, રાજદીપે વૃક્ષો પર લટકતા કેટલાક વેલાઓ કાપ્યા.

અને તેની સીડી જેવું બનાવ્યું.

"આ સીડી?"વિજયે પુછ્યું.

"આ સ્વર્ગની સીડી છે." રાજદીપે કહ્યું. બધા ખીલખીલાટ હસ્યાં.

" આ મારો વજન તો જાલશે ને કેપ્ટન" વિજયે કહ્યું.

" હા,બસો કિલોગ્રામ સુધી વજન એક સમયે આરામથી ઊંચકી લેશે."

પ્રિયા, વિજય, મજીદ બધા...

સીડી પરથી વારાફરથી નદી ઓળગી...

કેપ્ટન પણ હવે સીડી પરથી નદી પાર કરતા કરતા અડધું અંતર કાપી લીધું હતું.

સીડીએ પણ જાણે હાર માની હોય તેમ તેનો એક ભાગ તુટી અને નદીમાં લડકવા લાગી ગયું.

રાજદીપે એક હાથમાં વાંસને પકડી અને વચ્ચે જ લટકતો રહી ગયો. વાંસનો બીજો ટુકડો નદીમાં હતો. પાણીની ગતિથી ઉપરના વાંસના ટૂકડા સાથે રાજદીપ પણ હચમચી રહ્યો હતો. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા. કોઈ પણ ક્ષણે દુર્ઘટના ઘટી શકે તેમ છે.

"કેપ્ટન અમારે શુ કરવું જોઈએ?"

"રોપને ઝાડના થડ સાથે બાંધી મારી તરફ ફેંકો..."

પણ આટલું સરળ નોહતું..

રાજદીપ સુધી રસીને પોહચાડવી.. કોઈ પણ ક્ષણે

વાંસ તૂટી શકે છે.

હજારો પ્રયત્ન પછી...

રસ્સી રાજદીપના હાથમાં આવી..

પણ રસ્સી એક છેડે જ બાંધેલી હતી.. રાજદીપે બીજો છેડો, પોતાના શરીર પર બાંધી વાંસ પર લટકતા લટકતા કિનારે આવી ગયો.

બધાના શ્વાસમાં શ્વાસ આવ્યા.

"થેન્ક ગોડ...."

બધા તેને ભેટી પડ્યા.

જહાજ ચાલીસ પચાસ વર્ષ જૂનો હતો.

કોઈ તુફાનમાં તેનો મલબો અહીં ખેંચાઈ આવ્યો હશે.

લાકડું મજબૂત હતું.

આ તુફાનમાં ખાસો નુકશાન થયો હતો. ઇન્જેન પણ ડેડ થઈ ગયું હશે..

"કઈ કામની વસ્તુ મળે તો... કહેજો..." કહેતા બધાને અલગ અલગ જગ્યાએ જવાનું કીધું..

"અહીં ઓલ્ડ ગોલ્ડ લખેલું સિગારેટનો પેકેટ પડ્યું છે." પ્રિયાએ કહ્યું.

"આ બ્રાન્ડ ક્યાં સમયની હશે?" રાજદીપે કહ્યું.

"હાલ મને આપ... એ પરથી આપણે જાણી શકીશું આ જહાજ ક્યાં સમયે અહીં આવ્યો હશે." રાજદીપે કહ્યું.

જહાજની કેબિનમાં જઈ વિજય

રાડા રાડી કરવા લાગ્યો.

"અહીં આવો અહીં આવો..."

સાંભળતા જ બધા ત્યાં ગયા..

"શુ થયું વિજય?" રાજદીપે પૂછયું.

તેના ચેહરા પર ખુશીની કોઈ સીમા નોહતી.

" આ સોક્સ અને નિકર જુવો.."

પ્રિયાની આંખો ઢાળી દીધી..

"તે અમને આ નિકર બતાવા અહીં બોલાવ્યા છે?"

"ના; આ નિકર અને સોક્સ

કલ્પેશના છે."

"કલેપશ પોતે ક્યાં છે?"

"નિકર અહીં છે. તો પોતે પણ અહીં જ ક્યાંક હશે..." રાજદીપે કહ્યુ.

"કલ્પેશ તો પહાડની પહેલી તરફ ગાયબ થયો હતો. તો અહીં?" પ્રિયાએ પૂછયું.

" એનો જવાબ તો કલ્પેશ જ આપી શકે..." રાજદીપે કહ્યું.

કલ્પેશ અહીં છે. એવો સંકેત મળતા બધાના થાકેલા શરીર પર તાજગીનો સંચાર થયો..

વિજય દોડીને જહાજની કેબિન પર ચડી.. જોરજોરથી બૂમો પાડવા લાગ્યો..

"કલ્પેશ.... કલ્પેશ......"

મજીદે, કેપ્ટન અને પ્રિયાએ પણ તેની સાથે સુર પુરાવ્યો..

"કલ્પેશ.... કલ્પેશ....."

આસપાસ કોઈ નઝરે ન ચડ્યું..

નિરાશ થઈ...એક એક કરી બધા નીચે ઉતરી રહ્યા હતા.

ત્યાં જ થોડે દૂરથી..

"વિજલા.... વિજલા......" અવાજ આવી રહ્યો હતો.

બે આકૃતિઓ હાથ ઉપર કરી અમારી તરફ ઈશારો કરી રહ્યા હતા.

"કલ્પેશ આવે છે." કહેતા બધા ફરીથી કેબિન ઉપર આવી હાથ ઉપર કરી હલાવી રહ્યા હતા.

" કલ્પેશની સાથે આ બીજી વ્યક્તિ કોણ છે?" પ્રિયાએ કહ્યું

ક્રમશ