2 shining hearts - 2 books and stories free download online pdf in Gujarati

2 શાઈનિંગ હાર્ટ્સ - 2

પ્રકરણ 2

આત્મહત્યાનો નિર્ણય

હું અને મારો ભાઈ માંગવા જતા એને ત્રણ મહિના થઇ ગયા હતા. મારો ભાઈ શાંત વ્યક્તિ હતો. શરૂઆતના દિવસોમાં હું ક્યારેક પુરા પૈસા માંગી પણ શકતો નહીં ત્યારે તે મને તેના હિસ્સાનાં પણ આપી દેતો. મારી જીવનના ખરાબ દિવસોમાં તે દરેક સમયે સાથે હતો. મારા ઘર માંથી મને મારો ભાઈ સૌથી વધુ ગમતો હતો.

***

એક દિવસ સવારનો સમય હતો. મારા માતા-પિતા ઝુંપડીની અંદર ઝગડી રહ્યા હતા. મારા પપ્પા થોડા દિવસોથી ખુબજ દારૂ પીય રહ્યા હતા. મારી મમ્મી કહી રહી હતી કે, તેમના દારૂ પાછળ પૈસા વાપરવાને કારણે ઘરમાં ખાવા માટે પૈસા વધતા નથી. મારી મમ્મીએ ખાવાનું બનાવાની ના પાડી મારા પપ્પાએ કહ્યું કે, મને કોઈએ સલાહ આપવાની જરૂર નથી. આ મારી ઝૂંપડી છે મને જે ગમે તે કરું. આ સાંભળીને મારી મમ્મી જોરથી મારા પપ્પાને કહેવા લાગી કે, તો તે અમને બધાને ખાવા શું આપે. પૈસા વધતાં જ નથી. મારી મમ્મી જોરથી બોલી એટલે મારા પપ્પાને ગુસ્સો આવ્યો અને તે મારી મમ્મીને મારવા લાગ્યા. મારી મમ્મી રડવા લાગી અને અમે બધા બાળકો ડરી ગયા.

(આજ સમયે મારા પિતાએ અમારી સામે ગુસ્સાથી જોયું અને કહ્યું.)

“જો તમને બધાને એક દિવસ ખાવા નહીં મળે તો કોઈ મરી નહિ જાવ સમજણ પડી, તો હવે જાવ અહીંથી.”

અમે કઈ બોલ્યા વગર જ ઉપર નીચે માથું હલાવ્યું અને ઝૂંપડીની બહાર નીકળી ગયા. અમે બધા ખુબ દુખી હતા. ભૂખ પણ લાગી હતી પણ આજ સવારમાં કઈ ખાવા મળ્યું નહીં. હું અને મારો મોટો ભાઈ મંદિર તરફ ચાલવા લાગ્યા અને મારો બીજો ભાઈ અને બહેન પણ બીજે માંગવા જતા રહ્યા.

“તેગી કંઈ દુઃખી થતો નહીં. બધું સારું થઇ જશે.” મારા ભાઈ એ મને આશ્વાસન આપતાં કહ્યું.

મેં ઊંડો શ્વાસ લીધો અને નિસાસો નાખીને કહ્યું "હા, હું પણ આવી જ આશા રાખું છું.”

અંતે અમે મંદિરે પહોંચી ગયા. મને ખુબ જ ભૂખ લાગી હતી મારા પેટમાંથી ભૂખને લીધે અવાજ આવી રહ્યા હતા. મેં અને મારા ભાઈએ રોજની જેમ જ માંગવાનું શરુ કર્યું. અમે લગભગ બે કલાકમાં સતાવન રૂપિયા ભેગા કરી લીધા.

“તેગી, મને ખુબ જ ભૂખ લાગી છે. તને પણ લાગી હશે. ચાલ આપણે પેલી દુકાન પર જઈએ." મારા ભાઈએ મને કહ્યું.

હું પણ ખુશ થઇ ગયો અને મેં કહ્યું "સારું ચાલો."

અમે રોડ ક્રોસ કર્યો અને મંદિરની વિરુદ્ધ સાઈડ ગયા. ત્યાં એક નાસ્તાની દુકાન હતી. દુકાનની નજીક બેઠવા માટેની બેન્ચીસો હતી. હું ત્યાં બેન્ચીસ પર જઈને બેઠો અને મારો ભાઈ ઓડર દેવા માટે દુકાન પર ગયો. તેણે બે ડીશ પૌંહા લીધા અને તેના પચાસ રૂપિયા થયા. મારો ભાઈ તે લઈને મારી પાસે આવ્યો. પછી અમે બંનેએ ખાવાનું શરુ કર્યું ખાઈ લીધું એટલે અમારું પેટ ભરાઈ ગયું. પછી પાણી પિયને અમે પાછા માંગવા માટે વયા ગયા.

***

તે દિવસે અમે નવ વાગ્યા સુધી માંગ્યું પછી અમે ઘર તરફ ચાલવા લાગ્યા. તે શિયાળાનો સમય હતો એટલે પવન પણ ઠંડો હતો અને રાતે વહેલું અંધારું થઇ ગયું હતું. અમારી પાસે પહેરવા માટે કંઈ સ્વેટર પણ હતા નહીં એટલે ઠંડી ખુબ જ લાગી રહી હતી. ઠંડીને લીધે હું અને મારો ભાઈ બંને ધ્રુજી રહ્યા હતા. હું અને મારો ભાઈ એક શેરીમાંથી પસાર થઇ રહ્યા હતા. મારો ભાઈ ચાલતાં ચાલતાં પૈસા ગણી રહીયો હતો. શેરીમાં રસ્તા પર કોઈ હતું નહીં. અમે હજી થોડું ચાલ્યા ત્યાં જ મેં અને મારા ભાઈએ દારૂ પીતા પીતા અમારી તરફ આવી રહ્યા બે ભાઈ જોયા. તેમને મારા ભાઈના હાથમાં પૈસા જોયા. હું અને મારો ભાઈ તેમને જોઈને ડરી ગયા અને તેમની વિરુદ્ધ બાજુ ભાગવા લાગ્યા. તેઓ પણ અમારી પાછળ દોડવા લાગ્યા.

તેમાંથી એક જોરથી બોલ્યો “ત્યાં જ ઊભા રહી જાવ. જો અમે તમને પકડી લેશું તો ખુબ મારીશું.”

એ જ સમયે મારા ભાઈનું ચંપલ તૂટી ગયું અને તે નીચે પડી ગયો તેના હાથમાંથી બધા પૈસા પણ રોડ પર પડી ગયા. હું મારા ભાઈને ઉભો કરવા જતો હતો ત્યારે મારો ભાઈ જોરથી બોલ્યો.

"તેગી, તું ભાગ મારી ચિંતા ન કર."

મારો ભાઈ હજી ઊભો થવા જતો જ હતો ત્યાં તેમાંથી એકે મારા ભાઈના પેટમાં જોરથી પાટું માર્યું. મારા ભાઈ આ દર્દને કારણે જોરથી રાડ પાડી અને મારો ભાઈ તેનું પેટ પકડીને જોરથી રડવા લાગ્યો. તે બંને કોઈ પણ જાતની પરવા કર્યા વગર મારા ભાઈને મારવા લાગ્યા. મારાથી આ જોવાયું નહીં એટલે હું મારા ભાઈની મદદ કરવા તેની પાસે ગયો પણ હું ત્યાં ગયો એટલે તેમાંના એક વ્યક્તિએ મારા વાળ પકડ્યા અને મને જોરથી લફાટ મારી. હું પણ રોડ પર પડી ગયો અને રડવા લાગ્યો. ત્યાં બીજાએ મારા ભાઈના પગ પકડ્યા અને તેને રોડ પર ઢસડવા લાગ્યો. તે જોર જોરથી રડવા લાગ્યો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો એટલે તે બંને જલ્દીથી રોડ પર પાડેલા પૈસા વીણવા લાગ્યા અને પછી ત્યાંથી ભાગ્યા. અમને તેમાંથી એકે દોડતી વખતે કહ્યું કે અમને દોડાવાંની સજા તો બરાબર મળી ગઇને.... એમ કહીને તેઓ બંને ભાગી ગયા.

મારા ભાઈને ખુબ જ વાગ્યું હતું. તે જોર જોરથી રડી રહ્યો હતો. રોડ પર ઘસડવાને કારણે તેના પીઠ પરના કપડાં ફાટી ગયા હતા અને થોડું લોહી પણ જઈ રહ્યું હતું. હું ઉભો થયો અને મારા ચહેરા પરના આંસુ લૂછ્યા અને મારા ભાઈ પાસે ગયો તેને વાગ્યું હતું એટલે મેં તેને ઉભા થવામાં મદદ કરી તેણે શિયાળને લીધે અસહનીય દુખાવો થઇ રહ્યો હતો પછી અમે બંનેએ ધીરે-ધીરે ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું.

તે રડતા રડતા બોલ્યો "મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. મેં હંમેશા સારું જ વિચાર્યું છે તો કેમ મારી સાથે આવું. હું રોજ એજ આશાથી જીવું છું કે એક દિવસ સારા દિવસો આવશે પણ હવે હું મારા જીવનથી કંટાળી ગયો છું."

“એવું ન બોલ બધું સારું થઇ જશે.”

“આજ તો આપણે કાંઈ જમવા પણ મળશે નહીં અને પપ્પા મારશે પણ ખરા" તે દુઃખ સાથે બોલ્યો.

“મને તો વિચારીને જ ડર લાગે છે."

છેવટે અમે ઝૂંપડી પર પહોચીયા અમારે આવામાં ખુબ મોડુ થઇ ગયુ હતુ. મારા પપ્પા ઝૂંપડીની બહાર એક પથ્થર પર બેઠા હતા. તેમના હાથમાં દારૂની બોટલ હતી. તેમની આંખો લાલ હતી. તેઓએ અમને જોઇને ગુસ્સેથી કહ્યું.

"કેમ આવવામાં મોડું થઇ ગયું? તમને ક્યારે આવું એવી કંઈ ખબર નથી પડતી? કેટલા રૂપિયા લાવ્યા છો?"

(મેં જે બન્યું તે બધું તેમને કહ્યું.)

“શું!! તમે કાંઈ રૂપિયા લાવ્યા નથી, મને કોઈ પરવા નથી કે તેમણે તમારી સાથે શું કર્યું. તમે બંને સાવ નકામા છો.” મારા પપ્પા જોરથી ગુસ્સામાં બોલ્યા.

તેઓ દારૂની બોટલ ફેંકીને અમારી નજીક આવ્યા અને મારવા લાગ્યા અને કહ્યું કે આજે બહાર ઠંડીમાં રહો તો તમને ખબર પડશે. તમે બંને દૂર જાવ મારી નજરથી....

મારા પપ્પા પછી ગુસ્સામાં ઝુંપડીની અંદર વયા ગયા. આખી રાત અમે ઠંડીમાં અમે ઝૂંપડીની બહાર કાઢી. ઠંડીને કારણે અમે બંને ધ્રુજી રહ્યા હતા. મેં ઝુંપડીની નજીક એક કોથળા જેવું જોયું. હું તે લઈ આવ્યો. હું અને મારો ભાઈ ખુલ્લા આકાશ નીચે ઓઢીને સૂઈ ગયા. મારો ભાઈ તેના ઘાવ દુખાવાને કારણે મોડી રાત સુધી રડી રહ્યો હતો.

***

પછીના દિવસે મારી બહેને મને સવારે વહેલા જગાડ્યો ત્યારે હજી મારા પપ્પા જાગ્યા હતા નહીં અને મને ચિંતા સાથે પૂછ્યું.

"અરે તેગી, શું થયું? તમે બંને કેમ બહાર સુતા છો?"

મેં તને જે બન્યું તે બધું કહ્યું. મેં જોયું કે મારો ભાઈ હજી ધ્રૂજી રહ્યો હતો. મેં મારા ભાઈને જગાડવા માટે તેનો હાથ પકડ્યો પણ તેનો હાથ ખુબ જ ગરમ હતો. મારા ભાઈને ખુબ જ તાવ હતો. મેં મારી બહેનની સામે જોયું અને કહ્યું.

"આને તો ખુબ જ તાવ છે. અત્યારે આપણે તેને ન જગાડવો જોઈએ."

મારી બહેન બોલી “સારું, ભલે સૂતો સુવાદે.”

મેં મારી બહેનને પૂછ્યું "મમ્મી ક્યાં ગઈ? કેમ હજી તે જાગી નથી?"

મારી બહેને મને દુ:ખ સાથે જવાબ આપ્યો "પપ્પા એ તેને હંમેશ માટે ઘરમાંથી કાઢી મૂકી છે."

મને મારી બહેનની વાત સાંભળીને મારી માતા માટે ઘણું દુઃખ થયું. પછી મારી બહેન સવારનો નાસ્તો બનાવવા માટે ગઈ. મેં જોયું કે મારો બીજો ભાઈ ઝુપડીમાંથી બહાર આવ્યો. તે મને જોઈને મારી તરફ આવ્યો અને મને મોટા ભાઈ વિષે પૂછ્યું. મેં તેને પણ બધું કહ્યું. તેણે મને કહ્યું કે આપણે તેને જગાડવો જોઈએ અને તેની સારવાર કરવી જોઈએ. હું તેની સાથે સહમત થયો અને મેં તેને જગાડ્યો. તેને હજી ઘાવ દુઃખી રહ્યા હતા. મારી બહેને ઘાવ સાફ કરવા માટે ગરમ કરેલું પાણી આપ્યું પછી મેં અને મારા ભાઈએ તેના ઘાવ સાફ કર્યા. જયારે અમે સાફ કરી રહ્યા હતા ત્યારે અસહનીય પીડાને કારણે તે રડવા લાગ્યો. મેં અને મારા ભાઈએ તેના ઘાવને સારા કપડાંના ટુકડાઓ તેની પીઠ પર બાંધી દીધા પછી અમે બધા નાસ્તો કરવા સાથે બેસી ગયા. હજી મારા પપ્પા જાગ્યા હતા નહીં.

***

હું અને મારો મોટો ભાઈ સવારનો નાસ્તો કરીને મંદિર તરફ ચાલવા લાગ્યા. મારો ભાઈ નબળાઈને કારણે સરખી રીતે ચાલી શકતો હતો નહીં. જયારે અમે મંદિરે પહોચીયા ત્યારે મેં તેને કહ્યું કે તે અહી બેંચીસ પર આરામ કરે અને હું પણ તેના હિસ્સાનું માંગી લઈશ તે મારી સાથે સહમત થયો અને ત્યાં રહેલી બેંચીસ પર સુઈ ગયો. હું પછી મંદિરના દરવાજા પાસે ગયો અને ત્યાં માંગવા લાગ્યો પણ તે દિવસે કમ નસીબે હુ માત્ર ૧૫૭ રૂપિયા જ માંગી શક્યો

સાંજે ઘરે જતી વખતે હું મારા ભાઈ પાસે ગયો અને તેને મેં કાંઈ જ કહ્યા વગર ૧૦૦ રૂપિયા આપ્યા અને કહ્યું આ તારા હિસ્સાનાં છે. તેને કાંઈ ખબર હતી નહીં કે મારી પાસે ખાલી ૫૭ જ રૂપિયા છે એટલે તેણે કંઈ કહ્યા વગર તે લઇ લીધા. પછી અમે ઘર તરફ ચાલવા લાગ્યા. અમે ત્યાં પોહચ્યાં ત્યારે મારો ભાઈ અને બહેન ઝૂંપડીની બહાર બેઠા બેઠા જમી રહ્યા હતા. મારા પપ્પા ઝૂંપડીના દરવાજાની બાજુમાં એક પથ્થર પર બેઠા હતા અને તેમના હાથમાં તમાકુ હતું. મારો મોટો ભાઈ તેમની પાસે ગયો અને ૧૦૦ રૂપિયા આપ્યા. મારા પપ્પાએ પેહલા તમાકુ ખાધું અને પછી આપેલા પૈસા ગણયા. પછી તે મારી બહેન પાસે જમવા ગયો. હું તેની પાછળ ઉભો હતો. તે ગયો એટલે મેં મારા પપ્પાને રૂપિયા આપ્યા. તેમને ગણ્યા અને ૫૭ રૂપિયા થયા એટલે તેઓ મને જોરથી લાફાટો મારવા લાગ્યા અને ગુસ્સાથી કહ્યું.

"આજે પણ તું પુરા પૈસા લાવ્યોં નહીં. તું પૈસાનું શું કરે છો? આળસુ તને કાંઇ હું કવ તે કેમ નથી સમજાતું?"

મારા પપ્પાએ મારી બહેનની સામે જોયું અને કહ્યું "આજે પણ આને કંઈ જમવા દેવાનું નથી. અને કોઈ આની સાથે વાત નહીં કરે."

પછી મારા પપ્પા ઉભા થયા અને મને જોરથી ધક્કો માર્યો હું ત્યાં નીચે પડી ગયો અને ગુસ્સાથી કહ્યું "કાન ખોલીને સાંભળીલે તેગી, આ છેલ્લી વાર. હું તારાથી કંટાળી ગયો છું. હવે હું તને પણ તારી માતાની જેમ જ ઘરની બહાર કાઢી મૂકીશ.”

મને ખિજાઈને મારા પપ્પા ઝુપડીમાં અંદર વયા ગયા. મારા ભાઈઓ અને બહેન પણ સરખું જમ્યા નહીં. પછી મારી બહેન અને બીજો ભાઈ કાંઈ બોલ્યા વગર ઝુપડીમાં વયા ગયા. મારો મોટો ભાઈ મારી પાસે આવ્યો અને મને કહ્યું.

“તેગી, કેમ તે આવું કર્યું.”

હું કંઈ બોલ્યા વગર મારા દુઃખી ચહેરા સાથે થોડું હસ્યો પછી મેં અને મારા ભાઈએ ઘણી વાતો કરી અને છેલ્લે હું સુઈ રહ્યો હતો ત્યારે મારા ભાઈએ મને કહ્યું

“તેગી તું એક ભાઈ તરીકે ખુબ જ સારી વ્યક્તિ છો. હું તારા માટે પ્રાર્થના કરીશ કે એક દિવસ તું અહિથી નીકળીને સારી વ્યક્તિ બન અને હા હું આજે તને એક વચન આપું છું કે તને આજ પછી મારી લીધે પપ્પા કોઈ દિવસ નહીં મારે.”

(હું મારા ભાઈની સામે જોઇને હસ્યો અને પછી અમે સુઈ ગયા.)

***

વહેલી સવારનો સમય હતો હું સુઈ રહ્યો હતો ત્યારે એક અમારા જ વિસ્તારના જ ભાઈ દોડતા દોડતા આવ્યા અને કહ્યું કે તેગી ઉઠ જલ્દી અને તેઓ સીધા અમારી ઝુપડીમાં વયા ગયા અને મારા પપ્પાને કહ્યું.

"તમારા મોટા છોકરાએ હાઇવે પરના પુલ પરથી ઠેકડો મારી લીધો છે."

તેમણે કહ્યું તે સાંભળીને મારી આંખો ખુલીની ખૂલી જ રહી ગઈ. તરત જ મારા પપ્પા અને મારા ભાઈ બહેન ઝૂંપડીમાંથી બહાર આવ્યા અને પછી પુલ તરફ અમે બધા દોડવા લાગ્યા અમે ત્રણેય ભાઈ બહેન રડવા લાગ્યા હતા. ત્યાં કેટલાય લોકો ભેગા થઇ ગયા હતા. પુલ પર ત્યાં કેટલાય વાહનો ભેગા થઇ ગયા હતા. તે બધા મારા ભાઈએ આત્મહત્યા કરી હોય તેવું કહી રહ્યા હતા. તેને બચવાનો પ્રયાસ કર્યો પણ તે નદીના ઝડપી વહેણને લીધે તણાઈ ગયો હતો અને તેને બચાવી શકાયો હતો નહીં. હું અને મારા ભાઈ-બહેન ત્યાં જ જોર જોરથી રડવા લાગ્યા. મારા પપ્પાના ચહેરા પર પણ થોડું દુઃખ હતું. તે દિવસે અમે કોઈ એ કાંઈ ખાધું હતું નહીં અને મંગવા પણ ગયા હતા નહીં. પછીના થોડા દિવસોમાં મારા પપ્પાએ દારૂ પીવાનું વધારી દીધું અને અમને કયારેક તો કારણ વગર પણ મારતા અને પછી મેં પણ આત્મહત્યા કરવાનું વિચાર્યું.

***

એક સાંજનો સમય હતો. મેં માંગેલા બધા પૈસા મારા પપ્પાને આપ્યા અને પછી થોડું એવું જલ્દીથી જમીને થોડીવારમાં એવું એમ કહીને રેલ્વેના પાટા તરફ ચાલવા લાગ્યો. ત્યાં એક ટ્રેન આ સમય પર આવતી હતી એટલે મેં ત્યાં જ આત્મહત્યા કરવાનું વિચાર્યું. હું પાટા પાસે પહોંચીયો, પાટા પર બેઠો અને ત્યાં મારી આંખમાં આંસુ આવી ગયા.

(તે જ સમયે મારી પાછળથી દિશાનો અવાજ આવ્યો.)

"કેમ તેગી, અહીંયા શું કરે છો?"

હું તેની તરફ ફર્યો અને હું કંઈ બોલવા જાવ તેની પહેલાં જ મારાથી તેને જોઈને વધારે રોવું આવી ગયું અને હું કંઈ બોલી શક્યો નહીં પણ તે સમજી ગઈ અને મારી સામે જોઇને બોલી.

"તેગી તારે જો તારા ભાઈની જેમ જ કરવું હોય તો હું તને નહીં રોકુ પણ તું મને થોડીવાર સાંભળીશ." મેં માથું હલાવીને હા પાડી

"તેગી તું એક જ આવી વ્યક્તિ નથી કે જેને પ્રોબ્લેમ હોઈ. ઘણા એવા પણ હશે કે જેને તારાથી પણ વધુ પ્રોબ્લેમ હશે. આત્મહત્યા એ કોઈ જિંદગીનું સમાધાન નથી. એ તો થોડા સમય માટે જિંદગી સ્ટોપ થઇ જાય છે. માની લે તેગી તું ફરીવાર એવી જ રીતે જન્મ્યો તો શું તું ફરીવાર આત્મહત્યા કરીશ???? તેગી, છે કોઈ તારી પાસે જવાબ બોલ??” તેણે મને કહ્યું.

તેની પણ આંખમાંથી આંસુ પાડવા લાગ્યા અને તે ઉંડો શ્વાસ લઈને ફરીથી બોલી “તેગી તને ખબર છે. હું આવા વિચાર શું કામ નથી કરતી કારણ કે મને કોઈ કે કીધું હતું કે તે મને ભિખારી તરીકે નહીં મરવા દે અને એક સારી જિંદગી જીવાડશે અને મને તે વ્યક્તિ પર પુરો વિશ્વાસ છે.”

તેની વાત સાંભળી મને મારી જાત પર ખુબ જ પસ્તાવો થયો અને હું રેલ્વેના પાટા પરથી ઉભો થઇ ને તેની પાસે ગયો અને અમે બંને એક બીજાને ભેટી ગયા. આજ સમયે ટ્રેન વિસલ વગાડતી ફુલ સ્પીડમાં અમારી બંનેની પાછળથી પસાર થઇ રહી હતી. દિશાના વાળ ટ્રેનને લીધે હવામાં ઊડી રહ્યા હતા અને ટ્રેન પાછળથી જઈ રહી હતી અને અમે એકબીજાને ભેટીને ઉભા હતા…..

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED