Matrubhumini Maati - 2 books and stories free download online pdf in Gujarati

માતૃભૂમિની માટી - 2

માતૃભૂમિની માટી

ભાગ-૨

શ્રવણ ચંપકકાકા ને મળવા માટે આલિશાન ગાડી લઈને રામપુર આવે છે. પરંતુ શ્રવણ એકલો નથી આવતો એની સાથે એક છોકરી પણ હોય છે, ચંપકકાકા શ્રવણ ને તો ઓળખી ગયા પણ તે છોકરી સામે જોઈ રહ્યા.

ચંપકકાકા કંઈ પણ પૂંછે એ પહેલાં જ શ્રવણ બોલ્યો, “બાપુજી, આ છોકરી કોણ છે? એ જ વિચારતા હશો ને??”

“આ જાનકી છે બાપુજી.”

શ્રવણ કાઈ આગળ બોલવા જાય એની પહેલાં જ ચંપકકાકા એ શ્રવણ ને ઘરની અંદર આવી નિરાંતે બેસી વાતો કરવા કહ્યું.

શ્રવણ ઘરમાં પ્રવેશતાં જ એની માતા ને મળ્યો. ઘણા વર્ષો ના દુકાળ પછી વરસાદ પડતાં ધરતી ખીલી ઉઠે એમ શ્રવણ ને જોઈ ને એની મા નું હૃદય ખીલી ઉઠ્યું.

ત્યારબાદ નિરાંતે બેસી જાનકી વિશે જણાવતા શ્રવણ બોલ્યો,

“બાપુજી, આ જાનકી છે. અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા. કોલેજ ના પ્રથમ દિવસે અમારી મુલાકાત થઈ.

બન્યું એવું કે, એ દિવસે જાનકી અમારા કોલેજ ના બગીચા ના બાંકડે બેસી રડી રહી હતી. મારાથી રહેવાયું નહી એટલે મેં એના રડવાનું કારણ પૂછ્યું. જાનકી ના પિતા બે દિવસ પહેલા અકસ્માત માં મૃત્યુ પામ્યા હતા.જાનકી ની માતા તો એને જન્મ સમયે જ મૃત્યુ પામી હતી. જાનકી ના કોઈ ભાઈ-બહેન પણ નહતાં તેથી માતાના મૃત્યુ પછી એક પિતા નો જ સહારો હતા; અને એ પણ અકસ્માત માં મૃત્યુ પામ્યા એટલે જાનકી અનાથ બની ચૂકી હતી. આ દુનિયામાં એનું કોઈ જ ન હતું.

પછી સધિયારો આપતાં મેં એને કહ્યું કે મારે પણ કોઈ બહેન નથી તમને વાંધો ના હોય તો હું તમને મારી બહેન બનાવવા માંગુ છું.આ રીતે મેં જાનકી ને મારી બહેન બનાવી અને આજ આપણા ઘરે એને લાવ્યો છું.”

આ વાત સાંભળી ચંપકકાકા ની છાતી ગજ ગજ ફૂલી ઉઠી. આ વાત આખા ગામમાં વાયુ વેગે ફેલાઈ ગઈ અને ગામના લોકો શ્રવણ ને મળવા આવ્યા અને શાબાશી આપવા લાગ્યા.

રાત્રે જમી કરી ને બધા બેઠા ત્યારે શ્રવણ બોલ્યો, “ બાપુજી, હું તમને શહેરમાં લઇ જવા માગું છું. તમે અને બા અહીં એકલા રહો એના કરતા શહેર માં મારી સાથે રહેવા આવો તો મને વધુ ગમશે.”

ચંપકકાકા બોલ્યા, “દિકરા, જનમ થયો ત્યારથી જ ગામડા માં રહેલા અમને શહેર માં રહેવું ના ફાવે. અને હવે તો તારી પણ ઉંમર થઈ ગઈ છે તારા લગ્ન ની પણ ચિંતા છે અમને.”

આ સાંભળતા જ જાનકી બોલી ઉઠી, “ બાપુજી એની તમે ચિંતા ના કરો. ભાઈએ એક છોકરી શોધી લીધી છે બસ તમે પરવાનગી આપો એટલી વાર છે.”

ચંપકકાકા ને શહેરમાં લઇ જવા માટે શ્રવણ બહુ જીદ કરે છે. ચંપકકાકા ને એવું લાગ્યું કે પેલી છોકરી ને મળાવવા માટે જ અમને શહેર માં લઇ જવાની જીદ કરે છે.

છેવટે ચંપકકાકા શ્રવણ સાથે શહેરમાં જવા માટે તૈયાર થાય છે. ચંપકકાકા ને એની માતૃભૂમિ રામપુર પ્રત્યે ખૂબ લગાવ હતો એને કયારેય રામપુર છોડ્યું નહતું. શ્રવણ ની જીદ પૂરી કરવા રામપુર છોડી શહેરમાં ગયા હતા. ચંપકકાકા એ મનોમન વિચાર્યું હતું કે શહેરમાં જઈ શ્રવણ અને જાનકી માટે યોગ્ય પાત્ર શોધી લગ્ન કરાવી ને ફરી રામપુર આવી જશું. આવું વિચારી ને જ એ શહેરમાં જવા તૈયાર થયા હતા.

સવાર માં ઉઠી બધા શહેરમાં જવા માટે તૈયાર થયાં. શ્રવણ ની આલિશાન કાર માં બેસી શહેરમાં જવા નીકળ્યા. ચંપકકાકા પહેલી વખત શહેરમાં આવ્યા હતાં.એને તો સપને પણ વિચાર્યુ નહોતું કે એ શહેરમાં જશે.

શ્રવણે જે સોસાયટી માં બંગલો લીધો હતો એ સોસાયટી ના ગેઈટ પાસે શ્રવણે ગાડી ઉભી રાખી. ચંપકકાકા અને એની પત્ની ગાડી માંથી ઉતર્યા કે તરત જ બેન્ડવાજા વાગવા લાગ્યા અને ફુલો નો વરસાદ વરસવા લાગ્યો. ચંપકકાકા આ બધું જોઈ આશ્વર્યચકીત થઈ ગયાં અને વિચાર માં પડી ગયા કે આ બધું શું છે?

શ્રવણે એના બા-બાપુજી ના સ્વાગત માટે બધી વ્યવસ્થા કરી હતી. શ્રવણ ની ઈચ્છા એવી હતી કે સોસાયટી ના ગેઇટ થી ઘર ના દરવાજા સુધી એના બા-બાપુજી પર સતત ફૂલો નો વરસાદ થતો રહે અને બેન્ડવાજા વાગતા રહે.

હકીકતમાં શ્રવણે બંગલો ખરીદ્યા પછી એમા રહેવા ગયો નહોતો. એની ઈચ્છા એવી હતી કે બંગલામાં વાસ્તુ-મુહુર્ત બા-બાપુજી ના હસ્તક થાય. અને એટલે જ શ્રવણે બા-બાપુજી નું આવું ભવ્ય સ્વાગત કર્યું.શ્રવણ ખરેખર શ્રવણ જ હતો. કોઈ ભાગ્યશાળી મા-બાપ ના ઘરે જ આવું સંતાન જન્મ લે.

બંગલાનું વાસ્તુ પૂજન કર્યા પછી આખો બંગલો બા-બાપુજી ને બતાવ્યો. બીજા દિવસે સવાર થી જ આખા શહેર માં આવેલા બધા ધાર્મિક સ્થળો એ બા-બાપુજી ને દર્શન કરવા લઇ ગયો. આ બધું જોઈ ને પોતાની જાતને ભાગ્યશાળી માનતા ચંપકકાકા શ્રવણ પર ગર્વ કરવા લાગ્યા.

ચંપકકાકા પહેલાથી જ ગામડામાં વસેલા એટલે શહેરના ગીચ વિસ્તારમાં બહુ ગોઠે નહી. શહેરમાં આવ્યા એને ઘણા દિવસ વીતી ગયા; શ્રવણ તો પેલી છોકરી વીશે કંઈ બોલતો જ નહોતો. ચંપકકાકા થી રહેવાયું નઈ એટલે શ્રવણ ને એ છોકરી વીશે પૂછી જ લીધું.

શ્રવણ બોલ્યો, એ છોકરી નું નામ કોમલ છે. એ પણ એક વકીલ છે. એના પિતા નવીનચંદ્ર જજ છે. એક દિવસ નવીન સર ને મળવા માટે હું એના ઘરે ગયો હતો, ત્યારે અમારી મુલાકાત થઈ. પરંતુ બાપુજી, જો તમને યૉગ્ય લાગે તો જ પરવાનગી આપશો.

ચંપકકાકા કોમલ ને જોવા અને નવીનચંદ્ર ને મળવા માટે એના ઘરે જાય છે. કોમલ દેખાવે ખૂબ સુંદર અને સંસ્કારી છોકરી હતી. ચંપકકાકા ને યોગ્ય લાગ્યું એટલે શ્રવણ અને કોમલ ના લગ્ન કરાવી દે છે. જાનકી ને હજુ આગળ ભણવાની ઈચ્છા હોવાથી વિદેશ ભણવા માટે જાય છે.

ચંપકકાકા એ જ્યાર થી શહેરમાં આવ્યા ત્યારથી એની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી. આ વાત એને શ્રવણ ને કરી નહોતી.

કોમલ મોટા ઘર માં ઉછરેલી અને ભણેલી છોકરી હતી, પણ એ ખૂબ દયાવાન અને સંસ્કારી હતી. અભણ સાસુ-સસરા ની મા-બાપ સમજી ને સેવા કરતી હતી.

દરરોજ સવાર માં ચંપકકાકા વ્હેલા ઉઠી મંદિર જતાં પણ એક દિવસ એ રૂમ માંથી બહાર આવ્યા નહી એટલે શ્રવણ એના રૂમમાં ગયો. જોયું તો ચંપકકાકા ના શરીર માં તાવ હતો. સગડી ની જેમ એનું શરીર ગરમ હતું.

શ્રવણ એને હોસ્પિટલ લઈ ગયો. ચંપકકાકા એ ત્યારે શ્રવણ ને વાત કરી કે એની તબિયત શહેરમાં આવ્યા ત્યારથી જ દિવસે ને દિવસે બગડતી જતી હતી. પંદર દિવસ સુધી હોસ્પિટલમાં રહેવા છતાં પણ એની તબિયત માં સુધારો થતો ન હતો.

આથી, કંટાળી જઇ ને ચંપકકાકા રામપુર જવાનું નક્કી કરે છે. બાપુજી આવી હાલત માં ગામડે જાય એ શ્રવણ ની ઈચ્છા તો નહતી પણ પિતા ની જીદ સામે એ કંઈ કરી શક્યો નહી. અંતે શ્રવણ અને કોમલ બા-બાપુજી ને રામપુર મુકવા માટે જાય છે અને થોડા દિવસ રામપુર જ રોકાઈ જાય છે.

બે-ત્રણ દિવસ જતા ચંપકકાકા ની તબિયત માં અચાનક સુધારો થતો જાય છે. આ જોઈ શ્રવણ વિચાર માં પડી ગયો કે આટલા દિવસ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલું હતી છતાં પણ તબિયત માં કઈ સુધારો થતો નહતો; અને અચાનક જ તબિયત સુધરવા લાગી આવું કેવી રીતે બન્યુ!!!

હકીકત માં ચંપકકાકા ને એની માતૃભૂમિ રામપુર છોડ્યા નો આઘાત લાગ્યો હતો, જેવા એની માતૃભૂમિ રામપુર માં આવ્યા કે તરત જ એની તબિયત સુધરવા લાગી. આ જ છે આપણી માતૃભૂમિની માટી નો કમાલ, એના ખોળામાં આવતા જ બધી બિમારી દુર ભાગે.

ચંપકકાકા જન્મ થી જ રામપુર માં રહ્યા હતા. રામપુર માં જ એનું બાળપણ અને જુવાની વીતી હતી. રામપુર ની ધરતી ચંપકકાકા માટે મા સમાન હતી.

જે બિમારી દવા લેવાથી દુર ના થઈ એ ફક્ત માતૃભૂમિ પર પગ મુકતા જ દુર ભાગી. અદ્ભૂત શક્તિ હોય છે આપણી માતૃભૂમિની માટી માં.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED