Kaik khute chhe - 5 books and stories free download online pdf in Gujarati

કઈક ખૂટે છે!!! - (૦૫ ) કૃષ્ણાવતાર

(૦૫)

કૃષ્ણાવતાર

“ યદા યદા હી ધર્મસ્ય .......

..............

...........સંભવામિ યુગે યુગે.”

શ્લોક નો અનુવાદ કરવાની સાથે દેવશંકર તેનો અર્થ સમઝાવતા. બધાં બાળકો તો કઈ ના બોલ્યાં. પણ જીજ્ઞેશ – તેમનો પોતાનો દસ વર્ષ નો પુત્ર બોલી ઉઠ્યો,”પપ્પા, કેમ ભગવાને વારંવાર – દરેક યુગ માં આવવું પડે? એકવાર માં બધા રાક્ષસો કે પાપી લોકો નો સફાયો ન થઇ જાય? મોટા છોકરા મૂછ માં હસ્યા ને એકેતો કહ્યું ય ખરું,”અલ્યા ભગવાન નો માનવ અવતાર પૂરો થાય પછી જન્મેલા પાપીઓ નો સફાયો કરવા કોણ આવે? પાપ વધી જાય ત્યારે લોકોના ઉદ્ધાર માટે ભગવાન અવતાર લેશે એમ આ શ્લોક માં વચન છે.”

દેવશંકરે હસતાં હસતાં દીકરા ને શ્લોક નો અર્થ વિસ્તાર કરી સમજાવ્યો. સાથે સાથે સત્ય-ત્રેતા-ધ્વાપર યુગ વિષે જણાવ્યું.શ્રી કૃષ્ણ ના મૃત્યુ બાદ કળિયુગ નો પ્રારંભ થયો એમ સમજાવ્યું. અંધકાર હોય ત્યાં એક દિપક પ્રગટાવો પછી સનાતન તેજ ન પ્રગટે દિપક બુઝાય ને અંધારું ફેલાય ...

જીજ્ઞેશ નાનપણથી જ જ્ઞાનસભર વાતાવરણ માં ઊછર્યો. તેના પિતા દેવશંકર હાઇસ્કૂલ માં ક્લાર્ક હતા.પણ ખુબ અભ્યાસુ જીવ. સારું ગાઈ શકતા અને હાર્મોનિયમ વગાડી શકતા દેવશંકર સારાં પુસ્તકો વસાવી લેતા. ઘર માં નાનકડી લાઈબ્રેરી બની ગયેલી. છંદ અને અલંકાર માં તેમની પકડ ખુબ સરસ અને એટલે વ્યવસાયે ક્લાર્ક હોવા છતાં તે એક આદર્શ શિક્ષક ની જેમ આસ-પાસ ના છોકરાઓને વાત-વાત માં કઈ ને કઈ શીખવતા રહેતા. સંસ્કૃત નું જ્ઞાન અને તે જેનું માધ્યમ છે તે ધાર્મિક વાતો કહેતી વખતે દેવશંકર ફળિયા ના છોકરાં ને મંત્ર મુગ્ધ કરી દેતા. શુદ્ધ ઉચ્ચારણ વાળા સંસ્કૃત શ્લોક બોલતાં અને મહાભારત-રામાયણ ની વાતો બોધ પાઠ સાથે સમજાવી શકતાં પોતાનાં સંતાનો ને જોઈ ફળિયા ના સહુ દેવશંકર પાઠક ને મનોમન આદર આપતા. આવા આદર્શ મહામાનવ ના પોતાના દીકરા ની પ્રગતિ માં તો શું કહેવાપણું હોય? ઘણીવાર પિતા સાથે તેમની શાળાએ જતો જીજ્ઞેશ લાઈબ્રેરી માં બેસી પુસ્તકો વાંચ્યા કરતો કે કોઈ વાર ભૂગોળ ખંડ માં નકશા જોયા કરતો. પ્રાથમિક શાળા માં રજા હોય અને હાઇસ્કૂલ ચાલુ હોય ત્યારે જીજ્ઞેશ અવશ્ય હાઇસ્કૂલ ની લાઈબ્રેરી માં જોવા મળે.

એક દિવસ કોઈ નકશો જોતાં-જોતાં જીજ્ઞેશે એક કાગળ માં કઈ લખી ને એ નકશા માં જ મુક્યું.લખાણ નીચે તેનું નામ – હજી હમણાં શીખેલા હસ્તાક્ષર પણ કર્યા. પછી નોટ-બૂક માં ઉતારી લેવા વિચારેલું. પણ પછી જીજ્ઞેશ એ વાત ભૂલી ગયો અને એ કાગળ નકશા સાથે ગોળ વળી તેના કવર માં બંધ થઇ ભીત પર લટકી ગયો. ઘટના સાવ મામુલી બની રહેત, પણ અહી એ સામાન્ય ઘટના નટખટ કનૈયા ને પુરષોત્તમ શ્રી કૃષ્ણ બનાવનાર હતી.

વર્ષો વીત્યાં..... જીજ્ઞેશ ગ્રેજ્યુએટ થઇ નજીક ના ગામ માં શિક્ષક ની નોકરી કરતો હતો. સાથે એમ.એ.નો અભ્યાસ પણ ચાલુ હતો અને ... દેવશંકર નિવૃત્ત થતા પહેલાં ગુજરી ગયા. બત્રીસ વર્ષ ની ઉમરે પરિવાર ની સંપૂર્ણ જવાબદારી જીજ્ઞેશ ના માથે આવી. આર્થિક જવાબદારી તો જીજ્ઞેશ પર એ વીસ વર્ષ નો થયો ત્યારેજ આવી પડેલી. દેવશંકર માંદગી ને લીધે અશક્ત થઇ ગયેલા અને માંદગી લંબાતાં માનસિક રીતે અસ્વસ્થ થઇ ગયેલા અને છેલ્લે નોકરી માં થી રાજીનામું લખી લીધેલું. પણ હવે માથેથી પિતા ની છાયા પણ જીજ્ઞેશ ગુમાવી બેઠો.

પિતા ના કારજ નો વધારાનો ખર્ચ જીજ્ઞેશે દેવું કરી પતાવ્યો. સાથે એમ.એ. ફાઈનલ પરીક્ષા પતાવી.અને સારું પરિણામ મળતાં ગામ ની જ હાઇસ્કૂલ માં અરજી કરી. જવા-આવવા નો ખર્ચ બચે ને સમય પણ. એવી ગણતરી સાથે અરજી કરેલી. આ એજ શાળા હતી જ્યાં જીજ્ઞેશ બાળપણથી જતો હતો અને જ્યાં ની લાઈબ્રેરીમાંથી તે ઘણું વાંચી ચુક્યો હતો. કેળવણી મંડળ માટે નિર્ણય કરવો સહેલો હતો.દેવશંકર પાઠક ની છાપ પુરતી હતી અને જીજ્ઞેશ ને પણ તેઓ બધા સારી રીતે ઓળખતા હતા. જીજ્ઞેશ ને ગામની શાળા માં નોકરી મળી ગઈ. અંગ્રેજી અને સમાજવિદ્યા ભણાવતો જીજ્ઞેશ વિદ્યાર્થીઓ નો પ્રિય શિક્ષક બની ગયો.

ભૂગોળ ખંડ બરાબર સચવાયો નહતો એવું જીજ્ઞેશ ને લાગ્યું કદાચ અગાઉ ના શિક્ષકે ખાસ રસ લીધો નહી હોય. અને એટલે એણે પોતે રસ લઇ જરુરી સુધારા કરવાનું મનોમન વિચાર્યું. એકાદ મહિના પછી ની વાત.....જીજ્ઞેશ ભૂગોળ વર્ગ માં નકશા જોઈ-ચકાસી જુના નકશા કાઢી નાંખી નવા ખરીદવા માંગતો હતો. અને એટલે નવરાશ ના સમયે બધા નકશા ખોલી-ખોલી ચકાસતો હતો......

.......ત્યાંજ એક નકશા માં થી એક જુનો કાગળ નીકળ્યો. જીજ્ઞેશ ને પોતાના નાનપણ ના અક્ષર એક ક્ષણમાં જ ઓળખાઈ ગયા. અને સહેજ શંકા થાય તો એના હસ્તાક્ષર પણ નીચે હતા......જીજ્ઞેશ થીજી ગયો. બાવીસ વર્ષ ના સમય ગાળા માં શું કોઈએ એ નકશો ખોલ્યો જ નહતો? શિક્ષકો તો ત્રણ બદલાઈ ગયેલા. શું બધા એટલા નિરસ હશે? તો અહી સમાજવિદ્યા કેવી રીતે ભણાવતું હશે? જીજ્ઞેશ થોડો હતાશ પણ થયો. પણ તેણે એક મક્કમ નિર્ધાર કર્યો છોકરાઓ ને સમાજવિદ્યા સરસ રીતે શીખતા કરવાનો....અલબત્ત તેમાં તેનો પોતાનો એક મહેનતુ નિષ્ઠાવાન શિક્ષક બની રહેવાનો નિર્ધાર આવી જતો હતો. તેણે અન્ય શિક્ષકોને પણ વિષય માં રસ લેતા કર્યા. તેનાથી જુનિયર ગણાતાં શિક્ષિકા બહેનો નિઃસંકોચ વિષય ને લગતી બાબતો પુછી-સમજી લેતાં. કૃષ્ણ જોડે રહી અર્જુન જો અન્ય પાંડુપુત્રો કરતાં ચડિયાતો થયો હોય તો ગીતાઉપદેશ ને ખાસ તો કર્મ યોગ ને સાચી રીતે જીવન માં ઉતારનાર જીજ્ઞેશ સાથે એક સ્ટાફરૂમ માં બેસનાર શિક્ષક ને પણ એ વાત લાગુ પડતી.પ્રવાસ દરમ્યાન જીજ્ઞેશ જે-તે સ્થળ ની ભૌગોલિક અને ઐતિહાસિક બાબતો આવરી લઇ વિદ્યાર્થીઓને સમજાવતો. તેના ભણાવેલ છોકરાઓ ભવિષ્ય માં ગમે તે લાઈન માં આગળ વધે તોય સામાન્ય ભાષા – ખાસ તો અંગ્રેજી અને ઈતિહાસ-ભૂગોળ ભૂલ્યા ના હોય એ રીતે તેમનામાં એ વિષયો ઉતરી જતા.ક્યારેય વિદ્યાર્થીઓને સજા કરવાની જેને જરૂર ન પડતી તેવા શિક્ષક જીજ્ઞેશ પાઠક ના પિરીયડ માં સ્વયં શિસ્ત રહેતી. સારા શિક્ષક ની સારી પ્રણાલી ની ગાથા કેટલી લાંબી ખેચવી?

છવ્વીસ વર્ષ સતત એ જ શાળા માં ભણાવતા રહેલા જીજ્ઞેશભાઈ સાહેબ – જે.ડી.પાઠક જયારે નિવૃત્ત થયા ત્યારે ઘણા છોકરા ઉદાસ થઇ ગયેલા. શાળા માં અને ખાસ તો ભૂગોળ ખંડ માં જે.ડી.પાઠક સાહેબ ની વસાવેલી વસ્તુઓ-પુસ્તકો ઘણું બધું એમની યાદ સમાન હતું. આચાર્ય લાઈબ્રેરી માં પુસ્તકો ખરીદવા જાય ત્યારે જીજ્ઞેશ પાઠક સાથે હોયજ. ખાસ તો એમણે શાળા ના મેદાન પર કડિયા જોડે બનાવડાવેલ ભારત અને એશિયા ના ભ્રુપૃષ્ટ નકશા. વિદ્યાર્થીઓ ઉચ્ચ પ્રદેશ,મેદાન,મુખ ત્રિકોણ પ્રદેશ બધી સંકલ્પનાઓ સાચા અર્થ માં સમજે-શીખે એટલે પાઠક સાહેબે આ નવતર પ્રયોગ કરેલો.આવા તો કેટલાય સફળ પ્રયોગો તેમણે કરેલા. મેદાન પર ઉભા રહી નકશો જોતાં જ ઉચ્ચ પ્રદેશ ને મેદાન વચ્ચે નો ભેદ છોકરાઓ સમજી જાય. અલબત્ત નિરક્ષર કડિયા જોડે કામ લેવા માં પાઠક સાહેબ ને ખુબ મહેનત કરવી પડેલી. પણ એ મહેનત ઉગી નીકળી. મોટા ભાગ ના વિદ્યાર્થીઓ ભૂગોળ-સમાજવિદ્યા માં પ્રવીણ થઇ જતા. નકશો વાંચી-અર્થ-ઘટન કરી શકતા. અને ઈતિહાસ તો વાર્તા ની જેમ તેમને સદાય માટે યાદ રહી જતો.

પાઠક સાહેબ નિવૃત્ત થયા. અને થોડા વર્ષો માં નિવૃત્ત થયા તેમની સાથે રહી ઘડાયેલા મોટાભાગ ના શિક્ષકો.ધીમે ધીમે ભૂગોળ ખંડ માં ભીતે લટકતા નકશા પર ધૂળ ચઢવા લાગી. કડિયા એ સિમેન્ટ-રેતી થી ચણી બનાવેલ આજ ની ભાષા માં કહીએ તો થ્રી-ડી મેપ પર ચોમાસા માં ઘાસ ઉગતું. પાઠક સાહેબ ની નિવૃત્તિ પછી દસ-બાર વર્ષે આઠમાં ધોરણ માં દાખલ થનાર વિદ્યાર્થીઓ ને તો મેદાન પર નું આ ખરબચડું લાગતું ચણતર ભૂપૃષ્ઠ નકશા હોઈ શકે એવો કોઈ ખ્યાલ જ નહી. નવા વિદ્યાર્થીઓ તો તેને ઓટલો જ કહેતાં અને ફ્રી પિરીયડ માં એ ‘ઓટલા’ પર ચઢી બેસતા. અગાઉ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી એ ઈતિહાસ ના તાસ સમયે છોકરાઓ મેદાન પર વોલીબોલ રમતા. અને .... એક સારા ચોઘડિયા માં કોઈએ ડોનેશન આપતાં શાળા ના આખા મકાન નું રિનોવેશન થતું હતું ત્યારે કોઈએ આ ઓટલા હવે (પાઠક સાહેબ ની નિવૃત્તિ પછી) નકામાં વચ્ચે નડે છે કહી તોડી પાડવા જણાવ્યું. અને ... પેલા ‘ઓટલા’ તોડી કાઢવામાં આવ્યા. તૈયાર ‘થ્રી ડી’મેપ થી કઈ ઘણા ચડિયાતા ભ્રુપૃષ્ટ નકશા – ભૂગોળ અને ખુદ જીજ્ઞેશ પાઠક – નિષ્ઠા સહ ‘ઈતિહાસ’ બની ગયા. કદાચ નવા આચાર્ય અને શિક્ષકો ને તેની ઉપયોગીતાનો ખ્યાલ જ નહી હોય. રસ્તા કે નહેર માટે નાની દેરી કે દરગાહ તોડવી પડે તો હોબાળો કરનારી પ્રજા જ્યાં વસેછે ત્યાં જાણી ને પણ અજાણ બની રહેલા જુના શિક્ષકો કડિયા સાથે મથીને નકશા તૈયાર કરાવનાર જીજ્ઞેશ પાઠક ની મહેનત ને ભુલી ગયા. એમને એમ હશે કે હવે પાઠક તો નથી તો આનો ઉપયોગ કોણ કરશે? કે પછી પોતે બોલે ને વિદ્યાર્થીઓને સમજાવવાની જવાબદારી આવી પડવાની બીક હોય...હરિ જાણે

એક દિપક બુઝાયો ....હવે અંધકાર ..............કૃષ્ણ મરણ પછી આમેય કળિયુગ નો જ પ્રારંભ થાય. પણ પેલા સંભવામિ યુગે યુગે નું શું? આવા અંધકાર ને ડામવા ‘કલ્કી’ કેટલા જોઈએ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED