પ્રકરણ ૧૭
ટેલીગ્રાફીક ડિસ્પેચ
ગન ક્લબ દ્વારા હાથ ધરવામાં આવેલું એક મહાન કાર્ય હવે લગભગ પૂર્ણ થવાના આરે હતું અને ચંદ્ર પર નિશાન લગાવીને ગોળો છોડવાને હજી પણ બે મહિનાની વાર હતી. આ બે મહિનાઓઘટનાઓ રાહ જોવા માટે થતી સ્વાભાવિક ઉતાવળને લીધે તે વર્ષ જેટલા લાંબા લાગી રહ્યા હતા. હવેથી ઓપરેશન અંગેની નાનામાં નાની માહિતીને દરરોજ છાપાંઓ દ્વારા છાપવામાં આવતી હતી અને તેને જનતા ભૂખી નજરે વાંચતી હતી.
આવી પરિસ્થિતિની દરેક ક્ષણ એવી હતી કે જેમાં સૌથી અનપેક્ષિત, સૌથી અસાધારણ અને અદ્ભુત દરરોજ બનતી હતી અને તે તેમની થાકેલી ભાવનાઓને ફરીથી જગાવીને સૌથી હિંસક ઉત્તેજના તરીકે બહાર આવતી હતી.
તે દિવસે, 30મી સપ્ટેમ્બરે, બપોરે 3:47 વાગ્યે, એક ટેલીગ્રામ, વેલેન્શીયા (આયર્લેન્ડ) થી ન્યૂફાઉન્ડલેન્ડ અને અમેરિકન મેઈનલેન્ડ પર મોકલવામાં આવ્યો અને પ્રેસીડેન્ટ બાર્બીકેનના સરનામે પહોંચ્યો.
પ્રમુખે પરબીડિયું ખોલ્યું, સંદેશો વાંચ્યો અને સ્વનિયંત્રણની અદ્ભુત શક્તિ હોવા છતાં આ ટેલિગ્રામના વીસ શબ્દો વાંચતા વાંચતા તેમના હોઠ નબળા પડ્યા અને તેમની આંખો ઝાંખી થઇ.
હાલમાં ગન ક્લબના આર્કાઈવ્ઝમાં રહેલા એ ટેલીગ્રામની લીપી આ રહી:
ફ્રાન્સ,પેરિસ,
30 સપ્ટેમ્બર, 4 A.M.
બાર્બીકેન, ટેમ્પા ટાઉન, ફ્લોરિડા, અમેરિકા.
તમારા ગોળાકાર શેલ જે એક સિલિન્ડ્રો શંકુ અસ્ત્ર છે તેની અવેજીમાં હું અંદર જઈશ. સ્ટીમર દ્વારા એટલાન્ટા પહોંચું છું.
માઈકલ આરડન.
***