Ranma Khilyu Phool books and stories free download online pdf in Gujarati

રણમાં ખીલ્યું ફૂલ

રણમાં ખીલ્યું ફૂલ

ઉંવાં ઉંવાંરડવાનો અવાજ સાંભળતા કાલુચંદ ના પગ થંભી ગયા. કાલુચંદ ગામ ના મુખી હતા. કાલુચંદ અને તેના પત્નિ કલાદેવી સ્વભાવે ઘણા શાંત અને દયાવાન હતા. ભગવાન ની કૃપા થી પૈસેટકે ઘર ખૂબ સુખી હતું પરંતુ શેર માટી ની ખોટ હતી. મુખી એ પથ્થર એટલા પીર કરી ને પૂજયા પણ ખોટ એ ખોટ જ રહી ગઈ.

મુખી વેરાન વન માંથી પસાર થતા હતા ત્યારે એક નાના બાળક નો રડવાનો અવાજ સાંભળતા તે અવાજ ની દિશા તરફ આગળ વધે છે. ત્યાં તે ત્રણ-ચાર મહિના ની નાની બાળકી ને રડતા જોવે છે. મુખીએ વન માં ચારે તરફ નજર કરી પરંતુ કોઈ જ દેખાતુ નથી તેથી ભગવાન નો પ્રસાદ માની મુખી તે બાળકી ને પોતાના ઘરે લઇ આવે છે. ઘરે આવી તેની પત્ની ને બધી વાત કરે છે અને બાળકી ને પોતાની દિકરી માની ઉછેરવા નુ નક્કી કરે છે.

મુખી એક પંડિત ને બોલાવી બાળકી ના નામકરણ ની વિધિ રાખે છે અને એક ઉત્સવ ની જેમ બાળકી નું સ્વાગત અને નામકરણ કરાય છે. બાળકી નું નામ મીરાં રાખવામાં આવે છે. આમ આશરા વગર ની બાળકી ને આશરો મળી જાય છે ને સંતાન વિના ના મુખી ને સંતાન. . !

એક દિવસ મુખી ના ઘરે ભીખારણ જેવી હાલત માં એક સ્ત્રી નોકરી માગવા માટે આવે છે. સ્ત્રી ને જોતા એવુ લાગતુ હતુ કે તે ઘણા દિવસથી ભુખી હશે. મુખી અને એના પત્ની ઘણા દયાવાન હતા તેથી એ સ્ત્રી ને ઘર મા આવકાર આપી જમાડે છે અને નોકરી પર રાખી લે છે. એ સ્ત્રી રંભાબાય એનુ નામ; મુખી ના ઘરે ઘરકામ કરે છે અને મીરાં ની સંભાળ રાખવામાં કરાયેલી ની મદદ કરે છે.

સમય જતા મીરાં મોટી થવા લાગી. મુખી ના સુના આંગણા માં ઝીણી ઝાંઝરી નો અવાજ ગુંજી ઉઠે છે. મીરાં પાણી માગે તો મુખી દુધ હાજર કરતા. મોટી સંખ્યામાં નોકર ચાકર મુખી ના ઘરે કામ કરતા હતા. મીરાં ના આવવાથી મુખી ના ઘરે આનંદમય વાતાવરણમાં છવાયેલું રહેતુ હતું.

સુનું સુનું રહેતુ મુખી નું ઘર મીરાં ના આવવાથી ગુંજતું થઈ ગયુ હતું. આશ્ચર્ય ની વાત તો એ હતી કે મીરાં, કલાદેવી કરતા રંભાબાઈ પાસે રહેવાનું વધારે પસંદ કરતી. કલાદેવી પણ ઘણીવાર આ વિશે વિચારતા પણ દેવી તે વિચાર ને મન નો વહેમ ગણી અવગણી દેતાં.

એક દિવસ મુખી ને પ્રસંગોપાત બહારગામ જવાનું થાય છે. મુખી આશરે પાંચેક મહિના પછી ઘરે પાછા ફરે છે. મુખી ના ઘર માં પગ મુકતા હ્રદય માં ધ્રાસકો પડે છે. મુખી ના બહારગામ ગયા પછી ઘર નું આનંદમય વાતાવરણ દુ:ખ ના દાવાનળ માં ફેરવાય જાય છે. મુખી ના ઘર માં આવેલી ખુશી થી ભગવાન ને પણ ઇર્ષા થઈ હોય એવું લાગે છે. મુખી ને સપને પણ ખ્યાલ ન હતો કે તે ઘરે પાછા ફરશે ત્યારે દુ:ખ ની ત્સુનામી એની પહેલાં પહોંચી ગઇ હશે.

બન્યુ એવું કે મુખી ના ગયા પછી કલાદેવી બિમાર પડી જાય છે. વેદ્ય ના કહેવા પ્રમાણે કલાદેવી કેન્સર રોગ ના સકંજામાં આવી જાય છે. કેન્સર નો રોગ આખા શરીર માં ફેલાઈ જાય છે. કલાદેવી પથારીવશ થઈ જાય છે. આવા સમય માં મીરાં નો સહારો રંભાબાય સિવાય કોઈ ન હતું. રંભાબાય પણ મીરાં અને કલાદેવીની સારી રીતે સંભાળ રાખતા હતા. કેન્સર નો રોગ કાળ થઈ ને કલાદેવી ને ભરખી જાય છે અને કલાદેવી મોત ને શરણ થાય છે.

મુખી ને ઘર માંથી એક ચિઠ્ઠી મલે છે. કલાદેવી ના મૃત્યુ સમયે મુખી હાજર ન હોવાથી કલાદેવી તેની મનની વાત ચિઠ્ઠી માં લખી ને રાખે છે.

ચિઠ્ઠી વાંચી ને મુખી આશ્ચર્યચકીત થઈ જાય છે! કલાદેવીએ ચિઠ્ઠી માં મીરાં ની સગી માતા વિશે લખ્યું હતું .

મીરાં ની સગી મા બીજુ કોઈ જ નઇ પણ રંભાબાઇ જ હતી. રંભાબાય એક વખત મીરાં ને પોતાની છાતી નું દુધ પીવડાવતા હતા તે કલાદેવી જોઈ ગયા હતાં. સ્ત્રીની એક મા તરીકે ની સંવેદના સ્ત્રી જ સમજી શકે તેથી કલાદેવી એ આ વાત કોઇને જણાવી નઈ.

મુખી આ વાત રંભાબાય ને જણાવે છે અને પછી રંભાબાય એની સાથે થયેલી હકીકત મુખી ને જણાવે છે. રંભાબાય પાસે ખાવા ના પણ પૈસા ન હતાં તો મીરાં નો ઉછેર કેવી રીતે કરે ?? મીરાં ને જંગલ માં રાખી દેવા થી કોઈ સારો માણસ એને લઈ જશે એવુ વિચારી જંગલમાં મુકી દે છે અને પોતે એક ઝાડ પાછળ સંતાઈ જાય છે. મુખી મીરાં ને લઇ જાય છે એ રંભાબાય જોવે છે અને એટલેજ મુખી ના ઘરે નોકરી માગવા માટે આવે છે જેથી એની દીકરી એની નજર સામે જ રહે. એટલે જ તો મા ને ભગવાન સમાન ગણવામાં આવે છે.

આ વાત સાંભળી મુખી નું હ્રદય દ્રવી ઉઠે છે અને રંભાબાય ને પોતાની બહેન બનાવી કાયમ ના માટે ઘર માં આશરો આપે છે. આમ ઓશિયાળી રંભાબાય અને મીરાં ને ઘર-આશરો મળી જાય છે અને મુખી ને મીરાં રૂપે સંતાન મળી જાય છે. આમ મુખી ના સૂના રણ જેવા ઘર માં મીરાં રૂપે ફુલ નો બાગ ખીલી ઉઠે છે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED