Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

અસત્યના પ્રયોગો (મારી આત્મશ્લાઘા) - 3

સભાનપણે મજબુરીમાં અસત્ય

પોલીટેકનીક ડીપ્લોમાં એન્જીનીયરીંગમાં ત્રણે ય વર્ષ – છ સેમેસ્ટર – ડીસ્ટીનકશનણી મેરીટ તો હતી જ. થોડી ઓળખાણ –લાગવગ- અને ઘણે અંશે મેરીટને કારણે આઈપીસીએલ, વડોદરામાં નોકરી મળી, પણ ... પાનાં-પકડવાળાં વાતાવરણમાં બહુ મજા ન આવતાં નોકરી સાથે જ નાટ્ય વિદ્યા – એમ એસ યુનીવર્સીટી – પરફોર્મિંગ આર્ટ (મ્યુઝીક કોલેજ)માં એડમીશન લીધું.

આ દરમિયાન એક વાર માળી કે ચોકીદારના પાત્રમાં બીડી પીવાની હતી અને એક વૈજ્ઞાનિકના પાત્રમાં પાઈપ પીવાની હતી. એટલે બીડી-સિગરેટ પીતાં શીખ્યો. ત્યારે ઘરે પપ્પાને અંતર્દેશીય પત્ર લખીને જાણ કરી. કારણકે, વડોદરામાં મારાં સગા-વ્હાલાં ઘણા રહે અને કદાચ કોઈ મને સિગરેટ પીતાં જોઈ જાય અને પપ્પા-મમ્મીને જાણ કરે તો એમને દુ:ખ ન લાગે કે આઘાત ન લાગે, એ આશયથી જ સ્તો. પણ...એટલી હિંમત કે નિખાલસતા કે પ્રમાણિકતા એ વખતે કુદરતી જ હતી.

વળી, નોકરી સાથે ભણવાનું એટલે મોડી રાત્રે રીહર્સલ પછી એક જ વસ્તુ હોસ્ટેલ બહાર ખાવા માટે મળતી. એ આમલેટ. અને એમ ઈંડા-આમલેટ પણ ખાતો થયો. પણ એની સામે ઘરેથી કોઈ વિરોધ કે મનાઈ ન્હોતાં..

અને હા, પહેલીવાર ક્યારે એ યાદ નથી ..પણ લગભગ ૧૯૮૩ના અરસામાં જ પ્રસંગો પાત મિત્ર વર્તુળમાં માપસરનો દારૂ પીતો પણ થયો. અને ચાર આનાનો પી ને બારઆનાની ધમાલ અને નાટક કરતાં મિત્રોને પણ એ દરમ્યાન જ જોયા. એટલે દારૂ પ્રત્યે બહુ આકર્ષણ ન થયું.

પણ, વાત મારે એ કરવાની છે કે, એ સમયે ટીવીને આવે થોડાંક વર્ષો થયેલાં અને હું ઈસરો –પીજ કેન્દ્ર પર અભિનય કરવા જતો. અને અમદાવાદની કેટલીક નાટ્યસંસ્થાઓ સાથે સંકળાયેલો હતો. એટલે, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની શરૂઆત થયા પછી ૧૯૮૯માં નિર્માણ સહાયકનાં પદની કેટલીક જગ્યા પડેલી. નાટ્યવિદ્યા ભણ્યા હોય એવાની ભરતી કરવાની હતી અને લાંચના પૈસા આપીને આ નોકરી મેળવી શકાય એમ છે, એવી ઓફર મને આવી.

થોડાજ સમય પહેલાં મારી મમ્મીનું અવસાન થયું હતું, પપ્પા એકલા પડી ગયેલા...મને વડોદરાથી અમદાવાદ ઘરે આવવાની તક હતી અને ખાસ તો મારા રસના વિષયનું કામ હતું ..ઉપરથી કેન્દ્ર સરકારની નોકરી ... એટલે આવી આકર્ષક લલચામણી તક જવા દેવાય જ નહીં.

પણ ... લાંચ આપી ને ? મેરીટ પર કેમ નહી ? આટલા પૈસા એક સાથે લાવવા ક્યાંથી ? પપ્પાને વાત કરું ? પપ્પા પાસે હશે આટલા પૈસા ? શું આ યોગ્ય કહેવાય ? પ્રશ્નો ઘણા હતા પણ નિર્ણય લેવાનો સમય ઓછો હતો.

આઈ પી સી એલ ના મારા સન્માનીય સીનીયર મિત્ર નીતિન ભટ્ટ સાહેબને પૂછ્યું કે “શું કરવું જોઈએ?.” એમણે જુદી સલાહ આપી. “પૈસા તો ના જ અપાય. નોકરી ના આપે તો કાંઈ નહી. પણ,.. .. તારે આ ભ્રષ્ટાચારની ફરિયાદ કરવી જોઈએ. અને જે તે વ્ક્તિઓને ખુલ્લા પાડવા જોઈએ. યુ શૂડ નોટ સપોર્ટ ધીસ.”

એકાદ-બે વર્ષ પહેલાં ઈસરોમાં આજ પ્રકારનાં પદ પર નોકરીએ લાગેલા ખાસ મિત્ર અકબર શેખની સલાહ લીધી ... એણે કહ્યું ..”નહી આપે ..તો તક જતી રહેશે ...આવી નોકરી ફરી નહી મળે... દુનિયામાં આમ જ ચાલે છે. કાં તો નોકરી જવા દે... કાં તો પૈસા આપીને નોકરીની તક ઝડપી લે. બધી જ પોસ્ટ આ જ રીતે ભરવાની છે ..એટલે ત્રીજો કોઈ રસ્તો નથી. એન્ટીકરપ્શનમાં ફરિયાદ કરીશ તો ય પરિણામ તો શૂન્ય જ છે. તું ખાલી તારા અને પરિવારના લાભનું અને તારા ભવિષ્યનું વિચાર. સ્વાર્થી થતાં શીખ”

મેં તાળો મેળવ્યો. હું કોલેજના અંતિમ વર્ષમાં હતો, ત્યારે પરીક્ષાના આગળના દિવસોમાં જ એક સંસ્થાના “માઈમ એન્ડ મુવમેન્ટ’ના વર્કશોપની જાહેરાત આવી, ફરી પપ્પાના સપોર્ટથી જ એમાં જોડાયો. બીજી નાટ્ય સંસ્થાના લોકો સાથે ઓળખાણ થઈ. જેમનું વર્કશોપ કરેલું એ અવંતિલાલ ચાવલા મને મ્યુઝીક કોલેજના એડમીશનમાં કામમાં આવ્યા અને હવે આ બીજી નાટ્યસંસ્થાના સંપર્ક થકી આ નોકરીની ઓફર આવી હતી. જાણે બધું પૂર્વ નિર્મિત ગોઠવાયેલું જ હતું.

છેવટે મેં પપ્પાને વાત કરી...સ્વાભાવિક છે પપ્પાએ કહ્યું ..”હું થોડા દિવસમાં પૈસાની વ્યવસ્થા કરું છું. તારાં ગમતાં કામની આવી તક જતી ના કરાય. ખાલી એટલું ધ્યાન રાખજે કે આપણે છેતરાઈ નથી રહ્યા ને ? બધું વિશ્વાસ પાત્ર છે ને ? “ પણ... મારી લાયકાત અને કામને ધ્યાનમાં લઇ .. તથા જે વચ્ચે હતા તેમની ઓળખાણ અને સંબંધોને કારણે .. મારી પાસે બીજા કરતાં લગભગ પચાસ ટકા પૈસા જ લેવાયા. પણ લેવાયા .. અને અમારા જેવાં મધ્યમવર્ગના માટે એ રકમ પણ એ વખતે કઈ નાની નહોતી.

***