mejar somnath sharma books and stories free download online pdf in Gujarati

મેજર સોમનાથ શર્મા


                   મેજર સોમનાથ શર્મા
        * * * * * * * * * * * * * * * * * * * *  
                  मैं झुक नहीं सकता
              मैं शौर्य का अखंड भाग हूँ 
          जला दे जो दुश्मन की  रूह तक
            मैं वही संस्क्रीति का वाऱस हूँ !      

            
           ભારતની સંસ્કૃતિ હમેશાં બધાને આવકારે છે. ભલે તે કોઈ પણ ધર્મ કે  સંપ્રદાયનો હોય. પણ જ્યારે દેશના સ્વાભિમાનની વાત આવે ત્યારે  કેટલાય વીર જવાનો પોતાના પ્રાણની આહુતિ આપવા માટે તૈયાર હોય છે. આવા કેટલાય વીરોના જીવન વિશે આપણે પણ નથી જાણતા એ આપણું દુર્ભાગ્ય છે.. તો ચાલો ભારતમાંના એક લાડકા પુત્રને પ્રણામ કરવાનો આજે પ્રયત્ન કરીએ...
             ભારતની આઝાદીનો શંખ ફુકાઈ ચૂક્યો હતો. બધી બાજુ હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ હતું. જાણે બધા ઘરોમાં દિવાળીનો ઉત્સવ હોય એમ લોકો આનંદમાં મગ્ન હતા. એજ સમયગાળામાં નાપાક હરકતોનું કેન્દ્ર સ્થાન એટલે કે પાકિસ્તાન આ ખુશીને ગમમાં ફેરવવા તૈયાર હતું અને સાચે એવુ જ બન્યું પાકિસ્તાનથી હિન્દુસ્તાનીઓની  અસંખ્ય લાશો ભારતમાં આવવા લાગી. લોહીથી લથબથ હાલતમાં પડેલા મૃતદેહ જોતા ચારે તરફ માતમના વાદળોના મંડાણ થયા હતા. પણ આટલાથી જો પાકિસ્તાન સંતોષ માને તો એ પાકિસ્તાન થોડું કેવાય કંઈ..! થોડા જ સમયમાં પાકિસ્તાન એક નવું કાવતરું રચે છે. આજે પણ જે કાશ્મીરને પોતાનું  સમજીને બેઠું છે એવું પાકિસ્તાન તે સમયે પણ  શસ્ત્રોધારી ઘુસણખોરોને કાશ્મીરમાં મોકલે છે અને પછી તો શરૂ થયું કાશ્મીરમાં લોહિયાળ તાંડવ. આગળ વધતા વધતા શ્રીનગર સુધી ઘુસણખોરો પહોંચી આવ્યા. આ વાતની જાણ સરદાર પટેલને થઈ એટલે એમણે પરિસ્થિતિ જાણી અને ત્યાંના રજવાડાંઓને જોડાણનો પ્રસ્તાવ મૂક્યો. અને જ્યારે આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો એટલે સૌ પ્રથમ ભારતીય સૈન્યની એક ટુકડીને આ ઘૂસણખોરોને ઉપર પહોંચાડવા માટે મોકલવામાં આવી.
          ભારતના વીર જવાનો તો દુશ્મનોનો સામનો કરવા તૈયાર જ હતા અને એમને હવે આદેશ પણ મળ્યો હતો. કાશ્મીરનો ઘણો એવો ભાગ ઘુસણખોરોએ પચાવી પાડ્યો હતો અને હવે ખતરામાં હતું શ્રીનગરનું હવાઈમથક. એજ સમયે કુમાઉ રેજીમેન્ટનો વીર પુત્ર મેજર સોમનાથ શર્મા શ્રીનગરની વારે આવ્યો. દુશ્મનો શ્રીનગર હવાઈમથકથી થોડાજ દૂર હતા. ત્યારે સામે મેજર સોમનાથ શર્મા અને એમના સાથીઓ દુશ્મનો માટે ઢાલ બનીને ઊભા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે મેજર સોમનાથ શર્માની ટુકડીમાં માત્ર 22  ( બાવીસ ) સૈનિકો હતા જ્યારે દુશ્મનોની સંખ્યા 700 ( સાતસો ) હતી પરંતુ એક એક વીર સો દુશ્મનો પર ભારી પડે એવો એમનો જુસ્સો હતો. ઘુસણખોરોને અંદાજો આવી ગયો એટલે એમને તરત તોપ ગોળાનો વરસાદ શરૂ કર્યો. મધ્યાહનનો સમય હતો સૂર્ય આગ વરસાવતો હતો સાથે દુશ્મનો પણ. પરંતુ સામે ઉભેલા 22 ભારતમાંના લાલ આ બધું સહન કરવા તૈયાર હતા. 
             બન્ને તરફથી સામે સામે ગોળીઓનો વરસાદ થવા લાગ્યો પરંતુ આ 22 સૈનિકો પોતાની પાસે કેટલા હથિયાર રાખી શકે ! એટલે ધીરે ધીરે હથિયાર ખૂટતા હતા. સામે 700 જેટલા દુશ્મનો આગળ વધી રહ્યા હતા. જો દુશ્મનો શ્રીનગર હવાઈ મથકને કબ્જે કરી લે તો સમજો કાશ્મીર પાકિસ્તાનનું. શ્રીનગર હવાઈમથક ભારતના નાક સમાન હતું અને બધાએ મેજર સોમનાથ શર્મા પર વિશ્વાસ મૂક્યો હતો. દુશ્મનો અને શ્રીનગર હવાઈમથક વચ્ચે એકજ દીવાલ હતી અને એ એટલે મેજર સોમનાથ શર્મા અને એમની ટીમ. 
        શસ્ત્રો ખૂટવા લાગ્યા હતા. ધારે તો એક બોમ્બ ધડાકાથી બધા દુશ્મનોનો સફાયો થઈ જાય પણ દુશ્મનો જે જગ્યા ઉપર હતા ત્યાં આજુ - બાજુ લોકોના ઘર હતા એટલે એમને બચાવવાની જવાબદારી પણ મેજર ઉપર હતી એટલે બોમ્બનો પ્રયોગ પણ થઈ શકે એમ ન હતો. 
         મેજર સોમનાથ શર્માના એક હાથમાં ઈજા થઈ હતી આમ છતાં તે આ મિશન પર આવ્યા હતા એ એમનો દેશ પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ બતાવે છે ઇજા હોવા છતાં તેઓ અવીરત ગોળીઓ ચલાવી રહ્યા હતા. એમણે હવે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એક વાત નક્કી થઈ હતી કે અહીંથી જીવતા તો નથીજ નીકળવાના. હવે માં ભારતીના ખોળે બેસવાનો સમય આવી ગયો હતો. અને તે હસ્તેમુખે સ્વિકારવા વીરો તૈયાર હતા. આ વિચાર ભારતના સૈનિકો જ કરી શકે
       મેજર સોમનાથ શર્મા છેલ્લો સંદેશ લખે છે  -  ઘૂસણખોરો અમારાથી થોડાજ દુર છે અમે ચારો તરફથી ઘેરાઈ ગયા છીએ પરંતુ ચિંતા ન કરજો અમે પીછેહટ કરવાના નથી. હું મારી બંદુકમાં છેલ્લી ગોળી હસે ત્યાં સુધી લડતો રહીશ... જય હિન્દ ... જય ભારત ...
       બસ આ સંદેશો મોકલીને મેજર સોમનાથ ઘાયલ સિંહની માફક દુશ્મનો પર ત્રાટક્યા અને કેટલાય દુશ્મનોને માત આપી . એક ક્ષણ તો એવી આવી કે દુશ્મનો પીછે હટ કરવાનો વિચાર કરવા લાગ્યા. એમને લાગ્યું જાણે આ એક સિપાહીએ આપણને ઘેરી લીધા છે મેજરના હાથમાં તોપ હતી એ આગળ વધતા ગયા અને દુશ્મનો કઈ વિચારે એ પહેલા એક ધડાકો થયો કેટલાય ઘૂસણખોરોને ઉપર પહોંચાડ્યા બાદ મેજર સોમનાથ શર્માની સિંહ ગર્જના શાંત થઈ.
     ચારો તરફ નીરવ શાંતિ હતી. બધું શાંત થઈ ચૂક્યું હતું. 22 નર બંકાઓના દિવ્ય શરીર જાણે જીવીત વ્યક્તિ કરતાં પણ વધારે પ્રભાવિત લાગતા હતા. સામે  દુશ્મનોની લાશો પડી હતી. શ્રીનગર પર જરા સરખી પણ આંચ આવી ન હતી. 
         આજુ બાજુ રહેતા ગામ લોકો પણ કહેતા હતા કે થોડો સમય ગોળીઓ નો આવાજ સંભળાયો ત્યાર બાદ કોઈ સિંહ ગર્જના કરતો હોય એ માફક ભારતમાંની જય સંભળાઈ રહી હતી અને એક ધડાકાની સાથે બધું શાંત થઈ ગયું. થોડી વાર પછી જોયું તો શ્રીનગર હવાઈમથક પર હજી પહેલાની માફક તિરંગો લહેરાતો હતો.
           આજે આપણા સૈનિકો જે કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે એ કાશ્મીર તે  દિવસે જો મેજર સોમનાથ શર્મા ન હોત તો પાકિસ્તાનના હાથમાં ચાલ્યું ગયું હોત. હજી યુવાનીમાં પગ મૂકતા મેજર સોમનાથ શર્મા વીરગતિ ને પ્રાપ્ત થયા અને એમના નેતૃત્વમાં બીજા 21 વીર જવાનોએ પણ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી. મેજર સોમનાથ શર્માને પરમવીરચક્રથી સન્માનવામાં આવ્યા જે પ્રથમ પરમવીરચક્ર મેળવનાર હતા. એમના દીકરાને તે સન્માન સોંપવામાં આવ્યું હતું ત્યારે એની આંખમાં આસુ ન હતા પણ પિતાના સાહસથી એની છાતી ગદગદ ફુલી રહી હતી. આવું પ્રખર પુરુષાર્થ હતું મેજર સોમનાથ શર્માનું .
              આજે પણ આવા વિરને યાદ કરીએ ત્યારે આપણી આંખમાં પાણી આવે છે અને આપણું લોહી ઉકળી ઉઠે છે. આજે પણ સરહદ પર મેજર સોમનાથ શર્માના એ શબ્દ ગુંજી રહ્યા છે 
- ટીલ ધી લાસ્ટ બુલેટ એન્ડ લાસ્ટ સોલ્જર
  
* * * * * * * * * * * * * * * * * * * * * *              
( આપનો પ્રતિભાવ મને આવાજ કેટલાય વિરોની શોર્યગાથા આપ સમક્ષ મુકવાની પ્રેરણા આપે છે... તો આપનો પ્રતિભાવ જરૂર આપજો  wh.9638887475  )


         જય હિન્દ...  જય ભારત...
* * * * * * * * * * * * * * * * * * * * * *

            # કૃષ્ણ ક્યાં નથી ? ( લેખ )
            # ભાગ્યની ભીતર ( નોવેલ )
    આ પુસ્તકો પણ આપને ગમશે તો જરૂર વાંચજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED