કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૪ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૧૪

નીકી તેની મમ્મી રસોડામાં ગઈ એટલે મોબાઈલ પર વિશ્વાસ સાથે વાત કરવા બાલ્કનીમાં ગઈ અને અકળાઈને બોલી, “શું થયું છે તને ? કેમ આટલા બધા કોલ કરીને ડીસ્ટર્બ કરે છે.”

નીકીની વાત સાંભળીને વિશ્વાસ ધીમેથી બોલ્યો, “સોરી નીકી ડીસ્ટર્બ કરવા માટે. પણ તું મારો કોલ કેમ રીસીવ નથી કરતી. તું તારા ઘરે છે ?”

“હા હું મારા ઘરે જ છું. હું ઉંઘતી હતી એટલે કોલ રીસીવ નથી કર્યો. અને તે શું કામ કોલ કર્યો એ કહે.”

“કેમ કામ હોય તો જ કોલ કરાય. ફ્રેન્ડને કામ વગર કોલ ના કરાય.”

“કોણ ફ્રેન્ડ ?”

“તારી વાત કરું છું ડફર.”

“તું મને ફ્રેન્ડ માને છે એમ.” નીકી ગુસ્સામાં બોલી.

“સોરી યાર. કેફેની બહાર મારો મુડ ખરાબ હતો એટલે હું તારી વાત સાંભળ્યા વગર જતો રહ્યો. આઈ એમ રીયલી સોરી.” વિશ્વાસ વ્યાકુળ થઈને બોલી રહ્યો હતો.

“વિશ્વાસ, તને કોઈની કદર નથી. તને ગર્લ ફ્રેન્ડ સાથે કેવી રીતે બિહેવ કરાય તેની ખબર જ નથી. અને તારે તો કોઈ ફ્રેન્ડ જ નથી એટલે તને ફ્રેન્ડશીપ કે અન્ય કોઈ રીલેશનશીપની ખબર નથી. ”

“હા તારી વાત સાચી છે. એટલે જ કાલનો હું કોલેજ, કેન્ટીન, કેફે, હોસ્ટેલમાં તને સોરી કહેવા શોધી રહ્યો છું. તને કોલ કરી રહ્યો છું. અને તું આમ અચાનક કોઈને કહ્યા વગર ઘરે કેમ જતી રહી.”

“હોસ્ટેલમાં કહીને આવી છું અને કોલેજમાં તો રીડીંગ વેકેશન પડવાનું જ છે તો કહેવાનું કોને ?”

“અરે એમ નહીં. મને ..”

“તને કેમ કહેવાનું ? તને કહું કે ના કહું ફેર શું પડે ?” વિશ્વાસની વાત અટકાવીને નીકી બોલી.

“તારો ગુસ્સો ઉતરે પછી મને કોલ કરજે પ્લીઝ. બાય.”

“ઓકે. હું અત્યારે મુડમાં નથી. પછી તને કોલ કરીશ. બાય.”

ડ્રોઈંગરૂમમાંથી નીકીની મમ્મી તેની અને વિશ્વાસની વાત સાંભળી તે બંને કંઇક અનબન થઇ છે તેનું અનુમાન કરી રહી હતી. નીકી હજુ પણ બાલ્કનીમાં જ ઉભી ઉભી કંઇક વિચારી રહી હતી. નીકીની મમ્મીએ તેને બુમ પાડી એટલે તે ડ્રોઈંગરૂમમાં આવીને તેની મમ્મી પાસે બેસી ગઈ.

નીકીના ચહેરા પરનો ગુસ્સો જોઈ તેની મમ્મીએ તેનો હાથ પોતાના હાથમાં લઈને બોલી, “બોલ બેટા, શું થયું છે.”

“કંઈ નહિ મમ્મી.”

“કેમ આવી રીતે વિશ્વાસ જોડે વાત કરતી હતી ?”

“અરે મમ્મી ! આ તો રોજનું છે એની સાથે. તેની જોડે રોજ બોલવાનું થાય ને પછી ભુલી જવાનું.”

“બેટા, હું તને પુછુ તેનો મને સાચો જવાબ આપજે.” નીકીની મમ્મી લાગણીસભર અવાજે બોલી.

“હા મમ્મી, પુછ ને. હું સાચો જ જવાબ આપીશ.”

“તારી અને વિશ્વાસ વચ્ચે શું સંબંધ છે ?”

“અમારી વચ્ચે ફ્રેન્ડશીપ છે.” નીકી ઉતાવળા સ્વરે બોલી.

“ખાલી ફ્રેન્ડશીપ બેટા. સાચું કહે. મારી આંખોમાં જોઇને જવાબ આપ.”

“અમે બે સાથે સ્ટડી કરીએ છીએ. સારા ફ્રેન્ડ છીએ.ધેટ્સ ઈટ.”

“મને લાગે છે બેટા, તું પ્રેમમાં ..”

“શું કહ્યું મમ્મી ?” નીકી સોફામાંથી ઉભી થઇ ગઈ અને બોલી.

“મને લાગે છે તને પ્રેમ થઇ ગયો છે.”

“ના એવું નથી મમ્મી.” નીકી ધીમા સ્વરે બોલી.

“બેટા, મમ્મીથી છુપાવાનું. તું એટલી મોટી નથી થઇ ગઈ કે મમ્મીને ખબર ના પડે. મને બધું શેર કરે છે તો તારી લવ લાઈફ શેર કેમ નથી કરતી.”

“મમ્મી...” નીકી બોલીને અટકી ગઈ.

“બેટા. હું પણ એક સ્ત્રી છું. તારી જેટલી હતી ત્યારે મનમાં શું થાય તે મને ખબર છે. મેં અનુભવ્યું છે. તું ડર્યા કે શરમાયા વગર તારી વાત કહી દે. તારું મન સાફ થઇ જશે તો તને પણ સારું લાગશે.”

નીકી આંખો બંધ કરીને સોફામાં બેસી ગઈ. તેની મમ્મી તેના માથે હાથ ફેરવીને વ્હાલથી સમજાવતા હતાં. નીકીને તેની મમ્મીને શું કહેવું તે સમજાતું નહોતું.

નીકીની મમ્મીએ નીકીની આંખોમાં આંખ નાંખીને કહ્યું, “બેટા, મને તારી આંખોમાં પ્રેમ દેખાય છે. મને તારી વાતમાં સમજાય છે. કોણ છે એ ?”

“કોઈ નથી મમ્મી.”

“કેવો છે તારો બોયફ્રેન્ડ ? ક્યાં અને ક્યારે મળ્યો ? શું થયું તમારી બે વચ્ચે ?”

“અરે મમ્મી તું પણ શું.” નીકી શરમાઈને બોલતાં અટકી ગઈ.

“તો આમ શરમાઈ કેમ ગઈ. બોલ સાચું બોલ. આર યુ ઇન લવ ?”

“ના મમ્મી. લવ જેવું નથી પણ હું અને વિશ્વાસ બહુ સારા ફ્રેન્ડ છીએ.”

“ઓહ ! વિશ્વાસ. તું અને વિશ્વાસ.” મમ્મી ઉત્સુકતાથી બોલી.

“મમ્મી ! અમે ગુડ ફ્રેન્ડ છીએ. અમારી વચ્ચે બેસ્ટ ફ્રેન્ડશીપ છે.”

“સાચું કહે જે, એવું તું માને છે કે વિશ્વાસ ?”

“હમ્મ..” નીકી બોલતાં બોલતાં અટકી ગઈ. તેની મમ્મીએ તેના ખભે પ્રેમથી હાથ મુક્યો એટલે નીકી બોલી, “મમ્મી, હાલ વિશ્વાસનું ફોકસ ઓન્લી સ્ટડી પર જ છે. તેનો ઇન્ટરેસ્ટ સ્ટડીમાં જ છે. પણ મને તેની સાથે લવ છે અને તે મને ગમે છે.” નીકી બોલતાં બોલતાં થોડી શરમાઈ ગઈ તે તેની મમ્મીએ જોયું.

“તો તે વિશ્વાસને પ્રપોઝ કર્યું ? તમારી વાત કેટલે સુધી પહોંચી ?”

“ અરે મમ્મી ! તેને પ્રપોઝ કરવાની તક જ નથી મળતી અને તેના જલ્દી ગુસ્સે થઇ જવાના સ્વભાવને કારણે મારી હિમંત પણ નથી થતી.”

“તો પછી કયારે કરીશ વાત.”

“તક મળે એટલે કરીશ.”

“બેટા, હું વિચારું છું કે હમણાં તું થોડા દિવસ પ્રપોઝવાળી વાતને રહેવા દે.”

“કેમ મમ્મી ?”

“કેમ કે હમણાં તારી અને વિશ્વાસની એક્ઝામ આવે છે. પ્રપોઝવાળી વાતથી તમારી વચ્ચે કંઇક અનબન થાય તો તેની ઈફેક્ટ તમારા સ્ટડી પર પડે. આટલી રાહ જોઈ તો એક મહિનો વધારે. એક્ઝામ પતે એટલે પ્રપોઝ કરજે.”

“હા મમ્મી. સાચી વાત તારી. હું એવું જ કરીશ. હમણાં ઓન્લી સ્ટડી.”

નીકીની મમ્મીએ ભાવનાત્મક રીતે નીકીના દિલ અને દિમાગની વાત જાણી જ લીધી. નીકી પણ તેની મમ્મી સાથે વાત કરીને ખુશ હતી. તેનું માઈન્ડ રીફ્રેશ થઇ ગયું હતું. તેને અંદરથી સારું ફીલ થતું હતું.

નીકીના ચહેરા પરની ખુશી જોઇને તેની મમ્મીએ તેને કહ્યું, “બેટા ક્યારેય તારી કોઈ પણ વાત મારાથી છુપાવીશ નહી અને કોઈપણ વાતથી મુંઝાતી નહીં.”

“હા મમ્મી.”

“વિશ્વાસની મમ્મી મોના બેનને તમારી વચ્ચેના રીલેશનની ખબર છે ?”

“લગભગ નથી ખબર. પણ તે મને બહુ સારું રાખે છે. તેમને મારા માટે ઘણી લાગણી છે.”

“હા. એ તો મેં પણ જોયું છે. મને લાગે છે તે પણ તમારી વચ્ચે રીલેશન બને તેવું વિચારતા હશે.’

“હોઈ શકે. પણ આપણને ખબર કઈ રીતે પડે ?”

“ખબર પડશે. હું તેમને તારા આવ્યાના સમાચાર આપી આપણા ઘરે બોલાવીશ અને તેમના મનમાં તમારા બે માટે શું ચાલે છે તે પુછવાનો પ્રયત્ન કરીશ.”

“કેવી રીતે ?”

“મારા મનમાં છે આઈડિયા. મોનાબેન આવશે એટલે તું પણ જાણી લે જે.”

“ઓકે મમ્મી.”

“તો લગાવ તારા મોના આંટીને ફોન. તેમને અહીં આવવા ઇન્વાઇટ કરુ.”

મમ્મીની વાત સાંભળી નીકી ખુશીથી તેની મમ્મીને પ્રેમથી ભેટી પડી અને તેની મમ્મીએ પણ પ્રેમથી વ્હાલ કર્યો. નીકીએ મોના આંટીને કોલ લગાવી તેની મમ્મીને આપ્યો.

પ્રકરણ ૧૪ પુર્ણ

પ્રકરણ ૧૫ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.

રેટ કરો અને રિવ્યુ આપો

Angel

Angel 2 વર્ષ પહેલા

SHILPA PARMAR...SHILU

SHILPA PARMAR...SHILU 2 વર્ષ પહેલા

Kavita Soni

Kavita Soni 2 વર્ષ પહેલા

Bhavna Bavishi

Bhavna Bavishi 2 વર્ષ પહેલા

Patel

Patel 2 વર્ષ પહેલા