ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 18 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 18

પ્રકરણ ૧૮ – એટલાન્ટાથી આવેલો એ મુસાફર

જો આ હેરત પમાડતા સમાચાર તાર દ્વારા આવવાના બદલે પોસ્ટ દ્વારા એક સામાન્ય સીલ ધરાવતા પરબીડીયામાં સાદી રીતે આવ્યા હોત તો બાર્બીકેને એક પળની પણ રાહ જોઈ ન હોત. તેમણે પોતાની જીભને ડહાપણ અને પોતાનો નિર્ણય ન બદલવાના પગલાં તરીકે સીવી લીધી હોત. આ ટેલીગ્રામ કદાચ કોઈ મજાક તરીકે, ખાસકરીને એક ફ્રેન્ચમેન તરફથી કરવામાં આવી હોય એવું બને. કોઇપણ મનુષ્યે આ પ્રકારની મુસાફરીની કલ્પના પણ કેવી રીતે કરી હોઈ શકે? જો એવું હોય તો તેને ગાંડાઓના વોર્ડમાં પૂરી દેવો જોઈએ નહીં કે શસ્ત્રની દિવાલોમાં.

ટેલીગ્રામની વિગતો જોકે બહુ જલ્દીથી જાહેર થઇ ગઈ; જે ખરેખર તો ટેલીગ્રાફીક ઓફિસર્સની જાણ પૂરતું મર્યાદિત હોવું જોઈતું હતું, અને માઈકલ આરડનની દરખાસ્ત રાષ્ટ્રના ઘણા રાજ્યોમાં ફેલાઈ ગઈ. આથી બાર્બીકેનનો હવે મૂંગા રહેવાનો કોઈજ ઈરાદો ન હતો. પરિણામસ્વરૂપે તેમણે તેમના સાથીદારોને, જે અત્યારે ટેમ્પા ટાઉનમાં હતા, તેમને ભેગા કર્યા અને પોતાના અભિપ્રાયને બિલકુલ જણાવ્યા વગર તેમણે તેમની સમક્ષ એ તરંગી લીપી વાંચી લીધી. તેમના વાંચનના પ્રતિસાદરૂપે શંકાના વિવિધ રૂપે થઇ શક્ય હોય તેવા શબ્દો સાંભળવા મળ્યા, સિવાય કે જે. ટી. મેસ્ટનના, જેમણે કહ્યું, “જો કે, આ એક ખૂબ સુંદર આઈડિયા છે!”

***

જ્યારે બાર્બીકેને શરૂઆતમાં ચંદ્ર પર ગોળો મોકલવાનો પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે તમામને આ સાહસ તમામ રીતે સરળ અને શક્ય લાગ્યું હતું. પરંતુ જ્યારે એક વ્યક્તિએ જે પોતાને વ્યાજબી વ્યક્તિ તરીકે જાહેર કરી રહ્યો હતો અને ગોળાની અંદર એક માર્ગ આપવાનો પ્રસ્તાવ કરી રહ્યો હતો, ત્યારે આ સમગ્ર બાબત એક ફારસ, અથવાતો સ્થાનિક ભાષામાં હમ્બગ બની ગઈ હતી.

એક સવાલ, જોકે સ્થિર રહ્યો હતો, શું આવો વ્યક્તિ ખરેખર હોઈ શકે? આ ટેલિગ્રામ એટલાન્ટીકના દરેક ઉંડાણ સુધી પહોચી ગયો હતો, એ જહાજ જેના પર તે પોતાનો માર્ગ લઈને આવવાનો હતો, તેના આવવાની તારીખ ઝડપી આવે તેની વ્યવસ્થા, આ તમામ બાબતો તેના પ્રસ્તાવની શક્યતાનો ભાગ બન્યો હતો. આ બાબતે તેમનો કોઈ સ્પષ્ટ અભિપ્રાય હોવો જરૂરી હતો. જુદાજુદા મંડળો જેમના પોતપોતાના સવાલો હતા તેમણે એક ટોળું બનાવ્યું અને તેઓ સીધા જ પ્રમુખ બાર્બીકેનના આવાસે સીધા જ ધસી ગયા. એ મહત્ત્વનો વ્યક્તિ ઘટનાઓ જેમ આવતી જાય તેમ તેને જોતા જવાની ઈચ્છા સાથે શાંતિ રાખી રહ્યો હતો. પરંતુ તે લોકોની ઉતાવળને ધ્યાનમાં લેવાનું ભૂલી ગયો હતો. અને એ કોઈ સારી લાગણી ન હતી જ્યારે તેમણે ટેમ્પા ટાઉનની વસ્તીને પોતાની બારી પાસે ઉભેલી જોઈ. તે આગળ આવ્યા અને આથી શાંતિ સ્થપાતા એક નાગરિકે આ સીધો જ સવાલ તેને કરી દીધો: “ટેલીગ્રામમાં નામ ના ખાના હેઠળ જણાવવામાં આવેલો વ્યક્તિ માઈકલ આરડન અહીં આવી રહ્યો છે? ‘હા’ કે ‘ના’?

“મિત્રો,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું,”મારી પાસે તમારાથી વધારે કોઈજ માહિતી નથી.”

“અમારે માહિતી જોઈએ જ,” અધીરા અવાજોએ ત્રાડ નાખી

“સમય તેનું કામ કરશે,” પ્રમુખે શાંતિથી જવાબ આપ્યો.

“સમગ્ર દેશને અનિશ્ચિતતામાં રાખવાનો કોઈજ મતલબ નથી,” એક વ્યક્તિ બોલ્યો. “ટેલીગ્રામમાં કરેલી વિનંતી મુજબ શું તમે ગોળો મોકલવાની યોજનામાં ફેરફાર કર્યો છે?”

“અત્યારસુધી તો નહીં મિત્રો; પરંતુ તમે સાચા છો! આપણી પાસે વ્યવસ્થિત માહિતી હોવી જરૂરી છે. ટેલીગ્રાફ પાસે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.”

“તો ચાલો ટેલીગ્રાફ!” ટોળાએ ગર્જના કરી.

બાર્બીકેન નીચે ઉતર્યા; અને વિશાળ ટોળાની આગેવાની લીધી અને તેને ટેલીગ્રાફ ઓફીસ તરફ દોરી ગયા. થોડી મીનીટો બાદ અન્ડરરાઈટર્સ ઓફ લિવરપૂલના સેક્રેટરીને એક ટેલીગ્રામ મોકલવામાં આવ્યો જેમાં નીચે મુજબના સવાલોના જવાબ માંગવામાં આવ્યા હતા.

“એટલાન્ટા શિપ અંગે – એણે ક્યારે યુરોપ છોડ્યું? એમાં કોઈ માઈકલ આરડન નામનો વ્યક્તિ સફર કરી રહ્યો છે?”

બે કલાક બાદ બાર્બીકેનને એવી માહિતી મળી જેને લીધે તેમના મનમાં શંકા માટે જરાપણ સ્થાન રહે નહીં.

“એટલાન્ટા નામની સ્ટીમર બીજી ઓક્ટોબરે ટેમ્પા ટાઉન તરફ લિવરપૂલથી નીકળી ચૂકી છે જેના મુસાફરોની યાદીમાં માઈકલ આરડન નામક ફ્રેન્ચમેન પણ છે.”

એજ સાંજે તેમણે ધ હાઉસ ઓફ બ્રેડવિલ એન્ડ કંપનીને પત્ર લખીને વિનંતી કરી કે આગલા આદેશ સુધી તેઓ ગોળાનું કાસ્ટિંગ કરવાનું કાર્ય બંધ કરે. દસમી ઓક્ટોબરે સવારે નવ વાગ્યે, બહામા કેનાલના સંકેતયંત્રે ક્ષિતિજ પર જાડા ધુમાડા હોવાનો સંકેત આપ્યો. બે કલાક બાદ એક વિશાળ સ્ટીમરે તેમની સાથે સંકેતોની અદલાબદલી કરી. એટલાન્ટા નામ ફરી એક વખત ટેમ્પા ટાઉનમાં ફરી વળ્યું. ચાર વાગ્યે આ અંગ્રેજ જહાજ બે ઓફ ઇસ્પીરીટુ સેન્ટોમાં પ્રવેશ્યું. પાંચ વાગ્યે તેણે પૂરી ઝડપથી હિલ્સબોરો બે ના રસ્તાને પસાર કર્યો. છ વાગ્યે તે પોર્ટ ટેમ્પા પર લાંગર્યું. લંગરે ભાગ્યેજ આવી રીતે ડરતા ડરતા રેતીની જમીનમાં પ્રવેશ કર્યો હશે જ્યારે પાંચસો હોડીઓએ એટલાન્ટાને ઘેરી લીધું હતું અને એટલાન્ટા પર જાણેકે હુમલો કરવામાં આવ્યો. તૂતક કર પ્રથમ પગ મુકનારા બાર્બીકેન હતા, અને પોતાની ભાવનાઓને નિષ્ફળતાપૂર્વક છુપાવી શકતા અવાજ સાથે તેમણે કહ્યું, “માઈકલ આરડન.”

“અહિયાં!” જહાજના પાછલા ભાગમાં બેસેલા એક વ્યક્તિએ જવાબ આપ્યો.

બાર્બીકેને અદબ વાળીને એટલાન્ટાના એ મુસાફરને સ્થિરતાથી જોયો.

આ વ્યક્તિ લગભગ બેતાળીસ વર્ષનો હતો, વિશાળકાય પરંતુ તેના ખભા ગોળાકાર હતા. તેના વિશાળ મસ્તકે એક ઝટકા સાથે લાલ વાળ હલાવ્યા જે સિંહની કેશવાળીની યાદ અપાવતા હતા. તેનો ચહેરો નાનો હતો પરંતુ પહોળું કપાળ ધરાવતો હતો, અને બિલાડી જેવી મૂંછ હતી અને ગાલ પર પીળા રંગની ઝાંય ઉપસાવતી હતી. ગોળ અને ચમકતી આંખો કદાચ નજીકનું વધુ સારું જોઈ શકતી હતી અને સામુદ્રીકશાસ્ત્ર પ્રમાણે તે બિલાડી જેવી લાગતી હતી. તેનું નાક મજબૂત આકાર ધરાવતું હતું, તેના મોઢાના હાવભાવ મીઠા લાગતા હતા જાણેકે તાજું નિંદામણ કરેલું ખેતર. તેનું શરીર લાંબા પગ પર મજબૂતીથી વિકસાવવામાં આવ્યું હતું. સશક્ત હાથ અને સામાન્ય સમજ અનુસાર તેનો દેખાવ મજબૂત, રમુજી અને મિત્ર તરીકેની ઓળખ આપતો હતો. તેણે વ્યવસ્થિત માપના કપડા પહેર્યા હતા. ઢીલા નેકરચીફ, કોલર ખુલ્લા હતા જે તેની મજબૂત ગરદન દર્શાવતી હતી; બાંય ના બટન બંધ ન હતા જે લાલ રંગના હાથ દેખાડી રહ્યા હતા.

સ્ટીમરના પૂલ પર, ટોળાની વચ્ચે, તે આગળ પાછળ એક પળ રોકાયા વગર ઝડપથી ચાલવા લાગ્યો. જેમ ખલાસીઓ કરતા હોય છે એમ પોતાનું લંગર ખેંચતા હોય એમ તે લોકો તરફ ઈશારો કરતા અને બધા સાથે ભળતા, પોતાના નખ થોડા બેચેન થતા દાંત વડે તોડવા લાગ્યો. આ એ પ્રકારનો વ્યક્તિ હતો જેને કુદરત ઘણીવાર ગાંડપણની પળે બનાવતી હોય છે અને બનાવ્યા બાદ પોતાનું બીબું તોડી નાખતી હોય છે.

અન્ય વિચિત્રતાઓમાં આ જીજ્ઞાસાએ તેને શેક્સપીયર જેવી ઉદાત્ત મૂર્ખતા બક્ષી હતી અને તમામ વૈજ્ઞાનિકો માટે સર્વોચ્ચ તિરસ્કારની કબૂલાત કરી હતી. એ “લોકો” એમને એ પ્રમાણે તે ઉદબોધન કરતો, “માત્ર મુદ્દાઓ બનાવે છે, જ્યારે આપણે રમત રમીએ છીએ.”

તે, ખરેખર તો, એક પૂર્ણ બોહેમિયન હતો, સાહસિક હતો પરંતુ તેનામાં સાહસ ન હતું; સસલાના મગજ જેવો વ્યક્તિ હતો, ઇકારસ જેવો, માત્ર પંખ ધરાવતો. બાકીઓ માટે તે માત્ર કચરા જેવો હતો, છેવટે પોતાના પગથી નીચે પડી જનારો, એવી જ રીતે જેવી રીતે પેલા બાળકોના રમકડાં વેંચનારા ઠીંગણા લોકો જેવો. થોડા શબ્દોમાં કહીએ તો તેનો હેતુ, “મારો પણ અભિપ્રાય છે” એમ કહેવાનો હતો અને અશક્ય પ્રત્યેનો તેનો પ્રેમ તેના જનૂનને આગળ વધારી રહ્યા હતા.

આ પ્રકારનો એટલાન્ટાનો આ પ્રવાસી હતો, જાણેકે પોતાના શરીરની આગથી પોતે જ ઉકળી રહ્યો હોય. જો ક્યારે પણ એકબીજાથી સાવ અલગ પડતા વ્યક્તિઓને એકસાથે જોવા હોય તો તે માઈકલ આરડન અને યાન્કી બાર્બીકેન જ હોઈ શકે; બંને એકસરખા જ સાહસીક અને હિંમતવાન, પોતપોતાની રીતે.

આ નવા અવતરીત થયેલા વિરોધીની ગન ક્લબના પ્રમુખ દ્વારા શરુ કરવામાં આવેલી ચકાસણીને તરતજ ટોળા દ્વારા શરુ કરવામાં આવેલા શોરબકોરથી રોકાઈ જવું પડ્યું. છેવટે આ બૂમો એટલી બધી કર્કશ થઇ, અને લોકોમાં લોકપ્રિય થઇ રહેલો ઉત્સાહ એટલો બધો વધી ગયો કે માઈકલ આરડન, જેણે અત્યારસુધીમાં લગભગ એક હજાર લોકો સાથે હાથ મેળવી લીધા હશે અને પોતાની આંગળીઓ ગુમાવવાના ત્વરિત ખતરા હેઠળ હતો તેણે છેવટે પોતાની કેબીન તરફ ભાગવું પડ્યું.

બાર્બીકેન એક પણ શબ્દ બોલ્યા વગર તેની પાછળ ચાલ્યા.

“મને લાગે છે કે તમે બાર્બીકેન છો!” માઈકલ આરડને એવા સૂરમાં કહ્યું કે જાણે તે પોતાના એવા મિત્ર સાથે વાત કરી રહ્યો હોય જેની સાથે તેને વીસ વર્ષથી દોસ્તી હોય.

“હા,” ગન ક્લબના પ્રમુખે જવાબ આપ્યો.

“અચ્છા! કેમ છો બાર્બીકેન? કેવું ચાલી રહ્યું છે? બધું બરોબરને? લાગે જ છે.”

“તો” બાર્બીકેને શબ્દો ઉમેર્યા વીના સીધું જ કહ્યું, “તમે આગળ વધવાનું નક્કી કરી જ લીધું છે.”

“હા લગભગ નક્કી જ છે.”

“તમને કોઈજ નહીં રોકી શકે?”

“કોઈજ નહીં. તમે મારા ટેલીગ્રામ અનુસાર ગોળામાં ફેરફાર કર્યો?”

“મેં તમારા આવવાની રાહ જોઈ છે. પરંતુ,” બાર્બીકેને ફરીએકવાર પૂછ્યું, “તમે એના પર શાંતિથી વિચાર કર્યો છે?”

“વિચાર? મારી પાસે એટલો સમય જ ક્યાં છે? મને ચંદ્રની યાત્રા કરવાનો અવસર મળ્યો છે અને મને તેના દ્વારા નફો રળવાની ઈચ્છા છે. સમગ્ર મામલાનો આ એકમાત્ર સાર છે.”

બાર્બીકેને ફરીથી આ વ્યક્તિ તરફ ધ્યાનપૂર્વક જોયું જે અત્યંત સરળતાથી તેની યોજના વિષે બોલી રહ્યો હતો અને તેમાં ચિંતાનો સંપૂર્ણ અભાવ હતો. “તેમ છતાં,” તેમણે કહ્યું, “તમારી પાસે કોઈક યોજના હશે, તમારી યોજનાના અમલ માટે કોઈ રસ્તો જરૂર હશેને?”

“ખુબ સુંદર, પ્રિય બર્બીકેન; મને એકવાર વાત કરવાની મંજૂરી આપો. મારી ઈચ્છા છે કે હું એકજ વારમાં મારી વાત, બધાને કહી દઉં અને બસ પછી પતી ગયું, ત્યારબાદ સંક્ષેપમાં કહેવાની કોઈજ જરૂર નહીં રહે. તો, જો તમને કોઈ વાંધો ન હોય અને તમારી ઈચ્છા હોય તો તમારા મિત્રો, સહકર્મચારીઓ, સમગ્ર નગર, આખું ફ્લોરીડા, આખું અમેરિકા ભેગું કરો અને આવતીકાલે હું મારી યોજના રજુ કરીશ અને કોઇપણ વાંધાઓ જો સામે આવશે તો તેનો જવાબ આપીશ. તમે એક બાબતની ખાતરી રાખજો કે પછી હું કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ વગર રાહ જોઇશ. શું તમને આમ કરવું ગમશે?”

“ઠીક છે,” બાર્બીકેને જવાબ આપ્યો.

આમ કહીને પ્રમુખે કેબીનમાંથી વિદાય લીધી અને ટોળાને માઈકલ આરડનના પ્રસ્તાવ અંગે માહિતી આપી. તેમના શબ્દોને બંને હાથે પડેલી તાળીઓના ગડગડાટથી અને આનંદના ચિત્કારોથી વધાવી લેવામાં આવ્યા. તેમની તમામ મુશ્કેલીઓ દૂર થઇ ગઈ હતી. આવતીકાલે દરેકને તેમની સરળતા અનુસાર આ યુરોપીયન હીરો અંગે વિચારવાનું મળશે. જો કે કેટલાક દર્શકો જે અન્યો કરતા વધારે મુગ્ધ બન્યા હતા તેઓ એટલાન્ટા છોડવાના ન હતા. તેઓએ જહાજ પર જ પોતાની રાત વિતાવી હતી. અન્યોની સાથે જે ટી મેટ્સન તૂતક પર કબ્જો જમાવીને બેસી ગયા હતા જેમને કપ્તાન દ્વારા બાદમાં દૂર કરાયા.

“એ હીરો છે હીરો! તેણે નક્કી કરેલી યોજનામાં ફેરફાર કરવાની તેણે ક્યારેય કોશિશ નથી કરી.” “અને અમે આ યુરોપીયન સામે નબળા અને મૂર્ખ સ્ત્રીઓ જેવા લાગીએ છીએ.”

પ્રમુખ પણ મુલાકાતીઓને ઘરે જવાનું કહ્યા બાદ મુસાફરોની કેબીનમાં પરત વળ્યા અને જ્યાંસુધી સ્ટીમર દ્વારા મધ્યરાત્રીનો ઘંટ વગાડવામાં ન આવ્યો ત્યાંસુધી ત્યાંજ રહ્યા.

પરંતુ ત્યારબાદ લોકપ્રિયતાના હિસાબે બે વિરોધીઓએ હાથ મેળવ્યા અને અંતરંગ મૈત્રીની શરતે છૂટા પડ્યા.