કૃષ્ણ ક્યાં નથી? Ahir Dinesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ ક્યાં નથી?

રસ્તા પર ચાલતા ચાલતા વિચાર આવ્યો કે આ અંધકારમાં કંઈ નજર નથી પડતું અત્યારે અહીં કોઈ નથી...બસ હું જ છું. થોડો આગડ વધ્યો..પણ હું કોણ હતો જે આમ આટલું ભારી વજન ઊચકીને ચાલતો હતો. અને એ પણ આ ગાઢ જંગલ માંથી અડધી રાત્રે..!

મેં ખૂબ મહેનત કરી હતી અને જે થોડા પૈસા મળ્યા હતા એનું રાશન લઈ શહેર મૂકી ઘર ભણી જતો હતો રસ્તામાં આવતું ગાઢ જંગલ રાત્રે અંધકાર વરસાવતું હતું.અને તે સમયે મને ઉપર મુજબ ના વિચારો આવતા હતા.આ વિચારોમાં તો હું એવો ખોવાયો કે હું બધું ભૂલી ગયો પગ પોતાનું ચાલવાનું કામ જાતેજ કરી રહ્યા હતા હાથો પર ઉચકેલું વજન નહિવત લાગતું હતું. મન અહમના એ ગરકાવે ડૂબ્યું હતું જ્યાં હું પોતાનેજ ભૂલી ગયો હતો.રસ્તો આપ મેળે પસાર થતો હતો. મારું શરીર ઘર તરફ આગળ વધી રહ્યું હતું.. શરીર..? હા . કેમકે મન તો અત્યારે મોટાઈ ની મીટીંગમાં હાજરી પુરવતું હતું અને પોતાનું પદ સ્થાપવા જાણે મારી અંદર એક બીજા વ્યક્તિનું નિર્માણ કરી રહ્યું હતુ.

મારા મનની સાથે હું પણ અતીતની સફરે નીકળી પડ્યો. બે પ્રવાસો સાથે હો.. મન ભૂતકાળમાં અને મારું શરીર અને આગડ વધતા પગ આ ગાઢ જંગલમાંથી ઘર તરફ.પગ તો બસ એક ધારી ગતી કર્યે જતા હતા.. પણ મન...??? એતો બસ એકજ વિચારે સ્થિર કે મે ઘરના સભ્યો માટે કેટલું બધુ કર્યું છે હું રાત દિવસ એક કરી ઘસાઈને બધાનું ભરણ પોષણ કરું છું આખા ઘરનો આધાર હું જ છું અને ત્યાંજ એક નવા વિચારે તેને સમર્થન આપ્યું. થોડા સમય પહેલા ગામમાં કૃષ્ણના મંદિર બનાવવા માટે ગામના બધા લોકો મિટિંગ સ્વરૂપે ભેગા થયા હતા. કેટલાય અલગ અલગ મતો પ્રવર્તી રહ્યા હતા. ત્યાં અચાનક ગામના એક મોભીએ મારી સામે નજર કરી અને મને મારો મત કહેવા માટે આગ્રાહ કર્યો અને મારો અહમ જાગૃત થયો. હું ધારદાર અવાજે એકીસાથે બોલવા લાગ્યો જાણે કે રણમેદાનમાં યુદ્ધ કરવા ઉતાર્યો હોઉ અને જેવુ બોલવાનું બંધ કર્યું તે સાથે આજુ બાજુ તાડીઓનો અવાજ ગુંજતો હતો. હવે તો મારો અહમ મારા મસ્તકથી પણ ઉપર ચાલ્યો ગયો હતો જાણે હું હિમાલય સર કરી આવ્યો હોઉ .. આખરે મે આપેલો સુજાવ માન્ય રાખવામાં આવ્યો અને એજ પ્રમાણે ગામમાં કૃષ્ણનું મંદિર બન્યું. આ વિચારે હું પોતાને સર્વસ્વ માનવા લાગ્યો . બીજી તરફ મારા પગ તો એજ ગતિથી ચાલતા હતા. હવે બસ આ જંગલનો છેડો સામે દેખાતો હતો ત્યાથી આગડ પછી ગામની વાડીઓ ચાલુ થાય અને પછી ઘરો. ચાલતા ચાલતા અચાનક હું થંભી ગયો . એક પથ્થર સાથે ઠેસ વાગતા મારા પગ માથી લોહી નિકડવા માંડ્યુ. જંગલનો છેડો આવી ગયો હતો પણ પગમાં લોહી નિકડવાના કારણે હું ત્યાજ એક વૃક્ષ નીચે બેઠો અને એક કપડાના ટુકડાથી લોહી સાફ કરવા લાગ્યો. અચાનક મારી આંખો એ નિકડતા લોહીને ધ્યાનથી જોવા લાગી અને ફરી મનમાં દ્વિધા ઉત્પન થઈ આ લોહી ક્યાથી આવ્યું ? કોણે બનાવ્યું ? હું એ વ્યક્તિ જે એવું માનું કે બધુ જ મારા થકી છે. તો પછી આ લોહી ? એતો બનાવવા હું નથી ગયો ..! હું દરરોજ જમું છું પણ તેનું લાલ લોહી કોણ બનાવે છે ? આવા પ્રશ્નોની વચ્ચે અચાનક હું જે વૃક્ષના નીચે બેઠો હતો તે વૃક્ષનું એક પાંદડું મારી પર પડ્યું અને મારૂ ધ્યાન ઉપર વૃક્ષ તરફ ગયું. મનમાં નવો વિચાર ઉદભવ્યો હું અથવા બીજો કોઈ વ્યક્તિ આવા વૃક્ષોના મૂળને પાણી તો આપીએ છીયે પણ ઉપર છેલ્લા પર્ણ સુધી પહોચાડે કોણ છે ?

કેટલાય પ્રશ્નો સામે હતા તો જવાબ પણ તેની સાથેજ હતા . અત્યારે જે દર્દ પગના લાગેલા ભાગમાં હતું તેનાથી વિશેષ મગજમાં હતું . થોડી વાર પહેલા બધું મારા થકી હતું અને અત્યારે કંઇજ નહીં હું પણ નહીં. હવે રસ્તો ચોખ્ખો દેખાતો હતો. કયો રસ્તો.. ? બંને રસ્તા , ઘરનો અને વિચારોનો. રાત રસ્તામાં.. ! નહીં વિચારોમાં વીતી ગઈ હતી. સવાર પડી ઍટલે ઘરનો રસ્તો પણ સાફ દેખાતો હતો અને મારા અહમને ઓગાડી મારા મનના રસ્તામાં પણ સવાર નો પ્રકાશ ફેલાયો હતો. હું કંઈ નથી કરતો તો પછી કોઈક તો છે ને જે આ બધુ ચલાવે છે કોણ હતું એ..? એ બીજું કોઈ નહીં પણ મારા સુજાવે ગામમાં બનાવેલા મંદિરનો ક્રુષ્ણ.. મારા સુજાવે.. ! આટલું બોલીને હું હસી પડ્યો હું કોણ હતો કે મારૂ બધા માને. તે દિવસે તો મારી બોલવાની છટાથી હું બધા સામે મારા મતને સ્થાપવામાં સફળ થયો. પણ મને આવી વાક્છટા અર્પી કોણે..? બધા પ્રશ્નોનો જવાબ એકજ હતો "કૃષ્ણ" ..

હું ઊભો થયો અને મારી બધી શક્તિ ભેગી કરી ઘર તરફ આગડ વધ્યો. મને ઘરે પહોચેલો જોઈ અને ઘરના બધા સભ્યો ખુશ થયા. શહેરમાથી આવેલી વસ્તુ બધા જોવા લાગ્યા. હું તૈયાર થઈને ગામમાં ટહેલવા નિકડ્યો ત્યાં મને જાણ થઈ કે હવે જન્માષ્ટમીને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે અને ફરી આ મન વિચારોના સમુદ્રમાં ડૂબ્યું પણ આ વખતે તે કંઈ માખણ તારવીને જ બહાર આવવાનું હતું.

જન્માષ્ટમી ... ગામની ઉજવણીની વાત કરું તો બસ જુગાર રમવાની , મટકી ફોડવાની , એક દિવસ માટે કૃષ્ણના મંદિરને સજાવવાનું બસ.. આથી વિશેસ કઈ થતું નહીં . પણ આ જોઈ સાચે કૃષ્ણ ખુશ થતાં હસે ? કઈ રીતે થાય. મારે કઈક વિશેષ કરવું જોઈએ ત્યારેજ હું કૃષ્ણને ખુશ કરી શકું. કૃષ્ણ તો મારી અંદર આવીને વશ્યો છે તો પછી હું આ શરીર દ્વારા ખોટું કામ કઈ રીતે કરી શકું.. આગડ વિચારું એ પહેલા એક મિત્રએ મને ધીમેથી માથા પર લપડાક મારી અને પોતાના હાથમાં રહેલી સિગારેટ મારી સામે લાંબી કરી. આદતને વશ મારો હાથ થોડો આગડ વધ્યો પણ ત્યાજ તેને રોકી અને મે મારા મિત્રને મોઢાના ભાવોથી જ ના પાડી. તે વિચારમાં પડી ગયો. અને મારી સામે આશ્ચર્યથી તાકી રહ્યો. હું એનો હવેનો પ્રશ્ન સમજી ગયો હતો તેથી તે બોલે તે પહેલાજ હું બોલવા લાગ્યો અને મે જંગલમાં આવેલા વિચારો અને સાથે કૃષ્ણને જોડી ને વાત આગડ વધારી વાત એના ગળે ઊતરતી હતી મે કહ્યું , જો આપણી અંદર ભગવાન હોય તો પછી આપણે આમ આ કચરો ( સિગારેટ ) આપણાં શરીરમાં કેમ નાખી શકીએ ? ત્યાર બાદ હું જાણી જોઈને ચૂપ થઈ ગયો મિત્ર પણ મારી વાત સમજ્યો હતો. હવે કઈ બોલવાનું બાકી ન હતું . મે એના હાથ માથી સિગારેટનું પેકેટ લઈ ને નીચે ફેકી દીધું. એને મારી સામે જોયું અને પોતે ઊભા થઈ પેકેટ પર પગ મૂકી મને જોઈતો જવાબ શબ્દો વગર આપી દીધો અમે બંને એકબીજાને ભેટી પડ્યા અને જીવનમાં રહેલી ખોટી આદતોને કાઢી જીવન વિકાસના પંથે આગડ વધવાનો સંકલ્પ લઈ છૂટા પડ્યા અને આમ અમે ખાલી મટકીનું માખણ ન ખાતા જીવનને પણ માખણ જેવુ ચોખ્ખું અને ગુણકારી બનાવવાના પ્રયત્નએ લાગી ગયા અને આમ કૃષ્ણને ગમે તેવી જન્માષ્ટમી ઉજવી .

કણ કણમાં કૃષ્ણ તો છે જ અને તે પિતા બની આખા જગતને સાચવે છે પણ આ જન્માષ્ટમીએ આપણે બધાને એકજ પ્રશ્ન છે કે આપણે તેના બાળક બનવાનો પ્રયત્ન કર્યો ? એવા બાળક જે બાળકને જોઈ પરમ પિતાને ગૌરવ થાય..

- આહિર દિનેશ એસ

dineshkhungla2097@gmail.com