મુલ્ક મુવી રિવ્યુ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુલ્ક મુવી રિવ્યુ

ફિલ્મ રિવ્યુ : મુલ્ક

આજે આપણે વાત કરીશું 3જી ઓગષ્ટે રિલીઝ થયેલી ફિલ્મ મુલ્ક ની..

ડિરેકટર અને સ્ટોરી રાઈટર:- અનુભવ સિંહા

પ્રોડ્યુસર:- અનુભવ સિંહા, દિપક મુગટ

મ્યુઝિક:- પ્રસાદ સસ્થે

ફિલ્મ ની લંબાઈ:-૧૪૦ મિનિટ

સ્ટાર કાસ્ટ:- રિશી કપૂર, તાપસી પન્નુ, આશુતોષ રાણા, પ્રતીક બબ્બર,

નીના ગુપ્તા, મનોજ પાહવા, રજત કપૂર, કુમુદ મિશ્રા..

પ્લોટ:- બનારસ માં રહેતાં એક મુસ્લિમ પરિવાર માં બનતી એક ઘટનાને લીધે એમની હસતી ખેલતી જિંદગી કઈ રીતે રાતોરાત બદલાઈ જાય છે એની કહાની છે મુલ્ક.

સ્ટોરી લાઈન:-મુરાદ અલી (રિશી કપૂર) જે બનારસ શહેરમાં પોતાનાં પરિવાર સાથે સુખેથી રહે છે..જેની પત્ની છે તબસ્સુમ (નીના ગુપ્તા) સાથે એ આ ૬૦ વર્ષ ની વૃદ્ધ ઉંમરે પણ ખૂબ જ પ્રેમ થી રહે છે.મુરાદ અલી નો નાનો ભાઈ બિલાલ મોહમ્મદ(મનોજ પાહવા) પણ પોતાનાં પરિવાર સાથે મુરાદ અલી ની સાથે જ રહેતાં હોય છે..બિલાલ ની પત્ની હોય છે છોટી તબસ્સુમ (પ્રાચી શર્મા)અને દીકરો શાહિદ (પ્રતીક બબ્બર).

પહેલાં સીન થી જ બનારસ ની તંગ ગલીઓ અને એમાં રહેતાં હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચેનો પ્રેમ અને ભાઈચારો આંખે ઉડીને વળગે એવો હોય છે..એટલાં માં પરિવાર ની પુત્રવધુ અને મુરાદ અલી નાં લંડન સ્થિત દીકરા આફતાબ (ઇન્દ્રનીલ શર્મા) ની પત્ની લંડન થી ઇન્ડિયા આવે છે..જેનું નામ હોય છે આરતી મલ્હોત્રા મોહમ્મદ..જે રોલ રજૂ કર્યો છે મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસ તાપસી પન્નુ એ.

બધાં ખુશી ખુશી રહેતાં હોય છે ત્યાં અચાનક બનારસમાં એક બસની અંદર બૉમ્બ વિસ્ફોટ થાય છે જેમાં પોલીસ શાહિદ ને કસૂરવાર માને છે..હકીકતમાં શાહિદ અમુક અલગાવવાદી લોકો ના સંપર્કમાં આવીને જેહાદ નો ખોટો મતલબ નીકાળી આતંકવાદ નો રસ્તો અપનાવે છે..શાહિદ પોતે તો મોત ને ભેટે છે સાથે ઘણાં માસુમ લોકો ની પણ મૃત્યુ નું કારણ બને છે.

શાહિદનાં આતંકવાદી હોવાની વાત બહાર આવતાં મુરાદ અલી અને એમનાં પરિવાર તરફ બધાંનું વલણ એકદમ બદલાઈ જાય છે..મુરાદ અલી અને એનાં નાના ભાઈ બિલાલ ની પણ આતંકવાદી હોવાનાં શક ને આધારે ધરપકડ થાય છે અને એમની ઉપર કોર્ટ માં આતંકવાદી હોવાનો કેસ ચાલે છે.

પછી શરૂ થાય છે એક જોરદાર કોર્ટરૂમ ડ્રામા..જેમાં પબ્લિક પ્રોસેક્યુટર વકીલ તરીકે જોવા મળે છે સંતોષ આનંદ એટલે કે આશુતોષ રાણા..આ સિવાય SSP દાનીશ જાવેદનાં રોલમાં જોવા મળે છે રજત કપૂર અને જજ નાં રોલ માં કુમુદ મિશ્રા.સંતોષ આનંદ અને SSP જાવેદ મુરાદ અલી અને એનાં ભાઈ બિલાલ ને પણ આતંકવાદી હોવાનું સાબિત કરવામાં કોઈ કસર છોડતાં નથી.

કોર્ટરૂમ માં ઘણાં બધાં ચડાવ ઉતાર જોવા મળે છે જ્યાં બંને પક્ષો પોતપોતાની દલીલ રજૂ કરે છે.. બંને પક્ષો ની તીખી બયાનબાજી પછી અંતે શું થાય છે એ જોવા માટે તો ફિલ્મ જોવી રહી.

એક્ટિંગ:- સમય ની સાથે પોતાની બીજી ઈનિંગ માં રિશી કપૂર દિવસે ને દિવસે ઉત્તમ અભિનય આપતાં જાય છે..જે આપણે 102 નોટ આઉટ અને અગ્નિપથ માં પણ જોઈ ચૂક્યાં છીએ..મુરાદ અલીનો રોલ રિશી કપૂર ને ધ્યાનમાં રાખીને લખાયો હોય એવું એમની એક્ટિંગ પરથી લાગે છે.

તાપસી પન્નુ એ પિંક અને નામ શબાના પછી ફરીવાર પોતની એક્ટિંગ થી મને દંગ કરી દીધો..કોર્ટ રૂમ માં આશુતોષ રાણા જેવાં એકટર ને ટક્કર આપવી જેવું તેવું કામ નહોતું પણ તાપસી એ બેનમુન રીતે હિન્દુ દીકરી જે મુસ્લિમ પરિવાર ની પુત્રવધુ બને છે એવાં આરતી મલ્હોત્રા મોહમ્મદ નાં પોતાનાં રોલ ને સાર્થક કર્યો છે.

આશુતોષ રાણા વિશે તો જેટલું કહું એટલું ઓછું છે..પોતાની બોલવાની છટા, આંખોના એક્સપ્રેશન અને શબ્દો પર ની ગજબ ની પકડ નાં લીધે સંતોષ આનંદ નાં રોલ ને એમને યોગ્ય ન્યાય આપ્યો છે..સંઘર્ષ નાં લજ્જા શંકર અને દુશ્મનનાં ગોપાલ નાં રોલ પછી આશુતોષ રાણા ફરીથી પોતાનાં આગવા ફોર્મ માં આ ફિલ્મમાં જોવા મળે છે.

મનોજ પાહવા પણ રિશી કપૂરનાં નાના ભાઈ બિલાલનાં રોલ માં ખૂબ જામે છે..મનોજ પાહવા એટલે ધમાલ ફિલ્મ નો દારૂડિયો પાયલટ..અત્યાર સુધી નાના મોટાં કોમેડી રોલ કરનાર મનોજ પાહવા ને બિલાલ નાં રોલમાં કાસ્ટ કરી ડિરેક્ટરે કોઈ ભૂલ નથી કરી એ એમને સાબિત કરી દીધું.પોતાનો દીકરો આતંકવાદી કઈ રીતે બન્યો એ વિચારતાં એક દુઃખી અને હતાશ પિતાના રોલમાં એમને જીવ રેડી દીધો છે.

વાત કરીએ રાજ બબ્બર અને સ્મિતા પાટીલ નાં હોનહાર દીકરા પ્રતીક બબ્બર ની તો એક જેહાદી અને એક આતંકવાદી બનતાં શાહીદના પાત્રમાં પ્રતીક નું કામ વખાણવા લાયક છે..બહુ ટેલેન્ટ ભર્યું હોવાં છતાં પ્રતીક કેમ હજુ જોઈએ એવું સ્થાન બોલીવુડમાં મેળવી નથી શક્યો એની મને ઘણી નવાઈ લાગે છે.?

નીના ગુપ્તા અને રજત કપૂર પણ પોતપોતાનાં રોલ માં ફિટ બેસે છે..વીતેલાં જમાનાથી ખુબસુરત એક્ટ્રેસ નીના ગુપ્તા એ મુરાદ અલી ની પત્ની ની રોલ માં સરસ કામ કર્યું છે.રજત કપૂર પણ પોતાને અપાયેલાં ડાયલોગ અને કામ ને સારી રીતે ફિલ્મ માં નિભાવી ગયાં છે.

મને સૌથી વધુ જો કોઈએ પ્રભાવિત કર્યો હોય તો જજ નાં રોલમાં કુમુદ મિશ્રા એ..જેમને આગળ પણ રોકસ્ટાર, એર લિફ્ટ અને જોલી LLB2 ફિલ્મ માં સરસ અભિનય કર્યો છે..પહેલાં તો એવું લાગ્યું કે આવા ટેલેન્ટેડ અભિનેતા ને ડાયરેકટર વેસ્ટ કરી રહ્યાં છે પણ ફિલ્મ ની છેલ્લી વીસેક મિનિટમાં પોતાનાં બોલાયેલા ડાયલોગના જોરે કુમુદ મિશ્રા એ પોતે કેમ ટેલેન્ટેડ કલાકારો માં સુમાર છે એ સાબિત કરી દીધું.

ડાયલોગ અને ડાયરેક્શન:-પોતે જ ફિલ્મ નાં સ્ટોરી રાઈટર હોવાથી અનુભવ સિંહા એ દરેક પાત્ર માટે યોગ્ય કલાકારનું સિલેક્શન કર્યું છે..સાથે સાથે એમની જોડે ઉત્તમ કામ પણ લીધું છે..ફિલ્મનાં અમુક ડાયલોગ હજુપણ મારાં કાન માં ગુંજે છે..જેમકે તાપસી પન્નુ કહે છે "દેશ આઝાદ થયો ત્યારે મુરાદ અલી એ મઝહબ અને મુલ્ક માં એક વસ્તુ પસંદ કરવાની હતી તો એમને પસંદ કર્યો પોતાનો મુલ્ક.."

સામે પક્ષે આશુતોષ રાણા દ્વારા બોલાયેલો એક ડાયલોગ "હા માન્યું કે બધાં મુસ્લિમો આંતકવાદી નથી..પણ કોણ કોણ આતંકવાદી છે એ કોણ સમજાવશે..?" પણ વિચારવા મજબુર કરી દે એવાં હતાં.

આ સિવાય ફિલ્મમાં અમુક નાની નાની બાબતો નું ધ્યાન રખાયું છે..જેનો એક દાખલો આપું.કોર્ટરૂમ ડ્રામા ઘણો લાંબો હોવાથી એનું શૂટિંગ પણ ઘણા દિવસો ચાલ્યું હોય એ નક્કી છે..આવાં સમયે શું થાય કે ક્યારેક બેકગ્રાઉન્ડ માં રહેલી વસ્તુઓ અને એક્સ્ટ્રા બદલાઈ જતાં હોય છે.. આવી નાની ભૂલો જૂની ફિલ્મો માં સરળતા થી જોવા મળતી પણ આ મુવી માં આવી કોઈ ભૂલ નથી.

મુલ્ક મુવી નું કેમેરા વર્ક, કોસ્ચ્યુમ ડિઝાઈન અને એડિટિંગ પણ સરસ રીતે કરવામાં આવ્યું છે.

મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:- ફિલ્મ માં ગીત ની જરૂર નહોતી એટલે ફિલ્મમાં કોઈ વધારાનું ગીત રાખવામાં આવ્યું નથી..જે આવી મુવી માટે સારું જ હતું.છતાં વચ્ચે વચ્ચે ફિલ્મ ની સ્ટોરી સાથે જે ગીત વાગે એ ઠીક ઠાક લાગે છે..બેકગ્રાઉન્ડ સ્કોર સરસ છે..જે ડાયલોગ ની રિધમ ને જાળવી રાખે છે.

અન્ય વાતો:- ફિલ્મ ની પ્રમોશન વખતે ડિરેકટર અનુભવ સિંહા ગળે એક કેસરી ખેસ નાંખીને આવ્યાં હતાં..એટલે એવું લાગતું હતું કે ફિલ્મમાં હિન્દૂ ધર્મ ને વધુ પડતો ચડાવી ને બતાવાયો હશે..પણ ફિલ્મ જોયાં પછી એવું લાગ્યું કે ફિલ્મ માં એવું કંઈપણ નથી..મુલ્ક ફિલ્મ એ સામાજિક સંદેશો આપતી એક પારિવારિક ફિલ્મ છે.જેમાં બંને ધર્મનાં લોકો ની ધાર્મિક લાગણી ના દુભાય એનું ધ્યાન રખાયું છે.

એ સિવાય આ ફિલ્મ ને પાકિસ્તાનમાં બેન કરી દેવામાં આવી છે.જેનાં કારણે અનુભવ સિંહા એ પાકિસ્તાની સેન્સર બોર્ડ ને એક લેટર પણ લખ્યો છે.

ફિલ્મ નાં માઈનસ પોઈન્ટ:- આમ જોઈએ તો મુલ્ક ફિલ્મમાં ખાસ નબળાઈ કાઢવા જેવી નથી..પણ અમુક વસ્તુઓ ફિલ્મમાં ઓવર બતાવાઈ છે..જેમકે પોતાનાં પુત્ર ની લાશ ને લેવાનો અસ્વીકાર કરતી ફેમિલી તરફ પ્રસાશન નો વ્યવહાર અને અમુક વગર કારણનાં ડાયલોગ..બાકી મને તો બધું યોગ્ય લાગ્યું. હા ઈન્ટરવલ પહેલાં તમને મુવી સહેજ સ્લો જરૂર લાગશે પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે અને એમાં પણ કોર્ટ નાં સીન ચાલુ થયાં પછી પ્રેક્ષકો ને મજા આવશે..!

આમ પણ સારો કોર્ટરૂમ ડ્રામા હોય તો એ મુવી ચાલેજ..ભલે ને એ મેરી જંગ હોય કે પછી દામીની.

તો દોસ્તો હું મુલ્ક મુવી ને આપું છું ૩.૫ સ્ટાર.. તમે જો આ મુવી જોઈ હોય તો મારાં રિવ્યુ સાથે સહમત છો કે નહીં એ કોમેન્ટ બોક્સ માં જણાવવું.. અને ના જોઈ હોય તો એકવાર જોઈ આવવી. આભાર..!!