From the Earth to the Moon - 20 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 20

પ્રકરણ ૨૦

હુમલો અને તેનો વળતો જવાબ

જેવો ઉત્સાહ ધીમેધીમે ઓછો થયો, મજબૂત અને નિશ્ચિત અવાજમાં નીચે પ્રમાણેના શબ્દો બોલવામાં તેમજ સાંભળવામાં આવ્યા:

“હવે જ્યારે વક્તાએ આપણને આટલીબધી કલ્પનાઓ ઉભી કરી આપી છે તો હવે તેઓ મુખ્ય વિષય પર પરત થવાની કૃપા કરશે? અને ઉપસ્થિત સવાલનો જરા વ્યવહારુ જવાબ આપશે?”

સભાની તમામ આંખો આ બોલનારા વ્યક્તિ પર સ્થિર થઇ ગઈ. તે ઠીંગણો પરંતુ સક્રિય શરીર ધરાવતો હતો અને તેની હડપચી પર પ્રખ્યાત અમેરિકન ‘ગોએટી’ દાઢી ઉગેલી હતી. દર્શકોમાં થતી સતત હલનચલનનો ફાયદો ઉઠાવીને તે સૌથી આગળની કતારમાં આવવામાં સફળ થયો હતો. અહીં તેણે અદબ વાળીને અને કાતિલ નજરોથી આ બેઠકના હિરોને નિહાળ્યો હતો. પોતાનો પ્રશ્ન પ્રસ્તુત કર્યા બાદ તે શાંત રહ્યો, અને એવું લાગી રહ્યું હતું કે તેને પોતાના તરફ મંડાયેલી હજારો આંખોની કે પછી તેના પ્રશ્નથી ઉત્તેજીત થયેલા લોકોના ગણગણાટની કોઈજ પરવાહ ન હતી. પોતાના પ્રથમ પ્રયાસનો કોઈજ જવાબ ન મળતા તેણે પોતાનો પ્રશ્ન ફરીથી પૂછ્યો અને તેમાં ઉમેર્યું કે, “અહીં આપણે ચન્દ્ર બાબતે ચર્ચા કરવા આવ્યા છીએ પૃથ્વી અંગે નહીં.”

“તમે બિલકુલ સાચા છો મહાશય,” માઈકલ આરડને જવાબ આપ્યો; “ચર્ચા જરા આડા પાટે ચડી ગઈ. આપણે ચન્દ્ર તરફ પાછા વળીશું.”

“મહાશય,” અજાણ્યા વ્યક્તિએ કહ્યું, “તમે એવું માનો છો કે આપણા ઉપગ્રહમાં વસ્તી છે. ખુબ સરસ પરંતુ જો ત્યાં સેલેનાઈટ્સની હાજરી હશે તો એ લોકો જરૂર શ્વાસ લીધા વગર જ જીવતા હશે, આથી – તમારા ભલા માટે હું તમને ચેતવણી આપી રહ્યો છું – કે ચંદ્રની સપાટી પર હવાનો એક કણ પણ નથી.”

આ ટીપ્પણી બાદ આરડને પોતાના લાલ રંગના વાળની લટ હટાવી, તેને જોયું કે તે આ વ્યક્તિ સાથે સમગ્ર સવાલના માત્ર સારાંશ પર લડાઈ કરવાના આરે આવીને ઉભો છે. તેણે તેની સામે તીક્ષ્ણ નજરે જોયું અને કહ્યું: “ઓહ! તો ચન્દ્ર પર બિલકુલ હવા નથી? ચાલો માની લઈએ કે તમે સાચા છો તો પછી આ બાબતને સાબિત કરવા માટે ત્યાં કોઈ ગયું છે?”

“વિજ્ઞાનના લોકો.”

“ખરેખર?”

“ખરેખર.”

“સર, માઈકલે જવાબ આપતા કહ્યું, “તમારી સાથે ખુશીથી અસહમત છું, મારી પાસે વિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા વિજ્ઞાનના લોકો માટે અત્યંત સન્માન છે, પરંતુ જે લોકો પાસે વિજ્ઞાનનું જ્ઞાન નથી તેમના પ્રત્યે મારો તીવ્ર વિરોધ છે.”

“આ બીજા પ્રકારના લોકો કોણ છે તેની તમને ખબર છે?”

“બિલકુલ. ફ્રાન્સમાં કેટલાક લોકો એવું માને છે કે ગણિતની દ્રષ્ટિએ જોવા જઈએ તો પક્ષીઓ ઉડી શકે જ નહીં, અને અન્ય એવા છે જે વ્યાખ્યા કરીને એવું દર્શાવે છે કે માછલીઓનો જન્મ પાણીમાં તરવા માટે થયો જ નથી.”

“મારી પાસે એ પ્રકારના લોકો માટે કોઈજ શબ્દ નથી, અને હું મારા મંતવ્યને ટેકો આપે તેવા કેટલાક નામો જરૂર લઇ શકું જેનો તમે વિરોધ નહીં કરી શકો.”

“તો પછી, મહાશય, તમે એક એવા અજ્ઞાનીને મળી રહ્યા છે જે શીખવા સિવાય બીજું કશુંજ માંગી નથી રહ્યો.”

“તો પછી તમે શા માટે વૈજ્ઞાનિક પ્રશ્નો પૂછો છો જેનો તમે ક્યારેય અભ્યાસ નથી કર્યો?” પેલા અજાણ્યા વ્યક્તિએ અણઘડરીતે પૂછ્યું.

“એ કારણસર કે એ વ્યક્તિ કાયમ બહાદુર હોય છે જે ભયથી શંકાશીલ નથી હોતો. હું કશુંજ જાણતો નથી એ સત્ય છે; પરંતુ મારી આ ચોક્કસ નબળાઈ જ મારી મજબુતી પણ દર્શાવે છે.”

“તમારી નબળાઈ મૂર્ખતા છે.” અજાણ્યા વ્યક્તિએ જરા જોશમાં આવીને કહ્યું.

“કશો વાંધો નહીં,” ફ્રેન્ચમેને જવાબ આપ્યો, “જો એ મને ચન્દ્ર સુધી લઇ જાય તો.”

બાર્બીકેન અને તેના સાથીઓ એ અજાણ્યા વ્યક્તિ તરફ નજર જમાવીને બેઠા હતા જેણે તેમના સાહસ પ્રત્યે વિરોધ દર્શાવવાની હિમંત કરી હતી. એને કોઇપણ જાણતું ન હતું, ખુલ્લી ચર્ચાના પરિણામે પ્રમુખને જરા અસહજ લાગી રહ્યું હતું અને તેમણે પોતાના નવા મિત્ર તરફ ચિંતાભરી નજરે જોયું. બેઠક થોડી અસહજ થવા લાગી હતી, કારણકે ભયસ્થાનો તરફ પડકારના સ્થાને પ્રસ્તાવિત અભિયાનની ખરી અશ્ક્યતાઓ પર હવે ધ્યાન દોરવામાં આવી રહ્યું હતું.

“સર,” આરડનના વિરોધીએ જવાબ આપ્યો, “એવા ઘણા બદલી ન શકાય તેવા કારણો છે જે ચન્દ્ર પર વાતાવરણનો અભાવ હોવાનું સાબિત કરે છે. હું કદાચ એમ કહીશ કે પહેલા ભલે જો ત્યાં વાતાવરણ હતું તો પણ તે પૃથ્વી દ્વારા શોષી લેવામાં આવ્યું હશે; પરંતુ હું નિર્વિવાદ તથ્યોને આગળ લાવવાનું પસંદ કરીશ.”

“તો પછી તમારે જેટલા તથ્યો સામે લાવવા હોય તેટલા તમે લાવી શકો છો, મહાશય.”

“તમને ખબર છે?” અજાણ્યા વ્યક્તિએ કહ્યું, “જ્યારે પણ ચન્દ્રના કિરણો કોઇપણ માધ્યમ જેમકે હવામાંથી પસાર થાય છે તે સીધી રેખામાંથી ફંટાઈ જાય છે; બીજા શબ્દોમાં કહું તો તે પ્રતિબિંબિત થાય છે. હજી વધારે કહું તો જ્યારે તારાઓ જે ચન્દ્ર દ્વારા અયોગ્ય જાહેર થાય છે, તેના કિરણો, તેની ધરીને ચીરીને આવે છે, જે જરા પણ વિચલન દેખાડતું નથી કે પછી જરા જેટલા પ્રત્યાવર્તનની સંજ્ઞા પણ આપતું નથી. અને આથી ચન્દ્ર પર વાતાવરણ હોય તે શક્ય નથી.

“સાચું કહું તો,” આરડને જવાબ આપતા કહ્યું, “આ તમારી એકમાત્ર નહીં તો કદાચ મુખ્ય દલીલ છે અને કોઇપણ વૈજ્ઞાનિક તેનો જવાબ આપતા ગૂંચવાઈ જશે. જો મને પૂછવામાં આવે તો હું તેને ભૂલભરેલી દલીલ કહીશ, કારણકે તે ચન્દ્રના ખૂણાઓના માપની કલ્પના કરે છે જે નક્કી જ છે અને એ શક્ય નથી. પરંતુ ચાલો આપણે આગળ વધીએ. મારા પ્રિય મિત્ર, મને એક વાતનો જવાબ આપો, શું તમે ચન્દ્રની સપાટી પર જ્વાળામુખીઓના અસ્તિત્વનો સ્વિકાર કરો છો?

“હા, તેઓ નાશ પામ્યા છે, પણ ના તેઓ હજી સુધી જીવંત નથી!”

“શું એક સમયે આ જ્વાળામુખીઓ જીવંત હતા ખરા?”

“હા, પરંતુ તેઓ દહન પ્રક્રિયા માટે જરૂરી ઓક્સીજન પૂરો જરૂર પડતા હતા પરંતુ એમના ફાટવા માત્રથી એ સાબિત નથી થતું કે ત્યાં વાતાવરણ હશે.”

“તો ચાલો આગળ વધીએ; અને સીધા અવલોકનો તરફ વળવા માટે આપણે આ દલીલોની પ્રક્રિયાને બાજુ પર મૂકી દઈએ. ૧૭૧૫માં અવકાશશાસ્ત્રીઓ લુવીલ અને હેલી 3જી મેનું ગ્રહણ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે કેટલાક અભૂતપૂર્વ ચમકારા જોયા હોવાનું નોંધ્યું હતું. પ્રકાશના આ ચમકારા, જે ત્વરિત હતા અને વારંવાર થઇ રહ્યા હતા તે ચન્દ્રના વાતાવરણથી ઉભા થયેલા વીજળીના તોફાનોને લીધે થઇ રહ્યા હતા.”

“૧૭૧૫માં,” અજાણી વ્યક્તિએ જવાબ આપતા કહ્યું, “અવકાશશાસ્ત્રીઓ લુવીલ અને હેલીએ ચન્દ્રની અસાધારણ ઘટનાઓને ભૂલમાં લીધી હતી જે માત્ર પૃથ્વી સંબંધિત હતી, જેમકે ઉલ્કા અને અન્ય ચીજો જે આપણા જ વાતાવરણમાં ઉભી થતી હોય છે. આ એ સમયનું એક વૈજ્ઞાનિક તારણ હતું; અને એ જ મારો અત્યારનો જવાબ છે.”

“તો પછી ફરીથી,” આરડને જવાબ આપ્યો, “૧૭૮૭માં હર્શેલે ચન્દ્રની સપાટી પર ચમકતા બિંદુઓનું અવલોકન કર્યું હતું કે નહીં?”

“હા! પરંતુ તેનો કોઈ ઉકેલ આપવામાં આવ્યો ન હતો. હર્શેલે પોતે ક્યારેય ચન્દ્ર પર વાતાવરણ હોવાનું અનુમાન લગાવ્યું ન હતું. અને હું ઉમેરવા માંગું છું કે બાઇર અને મેડલર, બે ચન્દ્રની બાબતો પરના બે મહાન અધિકૃત વ્યક્તિઓ પણ તેની સપાટી પર હવાના અભાવ અંગે સહમતી વ્યક્ત કરી ચુક્યા છે.”

સભામાં અત્યારે જે વાતાવરણ હતું તે બંને વ્યક્તિઓની એક પછી એક થઇ રહેલી દલીલોથી ઉત્તેજીત થઇ રહ્યું હતું.

“ચાલો આગળ વધીએ,” આરડને સંપૂર્ણ શાંતિ સાથે જવાબ આપ્યો, “અને એક અતિશય મહત્ત્વની હકીકત પર આવીએ. એક કુશળ ફ્રેન્ચ અવકાશશાસ્ત્રી એમ. લુસાદે, જુલાઈ ૧૮૬૦ના ગ્રહણને જોતી વખતે તપાસ કરી હતી કે ચન્દ્રની ધરીની બંને બાજુઓ ગોળાકાર અને કપાયેલી છે. હવે આવું તો સૂર્યના કિરણોના ફંટાવાથી જ શક્ય બને છે જે ચન્દ્રના વાતાવરણમાંથી પસાર થયા હશે. આ હકીકત અંગે અન્ય કોઈજ ખુલાસો ન હોઈ શકે.”

“પરંતુ શું આ હકીકત હોવાનું પુરવાર થયું છે?”

“બિલકુલ!”

આ વળતી દલીલ આ બેઠકના હીરોની તરફેણમાં ગઈ જેનો વિરોધી હવે મૂંગો થઇ ગયો હતો. આરડને વાતચીત આગળ વધારી અને પોતાને મળેલા આનંદ અને લાભને બિલકુલ દર્શાવ્યા વગર તેણે માત્ર કહ્યું:

“તો પછી, મારા પ્રિય મિત્ર, આપણે હવે ચન્દ્ર પર વાતાવરણનું અસ્તિત્વ હોવાની હકીકતને અત્યંત હકારાત્મકતાથી જાહેર કરી દેવી જોઈએ. આ વાતાવરણ કદાચ અત્યંત દુર્લભ હોઈ શકે, પરંતુ આજના વિજ્ઞાને સામાન્યતઃ તેના અસ્તિત્વને સ્વિકાર્યું છે.”

“તેના પહાડો પર પણ નહીં, ક્યારેય નહીં.” અજાણી વ્યક્તિએ જવાબ આપ્યો, તે પોતાનો દાવો છોડવા માંગતો ન હતો.

“પણ ખીણોના તળીએ જરૂર છે અને અમુક ઉંચાઈથી વધુ ઉપર નહીં.”

“ગમે તે હોય પણ તમારે દરેક પ્રકારની સંભાળ લેવી જરૂરી છે, ખાસ કરીને હવા માટે જે અત્યંત દુર્લભ હશે.”

“મારા સદનસીબે, મિત્ર એકાદી વ્યક્તિ માટે તે પૂરતી હશે, આ ઉપરાંત ત્યાં પહોંચ્યા બાદ હું ઓછામાં ઓછી હવા લેવાનો પ્રયાસ કરીશ, કોઈ મહત્ત્વની ઘટના સિવાય શ્વાસ નહીં લઉં.”

દલીલકર્તાના કાન પર હાસ્યનો જાણેકે ફૂવારો ઉડ્યો જેણે આ સભા સમક્ષ ડરથી જોયું.

“તો પછી, આરડને નિશ્ફીકર બનીને ચાલુ રાખ્યું, “હવે જ્યારે આપણે વાતાવરણ બાબતે સહમતી ધરાવીએ છીએ તો આપણે ત્યાં કેટલીક માત્રામાં પાણીની હાજરી હોવાનું પણ સ્વિકારવું જોઈએ. વધુમાં જો મારા જ્ઞાની વિરોધી મને મારા વધારાના નિરીક્ષણ આગળ રાખવાની સહમતી આપે તો હું કહીશ કે આપણે ચન્દ્રની માત્ર એક તરફની બાજુ જ જોઈ છે, પરંતુ એ બાબતની શક્યતાઓ કે તેની બીજી તરફ પણ ઘણું બધું હોઈ શકે તે અંગે આપણને ભાગ્યેજ કોઈ માહિતી છે.”

“અને કયા કારણોસર?”

“કારણકે ચન્દ્ર, પૃથ્વીના આકર્ષણની અસર હેઠળ ઈંડાનો આકાર ધરાવે છે જેને આપણે એક નાનકડા ખૂણેથી જોઈએ છીએ. આથી હ્યુસેનની ગણતરી અનુસાર કે ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર એક અન્ય ગોળાર્ધમાં આવેલું છે તેમ માનવામાં આવે. પરિણામે મોટાભાગની હવા અને પાણી આપણા ગ્રહના ઉદભવના પ્રથમ દિવસે જ તેની બીજી તરફ જતું રહ્યું હોવું જોઈએ.”

“શુદ્ધ કલ્પનાઓ!”

“ના શુદ્ધ સિધ્ધાંતો, જે પધ્ધતીના નિયમો પર આધારિત છે અને તેનો વિરોધ કરવો મારા માટે અશક્ય છે. તો હું આ સભાને વિનંતી કરીશ અને પૂછીશ કે પૃથ્વી પર જે રીતે વાતાવરણ અસ્તિત્વ ધરાવે છે, શું એ જ રીતે તે ચન્દ્રની સપાટી પર પણ શક્ય છે?”

ત્રણ લાખ નિર્ણાયકોએ આ વિનંતીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. આરડનના વિરોધીએ વધુ દલીલ કરવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યો. ચિત્કારો અને શોરબકોરે તેનો અવાજ દાબી દીધો.

“બસ! હવે બહુ થયું!’ કેટલાકે બૂમ પાડી.

“આ ઘુસણખોરને બહાર કાઢો!” અન્યોએ માંગણી કરી.

“ધક્કા મારીને કાઢી મુકો.” ઉત્તેજીત ટોળાએ બૂમો પાડી.

પરંતુ તે મંચ પર ટટ્ટાર ઉભો રહ્યો, એક ઇંચ પણ ખસ્યો નહીં અને તોફાનને પસાર થવા દીધું. જો માઈકલ આરડને ઈશારો કરીને શાંતિ ન કરાવી હોત તો આ તોફાને ઘણી બધી તબાહી મચાવી હોત. તે પણ પોતાના વિરોધીને સંપૂર્ણપણે શાંત કરી દેવા માંગતો હતો.

“શું તમારે હજી પણ કશું કહેવું છે?” તેણે સુમધુર અવાજમાં પૂછ્યું.

“હા, એક હજાર પ્રશ્નો; અથવાતો, ના માત્ર એક! જો તમે તમારા સાહસમાં આગળ વધશો તો તમે...”

“એક ઉતાવળીયો વ્યક્તિ ગણાશો! આવું તમે મારા વિષે કેવી રીતે માની શકો, જેણે સિલીન્ડ્રો કોનીક્લ ગોળો બનાવવાની માંગ કરી છે જેથી તેને ખિસકોલીની જેમ મારા માર્ગમાં ગોળગોળ ફરવાથી રોકી શકાય.”

“પરંતુ હે નાખુશ વ્યક્તિ તમારી સફરની શરૂઆતમાં જ થનારી ઉથલપાથલ તમને ટુકડાઓમાં વહેંચી નાખશે.”

“મારા પ્રિય વિરોધી, તે માત્ર સત્ય પર અને એક માત્ર મુશ્કેલી પર પોતાની આંગળી મૂકી છે; જે હોય તે, અમેરિકનોની ઔદ્યોગિક પ્રતિભા પર હું સારા વિચારો ધરાવું છું અને મને નથી લાગતું કે તેમને આ તકલીફ દૂર કરવામાં સફળતા ન મળે.”

“હવાનું સ્તર પસાર કરતી વખતે ગોળાની ઝડપ દ્વારા ઉભી કરવામાં આવેલી ગરમી?”

“ઓહ! તેની દીવાલો જાડી છે અને વાતાવરણમાંથી બહુ જલ્દીથી પસાર થઇ જવાશે.”

“પરંતુ ખોરાક અને પાણી?”

“મેં બાર મહિનાના પુરવઠાની ગણતરી કરી લીધી છે અને હું મુસાફરીમાં માત્ર ચાર જ દિવસ ગાળવાનો છું.”

“પણ, રસ્તામાં શ્વાસ લેવા માટેની હવા?”

“હું એક કેમિકલ પ્રક્રિયા દ્વારા મેળવી લઈશ.”

“જો તમે ચન્દ્ર પર પહોંચીજ જાવ તો તેના પર તમારું ઉતરાણ?”

“પૃથ્વી પર પડી જવા કરતા તે છ ગણું સરળ હશે કારણકે ચન્દ્રની સપાટી પર વજન પૃથ્વી કરતા છ ગણું ઓછું હોય છે.”

“પરંતુ તેમ છતાં તે તમને કાચની જેમ તોડી નાખવા સક્ષમ છે.”

“મારા રોકેટને સરળતાથી મૂકી દેવામાં આવતા અને ચોક્કસ સમયે તેને ચલાવવામાં આવતા તે પ્રશ્નનો પણ હલ નીકળી જશે.”

“પરંતુ તેમ છતાં, આગળ વધવાની તકલીફોની કલ્પના કરીએ, તમામ વિઘ્નો દૂર કરવામાં આવે, દરેક ઘટનાઓ પણ તમને મદદ કરે અને તમે ચન્દ્ર પર સુખદ રીતે પહોંચી જાવ, તો તમે પરત કેવી રીતે આવશો?”

“હું પાછો આવવાનો નથી!”

આ જવાબ ઉત્કૃષ્ટ નિખાલસતા ધરાવતો હતો, બેઠક શાંત થઇ ગઈ. પરંતુ આ શાંતિ ઉત્સાહના ચિત્કારો કરતા ઘણી બોલકી હતી. અજાણ્યા વ્યક્તિને આ તકનો લાભ મળ્યો અને તેણે ફરીથી વિરોધ વ્યક્ત કર્યો:

“તમે તમારી જાતને નિશ્ચિતપણે ખતમ કરવા જઈ રહ્યા છો;” તેણે બૂમ પાડી “અને તમારું મૃત્યુ એક પાગલ ઇન્સાનનું હશે જે વિજ્ઞાન માટે બિલકુલ નકામું હશે!”

“બોલતા જાવ, કારણકે તમારી ભવિષ્યવાણીઓ સાથે સહમત નથી થઇ શકાતું!”

“બહુ થયું! આરડનના વિરોધીએ ચિત્કાર કર્યો. “મને એ નથી સમજાતું કે હું શા માટે આ વ્યર્થ ચર્ચાને આગળ વધારી રહ્યો છું. તમે તમારા આ ગાંડપણથી ભરપૂર સાહસ પર આગળ વધો! અમને તમારા માટે તકલીફમાં પડવાની જરૂર નથી.”

“પ્રાર્થના વિધિઓ પર આધારિત નથી હોતી!”

“ના, એક અન્ય વ્યક્તિ પણ તમારા કૃત્ય માટે જવાબદાર છે.”

“કોણ? શું હું પૂછી શકું?” માઈકલ આરડને સત્તાવાહી અવાજે માંગણી કરી.

“એ અજાણ્યો વ્યક્તિ જેણે આ વાહિયાત અને અશક્ય સંશોધનનું આયોજન કર્યું છે!”

આ હવે સીધો હુમલો હતો. બાર્બીકેન જે અત્યારસુધી આ અજાણ્યા વ્યક્તિની દખલગીરી શરુ થઇ ત્યારથી ડરતા ડરતા પોતાની જાત પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા, હવે જાણેકે પોતાના પર સીધો હુમલો કરવામાં આવ્યો હોય એવું માનવા લાગ્યા હતા અને તેઓ એ દુશ્મન તરફ ધસી પડ્યા જેણે તેમના ચહેરા સમક્ષ આવીને તેમને લલકાર્યા હતા, અને બહુ જલ્દીથી તેમને તેનાથી દૂર કરી દેવામાં આવ્યા.

સો જેટલા મજબૂત વ્યક્તિઓ દ્વારા મંચ પર કાબુ મેળવવામાં આવ્યો અને ગન ક્લબના પ્રમુખે માઈકલ આરડન સાથે વિજયી સન્માન વહેંચ્યું.

શિલ્ડ ઘણો ભારે હતો, પરંતુ તેને લઈને આવનારાઓ તેને સતત એકબીજાને પસાર કરીને, તેની સાથે અસહમત થઈને, સંઘર્ષ કરીને કે એકબીજા સાથે લડાઈ કરીને પણ પોતાનો ફાળો આ પ્રદર્શનમાં આપવા માટે ઉત્તેજીત હતા.

જોકે અજાણ્યો વ્યક્તિ પોતાના સ્થાનને છોડવા માટે આ તોફાનથી જરા પણ લાભ ન પામ્યો. જો કે તે આ નાનકડા ટોળાની વચ્ચે એમ કરી પણ ન શક્યો હોત. તે પ્રથમ હરોળમાં પ્રમુખ બાર્બીકેન સામે પોતાના બંને હાથ એકબીજા પર મુકીને ઘુરતો રહ્યો.

આ વિજય યાત્રા દરમ્યાન આ મોટા ટોળાનો અતિશય ઉંચા અવાજનો શોરબકોર ચાલુ રહ્યો. માઈકલ આરડને આ બધું દેખીતા આનંદ સાથે સ્વિકાર કર્યું. તેનો ચહેરો આનંદ સાથે ચમકી રહ્યો હતો. ઘણીવાર એવું બન્યું કે મંચ એક જહાજની જેમ ડોલવા લાગ્યું હતું. પરંતુ બે મિત્રો જેમની મુલાકાત દરિયા કિનારે થઇ હતી અને જેમનું વહાણ કોઇપણ તકલીફ વગર ટેમ્પા ટાઉનના પોર્ટ પર આવી ગયું હતું તેમના પગ આ હલનચલનને રોકવા અત્યંત મજબૂત હતા.

માઈકલ આરડન તેના ઉત્સાહી પ્રશંસકોના ભેટવાથી નસીબજોગે બચી ગયો. તે હોટેલ ફ્રેન્કલીન પહોંચી ગયો અને પોતાના રૂમમાં જઈને સુઈ ગયો, જ્યારે તેના રૂમની બારી નીચે હજારો આદમીઓની સેના તેના તરફ જોતી રહી.

આ સમયે, રહસ્યમય વ્યક્તિ અને ગન ક્લબના પ્રમુખ વચ્ચે એક દ્રશ્ય ભજવાઈ ગયું જે ટૂંકું, મજબૂત અને નિર્ણાયક હતું.

બાર્બીકેન છે છેવટે મુક્ત થયા તે સીધાજ પોતાના વિરોધી પાસે પહોંચી ગયા.

“આવો!” તેમણે ટૂંકમાં કહ્યું.

બીજો વ્યક્તિ તેમની પાછળ આવ્યો અને બંને જહોન્સ ફોલના ખુલ્લા ધક્કાના પ્રવેશદ્વાર પર ઉભા રહ્યા.

બે દુશ્મનો, જે હજીસુધી એકબીજાથી અજાણ હતા, એકબીજા સામે જોયું.

“તમે કોણ છો?” બાર્બીકેને પૂછ્યું.

“કેપ્ટન નિકોલ!”

“મને શંકા હતી જ. અત્યારસુધી મારી સામે પડવાનો તમને મોકો કેમ ન મળ્યો?”

“હું એ જ હેતુથી અહીં આવ્યો છું.”

“તમે મારું અપમાન કર્યું છે.”

“જાહેરમાં!”

“અને તમે મને આ અપમાનનો જવાબ આપશો.”

“આ જ ક્ષણે.”

“ના! હું એમ ઈચ્છું છું કે આપણી વચ્ચે જે કોઇપણ વાતો થાય તે ગુપ્ત રહે. ટેમ્પાથી ત્રણ માઈલ દૂર એક જંગલ છે, સ્કેર્સનોનું જંગલ, તમને ખબર છે?”

“હા મને ખબર છે.”

“તો એ બહેતર રહેશે કે આવતીકાલે સવારે પાંચ વાગ્યે તમે તેની એક દિશાએથી અંદર પધારો.” “અને તમે તમારી રાઈફલ લઇ આવવાનું નહીં ભૂલોને?” બાર્બીકેને કહ્યું.

“તમે પણ નહીં ભૂલોને?” નિકોલે જવાબ આપ્યો.

આ શબ્દો શાંતિથી બોલવામાં આવ્યા અને ગન ક્લબના પ્રમુખ અને કેપ્ટન છુટા પડ્યા. બાર્બીકેન પોતાના લોજ પર પરત આવ્યા; પરંતુ અમુક કલાકની ઉંઘ ખેંચવાને બદલે તેમણે ગોળાના ઉથલપાથલને દૂર કરવાના રસ્તાઓ અને બેઠક દરમ્યાન થયેલી ચર્ચા દરમ્યાન માઈકલ આરડન દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલી સમસ્યા અંગે વિચારતા સમગ્ર રાત્રી પસાર કરી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED