રહસ્ય:૧૮ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય:૧૮

રોમાંચ, ડર, આનંદ તમામ જાતની લાગણીઓની મનમાં હાથપાઈ ચાલતી હતી. જે રીતે ભમરી ઊડી રહી હતી. તેનાથી શરીરમાં વિવિધ લાગણીઓ ફૂટી રહી હતી. નદીનો તેજ પ્રવાહની વિરુદ્ધ દિશમાં ફરી અમે, તે પહાડ તરફ જઈ રહ્યા હતા.

પહાડની ઉપર ચમકતી વનસ્પતિ તારાઓ જેવી લાગતી હતી. આખું પહાડ ઝગમગી રહ્યો હતો.

જાણે ચંદ્રનો કોઈ ભાગ અહીં ધરતી પર આવી ગયો હોય...

તેમાંથી વહેતો, નદીનો પ્રવાહ ચાંદની જેવો લાગતો હતો. ચારે તરફ ચમકતું જંગલ,જીવ-જંતુઓમાંથી ઉઠતી ચાંદની નરી આંખે જોઈ શકાતી હતી. જાણે તે શરીરમાંથી આત્મા નીકળી બ્રહ્માંડ તરફ ગતિ કરી રહી હોય.

***

"આપણે ગુફાની અંદર જવાનું છે." રાજદીપે કહ્યું.

"હું તમારી મદદ કરીશ.. ગુફા સુધી લઈ જવામાં...."

રાજદીપે અને મજીદ સિવાય બધા આશ્ચર્યચકિત હતા. અવાજ આવ્યો તો આવ્યો ક્યાંથી? જાડો ઘેરો અવાજ કોનો હોઈ શકે?

"આ ભમરી આપણી ત્યાં, આપણને ગુફામાં લઈ જવામાં મદદ કરશે." રાજદીપે કહ્યુ.

"ભમરી નહિ, કેપ્ટન, મારુ નામ વર્ટા છે."

"સોરી... સોરી... આપણી મદદ વર્ટા કરશે." રાજદીપે કહ્યુ.

ખરેખર ભમરી બોલે છે? કે પછી રાજદીપ અને મજીદની કોઈ બદમાશી છે?

આસપાસ તમામ ભમરાઓ ઉપર બેઠા બેઠા અજય મજીદ, કલ્પેશ તો જાણે ખરેખર આ બોલે છે તે ચેક કરવા તેઓના નામ પૂછી લીધા....

"ઓહ આ તો ખરેખર બોલે છે."

" મેં જ્યાં સુધી સાંભળ્યું છે. દુનિયામાં દરેક નામકરણ કે નામ પાછળ કોઈ અર્થ છુપાયેલો હોય છે. તમારા નામનો શુ અર્થ થાય છે?" પ્રિયાએ કહ્યું.

"ફરીથી શુરું થઈ ગઈ, આ માણસ કોઈ વાતની ખાલ ના ઉખેડી નાખે ત્યાં સુધી તેને ચેન ના આવે..." કલ્પેશ કહ્યું.

"વર્ટાનો અર્થ થાય છે, ભમરીઓ નો રાજા....

મારી સાથે રહેલી દરેક ભમરીમાં નામ નો જુદો જુદો અર્થ થાય...

અહીંના મોટા ભાગની પ્રજાતિ તમારી ભાષા સમજે છે અને દુશ્મન પણ એટલા જ છે." વર્ટાએ કહ્યું.

"અમારા દુશ્મન? અમે તો અહીં કોઈને ઓળખતા પણ નથી.." અજયે કહ્યું.

"તમે નથી ઓળખતા, પણ તમે જે મણી માટે અહીં આવ્યા છો, તેના સુધી પોહચવા અને તેને મેળવવા હજારો વર્ષોથી પ્રયત્ન થઈ રહયો છે. પાતાળ લોકના ઇતિહાસમાં લેખલું છે કે બીજી દુનિયાથી અહીં લોકો આવશે, તેની મદદ કરવાવાળા પણ હશે અને તેને મારવા વાળા પણ હશે...."

પહાડ તરફ જવા બધા વધી રહ્યા હતા. ઊપરથી વીજળીની ગતિએ બાજની એક ફોજ અમારી પાછળ આવી રહી હતી. તેના અવાજથી વાતાવરણ ગુંજી રહ્યું હતું.

"મેં કહ્યું હતું ને, લ્યો આવી ગયા દુશ્મન...."

ભમરીઓ, બાજથી બચવા પોતાની રસ્તો બદલી રહી હતી. બાજ તેનાથી ચાર-પાંચ ગણા વિશાળ હતા.

"ટાઈટ પકડજો......"

જાણે આકાશમાં યુદ્ધના વિમાનો ઉડી રહ્યા હતા.

વર્ટા તેના સાથીઓ, અલગ અલગ દિશામાં ગયા....

દરેક ભમરાની પાછળ, બાજ કાળની જેમ મંડરાઈ રહ્યા હતા.

" વર્ટા તારી અને અમારી કોઈ દુશ્મની નથી. તું માનવ અમને આપી દે....." બાજ બોલ્યો.

"માફ કરજે દોસ્ત....."

કહેતા, તે કાંટાળા વૃક્ષની એકદમ સામે આવી હટી ગયો...

અણીદાર, કાંટો તેના શરીરના આરપાર થઈ ગયા.

વર્ટા કોડ વર્ડમાં કઈ બોલતો હતો.

" શુ કીધું વર્ટા?"અજયે કહ્યું.

"ત્યખના તરફ જવાનું છે. તે લોકોને મેં કહ્યું, તમે નીકળો હું, આ લોકોને ઊલજાવીને રાખું છું."

બધી ભમરીઓ, એક અલગ અલગ દિશાઓ માંથી એક થઇ ગઈ, વારંવાર રસ્તાઓ બદલતી, એક-એક કરી ત્યાંથી ખુફિયા ત્યખાના તરફ વળી ગયા! વર્ટાએ ખૂબ જ ચાલાકી પૂર્વક અને રણનીતિ સાથે બધાને અહીંથી ત્યખાના તરફ પોહચાડી દીધા હતા.

ફક્ત અજય અને વર્ટા રહ્યા હતા. તેની પાછળ બાજની આખી ફોજ હતી.

" ત્યખાના તરફ નીકળી જઈએ..." અજયે કહ્યું.

"ના, એમ કરવાથી આપણાં બીજા સાથીઓ પણ ખતરામાં મુકાઈ શકે છે."

"અલવિદા દોસ્ત.… ટાઈટ પકડજે...." અજય કઈ સમજ્યો નહિ... વર્ટાએ પોતાના શરીરનો તમામ બળ, લગાવી તેના શરીરની અનોખી બનાવટ પ્રમાણે તેના શરીરનું તાપમાન વધારી દીધું હતું. જેથી તેની ગતિ, ત્રણથી ચાર ગણી વધી ગઈ....

અજયને મણી વાળી ગુફા સુધી વર્ટા લઈ આવ્યો.

તેનું શરીર લાલ થઈ ગયું હતું .

" મારી પાસે ફક્ત પાંચ મિનિટ છે. બાજ અહીં દસ મિનિટમાં પોહચી આવશે.....આગળ એક ભલ્લુક તમારી મદદ કરશે ગુફામાં આગળ લઈ જવા માટે, બીજા મિત્રો પણ ત્યાં મળશે.તું નીકળ મારી.. ચિંતા ન કર".

"પણ...."

"તું જલ્દી અહીંથી નીકળ.... આપણી પાસે સમય નથી."

કહેતા જ તેના શરીરમાં એક જોરદાર વિસ્ફોટ થયો.. તેના શરીરના ટુકતા ગુફામાં ચારે તરફ ફરી વળ્યાં.

***

ચુના પથ્થરોના આ પર્વતમાં અંદર, નાનાકડી સુરંગવાળા રસ્તાથી અજય આગળ વધ્યો..

અજીબ જણાતી કોઈ લિપિમાં અહીં દીવાલો પર ચિત્રો દોરેલા હતા.

"અહીં કઈ સભ્યતાઓ હશે?"

મનોમન તે વિચારતો હતો. બાજ અને બીજા દુશ્મન કોઇ પણ ક્ષણે અહીં પોહચી શકે છે. જેથી તે સુરંગના રસ્તે આગળ વધી રહ્યો હતો.

"વર્ટા કહ્યુ હતુ કે એક ભલ્લુક અમારી મદદ કરશે."

તેઓ એક એવી જગ્યાએ આવી ગયા જ્યાં ત્રણ મુખ હતાં. વનવાસીઓ અને રાજદીપ અને ટીમ ત્યાં ઉભી હતી.

"વર્ટા ક્યાં છે?' રાજદીપે પૂછ્યું.

"તેણે મારા માટે પોતાનું બલિદાન આપી દીધું... તેને કહ્યું હવે અહીં આગળ તમારી મદદ એક ભલ્લુક કરશે.."

"ભલ્લુક?"

ત્રણ રસ્તા પછી આગળ હવે સુરંગમાં અંધારું હતું.

"ચમકદાર પથ્થર ક્યાં છે?" રાજદીપે કહ્યુ.

અજયે પથ્થર કાઢ્યો પણ તે નિસ્તેજ થઈ ગયો હતો. તેનો ભાગ કાળો પડી ગયો હતો.

"આવું કેમ શક્ય છે?" અજય બોલ્યો.

વનવાસીઓએ પથ્થર હાથમાં લઈને તેને રગળ્યો, પણ તેમાં કોઈ જાતનો પ્રકાશ ઉત્પન ન થયો. રાજદીપે બેગમાંથી એક ચમકતી વનસ્પતિનો ટુકડો કાઢ્યો.

"રાજદીપે આ ક્યારે બેગમાં મૂક્યું?"

"આર્મીમેન હમેશાં પ્લાન બી બનાવી ને જ નીકળે, એવું જરૂરી નથી.આપણે ઇચ્છીએ દર વખતે તેજ થાય?"

"આ જ તો એક કોમન મેન અને સોલ્જરમાં ફરક છે.રાજદીપ..." પ્રિયાએ કહ્યું.

દીવાલો પર અલગ લિપિમાં કઈ લખેલું હતું. વિવિધ ભીત ચિત્રો દોરેલા હતા. સફેદ ચુના માટીની આખી દિવાલોમાં કોતરણી દ્વારમાં લખવામાં આવ્યું હતું. સંપૂર્ણ શિવમ ટાપુનો નકશો, ડાઈનોસોર, ઝરણાઓ, પહાડો, જ્વાળામુખી,વનવાસીઓ, જહાજો....

"અહીં જુવો, અહીં કેટલાક વનવાસીઓ, કેટલાક માણસો અને બે રીંછ દેખાય છે." રાજદીપે દીવાલ પરની કોતરણી જોતા કહ્યું.

"ક્યાંક આ આપણે તો નથી ને? શુ તે સભ્યતા ભવિષ્ય જોઈ શકતી હતી?" પ્રિયાએ કહ્યું.

"આપણે હવે આગળ વધવું જોઈએ." રાજદીપે કહ્યુ.

વણાંકવાળી આ સુરંગ જાણે પુરાણીક એન્જીનીયરીંગનો બેજોડ નમૂનો હતી.

"આ સુરંગ કુદરતી નહિ, માનવ રચિત છે." અજયે કહ્યું.

" આજના યુગમાં પણ બનવવાનું અસંભવ હોય તેવી આ ગુફાઓ તેમણે કઈ રીતે બનાવી હશે?" રાજદીપે માથું ખંજવાળતા પ્રિયા તરફ જોયું.

" તે આપણાંથી વધુ એડવાન્સ હતા. રાજદીપ તમને યાદ છે, આપણે જે ટાપુઓ પર પોહચ્યા હતા ત્યાં ઘણાબધા સ્ટેચ્યુ હતા. મોટા મોટા વિશાળ સ્ટેચ્યુઓ?"

"હા.... યાદ છે."

"મને એવું લાગે છે, તે ટાપુ અને આ સુરંગ સાથે બહુ ગેહરો સંબધ છે. તે સ્ટેચ્યુઓ અને આ ગુફા કોઈ એક સભ્યતાના લોકોએ જ બનાવી હશે."

"તેઓ આટલા વિશાળ સ્ટેચ્યુ બનાવી શકે, તો તેની પાસે કોઈ સારી તકનીક અને બેહતર એન્જીનીયરીંગ નું જ્ઞાન હોવું જોઈએ. આ સુરંગ તેનો જીવતો જાગતો ઉદાહરણ છે." રાજદીપે કહ્યું.

"ભારતમાં આવી સુરંગોની જરૂર છે." અજયે કહ્યુ.

"કેમ?" રાજદીપે પૂછ્યું.

"આવા રસ્તાઓ સુરંગો હોય તો આટલી વધુ વસ્તી, ધરાવતા ગીચ શહેરોમાં જમીન નીચે સરળતાથી રેલવે અને મેટ્રો ચલાવી શકાય..... "

"હા હા હા..... તારો આ વિચાર હું ઘરે પોહચતા પ્રધાનમંત્રી સુધી જરૂર પોહચાડીશ..." પ્રિયાએ કહ્યુ.

સુરંગની વધુ આગળ વધતા, સામે એક વિશાળકાય રીંછ મળ્યો...જેનુ શરીર આખું સફેદ હતું. ફક્ત પાછળના ભાગે કાળો દબ્બો હતો.

"નમસ્તે.... હું ભલ્લુક છું. તમારી મદદ માટે...."

"આ તે જ ભુલ્લક છે.જેના વિશે વર્ટાએ કહ્યું હતું." અજય બોલ્યો.

"ઓહ વર્ટા.. મેરા અઝીઝ દોસ્ત... ક્યાં છે તે આજકાલ?" ભલ્લુકે કહ્યુ.

"તેની મોત થઈ ગઈ...." અજય ના ચેહરાનો રંગ બદલાઈ ગયો. ફરી તે દ્રશ્ય તેની આંખે સામે આવીને ઊભું રહી ગયું.

ક્રમશ