2 shining hearts - Chapter - 5 books and stories free download online pdf in Gujarati

2 શાઈનિંગ હાર્ટ્સ (2 shining hearts) - 5

પ્રકરણ ૫

તેને ગુમાવી

એક દિવસ હું અને દિશા રોજની જેમ મોલ પર કામ કરીને પછી પોત પોતાની ઝુપડી પર ગયા. તે દિવસે મેં જોયું કે મારા પપ્પા ઘરે જ હતા અને તેમને જોઈને થયું કે આજ કંઈ થયું હશે. મારી બહેન ખાવાનું બનાવી રહી હતી અને મારો ભાઈ નજીક જ બેઠો હતો મેં મારા પપ્પા પાસે જઈને તેને બેગમાંથી ૧૧૨ રૂપિયા આપીયા તેમણે મારી સામે જોયું અને કહ્યું,

“તેગી, તારી બધી વસ્તુ ઝુપડીમાં બેગ પડ્યું છે તેમાં ભરિલે જે…”

મેં કાંઈ પણ પૂછ્યા વગર ખાલી માથું જ હલાવ્યું. મને કઈ સમજાયું નહિ પણ હું ઝુપડીમાં ગયો અને ત્યાં મેં જોયું કે સિમ્પલ એવી ૩ મોટી બેગ હતી જેમાંથી ૨ ભરેલી હતી. જે મારા ભાઈ બહેની હતી અને એક ખાલી તે મારી હતી. મેં મારો સ્કૂલ ડ્રેસ અને એક બીજા સિમ્પલ કપડાં હતા તે બેગમાં સરખી રીતે મુક્યા પછી જયારે હું મારા સ્કૂલ બેગમાંથી બેન્કની પાસબુક અને આઇ-કાર્ડ કાઢી રહ્યો હતો. ત્યારે મેં જોયું કે મારા સ્કૂલ બેગમાં એક લીલા કલરની થેલી હતી. મેં ખોલીને જોયું તો તેમાં મેં અને દિશા એ પડાવેલો ફોટો હતો. મેં તેને જોયો એટલે મને તે દિવસ યાદ આવી ગયો અને મારા ચહેરા પર ખુશીનો રંગ છવાઈ ગયો. તે ફોટો સાચવીને મેં મોટા બેગમાં મૂકી દીધો અને પછી મેં મારી બીજી બધી વસ્તુ બેગમાં ભરી નાખી. હવે ઝુપડું કાંઈક સાફ લાગતું હતું બેગ ભરીને પછી હું બહાર ગયો. ત્યાં મારી બહેને બધાનું જમવાની થાળીઓ તૈયાર કરી રાખી હતી. અમે જમી રહ્યા હતા ત્યારે મારા પપ્પા બોલ્યા,

“તમે બધા આજ જલ્દી જમજો…”

“કેમ પપ્પા આજ શું છે અમને તમે ઠેલા લાવી દીધા આજ કંઈ છે?” મારા ભાઈએ ડરતાં ડરતાં ધીમેથી પુછયુ.

“કીધું એટલું કર ખોટા સવાલ કરમાં.”મારા પપ્પાએ ગુસ્સાથી કહ્યું. મેં જમી લીધું એટલે હું રોજની જેમ જ દિશાને મળવા જતો હતો. ત્યાં મારા પપ્પા એ ગુસ્સેથી પૂછ્યું. “ક્યાં જાય છે?”

“હું થોડીવારમાં જ આવું” મેં ઘીરેથી જવાબ આપ્યો.

“સારું જા જલ્દી વયો આવજે” મારા પપ્પાએ મને કહ્યું.

હું હાઇવે રોડ પાસે રોજની જેમ દિશાની રાહ જોતો હતો. થોડી વારમાં દિશા ત્યાં આવી અને મેં તેને કહ્યું.

“દિશા આજ તો મારા પપ્પાનું વર્તન કંઈક વિચિત્ર જ હતું. આજ તે દારૂ પણ નોહતા પિતા અને તે મારી અને મારા ભાઈ બહેન માટે સામાન ભરવાની બેગ લઇ આવ્યા.”

“મારા પપ્પા પણ લઇ આવ્યા પણ તે મારી અને મારા મોટા ભાઈ માટે જ છે” તેને આશ્ચર્ય સાથે કહ્યું.

“કોઇક આ એરિયામાં આપવા આવ્યું હશે.” મેં તેને અનુમાન લગાવતા કહ્યું.

“હા હોઈ શકે પણ સારું, મને તો બેગ ખુબ જ ગમી.”

“તેગી હું જયારે બેગ ભરતી હતી ત્યારે મને આપડો જૂનો ફોટો પણ મળ્યો અને મને તે જોઈને તે દિવસ યાદ આવી ગયો.” તેણે થોડી સ્માઈલ સાથે કહ્યું.

“હું પણ તને એ જ કહેવાનો હતો” મેં તેને હસતાં હસતાં કહ્યું.

(પછી થોડીવાર વાત કરી હું મારી ઝૂંપડી તરફ જવા લાગ્યો. જયારે હું જઈ રહ્યો હતો ત્યારે મને ખબર નહીં પણ મને અંદરથી કાંઈક ડર લાગી રહ્યો હતો. મેં મારા પપ્પાને ઝૂંપડીની બહાર બેઠેલા જોયા. તેમને જોઈને પહેલાતો મને થયું મને ખિજાશે પણ કાંઈ કહ્યું નહીં. ખાલી મારી સામે જોયું. હું નીચું માથું રાખીને ઝૂંપડીમાં વયો ગયો. ઝૂંપડીમાં મારો ભાઈ અને મારી બહેન સુઈ ગયા હતા. મેં એક કાર્પેટ લીધું અને તે જમીન પર પાથરી હું તેના પર સૂતો પણ મને તે દિવસે ગમે તે હોય ઉંઘ આવી રહી ન હતી.)

હું ઝુપડીમાં આવ્યો તેને અડધો કલાક થયો હશે ત્યાં મારા પપ્પા ઝૂંપડીમાં આવ્યા અને જોરથી બોલ્યા.

“જાગો બધા અને પોતાની બેગ લઈને જલદી બહાર આવો.”

(અમને ત્રણેય ને કાંઈ ખબરના પડી પણ અમે બેગ લઈને બહાર ગયા. ત્યાં અમારી સામે ૨ સારા એવા હાઈટ બોડી વાળ અને મૂછોવાળા ભાઈ ઉભા હતા. મેં જોયું કે મારા પપ્પાના હાથમાં ૨૦૦૦નું એક ને ૫૦૦ની નોટો ના ૨ બંડલ હતા અને બીજા હાથમાં દારૂની બોટલ હતી. અમારા ઘરની સામે ૨ વેન ઉભી હતી. તેમાંથી એક ભાઈ મારા તરફ ઈશારો કરી બોલ્યા કે આને હું લઇ જઈશ. હું ખુબજ ગભરાઈ ગયો અને મારા પપ્પા સામે જોઇને બોલ્યો)

“શું થયું છે? કેમ આ એવું કે છે?”

મારા પપ્પા કાંઈ બોલે તે પહેલાં તે ભાઈ બોલ્યા, “તમને તમારા પપ્પાએ વેચી દીધા છે અને મેં તને ખરીદ્યો છે”

એ ભાઈની વાત સાંભળી હું અને મારી બહેન મારા પપ્પા સામે જોઈ અને રડવા લાગ્યા અને કહ્યુ.

“પપ્પા પપ્પા, અમને અહીં રહેવા દો. હું તમારી બધી વાત માનું છું અને હવેથી રોજ વધારે રૂપિયા આપીશ.”

આજ સમયે મારો ભાઈ ત્યાંથી સાઈડમાંથી ભાંગ્યો એટલે તેમાંના એક ભાઈએ પથ્થરો લીધો અને જોરથી તેના પગ પર માર્યો. પથ્થરો વાગવાને કારણે મારો ભાઈ પડી ગયો અને તેનો પગ પકડીને રોવા લાગ્યો. પછી અમે તેને જોઈને જોર જોરથી રડવા લાગ્યા. તેમાંના એક ભાઈ એ મારા પપ્પાને ગુસ્સેમાં જોરથી કહ્યું.)

“હવે તમે અંદર જાવને.”

આજ સમયે તે એકા-એક મારી પાસે આવ્યો અને મારા મોઢા પર રૂમાલ દાબી દીધો. મને યાદ છે મારી બહેને મને બચાવવા મારો હાથ પકડ્યો પણ હું કદાચ ૧-૨ મિનિટમાં બેભાન થઇ ગયો પછી શું બન્યું તે મને કાંઈ ખબર રહી નહીં.

હું જયારે સવારે જાગ્યો ત્યારે હું વેનમાં જ હતો અને તે એક મોટા દરવાજાની સામે પડી હતી. ડ્રાઈવર પણ હતો નહીં. મારા મોઢામાં રૂમાલ ભરવેલો હતો. મારા હાથ અને પગ બંને બાંધેલા હતા. મેં જયારે સામે જોયું તો મારી ક્રોસમાં જ દિશા બેઠેલી હતી પણ તે હજી સુતેલી હતી. મને તેને જોઈને થોડી શાંતિ થઇ. વેનમાં અમે ૫ છોકરા અને ૩ છોકરીઓ આમ અમે કુલ ૮ લોકો હતા. તેમાંથી મોટા ભાગના અમારા એરિયા સાઇડના જ હતા પણ તેમાં મારો ભાઈ કે બહેન કોઈ હતું નહીં. તેમાંથી મારા સહીત ૩ છોકરા અને ૧ છોકરી જાગી ગયા હતા. તે બધાના હાથ-પગ બાંધેલા હતા અને મોઢામાં રૂમાલ હતો તેથી કોઈ કાંઈ બોલી શકતું ન હતું.

થોડીવારમાં તે મોટા દરવજામાંથી ૪ ભાઈ વેન તરફ આવ્યા. તેમાં કાલ સાંજે જેણે મને બેભાન કર્યો તે વેનવાળા ભાઈ પણ હતા. તેમણે વેનનો ડોર ખોલ્યો. પછી દરવાજા સાઈડના છોકરાના પગે બાંધેલુ ખોલ્યું અને વાળ પકડી બહાર તેને કાઢ્યો. તેમ જ બીજાને પણ કાઢ્યો અને છેલ્લે મને પણ વાળ પકડી કાઢ્યો. અમારા બધાના બેગ એક ભાઈ વાન ઉપર ચડીને ઉતારી રહ્યા હતા. વેનવાળા ભાઈએ દરવાજો બંધ કરી દીધો એટલે મને ખબર પડી ગઈ કે દિશા મારી સાથે નહીં આવે એટલે હું વેન પાસે જઈ તેના દરવાજા પાસે ઉભો રહી ગયો. મેં વેનવાળા ભાઈની આખમાં જોયું અને હું રડવા લાગ્યો પણ મોઠામાં રૂમાલ ને કારણે કાંઈ અવાજ આવતો ન હતો પણ આંખમાંથી આંસુ જવા લાગ્યા. તે મારી નજીક આવ્યા અને જોરથી મને લાફો માર્યો. હું પહેલાંતો વેનના ડોર સાથે ભટકાયો અને પછી નીચે પડી ગયો. સામાન ઉતરી ગયો એટલે અમને અને અમારા સામાનને પેલા ૩ ભાઈ તે દરવાજામાં લઇ ગયા. તે દરવાજા ઉપર મોટું બોર્ડ માર્યું હતું અને લખ્યું હતું “પિજિયન આયર્ન પાર્ટ્સ મેકર્સ લી.” અને બોર્ડ સાઈડમાં અડ્રેસમાં છેલ્લે બરોડા જી.આઈ.ડી.સી લખ્યું હતું એટલે મને ખબર પડી ગઈ કે હું બરોડાના કોઈક એરિયામાં છું.

***

તે વાહનના પાર્ટ્સ બનાવતી કંપની હતી. ત્યાં મેઈન ગેટની અંદર જતા આર.સી.સી.નો રોડ હતો. પહેલા ૩ માળનું મોટું બિલ્ડિડિંગ આવતું હતું. જે તેની મેઈન ઓફિસ હતી. ત્યાંથી આગળ જતા રોડની બંને સાઈડ ૨-૨ મોટા પ્લાન્ટ હતા. ત્યાં એક પ્લાન્ટમાં આયર્ન ઓગાળવા માટેની ભઠ્ઠી અને બોઇલરો પણ હતા. તેની નજીકથી જયારે અમે નીકળ્યા ત્યારે અમને તેની ગરમી અનુભવાતી હતી અને બીજા યુનિટ કે જેમાંથી સતત લોખંડ ટીપવાના અવાજ આવી રહ્યા હતા. ત્યાં કેટલાય લોકો કામ કરી રહ્યા હતા. અમે રોડના છેડે પહોચીયા. ત્યાં એક મોટો હોલ હતો. અમે તે હોલમાં ગયા. ત્યાં હોલની અંદર મેં જોયું કે તેની ફરતે રહેવા માટે રૂમ હતા અને વચ્ચે જમીન પર ભંગાર પડ્યો હતો. ત્યાં ૧૫-૨૦ છોકરા તે ભાંગી રહ્યા હતા અને તેમાંથી લોખંડ છૂટું પાડી રહ્યા હતા. ત્યાં ૨ હાઈટ બોડીવાળા ભાઈયો હાથમાં લાકડી લઈને ઉભા હતા કે જે તેમના પર નજર રાખી રહ્યા હતા. અમને ત્યાં એક ભાઈ રૂમમાં લઇ ગયા અને એ ભાઈએ કહ્યું.

“આ તમારો રૂમ છે. તમારે રોજનું ૨૦ કીલો લોખંડ ભંગારમાંથી છુટુ પાળવાનું રહેશે. જો એમ નહીં થાય તો જેટલા કિલો ઓછા હશે તેને ગુણ્યાં ૧૦ જેટલી ચાબુક ખાવી પડશે.”

તે ભાઈએ બાથરૂમ-ટોયલેટ તરફ ઈશારો કરી કહ્યું, “તમારું કામ પતાવી જલ્દીથી બહાર પડેલા ભંગાર ભાંગવા પહોંચી જાવ અને હા આજ પેલો દીવસે છે એટલે કદાચ ૨૦ કીલો ન થાય તો ચિંતા ન કરતા.”

થોડીવારમાં હું રૂમની બહાર નીકળ્યો. ત્યાં મને એક હથોડી આપી અને પછી તેના વડે હું ભંગાર ભાંગવા લાગ્યો. મારો પહેલો દિવસ હતો એટલે મેં ૧૩કીલો ભંગાર ભાંગ્યો અને પછી સાંજે ૧૦ વાગ્યે બધા છોકરા માટે જમવાનું પરોસવામાં આવ્યું જમીને પછી હું અમારી રૂમમાં ગયો.

( રૂમમાં જઈને હું એક બેડ પર બેઠો મને ખુબ જ હાથ દુઃખી રહ્યા હતા અને મારા પગ પણ સતત બેસવાને લીધે જકડાઈ ગયા હતા. મને આ સમયે દિશા યાદ આવી એટલે હું મારા બેગ પાસે ગયો અને તેમાંથી મેં અને દીશાએ પડાવેલો ફોટો કાઢિયો. તે જોઈને મારી આંખમાંથી થોડા આંસુ પડી ગયા. હૂં ફોટો લઇ અને મારા બેડ પર ગયો અને પછી થોડીવારમાં સુઈ ગયો.)

ત્યાં હું રોજ સવારે ૫:૩૦ વાગ્યે જાગતો અને ૬:૦૦ વાગ્યે કામ કરવા લાગતો હતો. આખો દિવસ કામ કરીને સાંજે ૧૦:૦૦ વાગ્યે દિશાને, મારી બહેન, મારા ભાઈને અને વીરસિંહભાઈને યાદ કરીને સુઈ જતો હતો અને કોઈક વાર હું તેમને યાદ કરીને રડવા પણ લાગતો હતો. ત્યાં અમને મહિનાના છેલ્લા રવિવારે રજા મળતી હતી પણ અમે ખાલી કંપનીમાં જ આંટા મારી શકતા હતા. બહાર જવા દેવામાં ન આવતા. તે દિવસે કંપનીના મેન્ટનન્સવાળા કંપની અને અમારું ધ્યાન રાખવા થોડા ગાર્ડ જ રહેતા હતા. મને તે જગ્યા પર પાંજરાના પંખી જેવો અહેસાસ થઇ રહ્યો હતો અને મને બહારની દુનિયા યાદ આવી રહી હતી…

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED