પ્રેમરોગ - 13 Meghna mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરોગ - 13

ઓફિસ માં જઈ ને મીતા એના પપ્પા ને મળી. મનુ ભાઈ એને લઈ ને સુદેશ પાસે ગયા. સુદેશ મીતા ની રાહ જોઈ ને જ બેઠો હતો. એને દૂર થી મીતા ને આવતા જોઈ અને એને જોઈ ને કામ માં વ્યસ્ત હોય એવો ડોળ કરવા લાગ્યો.

મનુ ભાઈ એ કેબીન ના દરવાજા પર નોક કર્યું અને દરવાજો ખોલ્યો. એને આંખ થી જ અંદર આવવા માટે કહ્યું. સર, આ મારી દીકરી મીતા, મીતા આ અમારા સાહેબ છે. સારું, મન ભાઈ બાકી ની વાતો હું એમની સાથે કરી લઈશ. તમે જઇ શકો છો.

મનુ ભાઈ કેબીન ની બહાર નીકળ્યા. સુદેશે મીતા ને બેસવા માટે ઈશારો કર્યો.હમમમ, તો મીતા તમે જાણો છો તમારે શુ કામ કરવાનું છે? ના, સર મને કંઈ જ જાણ નથી. પણ મને જે પણ કામ મળશે એ હું પુરા ધ્યાન થી કરીશ. ઓકે, તો તમારે મારા સેક્રેટરી તરીકે કામ કરવાનું છે. એમાં, તમારે મારી એપોઇન્ટમેન્ટસ મેનેજ કરવાની, લેટર્સ ટાઈપ કરવાના જેવા ઘણા નાના મોટા કામ કરવાના રેહશે.

જેમ જેમ કામ કરશો એમ સમજતા જશો. આજ ના માટે તમારે આ 4 લેટર્સ ટાઈપ કરી એની પ્રિન્ટ કાઢી મારી સાઈન કરાવી ને એને જે તે કંપની માં મોકલવા ના છે. સુદેશ આ બધું બોલી રહ્યો હતો ત્યારે મીતા ની સામે જોઈ રહ્યો હતો કે શું મીતા એની સામે જોઈ ને હસે છે? પણ મીતા ના ચેહરા ના હાવભાવ માં કોઈ પરિવર્તન નહોતું ! તે એકદમ નોર્મલ હતી.

તમે જઈ શકો છો. તમારું ટેબલ બહાર ગોઠવાઈ ગયું છે. I hope તમને કોમ્પ્યુટર વાપરતાં આવડે છે. Yes,sir મને કોમ્પ્યુટર વાપરતા આવડે છે. આ લેટર્સ હું હમણાં થોડી વાર માં જ સાઈન કરવા માટે લઈ ને આવું છું. એમ કહી મીતા કેબીન ની બહાર નીકળી ગઈ.

પહેલા જ દિવસે કામ ની શરૂઆત થઈ ગઈ. ખૂબ જ ચીવટતા થી કામ કરવું પડશે. પપ્પા ની આબરૂ રહે તે રીતે કામ કરવું પડશે. એટલી વાર માં જીગર નો ફોન આવ્યો મીતા હું તને કોલેજ લેવા આવું છું. પછી આપણે કોઈ કોફી શોપ પર બેસીએ.

અરે, જીગર હું કોલેજ માં નથી. ઓફીસ માં છું. પપ્પા ની ઓફિસ માં મને જોબ મળી છે. એટલે સાત વાગ્યા પછી જ મળી શકીશું. બાકી ની વાત મળીએ એટલે કરીએ. હું તને નીકળતા ફોન કરીશ. એમ કહી વાત પૂરી કરી મીતા પોતાનું કામ ચાલુ કરે છે.

અડધા કલાક માં તે બધા લેટર લઈ ને સુદેશ ની સાઈન લેવા માટે એના કેબીન તરફ જાય છે. દરવાજા પર નોક કરે છે. સર, અંદર આવું. Yes, Mita come in. બેસો, મીતા તમારે અંદર આવા માટે રજા લેવાની જરૂર નથી.તમે મારા સેક્રેટરી છો એટલે તમારે વારે વારે અહીં આવવું પડશે. એટલે, હવે થી અંદર આવતા પરમિશન લેવાની જરૂર નથી. ઓકે સર, આ તમે આપ્યા હતા એ લેટર્સ થઈ ગયા છે એક વાર જોઈ ને સાઈન કરી આપશો. લેટર્સ હાથ માં લેતી વખતે અજાણતા જ એને મીતા ના હાથ નો સ્પર્શ થયો. એને મીતા સામે જોયું.

સુદેશ ને થયું કે મીતા એ જાણી જોઈ ને તેનો હાથ સ્પર્શ કર્યો છે. પણ મીતા ના ચેહરા સામે જોતા એવું ના લાગ્યું. ઠીક છે, હું જોઈ લઉં છું. આ ડાયરી લો અને કાલ ની મારી meetings schedule કરો. આ 4 કંપની છે જેમને કાલે મળવાનું છે.તમે ફોન કરી 10 થી 2 માં મીટિંગ ગોઠવો. ઓકે સર, કહી મીતા નીકળી ગઈ.ફોન કરી મીટીંગ ગોઠવી દીધી. એક પેપર પર બધી ડિટેલ લખી દીધી.

સુદેશ મીતા ને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એને હમેશાં એવું જ લાગતું કે દરેક છોકરી એક જેવી જ હોય છે.અને એને જોઈ ને પામવાના પ્રયત્નો કરવા લાગી જાય છે. મીતા પણ એમાં થી બાકાત નથી. એને જાણી જોઈ ને હાથ લગાડ્યો અને પછી કઈ જ નથી થયું એવું વર્તવા લાગી. એને મીતા ની કસોટી કરવાનું નક્કી કર્યું.

મીતા ને ઇન્ટરકોમ પર કોલ કરી કેબીન માં બોલાવી. કાલ ની મારી મીટિંગ ફિક્સ થઈ ગઈ? હા, સર થઈ ગઈ. ઠીક છે, કાલે તમે કેટલા વાગે ઓફીસ આવશો? સર, હું 2 વાગે આવી શકીશ. ઠીક છે, તો તમે આવો પછી આપણે બહાર જવાનું છે. તો, તમે લેટ ના કરતાં. ઓકે સર, કહી મીતા બહાર નીકળી.

સાત વાગતા મીતા સુદેશ ને નીકળવા માટે પૂછવા ગઈ. સર, હું ઘરે જઈ શકું? મારુ કામ પૂરું થઈ ગયું છે. યસ, પણ કાલે લેટ ના કરતા.મીતા બહાર નીકળી. જીગર ને ફોન કર્યો અને નજીક ના કેફે માં મળવા કહ્યું. એના પપ્પાને ઘરે જવા માટે કહ્યું અને તે જીગર ને મળવા જઈ રહી છે 9 વાગ્યા સુધી ઘરે આવશે એમ પણ જણાવ્યું.

મીતા કેફે પર પહોંચી ત્યારે જીગર તેની રાહ જોઈ ને ઉભો હતો. મીતા એની નજીક પહોંચી અને બન્ને જણા જી ને એક ટેબલ પર બેઠા. સોરી, જીગર રોજ જીવન માં કઈક નવું થઈ રહ્યું છે ખબર જ નથી પડતી બધું કેવી રીતે પૂરું કરું? તને પણ ફોન કરી ને કહેવા ની સુધ ના રહી.

પપ્પા ના બોસે એમને મારા માટે જોબ માટે પૂછ્યું હતું? અને પપ્પા એ મને પુછ્યું! મેં હા પાડી દીધી અને જોબ ચાલુ થઈ ગઈ. આજે પહેલો દિવસ હતો અને કામ પણ હતું. એટલે જ તારી જોડે વાત કરવાની રહી ગઈ. કઈ વાંધો નહિ હું સમજુ છું તારી વાત ને!!!

વેટર આવ્યો બન્ને એ કોફી નો ઓર્ડર આપ્યો. મીતા તારે મારી જોડે કોઈ જરૂરી વાત કરવી હતી ને ? હા, જીગર ખૂબ જ અગત્ય ની અને અંગત વાત છે. મારે પણ તારી જોડે અગત્ય ની વાત કરવી છે પણ પહેલા તારી વાત કર પછી હું મારી વાત કહીશ.

જીગર તું મોહિત ને ઓળખે છે ને! હા, જેના ઘરે હું તને લેવા માટે આવેલો!!! હ, એ જ એને મને પ્રપોઝ કર્યું છે. તારા ઘરે થી નીકળી ને હું એને મળવા માટે ગયેલી. ત્યારે લેટ જવા માટે એ મારાપર ખૂબ જ ગુસ્સે થયેલો. અને પછી એને મને એના દિલ ની વાત કહી. જીગર ની હાલત આ વાત સાંભળી ને ખરાબ થઈ ગઈ. હું મોડો પડ્યો. મારા પેહલા મોહિતે મીતા ને પ્રપોઝ કરી દીધું. મીતા જેવી છોકરી ને કોઈ પણ ચાહે. હું આટલા વર્ષો માં આ વાત કેમ ના સમજી શક્યો!! અને જ્યારે સમજ્યો ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું.

જીગર તું સાંભળે છે મારી વાત ને! હા, સાંભળું છુ. તો તે શું કહ્યું? હા, પાડી દીધી. ના, મેં હા નથી પાડી. જીગર ને હાશ થઈ. તો તે ના પાડી દીધી. ના, મેં ના પણ નથી પાડી. મતલબ, જીગર મને મોહિત ગમે છે પણ હું એને પ્રેમ કરું છું કે નઈ એ મને નથી ખબર. અને એને પણ મેં આ વાત સમજાવી છે. પણ હવે confuse છું. શુ કરું જીગર? તને શું લાગે છે શું કરવું જોઈએ મારે?

શું હશે જીગર નો જવાબ? સુદેશે શું વિચાર્યુ છે મીતા માટે? શું મીતા એ જાણી જોઈ ને સુદેશ ને સ્પર્શ કર્યો હતો? બધું જ જાણવા માટે વાંચતા રહો આગળ ના ભાગ......

વાંચકો સમજુ છું કે વાર્તા ના ભાગ આવતા વાર લાગે છે. એના માટે હૃદય થી ક્ષમા માંગુ છું. વ્યસ્ત તા ના કારણે આવું થાય છે. બહુ લાંબો અંતરાય ના આવે એ માટે જરૂર પ્રયત્ન કરીશ

***