Kavina Kamano books and stories free download online pdf in Gujarati

કવિના કામણો

 "પ્રકૃતિને નિહાળવાની ક્ષમતા નથી મુજમાં
હે પ્રકૃતીને માણનારા તને અક્ષરોમાં કેમ આરખું"

               વિશ્વના સર્જનહારે જે આ શ્રુષ્ટી પર સર્જન કર્યુ. ઍવા કલાકારો નીર્માણ કર્યા કે જે કલાકારો આજે ખુદ સર્જનહારને પણ સર્જી શકે છે. કોઈ ચીત્ર દ્વારા, કોઈ ગાયન દ્વારા. તો કોઈ કલ્પના દ્વારા અથવા કાવ્ય દ્વારા. આ કલાકારોનું જીવન બધાથી અલગ હોય છે કોઈ તેમની કલ્પના જોઈ પાગલ કહે છે જ્યારે કોઈ ધુની કહે છે પરંતુ સમય પસાર થતા ચારે તરફ તેની જ વાત હોય છે.
                 હું નાનપણથી ઍક પંક્તિ સાંભળતો આવ્યો છું 
          ' જ્યાં ન પહોચે રવી, ત્યાં પહોચે કવિ '

         સાચે જ વિચારીયે તો આટલી બધી મોટી વાત કવિ માટે સાર્થક હોય તો કોણ કવિ બનવા ન ઈચ્છે ? પરંતુ મારા મત મુજબ કવિ ક્યારેય બનાતું નથી તે જન્મથી હોય છે

             એક મધ્યમ વર્ગના પરિવારમાં એક બાળક નો જન્મ થયો. બાળક મોટું થવા લાગ્યું ધીરે ધીરે તે ચાલતું થયું અને વસ્તુઓ થી જાણકાર થયું . ત્યારે ઘરના વડીલ ઘર માંથી અવનવી વસ્તુઓ ભેગી કરી ( કલમ, ચાકુ, પુસ્તક,બેટ, વગેરે...) બધી વસ્તુને ગોળાકારમાં ગોઠવી પછી વચ્ચે બાળક ને બેસાડે છે. બાળકે સૌથી પહેલા ચાકુ ઉપાડ્યો. ત્યારે વડીલે ઘરના બધા લોકોને કહ્યું આ બાળકમાં સંસ્કારોનું સિંચન કરો આ મોટો થઇ ને દેશ માટે લડસે પરંતુ જો અત્યારે સંસ્કાર આપવામાં નહીં આવે તો તે માનવ્ય માટે નુકસાનકારક પણ નીવડી શકે.
       આમ આપણે એટલું સ્પસ્ટ સમજ્યા કે નાનપણથી જે વસ્તુ તરફ બાળક આકર્ષાય તે માર્ગે જવાની સંભાવના વધી જાય છે

       મને જો કોઈ પુછે કે કવિની સાચી વ્યાખ્યા શું? તો જે મનુષ્ય નાનપણથી જ ભાવુક હોય..,તેના જીવનમાં ભાવ હોય અને આગળ વધતા તેમાં જ્ઞાન ઉમેરાય. આ ભાવ અને જ્ઞાન દ્વારા જે પુષ્પ પ્રગટ થાય તે ઍટલે કાવ્ય અને આ કાવ્ય પાછળ છુપાયેલો પ્રકાશ ઍટલે કવિ આથી ઍવું કહિ શકાય કે  કવિ બનતા નથી તેઑ જન્મથી હોય છે

   કોઈ પણ પુષ્પ હોય તેની સુગંધ અને સુંદરતા બધા ના આકર્ષણનું સ્થાન બને છે. તેને જોઈને ધ્યાન છોડ પર નથી જતું બધા પુષ્પ ના મોહમાં ખોવાઈ જાય છે. કવિ નું જીવન પણ આ છોડ જેવું જ  છે તે કાવ્ય રૂપી ફૂલ ને ખીલવવા માટે છોડ નું કાર્ય કરે છે અને જ્યારે ફૂલ ખીલી ઊઠે ત્યારે તે લોકો ને ધરી દે છે અને નવા પુષ્પને ખીલવવા લાગી જાય છે.આં કાવ્ય રૂપી ફૂલ ખીલવવાની પ્રક્રિયા કવિરૂપી છોડ જીવે ત્યાં સુધી નિરંતર ચાલે છે. અને કેટલાય લોકોના જીવનને મહેકાવે છે એ પણ નિસ્વાર્થપણે. 

      કવિના હ્રદયમાં હરદમ અવનવા ભાવો ઉદભવતા હોય છે ઍક દિવસ હિમાલયની ભવ્યતા નિહાળતા હોય ત્યારે હિમાલય જેવા શીખરો સામે સૃષ્ટી તુચ્છ લાગતી હોય જ્યારે બીજે દિવસે સૃષ્ટી વિશે વિચારે ત્યારે હિમાલય ઍક કણ સમાન લાગે.

       કવિતાઑ કોઈ પણ કહે ત્યારે ન લખાય ઍ તો અચાનકજ ભાવનાના બુંદની જેમ છલકાય છે અને ભવસાગરમાં ભળી જાય છે...! હા આવુજ બને છે. અત્યારે અચાનક થોડા સમય પહેલા લખેલા  ઍક કાવ્ય ની પંક્તિ યાદ આવે છે
    
"  ભાવનાઑ નું આ બુંદ
     ભવસાગરમાં ભળી ગયું
     કવિઍ કર્યુ કામણ ઍવુ   
સૃષ્ટીને સર્જનહાર સરીખુ મળી ગયું "

    જેવી રીતે ઍક નાના આલેખમાં જોઈ ગણિતના ઘણા બધા આંકડાઑ અથવા માહિતીની સ્પષ્ટ ખબર પડે તેવી રીતે કાવ્ય દ્વારા ઑછુ કહેતા જે ક્ષેત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તે વિષયવસ્તુની વધુ ખબર પડે છે કવિ ક્યારે પોતાની મહાનતા માટે કાવ્યની રચના નથી કરતો તે હંમેસા કાવ્યમાં દર્શાવાયેલી વસ્તુની મહાનતા બતાવવા ઈચ્છે છે. કવિ દ્વારા કાવ્ય નહિ પણ કાવ્ય દ્વારા કવિની ઓળખ થાય છે

        કવિનું કાર્ય ઉત્તમ છે દરેક સવાર તેના માટે કંઇક નવું લાવે છે અને કવિ દરરોજ બધાને કંઇક નવું આપે છે. શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસની રીમઝીમ બુંદોનું વર્ણન કરે છે તેમ ઉનાળાના તેજ ધોમ તાપ નું પણ વર્ણન કરે. કવિને આખી સૃષ્ટિ માંથી ભાવનું રસપાન થાય છે અને આવા ભાવમય કાવ્યો રચતા કવિને નાની કીડી પણ ઘણું કહી જાય છે. 

           " તારી હોળીનો તુજ ખલાસી
          સામી પાડે પહોંચે અવનવા પ્રવાસી"
          
            સાચા કવિ તો તેનેજ કહી શકાય જે ફક્ત કલ્પના ન કરે પરંતુ કલ્પના કર્યા બાદ તેને કાર્યમાં ફેરવે અને તે કલ્પના મુજબ જીવી કાવ્ય રચે. કલ્પના શક્તિથી સમુદ્રમાં સેતુ બની જાય પરંતુ કલ્પના કાર્યમાં ખપે ત્યારેજ તે સેતુ પર ચાલી શકાય"

     કેટલાય કવિઓએ આપણો સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો ટકાવી રાખ્યો છે. કેટલાય એવા ચરિત્રો છે જેમને કાવ્ય દ્વારા સમાજમાં મૂકવામાં આવ્યા છે જેનાથી એના જીવનથી લોકો પ્રભાવી થાય અને એવું જીવન જીવવાના સંકલ્પ સાથે પોતાનું જીવન જીવે આવાતો કેટલાય એવા ઉત્તમ કાવ્યો આપણને મળી રહે છે જેમાં કવિઓ એ પોતાના પ્રાણ પૂર્યા હોય.

     કવિ પોતાનું સર્વસ્વ પોતાની કલા માટે કે સમાજ ને કંઇક આપવા માટે સમર્પિત કરી દે છે આમ છતાં પણ ક્યારેક એની નોંધ નથી લેવાતી. આજે આપણે જોઈએ છીએ કે કોઈ સારા ગાયક ઉપર પૈસાનો વરસાદ થાય છે અને તેને સન્માન મળે છે તેની પાસે કલા છે એટલે તેને એ મળવું જોઇએ પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે જે ગાયક ગીત ગાય છે તે લખ્યું કોણે? આપણું તેના તરફ ધ્યાન જ નથી જતું ખરા અર્થમાં તો સારા ગીત દ્વારાજ ગાયક નો પ્રભાવ વધે છે..પણ આજે ફક્ત ગાયકને જ મહત્વ મળે છે..અને કવિ નું જીવન પડદા પાછળ રહી જાય છે.

         એક મક્કમ અને મહેકતું જીવન જીવી અને કવિ ચાલ્યા જાય છે પરંતુ પાછળના લોકોને  ચાલવા માટે પોતાના કાવ્ય દ્વારા  રસ્તો કંડારતા જાય છે.  કવિની ઓળખ તેના કર્તુત્વ પરથી થાય છે પથ્થરમાં પણ પ્રભુ જોનાર જ કવિ. કવિ ને બધે કાવ્યજ દેખાય.કવિ માટે ક્યાં ક્યાં કાવ્ય છે..? જીજાબાઇ ના હાલરડાંમાં કાવ્ય છે, લક્ષ્મીબાઈ ના સ્વાભિમાન માં કાવ્ય છે , ગાંધીજીના સત્ય અને અહિંસા માં કાવ્ય છે , ભગતસિંહ ની નીડરત માં કાવ્ય છે, શિવજીની તલવારમાં કાવ્ય છે, અર્જુનના ગાંડીવ મા કાવ્ય છે તેથી ઉપરવાળા કલાકારે રચેલી આં સૃષ્ટીજ એક કાવ્ય છે

         " હતો ખાલીખમ આ દેહ
           અક્ષરોમાં તે આરખ્યો
          મડદુ મટી માણસ બન્યો
         માનવતાની ઓળખ પામ્યો
          તારી કૃતિ નિહાળી
          બધાને નાચવાનું મન થયું
          રચ્યું તે આ કાવ્ય એવું
      ખુદાને પણ આવવાનું મન થયું"
        
      કવિનું કાર્ય ભાવ ઉત્પન્ન કરવાનું હોય છે જે ચંદ્ર રૂપી ગોળો છે તેના ઉપર કવિ બાળગીત લખે એટલે એજ ગોળો બાળકો ના ચાંદામામા બની જાય

  "નામ નહી પણ કામ જેનુ મહાન છે
વિચાર જેના હવાથી પણ તેજ છે
પ્રકૃતિ જ જેનો ઍક માત્ર શ્વાસ છે
દ્રષ્ટી જેની પથ્થરમાં પણ પ્રાણ શોધનારી છે
કલમ જેના હાથનો તાજ છે
આવા કવિ ઍક વિજળીનો ચમકાર છે"

      કવિની આ અનોખી દુનિયામાં જ્યાં અવનવા ભાવોના રંગો નદીની લહેરોની જેમ ઉછળી રહ્યા છે એમાં નાવ લઈ ને કવિ આ ભાવના રંગોને પકડી રહ્યા છે આમાંથી એક પણ રંગ પકડાઈ જાય ત્યારે એક બેફામ જન્મે અને કહે....

       " તોય બેફામ કેટલું થાકી જવાયું નહીતો
        જિંદગીનો રસ્તો હતો ઘરથી કબર સુધી"

                       — આહિર દિનેશ .એસ
                            પધ્ધર, ભુજ- કચ્છ
                            9638887475
      

બીજા રસપ્રદ વિકલ્પો