Suicide books and stories free download online pdf in Gujarati

સ્યુસાઇડ - suicide

સ્યુસાઇડ

ॐ ऐं महासरस्वत्यै नमः॥

હેમરાજસિંહ પરમાર

પ્રસ્તાવના

અત્રે વાર્તામાં મુખ્ય દેવ નામનું પાત્ર હોય છે જે એક્ઝામમાં ખુબ મહેનત કરે છે તેમજ તેના સાથી મિત્રોને પણ શીખવે છે છતાં પણ તે ફેઈલ થાય છે. ભવિષ્યના ચિંતા રૂપી કાળા વાદળો તેના મનને આત્મહત્યા કરવા માટે મજબૂર બનાવે છે. ત્યારે તે ત્રણ ઘટનાઓ જોવે છે જે તેને તેના ભુતકાળનો સ્પર્શ કરાવે છે. આ ત્રણેય ઘટનાઓ તેના જીવન પર ચડેલી ખરાબ વિચાર રૂપી ધૂળને સાફ કરી મૂકે છે અને ફરીથી તેનું જીવન પ્રજવલ્લીત કરીદે છે

***

આ વાર્તા માત્ર કાલ્પનિક છે. તેમજ અત્રે લખાણમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરવા વિનંતી…

***

(એક્ઝામના આગલા દિવસે.)

(હેત, જય અને દેવ ત્રણેય એન્જિનિરીંગ સ્ટુડન્ટ છે. જે એક ચાર માળના ફલેટમાં નીચેના માળ પર એક રૂમમાં રહે છે. ત્યાં ઘડીયાળમાં ૯ વાગ્યા છે. તેઓમાં દેવ, હેત અને જયને થર્મલ એન્જિનિરીંગ શીખવી રહ્યો હોય છે.)

દેવ : જો મેં તમને જે I.M.P. હતું તે બધું જ શીખવી દીધું છે. ઓકે, કાલ માટે આમાંથી તમે એક વાર સરખી રીતે વાંચી લેશો તો પણ પાસ થઇ જશો. એ આપણી ગેરેન્ટી.

હેત : ઓકે દેવ, બાકી થોડુંક અઘરું તો છે જ.

(હેતની વાત હજી પૂરી થાય તે પહેલાં જ જય બોલે છે.)

જય (ઉત્સાહથી): હું શું કવ કે આપડે થોડીવાર ફ્રેશ થઈને વાંચી એ કેમ રહે. ગાંઠિયા અને ચા પીયને રાત ખેંચી નાખીયે કાલ પાસ....

દેવ : અરે ભાઈ…. અત્યારે તો ક્યાંય નહિ હો… મારે માર્ક લેવાના છે ખાલી પાસ નથી થાવું તમારે જવું હોય તો જાવ.

જય : ઓ…ય ટેંશનની દુકાન તારે ન આવું હોઈ તો કાંઈ નહિ. લાવ જે તું માર્ક, હિતુ તારે આવું છે?

હેત : હાલ ને દેવ પંદર મીનીટમાં પાછા.. નહિ વાર લાગે પાક્કું.

દેવ : તમે જતાવો મારે કાંઈ નહિ આવું.

જય : હાલ ભાઈ હાલ આને માર્ક લાવવાના હોઈ. જયભાઈની ગાંઠિયા આતુરતાથી રાહ જોઇ રહ્યા હશે.

(હસ્તા હસ્તા હેત અને જય રૂમની બહાર જાય છે.)

(૧૧:૦૦ વાગે છે. જય અને હેત પાછા આવે છે રૂમમાં લાઈટ બંધ હોય છે. લાઈટ ચાલુ કરે છે અને જોવે છે કે દેવ સુઈ ગયો હતો. જય હેતની સામે જોવે છે.)

જય : અરે યાર મેં ચા પીધી પણ હજી આપણને સુવાનું તો મન થાય જ છે. હેત, શું વિચાર છે વાંચવું છે કે નહિ. બાકી આપડો મૂડ નથી.

હેત : હું તો વાંચું છું તારે જેમ કરવું હોય તેમ.

જય (બિંદાસ થઈને બગાસું ખાતાં બોલે છે.): સારું, તું વાચ આપડે સવારે બધું થઇ જશે.

(દેવના મોબાઈલમાં અલાર્મ વાગે છે. અલાર્મને લીધે દેવ અને હેત બંને જાગે છે અને હેત જયને જગાડે છે.)

હેત : જય જાગ વાંચવું હોય તો ૫:૦૦ વાગ્યા.

જય (સુતા સુતા બોલે છે.) : અરે યાર સુવા દેને… મને પછી એક્ઝામમાં ઝોલા આવે છે...

દેવ : જાગ નહીંતર કે.ટી. નું મુરત થઇ જશે.

(જય જાગે છે અને પછી બાથરૂમમાં જાય છે અને અંદર સુઈ જાય છે. અડધી કલાક પછી હેત બાથરૂમ પાસે જાય છે.)

હેત (બાથરૂમનું બારણું ખખડાવતાં , જોરથી બોલે છે): જય સુઈ ગયો કે શું….

જય : અરે જાગુ જ છું. નિકળુને ૫ મિનીટમાં.....

(થોડી વારમાં જય બાથરૂમની બહાર આવે છે. પછી હેત નાહવા માટે જાય છે. જય બુક લઇને વાંચવા બેસે છે.)

જય : દેવ યાર આતો બોવ અઘરું છે. થર્મલમાં તો ભાઈનું મિડલ સ્ટમ્પ ઉડી જશે એવુ લાગે છે. પાસ થવાય તો સારું…

દેવ : હું કહેતો હતોને પેલેથી વાંચવાનું રાખ પણ માને કોણ.!

જય (ત્રાંસી નજરે જોવે છે) : બસ સલાહ નહિ હવે. જયભાઈએ હજી હથિયાર નથી મુક્યા. બધું જય ભાઈના કંટ્રોલમાં છે.

દેવ (ઘડિયાળ સામે જોઇને બોલે છે) : હેત, જય હાલો હવે કોલેજ જઇશુ ૯:૩૦ થઇ ગયા છે.

જય (આષ્ચર્યથી) : શું… ૯:૩૦….!!! મારે એક વાર વાચેલું રીવીઝન તો કરવું જ પડશે નહીતર ભાઈને કાંઈ યાદ નહિ આવે. પાંચ મિનિટ મારો ભાઈ પાંચ.

(દેવ, જય અને હેત એક્ઝામની હોલ-ટિકિટ લઈને એક્ઝામ દેવા માટે કોલેજ જાય છે.)

***

(૨ મહિના પછી રિઝલ્ટનો દિવસ આવે છે.)

(બપોરનો સમય હોય છે. હેત અને દેવ લેપટોપમાં મૂવી જોઇ રહ્યા છે જય સૂતો છે. ત્યારે જ હેતને કોલ આવે છે કે રિઝલ્ટ આવી ગયું છે.)

હેત : દેવ રિઝલ્ટ આવ્યું!!!.. જય જાગ રિઝલ્ટ આવ્યું…

જય (તરતજ જાગી જાય છે અને દુઃખ સાથે બોલે છે) : અરે યાર આટલી બધીય શું ઉતાવળ હતી. તમે રિઝલ્ટ જોઈ લો હું છેલ્લે જોઇશ….

(હેત મોબાઈલમાં વેબસાઇટ ઓપન કરે છે. દેવ સામે હસીને જોવે છે. દેવ હસીને માથું હલાવીને તેનું રિઝલ્ટ જોવાની ના પાડે છે.)

હેત : સારું હાલો હું જ પહેલાં મારુ જોઈ લવ છું.

(હેતનું રિઝલ્ટ ખુલ્લે છે હેતને ખુબ ઓછા માર્ક હોય છે પણ તે પાસ થઇ જાય છે.)

હેત (હસીને) : હું પાસ થઇ ગયો. થેંક્યુ દેવ પાસ કરાવા માટે.

જય : અરે બસ હવે યાર મને ટેન્શન થાય છે. જલ્દી આ દેવનું જો….

(હેત દેવનું રિઝલ્ટ ખોલે છે અને જોવે છે તો…. દેવ થર્મલ એન્જિનિરીંગમાં ફેઈલ થાય છે. દેવના ચેહરા પર દૂખના વાદળો છવાઇ જાય છે અને એવું લાગે છે કે જાણે હમણાં જ રડી પડશે.)

દેવ (દુઃખ સાથે બોલે છે) : અરે આ સબ્જેક્ટ તો યાર મેં તમને શીખવ્યો હતો અને હું જ ફેઈલ થયો. કાંઈક રિઝલ્ટ માં ભૂલ હશે..

જય (ગભરાયેલોહોઈ તેમ બોલે છે) : એ.. હવે જે હોય તે ફેઈલ થાય એટલે બધા એવું જ કે. હેત, જલ્દી મારુ રિઝલ્ટ ખોલ. મારા ધબકારા વધી ગયા છે.

(હેત જયનું રેસુલટ ખોલે છે અને જોવે છે તો… જય થર્મલ એન્જિનિરીંગમાં તો પાસ હોય છે પણ ૬ માંથી બીજા ત્રણ સબ્જેક્ટમાં ફેઈલ થાય છે.)

જય : અરે ત્રણમાં આવી બોલ…. દેવ હવે મને લાગે છે તારી વાત સાચી છે લગભગ ચેકીંગ હાર્ડ થયું હશે.

(દેવ કઈ બોલતો નથી. જય થર્મલમાં પાસ થવાને લીધે થોડો ખુશ થઇ જય છે.)

જય : પણ ગમેતે હોઈ આપણે થર્મલમાં પાસ છીએ. આજ થી સાબિત થઇ છે કે મહેનત કરો કે ન કરો K.T. આવાની હોય તો એ આવીને જ રહે…. બાકી દેવ કાલનો તારો બર્થડે હેપી નહિ હોઈ.

(જય જાણે બધું ભૂલવા માંગતો હોય તેરીતે હસવા લાગે છે.)

હેત (દેવની સામું જોવે છે.) : દેવ જે થયું તે અને જયની વાતનું કઈ ખોટું ન લગાવતો. હાલ આજ હું પાર્ટી આપું છું.

(દેવની આંખો માંથી આંસુ પડે છે.)

દેવ (રડતા અવાજે બોલે છે.) : મેં યાર મેહનત ખુબ જ કરીતી પણ માર્ક ન આવ્યા. કઈ લખવામાં પણ ભૂલ નોહતી કરી પણ આમ કેમ? હવે મારે ઘરે શું કેવું. મારે અત્યાર સુધી કોઈ દિવસ ૯૦% નીચે નહિ આવ્યા.

જય : એલા આતો રોવા મંડ્યો. અરે હવે ફેઈલ થયો એમાં શું થઇ ગયું. ઘરે આ વાત કરવાની જ નહિ “રાઝ” રાખવાનું. શું રાખવાનું "રાઝ"

(જય થોડું દેવને હસાવવા પ્રયત્ન કરે છે. ત્યારે જયના મોબાઈલમાં કોલ આવે છે અને હેત મોબાઈલ લઈને જયને આપે છે.)

હેત (જયનો મોબાઇલ આપતાં ઉત્સુક્તાથી બોલે છે) : આ પીકાચુ કોણ છે?

જય (થોડો શરમાઈને) : અરે એવું કઈ નથી મારો ભાઈ છે.

(જય કોલ રેસિવે કરે છે.)

જય : હા બોલ પીકાચુ….

(મોબાઇલમાંથી અવાજ આવે છે) : એ શું પીકાચુ. પપ્પા બોલું છું.

જય (થોડો ડરી જાય છે.) : હા કેમ છે પપ્પા? હું તમને આજે જ ફોન કરવાનો હતો. શું કરે બધા ઘરે મજામાં?

જયના પપ્પા : બધા મજામાં છે. તારો ભાઈ કહેતો હતો કે ફેસબૂકમાં તારા કેટલાક ભઈબંધોએ રિઝલ્ટ મુક્યા છે…. તારે શું થયું.

(જય આશ્ચ્રર્ય ચકિત થઇ જય છે અને થોડીક ક્ષણ વિચારીને કોન્ફિડેન્સથી બોલે છે.)

જય : પપ્પા એટલે આમાં કેવું હોઈ કે જેમ પેપર ચેક થતા જાય એમ કોલેજ વાળા પોતે જ ફેસબૂકમાં રિઝલ્ટ મૂકી દે… આપણે કાંઈ નો કરવાનું હોઈ…અને ઘણી વાર તો બંને સેમેસ્ટરના રિઝલ્ટ સાથે પણ આપે… બાકી આવે એટલે તમેને પીકાચુ કહેશે જ.

(જય ફરીથી બોલે છે.)

જય : પપ્પા મારો એક રૂમમેટ છે આખોદિવસ વાંચતો જ હોય તો પણ એક્માં ફેઈલ થયો. અમારા સર પણ કહેતા હતા આ વખતે પેપર હાર્ડ ચેક થયા છે.

જયના પપ્પા (મોટા અવાજે) : તો આપડે….?

જય : આપડે તો કાંઈ વાંધો નહિ જ આવે આપડી મેહનત હતી એટલે કઈ ટેંશન નથી.

જયના પપ્પા : સારું ત્યારે રિઝલ્ટ આવે એટલે કે જે….

(જય ફોન મૂકે છે અને રાહતનો શ્વાસ લે છે. હેત દેવને જોતો જ રહી જાય છે. દેવની આંખમાં હજી આંસુ જ હોય છે. દેવ તેના મોબાઈલમાં તેનું રિઝલ્ટ ખોલીને ફરીથી જોઈ રહ્યો છે.)

જય : હાઈશ ટેંશન ગયું…..

હેત (આશ્રયથી) : અરે તું કેવું ખોટું બોલ્યો…… સાચું કઈ દેવાઈને…

જય (થોડું જોરથી બોલે છે) : હું K.T. સોલ્વ કરીને કઈ દઈશ.. અને મને તો એ જ નથી સમજાતું કે…. ભાઈ સારા માર્ક છે તો ફેસબૂકમાં રિઝલ્ટ સુકામને મુકો છો… અરે ન્યૂઝ પપેરમાં આપો.. અહીંયા કોઈકની જિંદગીમાં આગ લાગી જાય એક ફેસબુકમાં રીઝલ્ટની પોસ્ટને કારણે….

જય : હવે મારે મૂડ સરખું કરવું પડશે. હાલોને બહાર જઈએ.

હેત : હાલ દેવ હવે.

દેવ (ધીમા અવાજે) : તમે જાવ મારે નથી આવું.

હેત : અરે હાલને હવે મન થોડું હળવું થઇ જશે.

દેવ (દુઃખી અવાજથી): ના હેત, તમે જાવને

જય : સારું ભાઈ જોયા કર રિઝલ્ટ. જોવાથી કઈ બદલાઈ તો કેજે.

(જય અને હેત બંને બહાર જાય છે…..)

(દેવની આંખ માંથી આંસુ જઈ રહ્યા છે અને રિઝલ્ટ જોતા જોતા વિચારે છે.)

દેવ : મારા પપ્પાને કેમ ક્વ… કેટલું દૂખ થશે તેમને… એક તો બિચારા લોન લઈને ભણાવે છે.. મેં મેહનત તો કેટલી કરી હતી… તો પણ હું પાસ ન થયો… હવે તો જોબના ચાન્સ પણ ઘટી જશે… જોબ નહિ મળે તો લોન કેમ ભરાશે… મને સ્કોલરશીપ પણ નહિ મળે.

(દેવ ખુબ જ ટેન્શનમાં આવી જાય છે અને સ્યુસાઇડ કરવાનું મનથી નક્કી કરે છે. તે રૂમની બહાર નીકળીને ફ્લેટમાં ટેરેસ પર જાય છે. તે તેના માતા પિતા વિશે વિચારીને રડવા લાગે છે પણ આજ ચિંતા રૂપી બળ એ પ્રેમ રૂપી ધાગાના એક પછી એક તાંતણા તોડી રહ્યું હોય તેમ. તે આંસુ લૂછીને ટેરેસની દીવાલ પર ચડે છે અને નીચે જોવે છે ત્યાં જ તેના મોબાઈલમાં કોઇક અજાણ્યા નંબર પરથી કોલ આવે છે.)

: હેલો, દેવ?

દેવ : હા બોલો આપ કોણ?

: દેવ, હું વીર બોલું છું. આપનુ પાર્સલ આવ્યું છે અને હું “આકાર” ફ્લેટની સામે ઉભો છું.

(દેવ ઊંડો શ્વાસ લે છે અને નીચે કુરિયર વાળાને જોવે છે. તે ટેરેસની દીવાલ પરથી નીચે ઉતરે છે. હજી તેના ચહેરાપર ઉદાસીનતા સ્પષ્ટ બતાઈ રહી છે.)

દેવ : સારું, હું પાંચ મિનિટમાં આવું છું.

વીર : ઓ.કે., નો પ્રોબ્લેમ.

(દેવ ટેરેસના દાદરા ઉતરે છે અને ચોથા માળ પર હોય છે ત્યારે જ એક કોઈ બહેનનો ચિંતા સાથે દેવને બોલાવે છે.)

: દેવભાઈ… દેવભાઈ… તમે એક કામ કરશો..?

દેવ : હા બોલોને.

બહેન (તેમના ૨-૩ વર્ષના પથારીમાં સૂતેલા બાળક સામે ઈશારો કરીને) : આને આજ ખુબ તાવ છે. હું ક્યારની માથા પર પોતા મુકું છું અને કઈ ખાતો પણ નથી. મારે તેને દવા દેવી છે તો નીચેથી એક દૂધની થેલી લાવી આપશો?

(દેવ કઈ બોલ્યા વગર માથું હલાવીને હા પાડે છે અને તે બહેન તેને રૂપિયા આપે છે.)

(દેવ હજી ત્રીજા માળ પર આવતો જ હોય છે ત્યાં જ એક રૂમમાંથી કોઈક નાનો છોકરો બેટ વડે બોલનેજોરથી મારે છે. દડો રૂમની બહાર આવે છે અને સામેની દીવાલ સાથે ભટકાઈ છે. તે છોકરાના પપ્પા બોલ લેવા બહાર આવે છે અને દેવને જોઈ અને હસતા ચહેરા સાથે કહે છે.)

: કંઈ વાગ્યું નથીને એન્જીનીયર સાહેબ.

દેવ (થોડું ધીમેથી બોલે છે) : ના કઈ નથી થયું.

છોકરાના પપ્પા (હસીને તેના છોકરા સામે જોઇને) : કેમ પણ મોટો થઈને ક્રિકેટ બનશેને…!!!

દેવ (દૂખી ચહેરા સાથે થોડું હસે છે) : હા જરૂર બનશે જ.

(દેવ હજી એક માળ નીચે ઉતરે છે અને ત્યારે તે એક રૂમમાં જોવે છે કે માતા-પિતા તેના બહાર ભણતા છોકરા સાથે વિડિઓ કૉલમાં વાત કરી રહ્યા છે.)

પિતા : બેટા ધ્યાન દઈને ભણજે. પૈસાની કઈ જરૂર હોય તો કઈ દે જે. બીમાર પડ એવું કાંઈ બહારનું ન ખાતો. સારી જ જગ્યા એ જમજે.

તે છોકરાના મમ્મી : તને જમવાનું તો ત્યાં ફાવે છેને કેટલો પાતળો થઇ ગયો છે. કોઈ ત્યાં તને હેરાન તો નથી કરતુ ને.. મને તો તારા વગર ઘર સાવ સૂનું લાગે છે પણ શુ કરવુ…

(આટલું બોલીને તે છોકરાની માતા રડવા લાગે છે. તેના પપ્પા વાત કરીને પછી દુઃખી ચહેરા સાથે કહે છે કે જો કોઈ પણ માતા-પિતાનું સંતાન તેનાથી દુર હોઇને તે તેને ન જ ગમે પણ તેમના સારા માટે જ આપણે કઠોર નિર્ણય લેવા પડે. આપણને જોઈને જ તેમને હિમત મળતી હોય એટલે છોકરા સામે કોઈ દિવસ ન રોવું.)

(દેવ બધું સાંભળે છે પછી તે પાર્સલ લઈને તેના રૂમમાં મૂકીને દૂધ લેવા માટે જાય છે ત્યારે તે વિચારે છે કે કે જયારે હું નાનો હઈશ ત્યારે મારી માતાએ મારા માટે કેટલા દુઃખ સહન કર્યા હશે. હું જયારે બીમાર પડતો ત્યારે મારા મમ્મી પપ્પા બંને આખી રાત જાગતા હતા. મારા પપ્પાને પણ મારા માટે કેવી આશા હશે કે હું સારો એન્જીનીયર બનીશ અને તે બંનેને મારી કેટલી ચિંતા કરતા હશે. હું જો કદાચ આજ સ્યુસાઇડ કરીલવ તો એમનું શું થશે એ તો બિચારા જીવતાં જ મારી જશે….. એવું વિચારીને તેની આંખમાંથી આંસુ વયા જાય છે. તેને સ્યુસાઇડના વિચારથી ખુબ જ દુઃખ થાય છે.)

(જયારે દેવ દૂધ આપીને ઘરે આવે છે ત્યારે કુરિયરમાં આવેલું બોક્સ ખોલીને જોવે છે કે તેના મમ્મી-પપ્પા એ તેના માટે તેમના ફેમિલી ફોટોની બર્થડે ગિફ્ટ મોકલી હોય છે અને ડ્રાય ફ્રૂટનું બોક્સ હોય છે.)

***

(સવારનો સમય હોય છે અને હેત, દેવ અને જય કોલેજ માટે તૈયાર થઇ રહ્યા છે. ત્યારે હેતના મોબાઈલમાં તેના મિત્રનો કોલ આવે છે કે કેટલાક સ્ટુડેન્ટના રિઝલ્ટમાં ચેન્જીસ આવ્યો છે હેત દેવ અને જયને કહે છે ફરીથી ત્રણેય પોતાના રિઝલ્ટ ખોલીને જોવે છે. હેત અને જયના માર્કમાં કઈ સુધારો હોતો નથી પણ દેવ પાસ થઇ જય છે. દેવના ચહેરા પર હાસ્ય રંગ છવાઈ જાય છે. દેવનો બર્થડે હવે ખરેખર હેપી થઇ જાય છે…..)

જય (દેવનું રિઝલ્ટ જોઈને) : લે બોલ આને પાસ કરી દીધો. મારી સાથે અન્યાય થયો છે.....

હેત : હા, બોવ વાંચ્યુંતુને એટલે જ તું ફેઈલ થયો.

જય (હેત સામે ત્રાંસી નજરે જોવે છે અને ચપટી વગાડતા દીવાલ સામે ઈશારો કરીને) : આ દીવાલ પર લખીલે હવે ભાઈ એવું વાંચશેને કે બુક પણ કેશે બસ જય ભાઈ બસ હવે કેટલું વાંચશો. હવે તો જય ભાઈ આખા મિકેનિકલમાં ટોપ કરશે.

(દેવ અને હેત બંને હસવા લાગે છે…..)

***

કડવાટ

એક સરસ મજાનું વાક્ય છે "ભૂતકાળ ભૂલીને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વર્તમાનનું વિચારવું જોઈએ" પણ ઘણીવખત ભવિષ્યનુ ચિંતા રૂપી ઝહેર વર્તમાનનું ગળું દબાવવા માટે તત્પર થઇ જાય છે એ સમયે ભૂતકાળની મીઠી યાદો રૂપી અમૃત પીયલેવું જોઈએ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED