2 shining hearts - Chapter - 4 books and stories free download online pdf in Gujarati

2 શાઈનિંગ હાર્ટ્સ - 4

પ્રકરણ ૪

સોનેરી દિવસ

સાંજનો સમય હતો અને હું મોલ પાસે બેંચીસ પર બેઠો હતો. હું ચોથા ધોરણમાં હતો અને પરીક્ષા આવવાની હતી. તે દિવસે મારે ખુબ જ હોમવર્ક હતું તેથી દિશાએ કહ્યું કે તે મારી માટે પણ પૈસા માગી લેશે અને હું બેંચીસ પર બેઠો બેઠો લખી રહ્યો હતો. મારી પછી એક બેન્ચ છોડીને ડાબી બાજુ એક કપલ બેઠું હતું. તે બંને કોઈ વાત માટે જગડી રહ્યા હતા. હું તે જોઈ રહ્યો હતો. તે જ સમયે ત્યાં પાછળથી દિશાને મેં આવતા જોઈ તે આવી રહી હતી. ત્યારે તેણે તે કપલ પાસે પૈસા માંગ્યા અને તે છોકરો ગુસ્સા સાથે બોલ્યો.

“તારી પાસે હાથ પગ છે તો કાંઈ કામ કરને.. શું એકલું માંગવું-માંગવું શરમ આવે કે નહીં? બસ રૂપિયા વાળા જોયા નથી કે મંગાવા ચાલ્યા આવે. જવા દે કાંઈ નહિ દેવું આળસુ.”

“ભૂલ થઈ ગઈ” તેવું તે દુઃખ સાથે બોલી.

હું તો તે બોલ્યો તે જોતો રહી ગયો મારી ચોપડી બાજુ પર મૂકી ત્યાં ગયો અને મેં કહ્યું.

“કોઈ ને માંગવુ ન ગમે પણ કંઈક પ્રોબ્લેમ હોય તો જ માંગવું પડે. હા, હાથ પગ તો છે પણ મદદ માટે કોઈ એવા હાથ નથી.”

મેં એટલુ કહ્યું. તે બંને મને જોતા રહી ગયા. પછી છોકરાએ દિશાને કહ્યું કે સોરી હું ગુસ્સામાં હતો એટલે બોલી ગયો અને તેને ૧૦ રૂપિયા આપ્યા. મેં કહ્યું કે ના નહીં જોતા અને મેં દિશા નો હાથ પકડ્યો, મારુ બેગ લઇ અને ઝુપડી તરફ ચાલવા લાગ્યા. તે છોકરો અને છોકરી જોતા જ રહી ગયા મને દિશા એ કહ્યું.

“પણ એમાં શું થઇ ગયું જે થયું તે હવે.”

“તે છોકરાની વાતનું દુઃખ તો છે જ પણ તે સાવ ખોટું પણ નહીં. જો આપડે આજ કરશું તો આપણે એક સમયે આળસુ થઇ જશું.” મેં તેને કહ્યું.

“તો તું શું કામ કરીશ?” દિશા એ મને કહ્યું.

મેં કાંઈ કહ્યા વગર માત્ર નિસાસો નાખ્યો મારી પાસે કોઈ પણ જવાબ ન હતો તેણે મારી સામે જોઈને કહ્યું.

“જો તને માંગવું નહીં ગમતું પણ તું જયારે ભણી લઈશ અને કાંઈક સારી નોકરી કરીશ ત્યારે આપણે નહીં માંગીયે બસ. તું ચિંતા ના કર તારે જયારે ભણવું હોય તો હું તારા માટે પણ માંગી લઈશ. મને કોઈ ગમે તે કહે પણ તું એક દિવસ કંઈક બનજે મારા માટે.”

તે થોડું હસી અને મને ૫૦ રૂપિયા આપીયા અને તે તેની ઝૂંપડી તરફ વય ગઈ. મારી પાસે સવારે પ્લાસ્ટિકના આવેલા રૂપિયા તો હતા જ એટલે ૧૦૦ થઈ ગયા. પછી મારી ઝૂંપડી પર હું ગયો મારા પપ્પા હતા નહીં. મેં બધા રૂપિયા મારી બહેનને આપ્યા અને હું અને મારો ભાઈ તેની સાથે જમવા બેસી ગયા. થોડીવારમાં મારા પપ્પા દારૂ પીતા-પીતા લથડતા આવ્યા અને તેમણે મારી બહેન પાસે પડેલા રૂપિયા જોયા એટલે મારી બહેન સામે જોયું એટલે મારી બહેને બધા રૂપિયા તેમને આપી દીધા પછી તે ઝૂંપડીમાં વયા ગયા. તે દિવસે મને આખીરાત ઉંઘ ના આવી. હું તે છોકરાએ કરેલી વાત વિચારતો હતો. કંઈ એવું કરું જેથી માંગવું ન પડે.

***

પછીના થોડા દિવસોમાં જ હું જયારે પ્લાસ્ટિકની થેલીઓ ભેગી કરતો-કરતો હું સવારમાં સ્કૂલે જઈ રહ્યો હતો, ત્યારે એક વૃદ્ધ માણસને જોયા. તેના હાથમાં પાણીની એક નોજર હતી. તેનાથી કાળા કલરની કાર ધોઈ રહ્યા હતા. તેમના હાથ ઉંમરના કારણે ધ્રુજી રહ્યા હતા અને તો પણ તેઓ મજાથી કામ કરી રહ્યા હતા. ત્યાંજ એક ભાઈ એક ઘર માંથી બહાર આવ્યા અને તેમને ૧૦૦ રૂપિયા આપીયા અને કહ્યું “લ્યો દાદા, કાર ધોવાના રૂપિયા.” તે ભાઈને દાદાએ કહ્યું “કેમ ૧૦૦ રૂપિયા? ભાઈ ૫૦ જ થયા. હું વધારે ન લવ.” પેલા ભાઈ હસ્યા અને કહ્યું “તમે જે આ ઉંમરમાં પણ જે ધગશથી કામ કરો છોને તે જોઈ ને મને પ્રેરણા મળે છે એટલે મેં તમને વધારે આપ્યા.” પછી તે દાદા થોડું હસ્યા અને ફરી કામ કરવા લાગ્યા.

મને ત્યાંથી એવો વિચાર આવ્યો કે હું પણ આવી જ રીતે ગાડીઓ સાફ કરું તો? પણ સવાલ એ પણ હતો કે હું કઈ રીતે કરું અને કોની? મેં ખુબ વિચાર્યું પછી જયારે હું સાંજના સમયે મોલ પર ગયો ત્યારે મેં પાર્કિંગમાં ગાડીઓ જોઈને વિચાર્યું. હું અહીં જ કરું તો? મેં દિશાને પણ વાત કરી તે માની ગઈ. પછી અમે બંનેએ થોડા દિવસ પૈસા ભેગા કરીને બંને માટે એક ડોલ અને લુંછવા કપડાં લીધા. અમે માંગવાનું બંધ કરી જયારે લોકો પાર્કિંગમાં ગાડીઓ મુકવા આવે ત્યારે અથવા પાર્કિંગ માંથી લઇ જતા હોય ત્યારે હું અને દિશા ગાડીઓ સાફ કરી દેતા અને લોકો અમને જે કાંઈ દેવું હોય તે રાજી થઇને દેવા લાગ્યા. કોઈ વાર એવું પણ બનતું કે તેઓને જવાની ઉતાવળ હોય તો તે સાફ તો ના કરાવતા પણ અમને કામ કરતા જોઈને રાજી થઇને રૂપિયા આપી દેતા. અમે પછી માંગવા કરતાં પણ વધારે રૂપિયા મેળવવા લાગ્યા. જે પૈસા ૧૦૦થી વધારે આવતા તે હું રોજ સવારે સ્કૂલેથી છૂટી અને માર્કેટમાં જઇ પ્લાસ્ટિકની વસ્તુ વેચી વધારાના બધા પૈસા બેંકમાં જમા કરાવી દેતો.

***

એક વાર હું મોલ પર કોઈની બાઈક સાફ કરી રહ્યો હતો ત્યાં મેં એક સફેદ કાર આવતા જોઈ તે વીરસિંહભાઈની કાર હતી. મેં જલ્દી તે ભાઈ ની ગાડી સાફ કરી ત્યાં હું ગયો તેમણે મને જોયો અને કહ્યું.

“ઓહ તેગી, કેવું ચાલે ભણવાનું? આ ડોલ અને કપડું કેમ? શું કરે છો તું?”

“ખુબ સારું ચાલે છે ભણવાનું. મારે થોડા દિવસોમાં પરીક્ષા પણ છે. હવે મેં માંગવાનુ બંધ કરી વાહનો સાફ કરું છું અને તેમાંથી જ કમાઈ લવ છું. તમારી કાર કરી દવ?”

મેં ખુબ જ ઉત્સાહ સાથે કહ્યું. પહેલાં તો એ આશ્ચર્ય પામી ગયા પછી મને કહ્યું “શાબાશ, તું ખુબ જ આગળ વધીશ.”

એવું કહી મને માથા પર હાથ મુક્યો અને ૫૦ રૂપિયા આપ્યા. મેં તે લેવાની ના પાડી તેમણે કહ્યું કામની કદર થવી જોઈએ. આ રૂપિયા તારી મેહનત માટે છે રાખ. મને તેમણે પરાણે આપ્યા પછી તે વયા ગયા. તે મને ઘણી વાર મોલ પર એ.ટી.એમ માંથી પૈસા લેવા આવતા ત્યારે મળતા અને આવી જ રીતે મારા ભણવા વિષે પૂછતાં…

મારા ચોથા ધોરણની પરીક્ષા શરુ થઇ ગઈ હતી એટલે હું મોલ પાસે બેંચીસ પર બેઠીને વાંચી રહ્યો હતો અને મારી બાજુમાં દિશા બેઠી હતી. તે મારી એક ચોપડી માં દોરેલા ચિત્ર જોઈ રહી હતી. તે જ સમયે મને દિશાએ બોલાવ્યો અને પાર્કિંગ તરફ ઇશારો કરતા મને કહ્યું.

“તેગી, જો પેલો છોકરો કે જે મને ખીજાયો હતો.”

મેં પાર્કિંગ તરફ જોયું તો તે પેલું કપલ હતું કે જેમાનો છોકરો દિશાને ખીજાયો હતો. તેની સાથે તેના બીજા મિત્રો પણ હતા. તે છોકરાએ નવા કપડાં પહેર્યા હતા. તેના ખભા પર બેગ હતું અને તે તેના મિત્રો સાથે વાત કરતો-કરતો બેંચીસ તરફ ચાલી રહ્યો હતો. દિશાએ ફરીથી કહ્યું.

“તે છોકરો ગુસ્સે હતો એટલે જ ખિજાઈ ગયો હતો પણ જો તે તે દિવસે ખીજાયો ન હોત તો આજ પણ આપણે માંગી જ રહ્યા હોત.”

પેલા તો મને તેને જોઈને ગુસ્સો આવ્યો હતો પણ પછી દિશાની વાત સાંભળી મેં શાંતિથી કહ્યું,

“હા સાચું એણે ન કીધું હોત તો આજે પણ આપણે માંગી જ રહ્યા હોત પણ એણે એવું ન કહેવું જોઈએ.”

હું અને દિશા તેમને જોઈ રહ્યા હતા. તે કપલે અને તેના મિત્રો અમારાથી ૨ બેંચીસ છોડીને ત્યાં આવ્યાં. તે સમયે તે છોકરાનું ધ્યાન અમારા તરફ ગયું અને તે જરાક હસ્યો અને અમારા તરફ તેના ખભા પરનું બેગ ઉતારતો-ઉતારોતો આવ્યો. અમારી પાસે આવીને બેગમાંથી ચોકલૅટ આપી અને થોડું હસીને કરી કહ્યું,

“આજ મારો જન્મદિવસ છે. તે દિવસે હું ખિજાયો તેથી મને માફ કરી દેજો.”

(હું અને દિશા જોતાં જ રહી ગયા અને પછી મેં પણ થોડું હસતાં હસતાં કહ્યું.)

“હેપ્પી બર્થ ડે. તમેં તે દિવસે ન ખીજાયા હોત તો આજ પણ અમેં માંગી જ રહ્યા હોત”

તેને આશ્ચર્ય થયું અને મને કહ્યું કે તે કંઈ સમજ્યા નહીં. મેં તેને બધી બનેલી વાત કરી તે ખુબ ખુશ થઈ ગયા. પછી તે તેના મિત્રો પાસે લઇ ગયા અને અમારી બંને સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો. તેમણે બેંચીસ પર કેક રાખી અને પછી તેના બધા મિત્રોએ જન્મદિવસ માટેનું ગીત ગાયું. ગીત પૂરું થયું એટલે બધાંએ તાળીઓ પાડી અને ત્યારે તેની સાથે જે છોકરી હતી તેણે તે છોકરાને ભેટીને ગાલ પર કિસ કરી. હું અને દિશા એકબીજા સામે જોય અને થોડું હસ્યા. પછી બધાને કેક ખવરાવતા ફોટા પણ પાડીયા. મેં અને દિશાએ ત્યારે પહેલીવાર કેક ખાધી હતી. પછી તેને આભાર કહી ઝૂંપડી તરફ આવવા નીકળી પડ્યા.

રસ્તામાં અમે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે દીશાએ કહ્યું “તે બધા એ કેવા સારા કપડાં પહેર્યા હતા અને કેવા ફોટા પાડી રહ્યા હતા આપણે પણ કોઈ દિવસ આવી રીતે જીવીએ.”

મેં તેની સામે જોઈ અને હાસ્ય સાથે કહ્યું “આપણા પણ આવા દિવસ આવશે પણ થોડી મહેનત કરવી પડશે.”

“હા એ તો છે જ પછી આપણે પણ સાથે ફોટો પડાવશું, સારી હોટલમાં જમશું અને સાથે ફરશું.” તે પણ થોડા હાસ્ય સાથે બોલી અને પછી અમે પોત પોતાની ઝૂંપડી તરફ વય ગયા.

***

મારી ચોથા ધોરણની પરીક્ષાનો છેલ્લો ચિત્રનો પેપર હતો અમારો પેપર શરુ હતો ત્યારે એક ટીચર આવ્યા અને કહ્યું,

“તમારા ચોથા ધોરણની સ્કોલરશીપ ૫૦૦૦ રૂપિયા તમારા બેંક ખાતામાં આવી ગઈ છે. તો બધા ચેક કરી લેજો.”

આ સાંભળીને મને ખુબ જ આનંદ થયો અને ચિત્ર પણ ઝડપથી દોરવા લાગ્યો. થોડી વારમાં પરીક્ષા પુરી થવાનો બેલ પડ્યો અને હું જલ્દીથી પેપર આપી મારુ બેગ પેક કર્યું અને ખભા પર ટિંગાડી સ્કૂલની બહાર ગયો સવારમાં ભેગા કરેલી ત્યાં પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકના કચરા ભરેલી બેગ હતી. તે હું લઇ માર્કેટ ગયો અને ત્યાં આપી અને તે વેપારી ને કહ્યું,

“હું હવે મારુ વેકેશન પૂરું થાઇ પછી કચરો આપવા આવીશ.”

તે વેપારી હસ્યા અને મને તે દિવસે મને ૧૦૦ રૂપિયા આપ્યા અને કહ્યું

“તેગી તું ખુબ સારો છે અને આલે આજે ૫૦ રૂપિયા વધારે આપું છું. તારું વેકેશન સારી રીતે માણજે.”

પછી મેં તેમને હસીને આભાર કહ્યું અને હું બેંક પર ગયો મારી પાસબુક કાઢી અને મેં ૧૫૦૦ રૂપિયા બેંકમાંથી ઉપાડીયા. મારી પાસે કુલ ૧૬૦૦ રૂપિયા થયા. હું ગાર્ડન પર ગયો અને બેગ સાઈડમાં મૂકીને અને દિશાની રાહ જોતા-જોતા હિચકા ખાઈ રહ્યો હતો. ત્યાં મેં સામેથી દિશાને આવતા જોઈ. તેના બંને હાથમાં એક-એક ડોલ હતી. મેં તેને જોઈ હીંચકા પરથી ઠેકડો માર્યો તેની પાસે ગયો અને દિશાને કહ્યું

“આજ આપણે કંઈ કામ નહીં કરીએ. આજનો દિવસ હું તને એવો જીવાડવા માંગુ છું કે તું કોઈ દિવસ આજનો દિવસ ન ભૂલ.”

“પણ કેમ આજ શું છે?” તેણે એક અદભુત સ્મિત સાથે આશ્ચર્યથી પુછ્યુ.

“જો આજ મારી પરીક્ષા પુરી થઇ ગઈ છે અને સ્કોલરશિપ પણ આવી છે તો મેં વિચાર્યું કે જો બધા કપલ જેમ સાથે જમવા જાય અને ફોટા પડાવે તેમ આપણે કરીએ તો?” મેં થોડું શરમાતા પૂછ્યું.

“મારુ પણ એક એવું સપનું હતું.” તેમ કહી તે હસવા લાગી.

મેં અને દિશા ડોલ અને બીજી વસ્તુ ગાર્ડનમાં એક બાજુ સંભાળીને મૂકી અને પછી અમે બંને માર્કેટમાં તેના માટે કપડાં લેવા ગયા. ત્યાં એક દુકાન હતી. જેમાં બહાર બે સારા કપડાં પહેરેલા પુતળા હતા. એક સાઇડે છોકરાનું અને એક સાઇડે છોકરીનું ત્યાં જઈ અને પછી તે ભાઈને દિશા માટે કપડાં બતાવવા કહ્યું. દિશા એક સ્કાય બ્લુ કુર્તી, સફેદ ચોયણી લીધું અને ચેંજિંગ રૂમમાં જઈ બદલી નાખ્યા મેં દુકાનવાળા ભાઈને તેના ૭૫૦ રૂપિયા આપ્યા.

દિશા જયારે ચેન્જિન્ગ રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેના છૂટા વાળ, સ્કાય બ્લુ કલરની કૂર્તી, સફેદ ચોયણી અને ગળામાં સ્કાય બ્લુ કલરનો મેચીંગ વાળો દુપટ્ટામાં ખુબ જ સરસ લાગી રહી હતી. તેના ચેહરા પર કોઈ દિવસ મેં આવી ખુશી જોઈ ના હતી. પછી તે મારી સામે જોઈ ને બોલી.

“ હું કેવી લાગું છું?”

“સરસ. આ ડ્રેસ તારે માટે બન્યો હોય તેવું લાગે છે.” મેં થોડું હસતાં કહ્યું.

“તેગી તારે કપડાં નહીં લેવા?”

“ના, મારો સ્કૂલ ડ્રેસ સારો જ છે” મેં હસતાં હસતાં કહ્યું.

ત્યાં દુકાનવાળાએ અમને થેલી આપી જેમાં જુના કપડા નાખી અમે બહાર ગયા.

દિશા મને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું “મને ઘરે નવા કપડાં વિષે પૂછશે તો?”

મેં તેને થોડો વિચાર કરીને હસીને કહ્યું “જો પૂછે તો કઈ દેજે કે તું જ્યારે કોઈની પાસે રૂપિયા માંગવા ગઈ ત્યારે તેણે કપડાં આપ્યાં.”

“આપણે હવે ક્યાં જઈશું?” પછી દિશાએ મને કહ્યું.

“હવે આપણે આપણા બંને નો ફોટો પડાવવા જાશું” મેં તેને હસતાં જવાબ આપ્યો.

અમે બંને ત્યાંથી થોડે દુર એક સ્ટુડિયો વાળાની દુકાન પર ગયા. ત્યાં એક ટેબલ હતું અને તેના પર કમ્પ્યુટર પડ્યું હતું. ત્યાં એક ભાઈ બેઠા હતા અને ફોટા એડિટ કરી રહ્યા હતા. તે ટેબલની બાજુમાં એક દરવાજો હતો અને તે રૂમમાં કેટલા બધા ફોટાઓ લગાડેલા હતા, મેં તે ભાઈને કહ્યું.

“અમારે બંનેએ સાથે ફોટો પડાવવાનો છે.”

તેમણે અમને અલગ અલગ સાઇઝમાં ફોટાઓ બતાવ્યા અને કહ્યું “આમાંથી કઈ સાઈઝ તમે રાખશો? મેં ૮સેમી*૧૫સેમી ની સાઇઝ સિલેક્ટ કરી.

“૮*૧૫ની સાઈઝની એક કોપીના ૫૦ થશે.” તે ભાઈ બોલ્યા.

“સારું. અમારે ૨ જોઈએ છે.” મેં કહ્યું.

તે ભાઈ ઉભા થયા અને ટેબલ પાસે રહેલો દરવાજો ખોલ્યો અને કહ્યું અંદર આવતાં રહો. અમે બંને અંદર ગયા ત્યાં બંને સાઇડે લાઈટો હતી તે લાઈટો તે ભાઈએ શરુ કરી..

ડાબી બાજુ માથું ઓળવા માટે મોટો કાંચ હતો અને જમણી બાજુ કૅમેરાનું સ્ટેન્ડ પડ્યું હતું. તેની સામે એક મોટો સફેદ કલરનો પડદો હતો તે ભાઈ એ કહ્યું.

“તમારે વાળ સેટ કરવા હોય તો કરીલો અને પછી કેમેરાની સામે ઉભા રહી જાઓ.”

મેં કાચ પાસે જઈ વાળ સેટ કર્યા અને પછી હું અને દિશા બંને પાંદડા પાસે જઈ ને હસતું મોઢું રાખીને એક બીજાની પાસે ઉભા રહી ગયા.

તે ભાઈ આ ફોટો પાડી પછી દેખાડ્યો અને હસતાં હસતાં કહ્યું.

“જોઈલો બરાબર છે ને?”

“હા સરસ છે” મેં તે ભાઈની સામે જોઈ હસીને કહ્યું“તમે બહાર બેસો હું ૧૦મીનીટમાં આપી દવ.” એ ભાઈએ કહ્યું.

હું અને દિશા બંને બહાર જઈ ને બેઠા થોડી વારમાં તે ભાઈ આવ્યા અને અમને તે ફોટાની ૨ કોપી આપી મેં તેને ૧૦૦ રૂપિયા આપ્યા.

અમે દુકાનની બહાર નીકળીયા અને મેં ફોટાની કોપી મારા બેગ માં નાખી ત્યાં મને દિશાએ કહ્યું.

“હવે ક્યાં જઈશું?”

“મોલ પાસે અને પછી ૭ વાગે એટલે તેની પાસેની હોટેલ માં જમવા જાશું.” મેં હસીને કહ્યું તે મારી સામે આશ્ચર્યથી થોડીવાર તો જોઈ જ રહી અને પછી બોલી.

“તે હોટેલ તો કેવી મસ્ત છે!! પણ તેગી ત્યાં રૂપિયા ખુબ જ હશે અને આમ પણ આપણે ત્યાં જઇશું તો કેવા લાગીએ!!”

“જો હવે આપણે કંઈ માંગવાનું તો છે નહિ અને આપણે સાથે જઈશું તો મજા જ આવશે.” મેં આત્મવિશ્વાસથી કહ્યું.

મેં અને દિશાએ ૭ વાગ્યા સુધી મોલ પાસે બેસી વાતો કરી અને પછી અમે બંને હોટલ તરફ ચાલતા ગયા. હોટેલ મોલ ની બાજુમાં જ હતી. તે ૯ માળની હોટેલ પર લાઈટો નું ડેકોરેશન અદ્દભુદ હતું. ત્યાં બે મેઈન દરવાજા હતા. અમે એક દરવાજા માંથી અંદર ગયા. ત્યાં દરવાજા પાસે એક ભાઈ સૂટ પહેર્યું હતું. અમે ત્યાં ગયા ત્યારે તેણે હોટેલમાં જવાનો દરવાજો ખોલ્યો અને કહ્યું કે વેલકમ સર…. હું તો એક સેકન્ડ તો જોતો રહી ગયો કે તેણે મને સર કહ્યું હોટલમાં એ.સી. ને લીધે ઠંડક લાગી રહી હતી પછી મારી પાસે સુટ પહેરીને એક ભાઈ આવ્યા.

“સર હું શું તમારી મદદ કરી શકું” તે ભાઈ નમ્રતાથી બોલ્યા.

“અમે બંને કોઈવાર હોટેલમાં જમવા નહિ ગયા. અમે પહેલી વાર હોટેલમાં જમવા માટે આવ્યા છીએ અને અમારે સાંજનું જમવાનું છે.” મેં કહ્યું

“ઓકે સર ચિંતા ન કરો. અહીં ૨૫૦ રૂપિયા અને ૪૦૦ રૂપિયા એમ બે ટાઈપના બુફે છે તમે ક્યુ પસંદ કરશો?”

મને કંઈ બુફેમાં ખબર તો નોહતી પડતી પણ જે હશે તે જોયું જશે પછી મેં વિચાર્યું કે બંનેને ૧૦૦ રૂપિયા તો ઘરે દેવાજ પડશે અને મારી પાસે કુલ ૭૫૦ રૂપિયા હતા એટલે મેં ૨૫૦ રૂપિયા નું બુફે લેવાનું નક્કી કર્યું અને કહ્યું,

“૨૫૦ રૂપિયા” “ઓકે સર, તેમાં ૨ ફ્લેવરની કેકે, પાણી પુરી, દહી પુરી, રગડા પુરી, મૈન કોર્સમાં પંજાબી અને છેલ્લે ૨ ફ્લેવર નો આઈસક્રીમ, મારી સાથે આવો” તે ભાઈ બોલ્યા.

તે અમને ૨ માણસ માટેના એક ટેબલ પાસે લઇ ગયા અને ત્યાં અમને સામ-સામે સોફા પર તેણે બેસાડિયા. દિશા અને હું બંને એક બીજા સામે જોઈને હસી રહ્યા હતા. અમે બંને કોઈ દિવસ સોફાપર પણ બેઠા ન હતા. થોડીવારમાં એક વેઈટર ૨ અલગ ટાઇપની કેક લઈને આવ્યો અને કહ્યું.

“સર રેડ છે તે સ્ટોબેરી ફ્લેવર છે અને બ્લેક ચોકલેટ ફ્લેવર છે”

એવું કહી તે બન્ને માટે કેકે મૂકી અને થોડે દુર ઉભારહી ગયા. અમે બંને એ કેક ખાધી એટલે તરત તે વેઈટર એક મોટી ડીશમાં પાણી પુરી, દહી પુરી અને રગડા પુરી લઈને આવ્યા અને કૅક ની ડીશ લઇ ગયા. અમે થોડું થોડું ખાધું પછી બંને માટે ૨ મોટી ડીશ આવી. તેમાં ૫ અલગ અલગ શાક અને ૩ ગુલાબ જાંબુ હતા અને ૨ ગરમ રોટલી હતી. અમે પૂરું ખાઈ પણ ના શક્યા અને છેલ્લે તે વેઈટર આઈસ-ક્રીમ આપી ગયો. તેમાં એક ડ્રાય ફ્રૂટ્સનો અને એક ચોકલૅટ ફલેવોરનો આઈસ-ક્રીમ હતો. અમે બંને આ આઈસ-ક્રીમ પૂરો કર્યો પછી તે વેઈટર બિલ લઈને આવ્યો અને મને આપી હસતાં હસતાં કહ્યું.

“સર અમારું જમવાનું અને સર્વિસ કેવી લાગી?”

“ખુબજ સરસ અને થૅન્ક યુ” મેં બેગ માંથી પૈસા આપતા હસીને કહ્યું અને પછી હું અને દિશા હોટેલ ની બહાર નીકળી ગયા

હોટેલથી અમે ગાર્ડન જય અમારી પડેલી ડોલ અને વાહન સાફ કરવાના કપડાંના કટકા લઈને અમે વાતો કરતા ઝૂંપડી તરફ જવા નીકળી ગયા. અમે જયારે ઝૂંપડીવાળા એરિયા પાસે પહોંચ્યા ત્યારે મેં દિશાને થોડું હસીને કહ્યું.

“આલે ૧૦૦ આજના ઘરે આપી દેજે અને તને મજા તો આવીને?”

“ખુબજ મજા પડી ગઈ. મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો પણ તેગી મારી પાસે તને થૅન્ક યુ કહેવા સિવાય પણ કંઈ નથી.” તેણે નિસાસા સાથે કહ્યું.

“એમાં શું થૅન્ક યુ કેહવાનું હું તારા માટે આટલું તો કરી જ શકુને.” મેં હસતાં હસતાં કહ્યું.

હું ઝૂંપડી તરફ જવા નીકળતો જ હતો ત્યાં દિશા એ કહ્યું,

“એક મિનિટ….” હું ઊભો રહ્યો.

દિશા હસતી હસતી મારી નજીક આવી અને હું કઈ બોલવા જાવ ત્યાં જ મારા ગાલ પર કિસ કરી. પછી આવજે એમ કહીને તેની ઝૂંપડી તરફ ચાલવા લાગી. થોડીવાર તો મને લાગ્યું સમય ઉભો રહી ગયો અને પછી હું પણ એકલો એકલો હસતો હસતો ઝૂંપડી તરફ ચાલવા લાગ્યો…

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED