2 shining hearts - 3 books and stories free download online pdf in Gujarati

2 શાઈનિંગ હાર્ટ્સ - 3

ભાગ ૩

(મીત બૂકનું પેજ ફેરવે છે પણ પછીના બધા પેજ પર કાંઈ લખિયું નથી હોતું. બધાના મોઢા પર ઉદાસી છવાઈ ગઈ હોય છે.)

થોડીવાર રહીને યુક્તિ નિસાસો નાખીને બોલે છે “આ લોકોની મદદ કરવા માટે તો કોઈ નહીં. આપડે તો શું મદદ કરી શકીએ? આપણાથી તો તેમના માટે ફક્ત પ્રાર્થના થઈ શકે.”

મીત બોલ્યો “હા તારી વાત સાચી છે. યુક્તિ”

દેવી ચિંતા સાથે બોલે છે “મને અત્યારે દિશા માટે બોવ દુઃખ થઇ છે. કદાચ તેને કોઈ ઓળખતી વ્યક્તિ સાથે હોય તો કેવું સારું થાત પણ તેમનો મોબાઈલ પણ તૂટી ગયો છે.”

કર્મ થોડીવાર વિચારીને બોલે છે “આપડે મદદ તો કરી શકીએ પણ મહેનત કરવી પડે.”

“કઈ રીતે આપણે મદદ કરી શકીએ?” મીત આશ્ચર્યથી બોલ્યો.

“જો આપણે બધા આ સ્ટોરી બૂકના ફોટાઓ પાડી લઈએ અને પછી ચાર ભાગમાં વહેંચીને બધા આ સ્ટોરી લખી નાખીએ અને પછી ઈન્ટરનેટ પર અપલોડ કરી દઈએ.” કર્મ જવાબ આપે છે.

કર્મ ફરીથી બોલ્યો “આપડે સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ પર પણ આ સ્ટોરી વાંચવા માટેનો મેસેજ ફેલાવી દઈએ. જેથી બધા વાંચે અને કદાચ એવું બને કે તેગી કે દીશાને કોઈ ઓળખતી વ્યક્તિ મળે અને તે અહીં આવે તો દિશાનું મન પણ થોડું હળવું થઇ જાય.”

યુક્તિ બોલી “હા, કર્મ તારો વિચાર સારો છે. મારા પપ્પા ન્યૂઝમાં છે. હું તેમને પણ કઈશ એટલે તે અહીં આવે અને ન્યૂઝ-ચેનલ મારફતે બધા લોકોને એમના માટે પ્રાર્થના કરવા વિનંતી કરે. વધુને વધુ લોકો સુધી સંદેશો પોહચે જેથી તેના કોઈ ઓળખતી વ્યક્તિ અહીં આવી જાય.

દેવી બોલી “હા, સારો વિચાર છે.”

(પછી બધા મોબાઈલમાં સ્ટોરી બૂકના ફોટા પાડવા લાગે છે. થોડી વારમાં જ આખી સ્ટોરી બુકના ફોટો પડી જાય છે અને બધા કોણ કેટલું લખશે તે નક્કી કરે છે. ત્યાં નર્સ આવે છે.)

નર્સ બોલી “કેવી લાગી સ્ટોરી હૃદયને સ્પર્શે તેવી છે ને?”

(બધા સ્ટુડેંટ્સ એક સાથે માથું હલાવ્યું. પછી કર્મ તેના બુક વિશેના આઈડિયા વિષે કહે છે. તે સાંભળીને નર્સ ખુબ જ ખુશ થઇ જાય છે.)

નર્સ બોલે છે “કદાચ, એવું બને કે આ સ્ટોરી ન્યૂઝમાં જોઈને તેગીના ભાઈ-બહેન આવી જાય અને ફરીથી મળી જાય.”

બધા સ્ટુડેન્ટનો ઉત્સાહ પણ નર્સની વાત સાંભળીને વધી જય છે. નર્સ ફરીથી બોલે છે “હું તમારી આ કામમાં કંઈ મદદ કરી શકું?”

ત્યાં જ દેવ બોલે છે “જો તમને કદાચ ખબર હોય તો તમે અમને વિસ્તાર પૂર્વક જણાવી શકો કે એકસિડેન્ટ થયું હતું કઈ રીતે. જેથી કરીને એ પણ અમે લખી શકીએ”

નર્સ સ્મિત સાથે બોલે છે “હા જરૂર, જયારે તેમને કારમાં લાવ્યા ત્યારે સાથે આવેલા એક દુકાન વાળા ભાઈએ જે કહ્યું હતું તે તમને કહી દવ…..”

નર્સ બધી વાતો જણાવતા કહે છે કે સવારનો સમય હતો લગભગ તે બંને જયારે ઉદયપુર રોડથી થોડે દુર એક વળાંક પાસે જ તેમની બાઇકનું ટાયર ફાટવાથી બાઇક સ્લીપ થઇ જાય છે. તે જ સમયે સામેથી સ્પીડમાં આવતી કાર સાથે તેમની બાઈક અથડાઇ છે. તે બંને જોરથી રાડ પડે છે પછી તેગી અને દિશા બાઈક સહીત ઘસડાઈને પડે છે. તે બંનેના શરીરમાંથી જાણે જીવ નીકળી ગયો હોય તેમ રસ્તા પર પડ્યા હોય છે તેમના પડવાથી રસ્તો લોહીથી લાલ થઇ જાય છે. કારવાળો તો ડરીને એક ક્ષણ પણ ત્યાં કાર ઉભી રાખ્યા વગર વ્યો જાય છે. થોડી જ વારમાં ત્યાં બધા મદદ માટે પોહચી જાય છે. ત્યાં જ આવેલી દુકાન પરના ભાઈ અને બીજા બે વ્યક્તિ જલ્દીથી કાર લઈને અહીં હોસ્પિટલ લાવે છે. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે આ બંને નહિ જીવે પણ કદાચ કુદરતને પણ સ્ટોરીનો દુઃખદ અંત મંજુર નહિ હોઈ.

દેવી થોડું હસીને બોલે છે “હા, મને પણ એવું જ લાગે છે.”

(બધા સ્ટુડન્ટ પછી પોતાના ઘરે જાય છે.)

***

(પછીના દિવસે હોસ્પિટલમાં કર્મ, મીત, દેવી અને યુક્તિ પોતાના લેપટોપ બેગ લઈને આવે છે. તેમની આંખો રાતે ન સૂવાને કારણે લાલ હોય છે. તેઓ પહેલા નર્સને મળે છે અને પછી નર્સ સાથે નર્સિંગ રૂમમાં જાય છે. ત્યાં નર્સને બધી સ્ટોરી ભેગી કરી બતાવે છે અને આખી સ્ટોરી ઈન્ટરનેટ પર અપલોડ કરે છે. તે બધા લિંક સોશ્યિલ નેટવર્ક પર શેર કરે છે.)

સ્ટોરી અપલોડ થઈ ગયા પછી વિધાર્થીઓ બધા દર્દીની વિઝિટ કરવા જાય છે. પછી તેઓ દિશા અને તેગીના રૂમમાં જાય છે. દિશાના ચેહરા પર નબળાઈ દેખાઈ રહી છે. તેને એક દોઢ દિવસથી કંઈ ખાધું છે નહીં. તે તેગીની સામે જ બેઠેલી છે. તેની આંખો લાલ જ હતી ત્યાં ડૉક્ટર આવે છે અને દિશા સામું જોવે છે.)

ડૉક્ટર બોલ્યા “જો તમે કાંઈ ખાશો નહીં તો તમને નબળાઈ આવી જશે એટલે મહેરબાની કરી તમે કાંઈ ખાઈલો. ચિંતા ના કરો તેગી જલ્દી જ ઉભો થઇ જશે.”

(દિશા કાંઈ બોલતી નથી અને ડૉક્ટર થોડીવારમાં ત્યાંથી જાય છે. અમે બધા પણ દિશાને સમજાવીએ છીએ પણ તે માનતી નથી.)

(બપોરનો સમય થાય છે. યુક્તિના પપ્પા સાથે ૩ જુદી જુદી ન્યૂઝ-ચેનલવાળા આવે છે. તેઓ દિશા અને તેગીને ન્યૂઝ ચેનલ પર બતાવે છે. દિશાની નબળાઈને કારણે ડૉકટર ન્યૂઝ ચેનલો વાળાને કાંઈ ન પૂછવા જણાવે છે. ન્યૂઝ ચેનલ વાળા દિશા અને તેગીના જીવન વિષે વિશે ટૂંકમાં કહે છે અને બધાને પ્રાર્થના કરવા માટે વિનંતી કરે છે. ધીરે-ધીરે લોકો પણ ઈન્ટરનેટ પર સ્ટોરી વાંચવા લાગે છે અને તે બંને માટે પ્રાર્થનાઓ કરે છે.)

સાંજનો સમય હોય છે દિશા હજી પણ કંઈ ખાઈ રહી છે નહિ, બધા સ્ટુડન્ટ ત્યાં રૂમમાં હોય છે. દિશાને ખુબ મનાવે છે પણ દિશા કાંઈ ખાવા માટે રાજી થતી નથી. અંતે બધા સ્ટુડન્ટ રૂમની બહાર જતા હોય છે. ત્યાં ડૉક્ટર નર્સે સાથે આવે છે અને ચિંતા સાથે કહે છે.

“દિશા, તમે કાંઈક ખાઈ લો નહીંતર ગ્લુકોઝની બોટલો ચડાવી પડશે.”

દિશા રડવા લાગે છે અને બોલે છે “તેગી આવી હાલતમાં છે અને મને કાંઈ ખાવું કેમ ગમે!!”

ડૉક્ટર પણ ચૂપ થઇ જાય છે. આખો રૂમ જાણે તેના અવાજમાં દબાઈ ગયો હોય તેવું લાગે છે અને દુઃખનું મોજું ફરી વળે છે. ડૉક્ટર કાંઈ બોલી શકતા નથી. પછી અમે અને ડૉક્ટર બંને રૂમની બહાર જઈએ છીએ.

***

પછીના દિવસે સવારમાં હોસ્પિટલ પર વીરસિંહભાઈનો છોકરો દેવ ત્યાં આવે છે. બધા સ્ટુડન્ટ અને નર્સ તેને દિશા પાસે લઈ જાય છે. દેવ પણ દિશાને મનાવવાની કોશિશ કરે છે પણ તે માનતી નથી. દિશા ત્યારે તેગીના બેડ પર રહેલી ચાદર સરખી કરવા ઊભી થાય છે. પણ ચકર આવવાને કારણે પડી જાય છે. દેવી અને નર્સ આ જોઈ ને તરત જ તેની પાસે જઈને તેને પકડી લે છે અને તેને તેગીની નજીક રહેલા બેડ પર બેસાડે છે.

થોડીવારમાં ડૉક્ટર એક ભાઈને ત્યાં લઇને આવે છે. તેમણે ફોર્મલ કપડાં પહેર્યા હતા અને મોટા કોઈ બિઝનેસમેન હોઈ તેવું લાગી રહ્યું હતું. તેઓને જોઈને દિશા રડવા લાગે છે અને રડતા રડતા બોલે છે.

“હું આજે તમારે ત્યાં જ કન્ટ્રક્શન પર જ કામ કરતી હોત તો તેગીની સાથે આવું ન થાત”

બધા સ્ટુડન્ટ અને નર્સને ખબર પડે છે કે તેઓ ચંદ્રેશભાઇ છે. તેઓ દિશા પાસે જાય છે.અને તેના માથા પર હાથ રાખે છે અને કહે છે

“બધુ સારું થઇ જશે.”

ડૉક્ટર કહે છે કે તેણે ૨ દિવસથી કંઇ ખાધુ જ નથી.”

દિશા કંઈ જવાબ આપ્યા વગર રડવા લાગે છે. ત્યાં બીજી નર્સ ચીકૂનું જ્યુસ લઈને આવે છે. ચંદ્રેશભાઇ તે લઈને દિશાને આપતા દુઃખી અવાજે કહે છે.

“દિશા, તેગી અત્યારે જાગતો હોત તો તેને કેટલું દુઃખ થાત. તેણે હંમેશા તને ખુશ જોવા જ કેટલી મહેનત કરી પણ આજે તું તેને જ વધારે દુઃખ પોહચાડી રહી છો.”

અંતે દિશા તે જ્યુસનો ગ્લાસ લે છે. થોડું જ્યુસ પીવે છે અને પછી તે ગ્લાસ ટેબલ પર મૂકીને તેગીને ભેટીને જોરથી રડવા લાગે છે અને બોલે છે.

“બસ તેગી હવે બૉવ થઇ ગયું, હવે ક્યાં સુધી આમ, હવે તું જાગીજા મારાથી હવે તારા વગર નહિ રેહવાઈ.”

દિશાને જોઈને બધાના ચેહરા પર ઉદાસી છવાઈ જાય છે. દેવી તો રૂમની બહાર વઈ જાય છે અને તે પણ રડવા લાગે છે. આ રૂમમાં દુઃખના કાળા વાદળોમાંથી થોડીવાર રહીને એક જાણે પ્રકાશ રૂપી સાવ ધીમો અવાજ ‘દિશા’ એમ આવે છે. બધા જુવે છે કે તેગીએ આંખો ખોલી નાખી છે. દિશામાં પણ જાણે કોઈ નવી જ ઉર્જા એ પ્રવેશ કર્યો હોય તેમ તે પણ ખુબ ખુશ થઇ જય છે. દરેક વ્યક્તિના ચહેરા પર ખુશી હોય છે. તેગી પણ બધાને જોઈને ખુશ થઇ જય છે. કર્મ પણ દેવીને બહાર જઈને બોલાવે છે.

દેવ તેમને જોઈને કહે છે "તમારો પ્રેમ ખરેખર અદભુત છે.”

ચંદ્રેશભાઇ થોડું હસીને બોલે છે "હવે તેગી, તુ જ આ જ્યુસનો ગ્લાસ તારા હાથે જ દિશાને પીવડાવી દે તારું તો તે માનશે જ."

તેગી દિશાને જ્યુસનો ગ્લાસ પીવડાવે છે. નર્સ તેગીને અત્યાર સુધીમાં બનેલી બધી વાત કહે છે. પછી ડૉક્ટર બોલે છે,

“તેગી તમારે ૨-૩ દિવસ આરામ કરવો પડશે. તમે સ્વસ્થ થઇ જાવ એટલે તમને રજા મળી જશે.”

ડૉક્ટર છોકરાઓ સામે જોઇને ફરીથી બોલે છે “તમારી બંને માટે આ છોકરાવે ખરેખર ખુબ મહેનત કરી છે. તે લોકોએ તમારી સ્ટોરી પબ્લિશ કરી તેથી લોકોએ તમારા પ્રેમ માટે પ્રાર્થના કરી તેમજ ચંદ્રેશભાઈ અને દેવ પણ તમારી મદદ કરવા આવી ગયા અને આજ તું ફરીથી ઉભો થઇ ગયો.”

તેગી અને દિશા બધાનો આભાર માને છે.

તેગી ધીમા અવાજમાં થોડો દુઃખી થઈને બોલે છે "ડોકટર, હું જે કંઈ હોસ્પિટલનો ચાર્જ હશે તે થોડા સમયમાં જ આપી દઈશ."

ડોક્ટર હસવા લાગે છે. બધા તેમને આશ્ચર્યથી જોવે છે અને ડોક્ટર હસ્તા-હસ્તા બોલે છે “મને દેવ અને ચંદ્રેશભાઈ આવ્યા ત્યારે તે બંને એ મને એક સરખું જ કહું કે તેઓ જ બધો તમારો હોસ્પિટલનો ચાર્જ ઉપાડી લેશે પણ મારે તમારા કેસમાં કંઈ ચાર્જ લેવો નથી."

તેગી અને દિશા ચંદ્રેશભાઈ અને દેવની સામે જોવે છે. તેઓ કંઈ બોલી શકતા નથી. માત્ર આખોમાંથી આંસુ વયા જાય છે. પછી તેમને બધા તે રૂમમાં એકલા છોડીને બહાર જાય છે.

***

THE END

સમસ્યાઓ એ આપણા જીવનની

શ્રેષ્ઠ વ્યક્તિગત શિક્ષક છે

કારણ કે તેના જેવું બીજું કોઈ

આપણને શીખવી શકે નહિ.

  • - હેમરાજસિંહ પરમાર
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED