Rahashy - 9 books and stories free download online pdf in Gujarati

રહસ્ય :૯

સમુદ્રની અંદર જહાજ પવન સાથે વાતો કરતો આગળ વધી રહ્યો હતો.અહીં ની આબોહવા વિચિત્ર હતી. ક્યારેક વરસાદ, ક્યારેક સખત ઠંડીનું મોજું ફરી વળતું. ગઈ રાતે વરસાદ હતો. જેથી સવારનો તડકો ખીલ્યો હતો.

હંમેશની જેમ આજે પણ બ્લેક કોફીના મગ લઈને બધા બેઠા હતા.

મેડેગાસ્કારથી નીકળ્યા પછી, સમુદ્રમાં આજે ચોથી સવાર હતી.

રાજદીપે જાણે જુના પત્તાઓ ખોલતો હોય, તે રીતે સફરની સમીક્ષા કરતો હોય તેમ બોલ્યો.

"આપણે જેમ વિચારીએ તે જ થાય તો, એડવેન્ચર જેવુ કઈ રહે નહીં." રાજદીપે કહ્યું.

"એ વાત તો ખરી.... " મજીદે કહ્યું.

"મને એવું અંદરથી ફિલ થાય છે. આ મુસાફરી આપણે લાઈટલી લઈ લીધી... જેનો પરિણામ આપણે આપણો એક સાથીને ખોતા ખોતા રહી ગયા અને એક ને ખોઈ ચૂકયા છીએ..."

"મને પણ એવું જ લાગે છે. કેપ્ટન.. આપણે ફક્ત પ્લાન એ. પર જ કામ કરતા રહ્યા, માનવીય આફતો, ચાંચિયાઓથી તો આપણે લડી લીધુ-લઈશું પણ આ કુદરતી આફતો સામે આપણે પૂર્વ તૈયારીઓ વગર હારી ગયા."વિજયે કહ્યું.

પ્રિયા દુરબીનથી આસપાસ જોઈ રહી હતી.

"કેપ્ટન... ત્યાં મને કોઈ ટાપુ જેવું દેખાયું"

કેપ્ટન હરખાતા હરખાતા ઉભો થઇ પ્રિયા પાસેથી દુરબિન લઈને જોવા લાગ્યો.

"ત્યાં કોઈ ટાપુ નથી. ફક્ત વાદળો છે."

પ્રિયાએ ફરીથી દૂરબીન લઈને જોયું.. ત્યાં ફક્ત વાદળો જ હતા.

"આવું કઈ રીતે સંભવ છે. મેં મારી નરીઆંખથી જોયું, ત્યાં કોઈ ટાપુ હતું."જાણે ગ્રામરની ભૂલ થઈ હોય તે રીતે ફરીથી વાક્ય સુધારતા તે બોલી.

"ત્યાં ટાપુ છે.પણ?"

"એ થોડી ક્ષણોમાં જ ખબર પડી જશે..." કહેતા વહાણને વાદળોની દિશા તરફ વાળ્યું.

"ત્યાં વાદળોની પાછળ, કોઈ બરમુંડા ટ્રાયએંગલ જેવું નહીં હોયને... નહી તો આજે આપણો છેલ્લા દિવસ..." કહેતા તે હસ્યો.

ઘનઘોર વાદળોની સેના ને ચીરતો, વહાણ આગળ વધી રહ્યો હતો. વાદળો એટલા પ્રમાણમાં હતા, કે આગળનું કઈ દેખાતું નોહતું.

છેલ્લા પચીસ ત્રીસ મિનિટથી તેઓ વાદળોની અંદરથી પસાર થઈ રહ્યા હતા.

સૂરજની કિરણો પણ દેખાતી ન હતી.વાદળોની એક લહેર સપાટીથી ગગન તરફ વધી રહી હતી.

જાણે કોઈ સફેદ વાદળોની ફેકટરી જોઈ લ્યો. આવા દ્રશ્યો વાસ્તવિક દુનિયામાં જોવા મળવા મુશ્કિલ હતા.

"મને લાગે છે. આ વાદળો પછી શિવમ ટાપુ હોવો જોઈએ." રાજદીપે કહ્યું.

"શિવમ ટાપુ?" પ્રિયાએ કહ્યું.

"હા શિવમ ટાપુ... કેમ કે કોઈ પણ સામાન્ય માણસ આ વાદળોને જોઈને અહીંથી આગળ ના વધે... આગળ વધવા આટે હિંમત જોઈએ, આ વાદળોની લહેર એટલી વિશાળ છે કે કોઈ એક વ્યક્તિ જો એક વખત આમાં પોતાનું જહાજ મૂકે, તો પણ અડધે પોહચતા પોહચતા...ઉપરથી આ વાદળ પાછળ કોઈ ટાપુ છે. એવું કોઈને વિચાર પણ ન આવે. વાદળો જોઈને વહાણનો રસ્તો બદલી દે." રાજદીપે કહ્યું.

વાતમાં તથ્ય હતું. વાદળો, એકમેક સાથે અથડાતા જે ગર્જના થઈ રહી હતી. તે અકલ્પનિય હતી. આજ સુધી આકાશમાં માઈલો દૂરથી સાંભળેલી ગર્જના એકદમ કાન પાસેથી થાય ત્યારે કેવું લાગે?

રાજદીપે કેબિનના દરવાજા બંધ કરી દીધા હતા અને બધાને અંદર ગ્રાઉન્ડ કેબીન માં લઈ જઈ કાનમાં કપાસ ભરાવી દીધો હતો.

પણ ગર્જના એટલી તેજ હતી, જહાજ આખું હલી જતું હતું. કેબિનના કાંચ તૂટી ગયા હતા.

માણસ એક સમયે સાઈઠ ડેસીબલથી વધુ અવાજ સતત સાંભળે તો બેહરો થઈ જાય..સો એકસો દશની આસપાસ કાનમાં સીટીઓ વાગવા લાગી જાય,

પણ આ વાદળોનો અવાજ કેટલો હશે? કાનમાં કપાસ ભરાવ્યા છતાં... કાનમાં ગર્જનાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

બધાના કાનમાં સબાકો નીકળી ગયો. અંતે વાદળોના મહાભારતના યુદ્ધનો અંત આવ્યો.

વાદળોની પાર પ્રકૃતિની ગોદમાં ખીલેલો ટાપુ દેખાઈ રહ્યો હતો. દુરબીનથી જોતા... ત્યાં અજીબ વસ્ત્રોવાળા લોકોની નજરે પડતા હતા.

***

આર્મીના વસ્ત્રો, અજયાના વસ્ત્રો સાથે મેચ થયા હતા એટલે વનવાસીઓ તેઓને અજયની સાથે છે. તેને લેવા માટે આવ્યા છે તે જાણવામાં બહું રાહના લગાડી..

કબીલાના મુખીયાએ આવીને... તેના વસ્ત્રો પર હાથ મૂકીને ઈશારા વડે સમજાવ્યું, કે અજય અહીં જ છે.તે ત્યાં પહાડો પર ગયો છે.

"અજય.... અહીં છે." રાજદીપે કહ્યું. વિજય અને કલ્પેશ એક બીજાને હરખાતા હરખાતા ભેટી પડ્યા.

"આપણો અજલો, આળસુ ઠીક છે."

"અમે ત્યાં જઈ શકીએ?" રાજદીપે કહ્યુ.

તેઓ ભાષા ન સમજતા ઈશારા વડે સમજાવાનો પ્રયત્ન કર્યો.

દૂર હરિયાળા જંગલ પછી, કાળા પથ્થરના પહાડો દેખાતા હતા. તેની પાછળ સફેદ લીસોટું નજરે ચડતું હતું.

પહાડોની ઉપર… ૐ આકાર સર્જાતો હતો.

વનવાસીઓ તેઓને સાથે આવવાની હા કરી. થાકેલી ટોળકીએ થોડો આરામ કરી, ફળોનો આહાર લઈને જંગલ તરફ નીકળ્યા..

" કેટલી સુંદર જગ્યા છે. કેટલા ઘટાદાર અને ઉંચા ઉંચા વૃક્ષો છે. આવી સુંદર જગ્યા આજથી પહેલા ક્યારે પણ નથી જોઇ." પ્રિયાએ કહ્યું.

"પ્રિયા તને પહેલું, મોટી ચાંચ વાળું પક્ષી દેખાય છે?"

સામે વૃક્ષ પર બેઠેલો કોઈ પક્ષી જેની ચાંચ કાળી મોટી હતી.

તેનું શરીર વિવિધ રગોમાં રંગાયેલ હતો.

"તે ટુકૅન પક્ષી છે. તે એમાઝોનના જંગલમાં જોવા મળે છે. આ પક્ષી ટોળામાં રહે છે. અને મોટા મોટા અવાજ કાઢી એક બીજાને સંદેશઓ નો આપ-લે કરે છે. ક્યારેક ક્યારેક તે અવાજ એકથી બે કિલોમીટર દૂર સુધી જાય છે. તેની ચાંચ વડે તે જંતુઓ નો શિકાર કરે છે. અને ફળો ખાય છે." પ્રિયા બોલી..

"ક્યાં ક્યાંથી શોધી લાવે છે? પ્રિયા છો કે ગૂગલ...." કલ્પેશ બોલ્યો.

"અરે ઝુલોજીમાં તો આવું બધું જ ભણવાનું આવે...." પ્રિયાએ કહ્યું.

"વાવ.... અદભુત..... પક્ષી છે.

એટલી જ અદભુત માહિતી પ્રિયા.."રાજદીપે કહ્યું.

જંગલની અંદર ચારસો પાંચસો મીટર ચાલ્યા હતા. કબીલા તરફથી પાછળ બૉમ્બ ધડાકાઓના અવાજો આવી રહ્યા હતા.

અવાજોની દિશામાં વનવાસીઓ અને ટોળકી આગળ વધ્યા.

"કોઈએ આપણા જહાજ પર બોંમ્બ ફેંક્યો છે." રાજદીપે કહ્યું.

દૂરબીનથી જોતા, ચાંચિયાઓ નો જહાજ હતું. તેઓ સતત ટાપુ પર ફાયરીંગ કરી અને બૉમ્બ બારી કરી રહ્યો હતો.

" આ લોકો આટલી જલ્દી આવી ગયા?" રાજદીપે કહ્યું.

"આપણે ચાંચિયાઓની જાળમાં ફસાયા છીએ. તે આપણી પાછળ જ હતા." પ્રિયાએ કહ્યું.

"વાંધો નહીં, તે વીસથી પચીસ છે. આપણે સૌથી પણ વધુ છીએ." રાજદીપે કહ્યું.

બધા જ વનવાસીઓ મોટા મોટા પથ્થરની પાછળ આવી ગયા હતા. રાજદીપે પાસે બે બોંમ્બ જ હતા અને એક નાનકડી રિવોલ્વર હતી. બાકી બધું દારૂ ગોળો તુફાનમાં જતો રહ્યો હતો.

એક વનવાસીને ઈશારો કરી બધાને જંગલની અંદર જવાનું કહ્યું.

તમામ વનવાસીઓએ પણ એમ જ કર્યું. ચાંચિયાઓ સામે સીધી લડત કરવી અસંભવ હતી.

તેઓ પાસે વધુ દારૂ ગોળો હતો.

ચાંચિયાઓની સંખ્યા વીસથી પચીસ વચ્ચેની હશે! રાજદીપ અને આખી ટીમ સાથે બધા વનવાસીઓ જંગલમાં આવી ગયા હતા.

એક ચાંચિયો ખબર નહિ ક્યારે પણ એકદમ પ્રિયાની સામે આવી ગયો હતો. તેના હાથમાં બંદૂક હતી. આંગળી ટ્રીગર પર હતી. પણ તે દબાવા લાયક રહ્યો નહિ, ઉપરથી એક વનવાસીએ તીર માર્યું જે સીધુ જ ચાંચિયાના માથાની આરપાર થઈ જાય છે.

આખા ટાપુની ઉપર ચારે તરફ આગ લાગી ગઈ હતી. સતત ફાઈરિંગ થઈ રહી હતી. કેટલાક બાળકો અને અને સ્ત્રીઓ ને ગોળીઓ વાગી હતી.

તેઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવું જરૂરી હતું. ચાંચિયાઓ કોઈ પણ હદે જઈ શકે તેવા હતા.

બધા જંગલની અંદર વધુ અંદર આગળ વધી રહ્યા હતાં

ચાંચિયાઓ પણ વર્ષોથી જે ખજાના પાછળ હતા.

તે ખજાનો આજે હાથ પર આવું આવું હતું.જેથી તે પોતાની સંપૂર્ણ તાકત લગાવી રહ્યા હતા. જંગલમાં બૉમ્બ ફેંકતા જંગલમાં પણ આગ લાગી હતી.

અને તે આગ વધતી જ જતી હતી.

રાજદીપ તીર કામઠા લઈને ચાંચિયાઓને શોધી રહ્યો હતો.

સાથે કેટલાક વનવાસીઓ પણ રાજદીપની સાથે સાથે હતા. રાજદીપે જાણતો હતો. તેની પાસે હથિયાર ઓછા છે. જેથી તેને ખૂબ જ સાવધાની પૂર્વ કામ લેવું પડશે. ચાંચિયાઓ જંગલમાં છુપાતો છુપાતો આગળ વધી રહ્યો હતો. તેઓના હાથમાં રાઇફલ જેવી બંદૂક હતી. તે આગળ વધી રહ્યા હતા.

રાજદીપ સૂકા પાંદડાના ઢગલામાં છુપાઈને બેઠો હતો.

જેમાંથી એક ચાંચિયો તેની નઝદીક આવતા જ રાજદીપે પૂરી તાકતથી તેની પાસે રહેલો ખંજર તેની છાતીએ ભોકી દીધો...

જો તે ખંજરથી ન મરત તો હાર્ટ એટેક થી જરૂર મરી ગયો હોત.

તેની પાસે રહેલી બધુંક, ગોળીઓ અને બૉમ્બ રાજદીપે છીનવી લીધા.

ક્રમશ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED